Gujarati / English

વૈશાખ સુદ-૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ આપણાં નેત્ર ઉઘાડીએ ત્યારે નદી, ઝાડ, પહાડ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક અનેક પદાર્થ દેખવામાં આવે અને નેત્ર મીંચીએ તો કાંઈ દેખાય નહિ, એક મૂર્તિ જ દેખાય છે; તેમ બહારદૃષ્ટિવાળાને અનંત ઐશ્વર્ય, ધામ, લોક, ભોગ એ સર્વ દેખવામાં આવે છે. અંતર્દૃષ્ટિવાળો નેત્ર મીંચે કે માગે જ (તુરત જ) મૂર્તિ, ધામ ને મુક્તને દેખે અને તે વિના બીજું કાંઈ છે જ નહિ એવું થઈ જાય. માટે મૂર્તિમાં જ રહેવું. મૂર્તિમાં રહીને કથા-વાર્તા કરવી અને વાતમાં મૂર્તિનું બીજ લાવવું; પણ બીજે ડોળે ફરવા જાવું નહિ.

“જેમ રાજા પાસે જાવું હોય તે પ્રથમ ઘેર ઘેર ફરીને છેલ્લી વારે રાજાને સલામ ભરે તો તે રાજા રાજી થાય નહિ. તેમ બધું સંભારતાં સંભારતાં છેલ્લી વારે મહારાજને સંભારે તો મહારાજ રાજી થાય નહિ. માટે એક ક્ષણવાર પણ મૂર્તિ ભૂલવી નહિ. ઊંઘ-આળસ ટાળવાના ઉપાય ઘણા પ્રકારના છે ને તે ઘણા ક્ઠણ છે અને મૂર્તિ ધારવી તે સુગમ ઉપાય છે. મહારાજ ઓડા એટલે પાસે જ છે. તેમને રાખે તો દોષમાત્ર ટળી જાય; પણ તે કોઈ રાખે નહિ અને બીજા ઉપાય ઘણા કરે છે. ઊભા થઈ રહે, આંખમાં મરચાં આંજે; પણ મૂર્તિ કોઈ ન ધારે.

“જગતના જીવ આ લોકના સુખે સુખિયા છે અને આપણે મહારાજની કથા, વાર્તા, ધ્યાન, ભજન, આજ્ઞા, ઉપાસના, નિયમ, ઘર્મ તેણે કરીને સુખિયા છીએ.

“જો અવયવ ફરે તો તે કેમ ફરે તો મોટાનો પારખુ (પારખનાર) થાય. જેને સમાગમે કરીને જગતના ઘાટ બંધ થાય, વિષયના રાગ ટળે, શ્રીજી મહારાજ વિના બીજું અસત્ય જણાય; ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વૃદ્ધિ પામે, ને મૂર્તિના સુખે સુખિયા થવાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે તેને મોટા જાણીને, કહે તેમ કરે ને આ લોકના સુખથી લૂખો થઈને મહારાજને વિષે જોડાઈ જાય તો અવયવ ફરે. જો અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહિ. જેમ રસના ઈન્દ્રિયને ખારા-મોળાની, સ્વાદુ-કુસ્વાદુની ખબર પડે છે તેમ મોટાનો જોગ કરતાં કરતાં મોટાને ઓળખી લે ને પછી તેમનો જોગ કરે તો અવયવ ફરી જાય. જો મોટાને ન ઓળખે ને ચાલોચાલ સત્સંગ કરે અને મહારાજના સંબંધ વિનાની બીજી પરોક્ષ વાર્તાઓ જે નારદ, સનકાદિક, સૌભરી તથા બીજા રાજાઓનાં આખ્યાનો સાંભળીને રાજી થાય તેનાં અવયવ ફર્યાં નથી.

“એક મૂર્તિમાં જ જોડાઈ જાય અને મહારાજના જ્ઞાનની ને સુખની વાતોના જીવમાં સાર પડી જાય ને જીવ સરાઈ જાય તે મૂર્તિ વિના રહી શકે નહિ. સુખ મહારાજમાં છે અને માગવા બીજે જાય છે એટલે કાર્યમાં સુખ માને છે. ત્યાં સુખ ક્યાંથી હોય? જેમ રાજાને પડયા મૂકીને વસ્તી પાસે સુખ માગે તે ક્યાંથી મળે? માટે કાર્યને પડ્યું મૂકીને કારણ જે મૂર્તિ તેમાં ચોંટી પડે તો સુખ મળે. જ્યારે મોટાને જોગે કરીને અવયવ ન ફરે અને મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો? માટે મોટાનો જોગ કરીએ ને મોટાના જેવા ગુણ ન આવે ને મન, ઈન્દ્રિયો પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. જો પારસમણિના જોગે પારસ ન થાય તો જેમ બાવના ચંદનના વૃક્ષમાં નાગ વિંટાઈ રહે છે પણ ફણા અધ્ધર રાખે છે તેથી ઝેર રહે છે તે બીજાના પ્રાણ લે છે તેમ થાય. માટે એવો જોગ ન કરવો.

