Gujarati / English

વૈશાખ સુદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજને વિષે ને તેમના મુક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તો સમાધિ કરતાં પણ ઘણી શાંતિ થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ લોકમાંથી મોટા ચાલી નીકળે એટલે અદૃશ્ય થાય તો એમ વિચારવું જે, ‘આવા પુરુષ ઠરવાનું ઠામ હતા તે ચાલી નીકળ્યા તે મહારાજની મરજી એમ હશે. મોટા તો દેહ ધરતા નથી અને મૂકતા નથી, ક્યાંય જતા-આવતા નથી. એ તો સત્સંગમાં જ છે, છે ને છે જ; કેમ કે એ તો સર્વત્ર રહેલા છે; ક્યાંયે ન હોય તેમ નથી. એમ સંતોષ વાળવો.’ અને એમની કરેલી વાતો સંભારીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. હૃદયમાં મહાપ્રભુજીના ભેળા ધારવા ને આનંદમાં રહેવું. મોટા તો જીવના સંબંધી છે તે જીવમાં  મોટાનો સાક્ષાત્કાર કરવો. જેમ પૃથ્વી ખોદે છે તો પાણી નીકળે છે, તેમ અંતર્વૃત્તિ કરીને સાક્ષાત્કાર કરવો તો અંતર્વૃત્તિએ ભેળા જ છે તે સુખિયા કરે.”      

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે જે, “જેમ દેહે કરીને ઉપરથી (બહારથી) પુછાય છે તેમ અંતર્વૃત્તિએ શી રીતે પુછાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ અને મુક્ત સદાય આત્માને વિષે છે. તેમને સંભારીને અંતર્વૃત્તિ કરે તો શાંતિ થાય ને માયા દબાઈ જાય. અને મહારાજ ને મોટા અંતરમાં પ્રેરણા કરીને ઉત્તર સંભારી આપે ને સર્વે ખુલાસા થઈ જાય. એવો અંતર્વૃત્તિનો મહિમા છે. જેમ આ લોકમાં પદાર્થના, વિષયના, ખાધા-પીધાનાં એવા ઘણાક પ્રકારના ઘાટ થતા હોય ને તે વિના દુઃખિયો રહેતો હોય, પણ જો મહારાજનો મહિમા વિચારીને આત્માને વિષે મહાપ્રભુજીને ધારે તો સર્વે થકી વૈરાગ્ય પામીને મહા સુખિયો થઈ જાય તેમ. વળી જેમ બાજરો વાવીને પકવીને પેદા કરવો હોય તેને કોઈક હજારો પારસમણિઓ આપે તો તે બીજા ઉદ્યમ કરવા પડ્યા મૂકે. તેમ ઘણાક પ્રકારની વાસના હોય ને મૂર્તિ મળે તો સર્વે બળી જાય છે. આ મોંઘી વસ્તુના ધરાક થવું. બીજું બધું મળે, પણ આ વસ્તુ જે શ્રીજી મહારાજ તથા મુક્ત  તે ન મળે.

“બહારથી મુક્તનો જોગ હોય ત્યારે મનુષ્યપણાના ભાવ કાંઈક રહે ખરા. તે કિયા? તો હસે, રમે, બોલાવે એમ દેહભાવ જણાવે. જેમ મોટું માણસ છોકરું રમાડે તે છોકરાના જેવું બોલે, તેમ આ મનુષ્યભાવ જણાવીએ છીએ. જો પરભાવ રાખીને પરભાવની બોલી કરીએ તો તમને સમજાય નહિ. વાતમાં પણ આ લોકનું દૃષ્ટાંત લાવીએ ત્યારે સમજાય; પણ પરભાવની બોલી કરીએ તો જીવ સમજી શકે નહિ. એટલા માટે દૃષ્ટાંત આપીએ છીએ જે રસમાં રસ ઘી, ને ગળ્યામાં ગળી સાકર, તેજમાં તેજ અગ્નિ, ને ધોળામાં ધોળું દૂધ. એવા દૃષ્ટાંત દીધાં તે મહારાજને કે મુક્તને લાગુ ન પડે, તોપણ સમજાવવા સારું દેવાં પડે છે. પરભાવની વાતો સમજાય નહિ ને તુંબડીમાં કોડીઓ નાખીને ખખડાવ્યાં જેવું થાય. માટે મનુષ્યની પેઠે વર્તીએ છીએ ને મનુષ્યના જેવું બોલીએ છીએ તે જીવને હેત થવા માટે છે. પ્રકૃતિપુરુષના કાર્યમાં મહારાજને કે મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહિ.

