Gujarati / English

વૈશાખ વદિ-૩ના  રોજ બાપાશ્રી કેરે પધાર્યા હતા. અને પછી કેરેથી વૃષપુર આવતાં કેરાની નદીના ધરામાં પોતે નાહવા પધાર્યા. ત્યાંથી મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીને તથા બીજા એક સંતને મોકલીને વૃષપુરના મંદિરમાંથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી કૃષ્ણજીવનદાસજી તથા સ્વામી હરિવલ્લભદાસજી આદિક સંતોને તથા પ્રાણશંકરભાઈ આદિક હરિભક્તોને તેડાવીને પ્રસાદીના ધરામાં બેસારીને સર્વેને માથે ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને મસ્તકે તથા બરડે હાથ ફેરવ્યા  ને બોલ્યા જે, “તમો સર્વે તાપમાં આવ્યા છો તે  તડકો બહુ લાગ્યો છે તે ટાઢા કર્યા.”

ને પછી તુંબડી વડે સર્વે સંતોના મુખમાં પોતે પાણી રેડીને પાયું અને ખોબા ધરાવરાવીને ખોબામાં પાણી રેડીને ‘સર્વના ઘાટ બંધ થઈ જશે’ એ વર  દીધો. ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો જે, ‘તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થશે.’ ને  પછી સર્વેના ઉપર ખોબે  ખોબે પાણી રેડીને નવરાવ્યા. ને જે કોઈ હેત-રુચિવાળા નહોતા આવી શક્યા તેમની વતીના પણ લોટા ભરી ભરીને  રેડ્યા. પછી સર્વે સંતોને વર આપ્યો જે, ‘તમારું તથા તમોએ જેનાં નામ લઈને અમને નવરાવ્યા એ સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાશે.’ એમ વર આપીને તે સર્વે નહિ આવેલા એમની વતીના પાણીના ખોબા ભરીને સંતોને નવરાવ્યા ને પછી ગળા બરાબર પાણીમાં સર્વે સંતોને બેસાર્યા.

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મુક્ત કેવી રીતે સુખ લેતા હશે?”

ત્યારે પાણીમાં આંગળા ઊભા (ઊર્ધ્વ) રાખીને હલાવીને બાપાશ્રી બોલ્યા જે, “આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલ્લોલ કરે છે ને સુખમાં દોટ્યો દીધા જ કરે છે. અને જેમ જળમાં માછલાં રમે તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે.”

એમ વાર્તા કરીને પછી જેમ પાણીમાં દેહ રાખ્યા હતા તેમ જ મૂર્તિમાં જીવ રાખીને ધ્યાન કરાવ્યું. ને અર્ધા કલાક પછી ધ્યાનમાંથી જગાડીને જળમાં ઊંડા પાણીમાં જઈને જ્ળક્રીડા કરીને પછી કેડ બરાબર પાણીમાં આવીને સર્વેને મળ્યા. ને જળમાં ઊભા રાખીને જળક્રીડાનું કીર્તન જે ‘જમુનામાં ઝીલે રે સુંદર શામળો રે’ એ બોલાવરાવ્યું. તેમાં ‘ઝીણી બુંદ પડે મેઘની રે’ એ ટૂંક આવી ત્યારે પાણી ઉછાળીને એમ બોલ્યા જે, “આ વરસાદ આવ્યો!’ પછી બહાર નીકળીને માનસી પૂજા કરવા બેસાર્યા. પછી માનસી પૂજા કરીને ઊઠીને સર્વેને મળ્યા.

પછી ચાલ્યા તે કેરે જતાં માર્ગમાં એમ બોલ્યા જે, “આ પુરાણી ધર્મકિશોરદાસજી તમને સર્વેને વૃષપુરથી તેડી લાવ્યા એમને રામપુરની કથાનું તથા ભુજના કળશનું તથા આ ધરાની લીલાનું એ ત્રણે સમૈયાનું ફળ આપશું.”

પછી અમો સર્વે સંતે કહ્યું જે, “અમને રેલે બેસારીને મોકલનારને પણ એ ફળ આપવું જોઈશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને ભાડું આપનારને પણ એ  ફળ આપશું.”

પછી પોતે બોલ્યા જે, “અમને પણ તમો સર્વે ભાડું આપજો.”

ત્યારે સંતોએ કહ્યું જે, “તમારું ભાડું કેટલું થાય તે અમો જાણતા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેટલું સુખ ઉત્તમ સ્થિતિવાળા અનાદિમુક્ત મૂર્તિમાંથી લે છે તેથી હજારગણું સુખ એક જીવને ઉદ્ધારવાનું શ્રીજી મહારાજ આપે છે.”

