Gujarati / English

જેઠ સુદ-૪ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “ગુરુનો દ્રોહ કરે તેનું મુખ ન જોવું તેમ લખ્યું છે તેનું કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો સેવકનો ધર્મ છે તે પ્રમાણે સેવકે વર્તવું.”

પછી બહેચરભાઈને પૂછયું કે, “કોનું ધ્યાન કરો છો? જડનું, આત્માનું કે પરમાત્માનું?”

ત્યારે તે કહે કે, “પરમાત્માનું.”

ત્યારે બાપાશ્રી કહે જે, “અનાત્મા કોને કહીએ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “જેમ જીવ આગળ દેહ અનાત્મા; તેમ જ શ્રીજી મહારાજ આગળ અક્ષર સુધી અનાત્મા કહેવાય.”

ત્યારે બાપાશ્રી કહે કે, “ભલે મહારાજ.”

પછી બહેચરભાઈએ પૂછયું જે, “એવી કઈ પ્રાર્થના છે કે જે પ્રાર્થના કરીએ તો ખોટ કહેવાય? અને પ્રાર્થના ના કરીએ તો અંતર્યામી જાણ્યામાં ફેર કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાન નહિ જાણતા હોય? ‘તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ઈનકી પાસે કયા છુપાઈએ, જીનકે હાથમેં દોરી.’ પ્રાર્થના કરે તે સકામ કહેવાય. આપણે પાત્ર થાશું તો એની મેળે સુખ આવશે. આપણે માગીએ તો ગઢડાવાળી ડોશી માફક થાય. દાદા ખાચરને  કહે કે, ‘છાણાં આપું, પણ ગઢડાનાં ચારે નાકાંનું ગોબર હું મેળવું.’ એ વસ્તુ આપણે મોટા પાસે માગીએ, તે આપણાથી તો મંગાય જ નહિ. ઝવેરી હીરાનું પારખું કરે. અક્ષરધામની, મૂર્તિના સુખની ને મોટાની ગતિની શું ખબર પડે? માગતાં માગતાં અધૂરું મંગાઈ જાય. માગવામાં ફળની પ્રાપ્તિ થઈ જાય, તે ફળ તો અક્ષરધામમાં છે જ નહિ. ફળ તો આપણે જોઈએ નહિ. મોટા મોટા કહી ગયા કે મૂર્તિનું સુખ પણ ન માગવું, કાંઈ ન માગવું. આ વખતે ભૂલ્યા ત્યારે ભૂલ ક્યાં કાઢશો? માટે ભગવાન પાસે શું માગવું?

“એક રાજાના કુંવરને કાષ્ટનું પારણિયું જોઈતું હતું, તે બીજાં સોનાનાં આવ્યાં તે ન લીધાં ને એક વહોરાને ત્યાંથી તે લાવી આપ્યું તેણે રમવા મંડ્યો. તેમ માગી માગીને કાષ્ટનું પારણ્યું માગીએ ને સોનાનું રહી જાય; માટે માગવું નહિ. માગતાં આવડે નહિ. અપાર સુખ મહારાજનું છે ને તે કોણ લે? હાથ જોડીને  વિનંતી કરવી ને પાત્ર થાવું, પણ માગવું તો નહિ જ. મહારાજ કેમ પ્રસન્ન થાય તે તપાસી પ્રસન્નતાનાં સાધન કરવાં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન કને આપણે માગીએ તેવી વસ્તુ શું હોય? એ તો ઢગલા ને ઢગલા છે. માગીએ તો મૂર્ખ કહેવાઈએ. જે માગીએ તે પ્રકૃતિની માંહેલું માગીએ.

“મૂર્તિનું સુખ અપાર, અપાર અને અપાર! તેનો કોણ પાર લે? હાથ જોડી વિનંતી કરીએ તો સુખિયા કરી દે. માગવું તો નહિ જ. માગ્યામાં તો ભગવાન ખોટા પડી જાય. ‘આ મનુષ્યરૂપ છે તે મને તેજોમય દર્શન દેતા નથી’ એમ જાણે તે ચંડાળ છે. માટે મહારાજની મૂર્તિને જોવા મંડયા રહેવું; તો મહારાજ જાણે જે આ બિચારો મંડયો છે તો મહારાજ ઝળેળાટ દર્શન આપે. મંડયા રહો તો મહારાજ ને મોટા રાજી થાય છે. માગે ત્યારે સભા હસે છે કે મહારાજ નહિ જાણતા હોય? હું તો પાકો સિદ્ધાંત કહું છું. માલની કિંમત કેટલી? પ્રસન્નતા મંગાય અને પ્રસન્ન થાય એવી ક્રિયા કરવી. મોટો આત્યંતિક મોક્ષનો ઘંટ વાગે ત્યારે ‘નારાયણ હરે’ કરીને ખોળો ધરે તો પાલી કે બે પાલી આપે, વધુ ન આપે.”