“મોટાને વિષે મન-કર્મ-વચને જોડાવું. તેની વિક્તિ જે મોટાનું વચન લેશમાત્ર લોપવું નહિ અને મોટાની ઈચ્છા પ્રમાણે સુખ-દુઃખ આવે તેમાં રાજી રહેવું. અને મને કરીને એમ વર્તવું જે મહારાજની મૂર્તિમાં જ મનને રાખવું, પણ કોઈ આવ્યું કે ગયું તેની કાંઈ સૂરત રાખવી નહિ. એક મૂર્તિમાં જ મન જોડી રાખવું તે મને કરીને જોડાણો કહેવાય. માટે મહારાજનું વચન યથાર્થ પાળીને મન-કર્મ-વચને જોડાવું અને સદાય ભેળું રહેવાય એવું માગવું.”  II ૫૨ II

On the morning of Vaishakh Sud 8th, Bapashri, showing his favour, talked.  He said, “Just as when we open our eyes we see rivers, trees, mountain, sea, the sun, the moon, the stars, the sky, people, birds, animals, etc. and many such other things and if we close our eyes we do not see any thing except Murti.  Similarly the extrovert sees innumerable luxuries, abodes, people, material object, etc. whereas when the introvert closes his eyes, he will immediately see Murti, Akshardham and Muktas and nothing else. Therefore we should only dwell in Murti.  Dwelling in Murti one should do katha-varta and in talk he should bring the talk of Murti but should not wander elsewhere with the physical eyes.  Just as if one wants to go to the king but he goes there after going from house to house and in the end salute the king, the king will not be pleased. Similarly if Maharaj is remembered in the end after remembering every thing, Maharaj will not be pleased.  Therefore Murti should not be forgotten even for a moment.  There are many ways of avoiding sleep and idleness and they are very difficult, but remembering Murti the way is very easy.  Maharaj is very near.  If He is remembered all faults will disappear, but nobody remembers Him and adopts many other ways –in penance will stand day and night, to avoid sleep puts chilli in eyes but do not meditate on Murti.   The people of the world are happy in the happiness of worldly things and we are happy in the happiness of katha-varta, meditation, devotional songs, commands, upasna (to believe God as the cause of all, norms, duties, of and for Maharaj.  The tendency changes when one knows Muktas by whose association the thoughts of world stops, attachment for objects of senses, will disappear, every thing else except Shriji Maharaj  will look false, religion, knowledge, renunciation, devotion, will increase and one will be happy in the happiness of Murti and there will not be  obstacle in meditation.  He will know them as Muktas and will act as is told by them.  If he gets fed up with the happiness of the world and gets attached to Maharaj, tendency will change.  If the tendency does not change, he will not be fed up from this world.  Just as sense of taste knows what is salty and saltless, what is tasty and tasteless. Similarly one by and by recognises Muktas in association with them and then gets attached to them, the tendency will change. If he does not recognise them and does routine satsang and hears indirect talks of Narad, Sanak etc.  Saubhari and stories of other kings without the reference of Maharaj and gets pleasure, his tendency is not changed.  If one gets attached to Murti and develops liking for talks about Maharaj’s knowledge and bliss, and this talk penetrates in the heart, he will not able to live without Murti.  The happiness is in Maharaj and goes elsewhere to get it that means he finds happiness in activity.  How can he get happiness there?  Just as one give no importance to the king and wants happiness from the public. How is it possible to get?  Therefore activities should be kept aside and –he should stick to Murti which is the cause of all then only he will get happiness.  When one’s tendency is not changed even in association with Muktas and then blames Muktas- what is the meaning of association with Muktas then?  One associates with Muktas but does not imbibe their virtues and behaves according to the nature of his own mind, senses, etc. it can not be called association.  If one does not become like a gem, by its touch, such association should not be done.  Just as the cobra surrounds the tree of bav sandalwood but keeps its hood raised so the poison remains and takes lives of others- the aforesaid association with Muktas is like that. One should get attached to Muktas by mind, karma, (activity) and speech and should never violate their command and he should remain pleased in the happiness or misery which is according to the wish of Muktas.   Mind should be engaged in Murti of Maharaj and never care for what happens outside.  The one who engages oneself in Murti by mind is said to have got attached with mind.  Therefore words of Maharaj should be obeyed properly and get attached with mind, karama and speech and should beg to be with Maharaj. || 52 ||