ત્યારે સંતોએ  કહ્યું જે, “એ તો મહાપ્રભુજી વિના બીજા કોઈથી અપાય નહિ; કેમ જે તમોએ તો અનંત જીવની કોટિઓ, અનંત મૂળપુરુષરૂપ ઈશ્વરની કોટિઓ, અનંત વાસુદેવબ્રહ્મની કોટિઓ ને અનંત મૂળઅક્ષરોની કોટિઓ, એ સર્વેનો ઉદ્ધાર કરીને શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડયા તેનું ભાડું તો અપાર થયું. એ તો શ્રીજી મહારાજ આપે.”

એમ વાતો કરતાં કરતાં કેરે પધાર્યા ને ત્યાં ઠાકોરજીને દંડવત કરીને સર્વેને મળ્યા. અને પછી પાકશાળામાં શ્રી ઠાકોરજીને જમાડ્વા પધાર્યા ને જમાડીને મંદિરમાં પધાર્યા. ને સર્વેને મળીને ચાલ્યા તે શ્રી વૃષપુર આવતાં માર્ગમાં વાત કરી જે, “આ ધરામાં લીલા કરી તેને જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય.”

એમ વાતો કરતાં કરતાં શ્રી વૃષપુર પધાર્યા.  II ૩ II

On the 3rd day of Vaishakh Vad Bapashri graced the village of Kera by his visit.  While coming from Kera to Vrushpur he took bath in the water of river of Kera.  From there, he sent Purani Dharmakishordasji of Muli and another saint to temple of Vrushpur to fetch saints viz. Vrundavandasji, Ishwarcharandasji, Purani Krushnajivandasji, Harivallabhdasji etc., and devotees namely Pranshankarbhai etc., and made them sit in the prasadi water of the river and bathed them by pouring river water with his hands and touched their heads and backs with his hands and said, “Since you all have come in heat and have felt much heat of the sun so I made you cold.”  Then he poured water in the mouths of all saints from the gourd with his own hands and asked them to stretch their hands and he poured water in their hands and blessed that their thoughts for worldly things will stop. Then again he poured water in their hands and blessed that all would get ultimate liberation.  Then he bathed them with the river water with his hands.  Moreover, he poured water from pots on behalf of those who had love and attachment but were unable to come.  Then he blessed all saints by saying, “All of you who poured river water on me as well as poured water on behalf of all others will get ultimate liberation in this birth itself.” Then he poured river water on all saints on behalf of those saints who had not come and made all of them sit in the neck-deep water.

Then Swami Vrundavandasji asked, “How do Muktas take happiness?” Then Bapashri keeping his fingers upright in the water and making the movement replied, “Muktas play in Murti and enjoy in this way and enjoy happiness continuously.  Just as fishes play in water, similarly Muktas play in the happiness of Murti.”  After this talk, he made them meditate keeping their souls in Murti– just as their bodies were kept in water.  After half an hour he woke them up from meditation, and he himself went into the deep water and after playing in the water came out and met every body standing in the waist-deep water.  Keeping them in water he made them sing devotional song, “Jamunama zile re sunder Shamlo re” (beautiful Shyam -Lord Krushna- plays in the river Jamuna).  When the stanza of the poem viz. “Zini zini bund pade chhe meghni re” came (droplets of slow rainfall are falling in the river), he sprinkled water and said, “The rain has come!” Then coming out of water he made them sit for mental worship.  After mental worship he met every one.  Then they started for Kera and on the way he said, “Purani Dharmakishordasji brought all of you from Vrushpur.  I shall give to all the fruit of Rampur’s katha, kalash of Bhuj and super-human deeds performed in this river.”  Then the saints requested, “That fruit should be given to the devotees who arranged for our train journey.”  Then Bapashri said, “That fruit would be given to the devotee who had paid the rail fare.”  Then he said to the saints, “You should also give me the fare.” Saints replied that they had no knowledge of the cost of the fare to be given.  Bapashri replied, “Shriji Maharaj gives as much happiness for liberating a soul as thousand times more than the happiness taken by Anadi Muktas of the highest state from Murti.  Saints replied, “This happiness can be given by none other than Mahaprbhuji, because you have sent innumerable souls, innumerable gods in the form of Mul-Purush, innumerable Vasudevbrahms, and innumerable Mul-Akshars by liberating them in the happiness of Murti of Shriji Maharaj, and the fare of it will be beyond limit and this can only be given by Shriji Maharaj.”  Talking thus they came to Kera and prostrated before God and met everyone.  Then he went to the dining hall for lunch and came to the temple after lunch.  After meeting all he started on the way to Vrushpur and said, “Whosoever remembers this super-human deeds performed in the river will be lucky enough to avoid worldly thoughts.” Talking thus he came to Vrushpur. || 3 ||