Gujarati / English

વૈશાખ વદ-૧૦ને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી અને જાંબુના વૃક્ષ નીચે સભા કરીને બેઠા.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભૂતયોનિ છે તો ખરી, પણ એકાંતિકને મતે તો ભૂત વસ્તુ જ નથી. તેમ જ ચાર પ્રકારની મુક્તિ છે, તે મુક્તિને ઈચ્છે તેને શ્રીજી મહારાજની મૂર્તિનો સંબંધ થાય નહિ. જે સેવા ઈચ્છે તેને મૂર્તિ મળે.”

પછી વાત કરી જે, “શ્રીજી મહારાજ જેતલપુરમાં સભાઓ કરીને નિત્ય વાર્તા કરતા તે સમે કોઈને નિદ્રા આવે તો ઊભા કરતા. કોઈક દિવસ શ્રી મુક્તાનંદ સ્વામીને સભામાં ડોલું  આવ્યું, ત્યારે મહારાજ કહે કે, ‘ઊભા થાઓ, સભામાંથી જાઓ.’ ત્યારે સ્વામીએ ઊભા થઈને વિચાર કર્યો જે, ‘આ નિદ્રાએ વાતો સાંભળવામાં વિઘ્ન કર્યું માટે તેને કાઢવી.’ પછી ચૈત્ર માસની તપેલી રેતીમાં જઈ સૂતા. તે સ્વામીશ્રીનું શરીર કોમળ હોવાથી શરીરમાં ફોલ્લા પડયા અને નિદ્રાને કહ્યું કે, ‘તેં મને અભડાવ્યો અને અક્ષરધામની સભામાંથી કાઢી મુકાવ્યો.’ પછી તો નિદ્રા મૂર્તિમાન હાથ જોડીને સામી ઊભી રહી અને પ્રાર્થના કરી કે, ‘મારો ગુનો માફ કરો, હવે તમારી પાસે નહિ આવું.’ તે જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. પછી તો જ્યારે બોલાવે ત્યારે નિદ્રા આવે, પણ એ વિના આવે નહિ. એવો નિદ્રા ટાળવાનો પ્રયાસ કર્યો; માટે નિદ્રા ટાળવી. ઊંઘ ને આહાર વધાર્યાં વધે છે ને ઘટાડયાં ઘટે છે.

“વળી એક સમય શ્રીજી મહારાજે જેતલપુરમાં છ મહિના લાગઠ કથા કરી અને બીજી ચાતુર્માસમાં ચાર મહિના કથા કરી. ત્યાં અલીખાં નામે પઠાણ હતો, તે પણ કથા સાંભળવા સભાથી છેટે બેસતો. પછી એક દિવસે મહારાજ રમૂજમાં આવ્યા અને સૌ સંતોને પૂછયું કે, ‘હે સંતો! ચાર મહિનાથી કથા થાય છે તેમાં કયે વખતે કઈ કથા આવી તે કહો; નહિ તો સભામાં બેસવા નહિ દઈએ.’ પણ સંતો તથા આશજીભાઈ આદિ હરિભક્તો કોઈ પૂરું કહી શકયા નહિ. પછી મહારાજે અલીખાં પઠાણને પૂછયું તો તે ચાર મહિનાની સોંસરી કથા કહી ગયો. તે પઠાણ જાડો-કાળો સૂંથણો પહેરતા અને બગલમાં કાળું ખપ્પર રાખતા ને માગી ખાતા.

“જેતલપુર બહુ રમણીક સ્થાન છે. જેતલપુર જઈએ તો કેવું મંદિર! કેવો મહેલ! કેવું તળાવ! અક્ષરધામની ઉપમા દઈએ તેવું! તેમાં સ્વામી નિર્ગુણદાસજી તથા ભગવતચરણદાસજી અને તમે રહેતા ત્યારે અમે આવતા ને બહુ રળિયામણું લાગતું. આ સત્સંગમાં મહારાજ ઘોડે ચઢીને ફરે છે. આજ્ઞા લોપે તેને ચાબુક મારે છે.”

પછી ‘શ્રી હરિ સુરનર મુનિ શિરતાજ’ એ કીર્તનની ટૂંક બોલ્યા ને કહ્યું જે, “શ્રીજી મહારાજ પ્રત્યક્ષ હોય ત્યારે શાસ્ત્રની સાખ લેવી તે દોષ છે, માટે ન લેવી. શાસ્ત્રની સાખ લે તો ઠીકરું ફૂટી જાય. એવા માણસ હોય તે તીર્થમાં, કથામાં, શાસ્ત્રમાં બધેય દોષ કાઢે.”  || ૨૨૪ ||

On the evening of Vaishakh Vad 10th, Bapashri along with saints and devotees came to the farm to bathe. After having bath performed mental worship and held an assembly under jambun tree. Bapashri showing his favour, talked. He said, “There is Bhutyoni (a group of ghost) but according to Ekantik there is nothing like Ghost. There are four kinds of salvation. The one who is desirous of salvation will not be fortunate for the relation with Shriji Maharaj’s Murti. He who wishes service will get Murti.

            Then he talked and said, “Shriji Maharaj used to hold assembly in Jetalpur daily and used to give discourses. During that time if anyone goes asleep, he would be made to stand. Once Shree Muktanand Swami was feeling drowsy in the assembly. Maharaj asked him to stand up and go out of assembly. Swami gets up and thought, the sleep put an obstacle in listening so it should be driven out. Then he would sleep in the hot sand of the month Chaitra. The skin of Swami was soft so he developed skin boils. He told the sleep that it had disturbed him and was driven out of the assembly of Akshardham. The sleep appeared before him and with folded hand prayed to forgive its guilt and henceforth it will not come to him. On seeing this, Maharaj was very much pleased. Thereafter sleep would come to him whenever it was called, otherwise not. Such efforts should be made by him to avoid sleep. Therefore, sleep should be avoided. Sleep and food would increase by increasing them and would reduce by reducing them.

            Once upon a time Shriji Maharaj did katha in Jetalpur for six months continuously and again he did katha for four months in Chaturmas (in the rainy season). There was a Pathan named Alikhan. He also used to sit for listening katha at a distance from the assembly. Once Maharaj was in jolly mood and asked all saints, “Oh saints! Katha is being read for last four months. Now tell me which katha was told on which day, if you cannot you will not be allowed to sit in the assembly. All saints, Ashjibhai and other devotees were unable to tell fully. Then Maharaj asked Alikhan Pathan. He narrated the whole katha from A to Z.  The Pathan used to wear thick black Payjama and used to keep a black vessel and beg food.” Jetalpur is a very delightful and holy place. There is pleasing temple, grand palace, and a pond-how beautiful and grand they are! It can be given the simile of Akshardham. Bapashri said, “When Swami Nirgundasji, Bhagwatcharandasji and you (Ishwarcharandasji) were staying in that temple, I used to come there and liked very much. Maharaj moves about on the horse in this satsang. Whips him who disobeys commands. Then Bapashri quoted a kirtan. ‘Shree hari surnar Muni shirtaj’ and said when Maharaj Himself is there, it is a sin to take support of scripture- so should not be taken. If one takes support of scriptures, it will create unnecessary dispute. Such a person will find fault in places of pilgrimage, in katha, in scriptures and everywhere.        || 224 ||