“આજ સ્વાંત વરસે છે. આ મહિમા સમજાય તો બહુ કામ કરે. અંતરમાં મહારાજને તથા મુક્તને સંભારીએ તો સર્વે ખુલાસા થઈ જાય. બહારવૃત્તિએ પ્રશ્ન-ઉત્તરમાં બધાં શાસ્ત્ર ભેળાં કરીએ તોપણ તેનો યથાર્થ  ઉત્તર ન મળે. મહારાજને તથા મુક્તને અંતરમાં ધારીએ એટલે સર્વે ખુલાસા તરત થઈ જાય. જેમ બ્રહ્માંડમાં મહત્ કારખાનું છે ને પિંડમાં અલ્પ છે, પણ પિંડમાં સર્વે આવી ગયું. તેમ ઉપરથી જાણવા જાય તો પાર ન આવે ને અંતરમાં મહારાજને ને મુક્તને ધારે તો મહારાજ ને મુક્ત સદા આત્માને વિષે વિરાજમાન છે તે સર્વે દોષ થકી ને વાસના થકી મુક્ત કરી મૂકે. શ્રીજી મહારાજે છેલ્લા પ્રકરણના બારમા વચનામૃતમાં કહ્યું છે જે, ‘આ વાત કરામત જેવી છે.’ એટલે કે અલૌકિક છે. માયાનું કે મૂળપુરુષનું એટલે કે ઈશ્વરનું કે બ્રહ્મનું કે અક્ષરનું કોઈ દૃષ્ટાંત કે ઉપમા દેવાય એવી નથી.”

વાર્તાની સમાપ્તિ કરીને “શ્રીસહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય” એમ અતિશય કરુણાએ કરીને બોલ્યા. II ૪૮ II 

On the morning of Vaishakh Sud 4th, Bapashri showing his favour, talked.  He said, “If one develops firm love and inner feelings (feelings of heart) for Muktas and Shriji Maharaj, he will get much peace than he gets in trance (Samadhi). 

Swami Ishwarcharandasji asked, “What to do when there is no opportunity for the contact of such Muktas?”  Bapashri replied, “When Muktas leave this world i. e. become invisible we should think that such Muktas who had left us were like the place for getting solace in all our problems- it is Maharaj’s will.  Muktas neither take birth nor die, neither go nor come. they are always in satsang because they are omnipresent.  We should be contented with the fact that there is no place where they can not be there. When we read the talks given by them, we should know that they are talking as if they are present.  We should imbibe Mahaprbhuji along with Muktas in heart and should always remain joyful.  Muktas are the relatives of soul and they should be realized in our soul.  Just as by digging well we get water similarly we should realize them by becoming introvert and they are always there.  When we are introvert and make us happy. 

Swami Vrundavandasji said, “We ask a question with the help of speech (outwardly) but how can one ask a question without the use of speech i.e. inwardly?”   Bapashri replied, “Maharaj and Muktas are always with the soul.  By remembering them do introvertly there will be inner peace and illusion (maya) will be suppressed and Maharaj and Muktas will remind the answer through conscience by inspiring it and all problems will be solved- such is the greatness of introvertness.  Just as there are many thoughts for objects of this world, senses, food, drinks, etc and without them one become unhappy, but if one thinks about greatness of Maharaj and imbibes Mahaprabhuji in the soul, every thing will be renounced and he will become very happy.  Just as one puts hand labour to grow millet but if gets many gems (parasmani) he will give up all efforts for other things.  Similarly there may be desire for many kinds of material objects but if he gets Murti, all his desires will vanish.  We should be a customer for such costly things.  You may get every thing but this thing means Maharaj and Muktas can not be had.  If there is attachment with Muktas outwardly, there will be feeling of human beings for them.  What are those feelings-they laugh, play, call some one, etc.  Just as we play with a child we speak- in its language.  Similarly they express outwardly as a human being does.  If they express themselves in spiritual language they will not be understood.  Even in talk if they give example from this world, we will be able to understand but if they talk in spiritual language the Jiva will not understand it.  Therefore they give the example of ghee by saying it has maximum fat, the sweetest of all is sugar, the brightest of all is the fire and the whitest of all is milk but these example though given by Maharaj and Muktas, they are not meant for them but to make the point clear these example are given by them.  The philosophy of spiritualism can not be understood easily.  It is just like dropping sea-shell in a vessel and rattling them.  Therefore they behave as human beings so that soul may develop love for them.  In the work of Prakrutee-purush, there is nothing for which simile can be given for Maharaj and Muktas.  Today it is raining in Swati constellation. If this greatness is understood it will do much. If we remember Maharaj and Muktas in heart, all problems will be solved. No proper answer can be had if question-answer is done physically even though the support of all scripture is taken. If we meditate on Maharaj and Muktas, all problems will be solved immediately.  Just as there is big factory in cosmos but it is little in body (pind) but every thing is covered in ‘Pind’.  If we want to know physically, there will not be end to it but if we meditate on Maharaj and Muktas, they are always there in the soul and they will make us free from all faults and desire.  In the 12th Vachanamrut of the Last Chapter of Gadhada, Shriji Maharaj has said that this talk is like trick means divine.  No simile or example can be given for illusion (maya) or Mul-Purush that is God or Brahm or Akshar.  At the end of talk jay ghosh of Shri Sahajanand Swami was done and Bapashri blessed the audience that let this assembly free from illusion (maya). ||48 ||