Gujarati / English

વૈશાખ સુદ-૧૧ને રોજ રાત્રે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જીવુબા, લાડુબા અને રાજબાઈએ શું કર્યું તે કૃપા કરીને કહો.”

“ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે શ્રીજી મહારાજે અહીં પ્રગટ મનુષ્યરૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાક મુક્તોને આજ્ઞા કરી જે, ‘તમે સર્વે કોઈક સ્ત્રીરૂપે અને કોઈક  પુરુષરૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો.’ તે આજ્ઞા મુક્તોએ માથે ચઢાવીને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં.

“જીવુબા, લાડુબા અને રાજબાઈને કહ્યું જે, ‘તમે કાઠીની નાતમાં સ્ત્રીરૂપે દેખાઓ.’ તેમણે મહારાજની પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! અમે સ્ત્રી આકારે દેખાઈએ તો લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહિ. બીજું અમારાં મા-બાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે. તમે જે વાર્તા કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહિ. વળી આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ. માટે અમે સ્ત્રી આકારે દેખાવામાં ખુશી નથી.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘મર્ત્યલોકમાં તમે ને અમે ભેળાં એક સ્થાનમાં રહીશું. તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વે લીલા ઘેર બેઠાં થકા દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ.’ પછી તેમણે તે આજ્ઞા માથે ચઢાવી ને સ્ત્રી આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર પોતાનું ઘર કરી રહ્યા.

“રાજબાઈને એમનાં પિયરિયાંએ પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડું પણ તેડવા આવ્યું. ને તેડીને સાસરે વહેલ પહોંચી ત્યાં તો રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં. એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજી મહારાજની પ્રસન્નતાનાં ઘણાં સાધન કર્યાં. પાશેર અનાજ ખાવું, પૃથ્વી ઉપર સૂવું, પાંચસો માળા ફેરવવી અને પુરુષથી વીશ હાથ છેટે ચાલવું; એવા નિયમ રાખીને શ્રીજી મહારાજને પ્રસન્ન કર્યા હતા.

“જીવુબાનું પણ કુંડળમાં મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ મામૈયા પટગરની માતુશ્રી રાઈબાઈને કહ્યું જે, ‘મારે તો વ્યવહાર કરવો નથી; ભગવાન ભજવા છે.’ પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપીને ગઢડે મોકલી દીધાં.

“લાડુબાઈનું ખાડું એમને સાસરે જતું હતું. તે ગામમાં ધાડું પડ્યું હતું તેની કેડે વ્હાર ચઢી હતી. તેમાં જે છોકરા સાથે લાડુબાઈનું સગપણ કર્યું હતું તે છોકરો વ્હારે ગયેલો તે મરાણો; તેથી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં.

“એવી રીતે એ ત્રણેની શ્રીજી મહારાજે રક્ષા કરી અને એ ત્રણેએ શ્રીજી મહારાજના ભેળાં રહીને શ્રીજી મહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં.”  II ૫૮ II

On the night of Vaishakh Sud 11th, Swami Shri Ishwarcharandasji said, “Please tell me what Jivuba, Laduba, and Rajbai have done.”  Bapashri replied, “For the liberation of infinite souls Shriji Maharaj intended to appear in the form of human being.  Then he ordered several Muktas to personify themselves as a woman or as a man and liberate souls. Muktas humbly obeyed the command and gave darshan accordingly in various castes. Jivuba, Laduba and Rajbai were ordered to appear in the form of women in the caste of kathis. They prayed to Maharaj and said, “Oh Maharaj! If we appear as women, according to our custom we can not sit with saints and male members sitting beside you in the assembly.  Secondly if our parents get us married with Jiva, it will be a great blot on us. Moreover, whatever you talk and make questionnaire, can not be heard by us.  When you go outside the region we can not  come with you and we will not able to see whatever lilas you perform therefore we are not pleased to be in the form of women.”  Then Shriji Maharaj replied, “We will stay together in one place in mrutyulok (this world).  I will give you divine eyes with which you will be able to see all our lilas sitting at home and will protect you from the touch male.”  Then they humbly obeyed the order and appeared in the form of women and Maharaj also stayed at their house making it as His own house.                

Parents of Rajbai decided to get her married forcibly and khandoo also came for her marriage (according to the custom of Rajput instead of bridegroom his sward goes to the house of his in-laws and this sword with the bride goes round the holy fire) and when whel (decorated bullock cart) came at bridegroom’s house the bride Rajbai was sent back on being seen as a lioness.  She did so much to please Shriji Maharaj by neglecting her body and all the relatives. In her daily routine she would take very little food, would sleep on floor, would turn rosary five hundred times and would walk twenty hands away from males.  By observing such strict rules she pleased Shriji Maharaj.

            Jivuba was also engaged to Mamaiya Patgar in Kundal but she told his mother Raibai that she did not want to marry and wanted to worship God. Raibai gladly permitted her and sent her to Gadhada.

When Ladubai’s khandu was going to her in-laws place, the village was being robbed and the people of the village came out to fight with robbers. The candidate with whom Ladubai was engaged had gone with the village people to fight and he was killed. So Ladubai came to Gadhada. In this way all the three were protected by Shriji Maharaj and all the three did much to please Maharaj staying together with them. || 58 ||