Gujarati / English

વૈશાખ વદ ૦)) અમાસને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત નવી વાડીએ પધાર્યા. ત્યાં નાહીને જાંબુડાના વૃક્ષ નીચે સર્વેએ બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સર્વે સાધનનું ફળ એક જ મૂર્તિ જ છે, તે સામું જોઈ રહેવું.”

એવામાં કેરાનો એક હરિભક્ત હતો, તેનો છોકરો રમતો હતો તેને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરાનો દેહ પડી ગયો. પછી તેના બાપે તે છોકરાને સ્વામી ઈશ્વરચરણદાસજીના ખોળામાં નાખ્યો.

ત્યારે સ્વામી કહે જે, “આ તો મને અભડાવ્યો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “એ છોકરાને પાણી પાઓ.”

પછી પાણી પાયું ને તે છોકરો જીવતો થયો.

પછી બાપાશ્રી બોલ્યા જે, “આ નૈમિષારણ્ય ક્ષેત્ર હતું તો આ છોકરો બચી ગયો. એનું પણ કામ થઈ ગયું. જુઓને આ સ્વામિનારાયણના પરચા. આ છોકરો મરી ગયો હતો, પણ જીવ્યો. આવા પરચા દેખે તોપણ જેને પ્રતીતિ આવતી નથી તેને એટલી નિશ્ચયમાં કસર છે.”

પછી એક સાધુને કહ્યું જે, “તમે ત્યાગી થયા છો તે વાણી મેલવી, જડ મેલવું, ચૈતન્ય મેલવું; તેમાંથી ઓછું ન થાય તેટલું મહારાજથી છેટું રહે. શીતળ ને શાંત રહેવું, દુઃખિયા ન થાવું. ધ્યાન -સાંગ, ઉપાંગ, સલીલ ને સપાર્ષદ એમાં કિયું ધ્યાન- કરો છો? અને કોનું ધ્યાન કરો છો? તે કહો. શ્રીજીનું ધ્યાન કરવું. કરવી સેવા તો મળે મેવા; અસેવા ન કરવી. ઝાઝું બોલવું નહિ. દાસાનુદાસ થઈને રહેવું. ‘દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર.’ મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીના જેવું દાસપણું રાખવું. જડ (વૃક્ષ) જેટલો લાભ પણ લેવાય નહિ! ભાડું ખરચાવીને કચ્છમાં આવ્યા છો.”

તે વખતે ઝાડ ખડખડયું ત્યારે બોલ્યા જે, “જુઓ, આ જાંબુ હસે છે જે, ‘મારાં ધનભાગ્ય! આવા મોટાં મારે છાંયે બેઠા છે’ એમ જાણીને હસે છે. આવી રીતે જડ જાતિ પણ કામ કાઢી જાય છે અને મનુષ્યો કેટલાક બેસી રહે છે. થાંભલા જેવા અને વૃક્ષ જેવાય આપણે ન થઈએ ત્યારે શું કર્યું? આ જોગમાં આ વૃક્ષનુંયે સારું થઈ જશે. ઝાડ આખો કલ્પ તપ કરી કરીને મરી જાય તોપણ આવું કામ ન થાય.

“રામજીભાઈ ઉપરદળવાળા અહીં આવતા ને અહીંના મંદિરના ચોકમાં નાળિયેરી, જામફળી આદિ વૃક્ષોને બાથમાં ઘાલીને મળે ને રુએ ને કહે જે, ‘તમે મોટાં ભાગ્યવાળા છો તે સદાય આવા મોટાનાં દર્શનનો લાભ લો છો, અને મારે આ દર્શન મેલીને જાવું પડશે.’ એમ બોલે. ત્યારે એમ જાણીએ જે એને ખરું હેત અને મહિમા છે. એવા થાવું, પણ ‘ચલબે રંડી હમ ખાખ બને હે’ એવું ન કરવું.

“શ્રીજી મહારાજની મૂર્તિ ત્રણે અવસ્થામાં રાખવી. રસનાનું જોવું, માનનું જોવું, વખત-જોગ બહુ સારો છે તો પૂરું કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પત્થરનો ઘા કરે. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય અને અપમાન કરે. આ સેવા-ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે તે તપાસવું.

“વડોદરાના મોટા મોટા શાસ્ત્રી આવ્યા તે બોલ્યા જે, ‘આ તમારો ધર્મ કલ્પ્તિ છે અને તમે તમારા સંતને વખાણો છો તે અમને પરચો દે તો માનીએ.’ ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, ‘સ્વામી, તમારું કામ પડયું છે.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ! કહી દેખાડું કે કરી દેખાડું?’ ત્યારે શ્રીજી મહારાજ કહે, ‘તમારી મરજી હોય તેમ કરો.’ પછી સ્વામીએ હેમનું પારણિયું કર્યું અને નાના બાળક થઈને માંહી પોઢ્યા. પછી વેદ આવીને પારણિયું હીંચોળવા માંડયા ને મહિમા ગાવા લાગ્યા. ને બ્રહ્માનંદ સ્વામીએ સૂર્ય, ચંદ્ર બેયને પકડીને પારણિયાને બે છેડે લટકાવ્યા અને તારાઓનું ઝૂમખું કરીને વચ્ચે લટકાવ્યું ને રમવા લાગ્યા; તે જોઈ પંડિત આશ્ચર્ય પામ્યા.

