Gujarati / English

પોષ સુદ-૪ને રોજ સવારે સભામાં એક બ્રાહ્મણ કહે જે, “મૂર્તિ ખપે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મૂર્તિ સાક્ષાત્ ભગવાન છે, એવો વિશ્વાસ આવે છે? આવે તો દર્શન કરો. એક બ્રાહ્મણ હતો તે ખાવા બેઠો ને કહે જે, ‘ગળે ઊતરતું નથી’, પછી તેને કહ્યું જે, ‘ગળામાં લાકડું ખોસો.’ તેમ તમારે ગળે ઊતરે તો માનો ને દર્શન કરો, પણ નાસ્તિક ભાવ રાખશો નહિ. આ પ્રતિમા સાક્ષાત્ ભગવાન છે, એવો આસ્તિક ભાવ રાખવો.”

તે ઉપર કલ્યાસંગની વાત કરી જે, “રામપુરમાં કલ્યાણસંગજી (માથકવાળા) આવ્યા હતા તે બહુ મોડા નહાતા હતા તેમને અમે કહ્યું જે, ‘વહેલા નાહો તો ભગવાનનાં દર્શન કરાવીએ.’ પછી બીજે દિવસે વહેલા નાહીને અમારી પાસે આવીને બોલ્યા જે, ‘અમને ભગવાનનાં દર્શન કરાવો.’ પછી અમે તેમને પ્રતિમાની પાસે લઈ જઈને કહ્યું જે, ‘જુઓ, આ ભગવાન ખરા કે નહિ?’ ત્યારે તે બોલ્યા જે, ‘હા, ભગવાન ખરા.’ એવો વિશ્વાસ ને આસ્તિકપણું રાખવું, અને આ મૂર્તિ માંહી દેખાય એવો સાક્ષાત્કાર કરવો.

“પ્રતિમાને દિવ્ય ન જાણે ને મૂર્તિ સારુ વલખાં મારે તેમાં શું વળે? માટે તેમાં દિવ્ય ભાવ સમજીને ધ્યાન કરીને મૂર્તિમાં જોડાવું, તે મહારાજે સોંપ્યું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા. દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એકતાર જોડાવું. વૈભવ એકેય મેલાય નહિ અને મૂર્તિ ખપે તે કેમ મળે? મોટા મોટા સંતો પણ મૂર્તિ સારુ વલખાં કરે છે, તો સર્વેને ક્યાંથી મળે? ઝેરનું ઝાડ રોપો તો પાંદડાં, ડાળાં, પાંખડી સર્વે ઝેર હોય; તે ઝેરનું ઝાડ મેલીને સ્વામિનારાયણની એક મૂર્તિમાં તેલધારા અખંડ વૃત્તિ કરવી. તેમ શ્રીજી મહારાજનું સુખ આપનારા સંતને ઓળખીને તેમનો સંગ કરે તો જે સુખ ઈચ્છે તે મળે. જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય; માટે પુરુષપ્રયત્ન કરવો.”

એક બ્રાહ્મણે ભાતું માગ્યું ત્યારે કહ્યું જે, “સૌનું ભેળું માગવું; એકલાનું ન માંગવું.”

ત્યારે કહે જે, “મારી દાઢી પહેલી ઓલવું.”

“માયિક ઈન્દ્રિયે કરીને માયિક વસ્તુ ઝેર જેવી થઈ જાય ને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે તો છ મહિનાની અંદર મૂર્તિ સિદ્ધ થઈ જાય. જ્યારે ખારું, ખાટું, તીખું, તમતમું આદિકના ભાવ એકેય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમરૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. આ દેહનું સુખ ભેળું રાખવું અને મૂર્તિનું સુખ લેવું તે થાય નહિ. રસના આદિક મૂકે તો થાય, પણ ‘ભગૂડી ભેંસનું દૂધ સારું’ એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે? અમે ક્યાંથી આવ્યા? આજ મહારાજ મૂર્તિ દેખાડે છે, હરે છે, ફરે છે, સુખ આપે છે; પણ નાસ્તિક ભાવ છે. આ દેહનું જ સુખ જોઈએ; ખાવા, પીવા, પહેરવા ને શોખ માણવા; તો મૂર્તિ ક્યાંથી દેખાય?”

