Gujarati / English

વૈશાખ વદિ-૧૨ને રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પરભાવની વાતોમાં જીવ રાજી થાય છે અને આ લોકની વાતોમાં ઈન્દ્રિયો રાજી થાય છે. જપ, તપ આદિક સાધનથી કામાદિક શત્રુ ટળે નહિ અને ટાઢું પણ થાય નહિ. એ તો શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાથી અંતરમાં ટાઢું થાય અને અંત:શત્રુ વેરાભાઈની પેઠે નાશ થઈ જાય. તે તો જીવ કરતો નથી અને ‘મોટા કેમ દોષ ટાળતા નથી?’ એમ વાંક કાઢે છે. બહારની કથા જીવમાં ટાઢું ન કરે; એણે કરીને તો ઈન્દ્રિયોમાં ટાઢું થાય.

“કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય. માટે મોટાનો જોગ કરીને મૂર્તિ પામવી. જોગ કર્યાનું ફળ તો જ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે પછી જેમ ચોખા કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરીએ છીએ; તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. પછી સાધનને મૂકી દેવાં. મૂર્તિ મળ્યા પછી એ સાધન રાખવાં નહિ; એક મૂર્તિ જ રાખવી; કેમ જે મૂર્તિ અંગી છે ને સાધન અંગ છે. જેમ પંખી અંગી છે ને પાંખો અંગ છે; તેમ કારણ તે અંગી કહેવાય અને કાર્ય તે અંગ કહેવાય. સાધને કરીને મૂર્તિની પ્રાપ્તિ થાય છે; પણ સાધનનો ખખા રાખવો નહિ. જો ખખા રાખે તો મૂર્તિમાં ચોંટવા દે નહિ. જેમ જળમાં લાકડું નાખીએ તો જળથી બહાર નીકળી જાય, પણ પથ્થર બહાર નીકળે નહિ; તેમ સાધનનો ખખા ન રાખીએ ને એક મૂર્તિ જ રાખીએ તો મૂર્તિથી બહાર નીકળાય નહિ. મૂર્તિ મૂકીને વિદ્યા, સાધન, એ આદિકને સંભારે છે તે હલર-વલર કરે છે. ત્યારે મહાપ્રભુજી અને મોટા મુક્ત તે એમ જાણે જે, ‘આ બાળકિયા સ્વભાવ કરે છે.’ પદાર્થ પોતે ભેળાં કરે અને તેણે કરીને ઉત્સવ, સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય; પણ એકાંતિક ભાવવાળાને એણે કરીને સુખ ન થાય. આ વાત જે મૂર્તિમાં રહેતા હોય તેની છે.

“જેને સદા મૂર્તિમાં રહેવાતું ન હોય તેણે તો દ્રવ્ય હોય તે શ્રીજી મહારાજની અને સંતની પ્રસન્નતાને અર્થે સત્સંગમાં જ વાપરવું; તો ઘણો જ લાભ છે; એણે કરીને માયા તરીને મોક્ષને પામે છે. જેમ બે હજાર રૂપિયાની વાંસળીને ગળે બાંધીને સમુદ્રમાં પડે તો ડૂબી મરે અને જો તેનું વહાણ કરાવીને તે વહાણમાં બેસે તો સમુદ્ર સહેજે ઉતારી દે; તેમ દ્રવ્ય છે તે વ્યવહારમાં વાપરે તો સગુણ અને બંધનકારી છે અને શ્રીજી મહારાજના ને સંતના ઉપયોગમાં આવે તો નિર્ગુણ અને કલ્યાણકારી છે.”  II ૨૬ II

On the morning of Vaishakh Vad 12th, Bapashri, showing his favour, talked, “The soul gets pleasure in the talks of spiritual world whereas senses get pleasure in the talks of this world.  The enemy like lust etc. does not give way by adopting the means of jap (chanting of mantra), penance, etc., and there will not be peace.  Inner peace can be achieved by meditating on Murti of Shriji Maharaj  and the enemy of the soul will be destroyed like Verabhai.   The jiva is not doing meditation and blames Muktas and says why they are not removing faults.  Discourses heard outwardly will not cause soul to become calm but senses will become calm by it.  If he gets detached from the activity and seizes Murti, he will be happy for ever.  Therefore we should associate with Muktas and achieve Murti. The fruit of association is sure.  Just as there is cover of husk on rice grains and it ripens rice.  Thereafter we remove the husk and take out rice from it.  Similarly, Murti should be realized through means.  Afterwards means should be given up. Means should not be kept after getting Murti.  Only Murti should be kept because Murti is angi (whole) and means are parts of it.  Just as the bird is whole and its wings are part.  Similarly, cause i.e. Murti is whole and an activity (karya) i.e. means are parts.  Murti is achieved with means but means should not be insisted on.  If they are insisted, they will not allow to stick to Murti.  Just as if we drop a log in the water it will come out but stone will not come out. Similarly, if we strive for Murti and do not insist for means, we will not come out of Murti.  If we remember education, means etc. leaving aside Murti, we are putting efforts in waste. Then Mahaprabhuji and great Muktas will think that he is childish.  He will elaborate by collecting things necessary for it and becomes happy. It is known as means (karya) but the one having the feelings of Ekantik will not find happiness in it. This talk is meant for those who dwell in Murti. Those who can not dwell in Murti constantly should use wealth in the Satsang for the pleasure of Shriji Maharaj and saints. It is very much beneficial because one can overcome illusion (maya) and gets salvation. Just as if some one jumps into the sea by a box of rupees two thousand, he will be drawn but if he gets ship built by the same and sits in it, he can cross the sea. Similarly, if money is used in worldly affairs it is binding and it is having attributes.  On the other hand if it becomes useful to Maharaj and saints, it is beneficial and without attributes.” || 26 ||