Gujarati / English

ફાગણ વદ-૭ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “માયા છે તે જીવને ઉપર વળગી હશે કે માંહી પ્રવેશ કરીને ભેળી ભળી ગઈ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ દર્પણ ઉપર મેશ વળગે છે ને જેમ સૂર્યને વાદળનો પડદો આવે છે, તેમ માયા જીવ ઉપર ફરી વળી છે; પણ જીવની માંહી માયા પેસી ગઈ નથી.

“તે જ્યારે સ્ત્રી, પુરુષ, ગામ, દેશ, ખારું, મોળું, મીઠું, રસના એ આદિક કોઈ ભેદ રહે નહિ ત્યારે કારણ દેહથી જીવ નોખો પડે છે; અને જે જે માનીનતા છે તે ટળી જાય છે. તે પ્રકૃતિપુરુષ સુધીની સર્વે માનીનતા ટળી જાય છે, ત્યારે અંકુર બળી જાય અને ફેર જન્મવું પડે નહિ. માટે સર્વે માનીનતા ટાળીને કારણ દેહને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તેને વિષે હોમવો, એટલે ઈન્દ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વાળીને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તે આકારે કરવી. એટલે આત્માને તેજોમય જોયા કરવો ને તેમાં મહારાજની મૂર્તિને જોયા કરવી. એમને એમ ધ્યાન કરતાં કરતાં કારણ દેહ બળી જાય ને માયા નાશ થઈ જાય. અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિષે લીન કરીને તે આત્માની માંહી મહારાજની મૂર્તિ જોવી. એ અભ્યાસ હંમેશાં કરવો, પણ પ્રવૃત્તિમાં ભળી જાવું નહિ.

“એક હરિજન મહારાજની મૂર્તિને આત્માને વિષે દેખતા તેમને ઉત્સવ-સમૈયાની પ્રવૃત્તિમાં મૂર્તિ ને આત્મા દેખાતાં બંધ થઈ ગયાં. પછી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને તે વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સમર્થ છે તેમની પ્રાર્થના કરો તો તેમની કૃપાથી મૂર્તિ ને આત્મા દેખાશે.’ પછી તે હરિભકતે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રીએ વર આપ્યો જે, ‘ધ્યાન કરો; દેખશો.’ પછી મહારાજ ને આત્મા દેખાયા.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તો સ્વપ્નમાં આવે છે ને ન પેઠો હોય તો નથી આવતો. તે એ વિક્ષેપનાં સ્વપ્નાં તો આવે છે ને ભગવાનનાં સ્વપ્નાં તો નથી આવતાં; ત્યારે ભગવાન ચૈતન્યમાં  રહ્યા છે કે નથી રહ્યા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવોને માયાનું મુખ્યપણું છે તેથી માયિક વિક્ષેપ સ્વપ્નમાં આવે છે. તે જ્યારે ભજન કરતાં કરતાં શ્રી પુરુષોત્તમરૂપ થાય ત્યારે માયા ટળી જાય ને મહારાજ મુખ્ય થાય. તેનું સાધન એ છે જે શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી અને સર્વોપરી ઉપાસના દૃઢ કરવી. તે બે વડે શ્રી પુરુષોત્તમરૂપ થવાય છે. અનાદિમુક્તના જોગે કરીને આવું દૃઢ જ્ઞાન થાય ત્યારે સુખભોક્તાપણું વિશેષ થાય છે.”  II ૬૮ II

On noon Fagan Vad 7th, Swami Vrundavandasji said, “Has illusion (maya) affected the Jiva from outside or it has entered inside and submerged with it?”  Bapashri replied, “Just as the mirror is spoiled by soot and just as the sun is covered by clouds, similarly illusion has covered the Jiva from outside but it has not gone inside.” When one sees no difference between men and women in the sense of gender i.e. he recognises them as a soul, he sees no difference between village and town, between salty, saltless, sweet and sour, etc. and the tastes of tongue are no more. Jiva separates itself from the causal body. Then all beliefs are abandoned when all our beliefs are abandoned up to Prakruti-Purush, sprout gets burnt and (the chance of rebirth does not remain) there is no rebirth. Therefore, avoiding all the belief, we should offer our causal body to brahm-agni i.e. our soul as a sacrament– it means tendency of our senses which are spread in illusive (mayik) objects, should be brought back to brahm-agni i.e. our soul, and tendency should be made worthy of our soul. We should see our soul as luminescence and in it we should see Maharaj’s Murti. Thus by constant meditation causal body gets burnt and illusion is destroyed. We should merge our soul in the luminescence of Maharaj’s Murti and in it we should see Maharaj’s Murti. This practice should be always carried on but should not join in mundane activity.

A devotee used to see Maharaj’s Murti in his soul but during his involvement in activities of festival Murti and soul stopped appearing. Then that devotee told Sadguru Gunatitanand Swami about it. Swami told him to go to our guru Gopalanand Swami who is capable. Pray to him and by his grace you will see Murti and soul. The devotee prayed to Gopalanand Swami and Swami blessed him and told him to meditate and he will see. Then he started seeing Maharaj and soul again.

Then again Swami asked, “when there is disturbance in the soul, it comes in the dream and if not, it does not. Dreams of disturbance come but dreams of God do not come– whether is God there in soul or not?” Bapashri replied, “Illusion is the main factor for jiva so illusive disturbance comes in dream. When one becomes form of Shri Purushottam by constant worship, illusion gets avoided and Maharaj becomes main. The means for it is to obey properly commands of Shriji Maharaj and Upasna of Supreme being should be made firm. With the help of both these means one becomes the form of Shri Purushottam. Such firm knowledge can be received in association with Anadi Muktas. Then only enjoyment of happiness becomes more and more.” || 68 ||