તે ઉપર હરજીભાઈની વાત કરી જે, “તેમને ચંદનના ઝાડનો યોગ થયો તે ઝેર ઊતરી ગયું અને દેહનો ભાવ ટાળીને એક તાંસળામાં ભેળું મેળાવીને જમે અને અમારા ગામનો ઈજારો લઈને અમારી પાસે રહ્યા અને જોગ કર્યો ને બીજું બધું ભૂલી ગયા. એમનો સેવક હતો તે સવારે-સાંજે પાસે જાય ત્યારે તેમને વિષે તેજ દેખતો. અને જો એવો ખપ થયો તો અમારી પાસે જ રહ્યા. અને અમને કહ્યું જે, ‘ગોવાભાઈને કહો જે કારખાનાં માત્ર બંધ કરે.’ ત્યારે અમે કહ્યું જે, ‘એમની સ્થિતિ એવી થઈ નથી તે શી રીતે મૂકે?’ સર્વે ઈન્દ્રિયોને વશ રાખે તે વનમાં ગયો જાણવો. એવા ભગવાન ને સંત આપણને મળ્યા છે ને ભેગા કુટાય છે તોય પણ મોહ ન મેલાય.”

પછી સાંજના બાપાશ્રી તથા સર્વ સંત-હરિજનો વિરમગામ પધાર્યા.  || ૨૫૦ ||

On the morning of Posh Sud 4th, a Brahmin said that he wanted Murti. Bapashri said, “Do you have the trust that this Murti is God Himself? If you have trust, have the darshan. There was a Brahmin when he set for dinner he said it is not going down the throat. Then Bapashri asked him to thrust a logwood in the throat. Similarly, if you are convinced, trust and have the darshan. But do not keep the feelings of atheism. This idol is God himself. Keep such feelings of theism. To give an example Bapashri talked about Kalyansang. Kalyansangji of Mathak had come to Rampur. He used to bathed very late. I told him if you bathe early, I could take you for the darshan of God. On the next day, he bathe early and requested me to get the darshan of God. Then I took him near the Murti of God and asked him is this or not true God? He said that He was real God such trust and theism. We should have such realization that Murti appears in the soul. He may not consider Murti as divine and tries for it- elsewere, what is use of it? Therefore, he should take it as divine and get attached to Murti by meditation. This has been entrusted by Maharaj to us. The feelings of the past, the future and present should be avoided. Avoid decorating body and join in Maharaj’s Murti by getting engrossed in Murti. You do not want to leave any luxury and want Murti- how can you get it? Even great saint make vain efforts- then how can all get. If you sow the tree of poison, its leaves, branches, petals, all will be poisonous. Leave that poisonous tree (here it means material objects are like poison) and join your uninterrupted vrutti in only Swaminarayan Murti is like the constant flow of oil. Similarly, if he associates with the saint who gives happiness of Shriji Maharaj after recognizing him he will get any kind of happiness that he desires. If he puts efforts, Murti will be realized therefore put efforts. Brahmin asks for a tiffin. Then he was told to ask for all, never ask for one. Then he said why he should ask for others.  Illusive senses will make illusive objects poisonous but if he keeps his vrutti constantly in Murti, Murti will be realized within six months. Then there will be no liking for taste- only Murti will appear. When you become the form of Purushottam, you will get the knowledge of Purushottam. It is not possible to keep simultaneously the comfort of the body and take the happiness of Murti. He may give up the taste but if he prefers milk of buffalo, he cannot get Murti. Where have I come from? Today Maharaj show Murti. He moves about and gives happiness, but there is feeling of atheism. He wants comfort of this body, he wants enjoyment of eating, drinking, wearing nice clothes, etc so how can he see Murti. Bapashri quoted an example of Harjibhai. He came in contact with sandal wood tree and he was freed from poison. (here it means that when he came in contact with Anadi Mukta/saint, he became indifferent to worldly objects). He gave the bodily feeling and there after he would eat after mixing all food dishes. He took up the rights of our village to remain with me, and took part in religious activities and forgot everything. He had a son when he went near him on morning and evening he would see luminescence in him. He had such need and desire so stayed with us. He told us to ask Govabhai to close factories. I told him that he had not reached to that stage- how can he give up. The one who controls all senses should be known that he has gone in forest. We have met such saint and God though they are with us, they do not give up passion. Then in the evening Bapashri, all saint and devotees came to Viramgam. || 250 ||