પછી શિવલાલભાઈએ પૂછયું જે, “વ્યવહારની વાત પૂછવી કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પોતાના દોષ હોય તે કહેવા અને પ્રાર્થના કરવી. મોટા મોટા કહે છે કે માયિક ન માગવું; દિવ્ય માગવું, તે પાત્ર થઈને માગવું. બહિર્ભૂમિ જતાં આવડતું ન હોય ને દિવ્ય માગવું તેથી કાંઈ પાત્ર થવાય? માંહી સંકલ્પ થયા કરતા હોય અને વળી મહારાજના કહેવાય. મહારાજે પણ કહ્યું છે કે, ‘પાત્રની તારતમ્યતા પ્રમાણે સુખ મળે છે.’ જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે, પણ બીજામાં તો સ્રવી જાય, પણ રહે નહિ તેમ.”

પછી માસ્તર કેશવલાલભાઈને કહે જે, “માસ્તર, માની કરો. માનીને ઓળખો છો?”

ત્યારે કહે જે, “બાપા, હું નથી ઓળખતો.”

ત્યારે બાપાશ્રી કહે જે, ” એ તો મુસલમાનની બોલી છે કે મારો દીકરો સાજો થાય તો આભ જેસી માની પીરને ચઢાવું.”  || ૨૩૨ ||

On the day of Jeth Sud 4th, Swami Ishwarcharandasji asked a question in the assembly. He said, “It has been written that we should not see the face of one who betrays guru. What is the meaning of this?” Bapashri said, “The servant should act according to his dharma. Then Bapashri asked Becharbhai whose meditation was he doing- of inanimate, of soul, or of God?” He said that he was meditating on God. Bapashri asked, “What should be called ‘Anatma’ (which is not soul)?” Then Swami Ishwarcharandasji said, “Just as body is Anatma before Jiva. Similarly up to Akshar is Anatma before Shriji Maharaj. Bapashri said all right, Maharaj.

            Becharbhai asked, “Which is that prayer which if we do is called a defect? And if we do not pray will it be called difference in knowing supreme being-God?” Bapashri said, “Does God not know it? ‘tanki jane manki jane, jane chitki chori, enki pase kya chhupaye, jinke hath me dori’ (he knows every thing- in whose hand there is control of life). He who prays is called sakam (desirous of fruit). If we become worthy, happiness will come automatically. If we beg, it will happen like that of the old woman of Gadhada. She told Dadakhachar that she would give ‘chhana’ (made from cow dung) provided she was given cow dung of whole Gadhada. If we ask for that thing from Mukta, it is not proper. The jeweller tests diamonds. Who can know the power of Akshardham, bliss of Murti and Muktas? While begging it is possible that we may beg half of what we want it. In begging, the fruit is achieved but that fruit is not there at all in Akshardham. He should not desire fruit. Muktas have told us we should even not ask for bliss/ happiness of Murti-not to ask for anything. If you forget this time when are you going to avoid mistake? Therefore what to ask for from God. A prince of a king wanted wooden cradle. He did not accept other golden cradle. When a wooden cradle was brought from a Vora shopkeeper, he started to play. We ask for wooden cradle and the golden will be left out, therefore do not ask for anything. We do not know what to ask for. Happiness of Maharaj is bountiful- who will take it? We should request with folded hands and become worthy but we should not beg. How Maharaj will be pleased should be found out and do those means, which may please Maharaj. To ask for happiness of Murti is also ‘sakam’ (bearing fruits) which is that thing which we can beg from God. He has plenty of every thing. To ask for is a foolishness. What ever we ask for belongs to Prakruti. The happiness of Murti is bountiful…….bountiful……..bountiful! Who can find its bound? If we request with folded hands, He will make us happy, but do not beg. In begging, he may blame God. One who knows this is that human form and he does not give luminescence darshan, he is ‘chandal’ (lowest caste person). Therefore, we should constantly look at Maharaj’s Murti so Maharaj will think that he is doing efforts so He will give darshan immediately. Maharaj and Muktas will be pleased if we put constantly efforts. When we beg assembly laughs, because is it that Maharaj does not know? I am telling you the perfect dictum. What is the value of a thing? We should do that act by which he pleased and beg for pleasure. When the bell for salvation rings, Mukta he spreads his cloth by saying ‘Narayan Hare’ even then he gets a little quantity but not more.

            Shivlalbhai asked, “Can the matter of worldly affairs be asked or not?” Bapashri said, “We have to tell about our faults and pray. Muktas advise us not to beg for illusive thing- beg for divine thing and after becoming worthy we should beg. If you do not know what to beg and if you beg for divine thing, can you become worthy by it? ‘Sankalp’ (thoughts) go on inside and also called of Maharaj. Maharaj has also said that he gets happiness according to his capacity. Just as milk of lioness can be kept in golden vessel- in other vessel it will leak out. Then Bapashri told master Keshavlalbhai to prepare ‘Mani’ (bread) and ask him if he know the meaning of ‘Mani’. He said he did not know the meaning. Bapashri told him that this is the language of Musalman (Muslim). When his son is ill, he would say that if his son is cured he would offer as much Mani as the size of the sky to Pir (deity of Musalman-Muslim). || 232 ||