Gujarati / English

જેઠ સુદ-૧ને રોજ સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછયું જે, “મહાકાળ જ્યારે પ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે, અને માયા મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તેને વિષે લીન થઈ જાય છે, અને એ  પુરુષ વાસુદેવબ્રહ્મની સભામાં રહે છે. જ્યારે સૃષ્ટિ સૃજવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે.”

પછી બોલ્યા જે, “બ્રહ્માંડ વસ્યું તોય શું? અને ન વસ્યું તોય શું? આપણે તો મહારાજ ને  મહારાજના મુક્તને પકડીને તેમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જોડાવું. અમે તો બદરિકાશ્રમ નથી દેખ્યું, શ્વેતદ્વીપ નથી દેખ્યું, ગોલોક નથી દેખ્યું, અને અનંત કોટિ બ્રહ્માંડ પણ નથી દેખ્યાં. અમે તો કાંઈ દેખ્યું નથી, તો અમે શો જવાબ દઈએ? તમે આ લોકનું પૂછો તેમાં અમે મૂંઝાઈ પડીએ. એવા ઉત્તર તો વિદ્રાનો કરી શકે. જેણે ગામ કે માર્ગ દેખ્યો ન હોય તેનાથી શો ઉત્તર દેવાય? જેમ ગાદી ઉપર રાજા બેઠો હોય તે મારાં ગામ કે દેશ કેટલા છે તે જાણતો નથી, તો પુરુષોત્તમ નારાયણ ને એમના મુક્ત ક્યાંથી જાણે? છે તો બધુંય હસ્તામળ, પણ જેમ બહિર્ભૂમિ જઈ આવે તે કોઈ જોતા નથી, એમ ભગવાનના સુખ આગળ અને મૂર્તિ આગળ એ બહિર્ભૂમિ ગયા જેવું છે. એ તો ઢૂંઢિયા છે તે વિષ્ટાને ખોળે છે એવું છે.

“અમારો સિદ્ધાંત તો એવો છે જે ‘મેરે તો તુમ એક આધારા’ જે એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અને તેના સંત તે વિના બીજી કોઈ વાત જ નથી. તે વિના બીજી વાતો કરીએ તેમાં મૂંઝાઈ જવાય. દ્રોપદીનું ભારત થયું અને સીતાનું રામાયણ થયું, એમાં આપણું કાંઈ ન વળે; એમાં આપણે ફસાઈ પડીએ. એક જણસ જે મહારાજ તે ઓળખાય એ સર્વે સાધનનું ફળ છે. પાત્ર થઈએ તો બધુંય આવે. જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે તેમ શ્રીજી મહારાજના જેવા શુદ્ધ પાત્ર થઈએ તો શ્રીજી મહારાજ રહે. તે પુરુષપ્રયત્ન કરવા માંડે તો શ્રીજી મહારાજ પાત્ર કરી દે. ચિંતામણિ તો મળી છે, પણ દરજીની માફક શીવવામાં જાય છે. તેમ મૂર્તિ તો મળી છે, પણ તેમાં આપોપું કરીને જીવ જોડાતા નથી.”   || ૨૨૯ ||

On the day of Jeth Sud 1st, saint Muktavallabhdasji asked a question in the assembly, “Where do all Jivas live when Mahakal destroys?” Bapashri said, “All Jivas live in illusion (maya) and illusion in Mulpurush that is in Krishna and that Purush lives in Vasudevbrahma’s assembly. When it is a time of creation of the world, Purush who has merged Jivas in illusion, takes them out and creates the world through illusion. Then Bapashri said, “What difference does it make whether cosmos is created or not. We should catch hold of Maharaj and His Muktas and get attached to them with soul intellect. I have not seen Badrikashram, Swetdweep, Golok and infinite Brahmands. I have seen nothing so how can I reply. If you ask me about this world, I will be confused. Such answers can be given by learned persons. How can he who has seen neither village nor the path give reply?  Just as the king sitting on the thrown does not know how many villages or regions are his. So how can Purushottamnarayan and His Muktas know? Even then, everything is there with Him. The happiness of God’s Murti is not comparable to mundane happiness. Our principle is ‘mere to toom ek adhara’ (you are my only support means only one), Purushottamnarayan’s Murti and His saints – no other thing excepting that. If we talk other than that, will be confused.  Draupadi was the cause of Mahabharat and Sita was the cause of Ramayan. We achieve nothing from it. We will get entangled in it. The fruit of all means is Maharaj, if we understand his greatness. If we become worthy, everything will be achieved. Just as milk of lioness can be put in golden vessel. Similarly, if we become as pure as Shriji Maharaj, Shriji Maharaj can be achieved. If we put efforts, will be made worthy by Shriji Maharaj. We have got chintamani but everything is wasted like a tailor to use Chintamani wastes in stitching. We have got Murti but Jiva does not get attached to it by considering to it as its own.  || 229 ||