“તેવા અનાદિ આજ છે, પણ તેને ઓળખે નહિ. આજ એ જ મળ્યા છે, પણ મહિમાએ સહિત જોગ-સેવા કરીએ તો બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં જ છે, પણ તેમની સામર્થી રૂંધી નાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત ન મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો. તે વખતે પણ મહારાજ આમ ને આમ સુખિયા  કરતા અને આજ પણ એમ ને એમ કરે છે. આપણે ભેળા બેસીએ છીએ ને કથા-વાર્તા કરીએ છીએ તેથી સખાભાવ રહી જાય એટલે ખબર ન પડે, પણ જેને એવું દિવ્ય ભાસતું હશે તેને અતિ આનંદ થતો હશે ને મૂર્તિમાં વૃત્તિ લીન થઈ જાતી હશે અને તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ છૂટતા હશે.

“અને જેને એવું દિવ્ય નહિ ભાસતું હોય તેને અભાવ આવતો હશે અને આ ચંદન ચર્ચે છે, મળે છે તે રમત કરે છે એવું કેટલાક જાણતા હશે. ‘આ સભાથી બીજું તેજોમય સ્વરૂપ દેખાણું નથી ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી’ એમ સમજે તો કાંઈ ન મળે અને તેને મહારાજે ચંડાળ કહ્યો છે, માટે આ સભા દિવ્ય તેજોમય અક્ષરધામની સમજવી.”  || ૨૨૮ ||

On the evening of Vaishakh Vad 30th, Bapashri along with saints and devotees came to new farm. There after having bath set under jambun tree and all perform mental worship.

            Bapashri, showing his favour, talked. He said, “The fruit of all means is only Murti, we should look at it. In the meanwhile devotee from Kera came. While his son was playing, he had an attack of convulsion and he died in his father’s lap. His father put his son in the lap of Swami Ishwarcharandasji. Swami said that he was made impure. Then Bapashri said to give water to the boy. He was given water and boy came back to life. Bapashri said, “This is Naimisharnya- kshetra so the boy was saved, his work was done. See the miracles of Swaminarayan. The boy was dead but became alive. Even after seeing such miracles, if one does not develop love for satsang, it is a defect in determination. Then Bapashri told a saint we were become renouncer so give up unnecessary talk, inanimate, animate, etc. If it does not become less, you will be away from Maharaj in that much proportion. Be calm and cool do not become unhappy. Then Bapashri asked which meditation was he doing-sang, upang, salil and saparshad- which of them? Tell me whose meditation are you doing? Meditate on Shriji. If you do service (seva) you will get meva- do not do aseva (bad service). Do not speak much- remain the servant of a servant. ‘Das tamara das no mane rakho nath hajur.’ The service of a servant should be like that of Muktanand Swami and Gopalanand Swami. Benefit should not be taken even to the extent to which the tree takes. You have come to Kutch by spending on fares. At that time, the tree shook. Bapashri said, “Look the jambun tree is smiling. It is my luck. The tree is smiling because it knows such a Mukta is sitting under its shade. Thus, even inanimate thing takes benefit. Whereas human beings are deprived of it. If we do not become like a pillar or a tree, what is the use of it? This tree will be benefited in this opportunity. The tree may penance for whole kalpa and may become dry but it will not get such benefit. Ramjibhai of Uperdal use to come to the temple of this place and he would embrace trees of coconuts, pear, etc. and would cry and say that they are very lucky because they always get darshan of such Muktas. Where as he will have to leave and go. When he would say, so I know that he has real love and understanding of greatness. We should become like him. Murti of Shriji Maharaj should be kept in all three states. Give up taste and ego. The time is very good and try to become fulfill. Some are in the habit of criticizing. They have no knowledge of our virtues and insult us. We should examine if we are doing service or activity according to the wish of Maharaj or against of His wish. Big Shastris of Vadodara challenged our sect and said that we were praising our saints and asked to prove it, so that they could believe. Then Shriji Maharaj told Brahmanand Swami that he needed his help. Brahmanand Swami said, “Should he show it or tell it. Shriji Maharaj told him to do according to his wish.” Then Swami made a cradle of gold and he become a small child and slept in the cradle then Vedas came and swung the cradle and started praising the greatness. Brahmanand Swami caught hold of the sun and the moon and hung bunch of stars in the middle and began to play. Seeing that Pandits were very much surprised. Today there are such Anadis but we do not know them. Today we have met them if we get attached to them and serve them by knowing their greatness, then there are Muktas like Brahmanand Swami in this assembly but their power have been kept hidden. Do not waste time we will not get such time. You should keep same feeling for them. In the past Maharaj also made happy in this way and today, he is doing in the same way. We sit together and do katha, varta. So, there is feeling of friendship so you do not know their power but for the one whom this appears divine must be feeling very happy and vruti (desire) must be getting merged in Murti and fountains of luminescence must be emitting. And those who do not find it as divine would dislike and would criticize and say that they apply sandalwood paste, meet, etc., this is all to make us fool. If one feels that unless he has not seen another luminescence form other than this assembly, he will not be benefited, he will not achieve anything and Maharaj has called him chandal (a man of lowest caste).Therefore, this assembly should be considered divine luminescence as that of Akshardham. || 228 ||