Gujarati / English

ફાગણ વદ-૯ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૪૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં બીજા પ્રશ્નમાં ભક્તિનું રૂપ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે શ્રવણ ભક્તિથી જે કરવાનું છે તે સમજાય છે. તેથી પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે તેથી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે છે. અને તે કરતાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે કેમ જે તેથી આત્યંતિક મોક્ષ થાય છે. આત્યંતિક મોક્ષવાળો તે અનુભવી જાણવો. તે અનુભવી કર્તા, અકર્તા, ઉપશમ અવસ્થાવાળો ને નિર્લેપ છે. અનાદિમુક્ત તો સ્વતંત્ર છે ને અનુભવીથી અતિશય શ્રેષ્ઠ અને અતિશય સમર્થ છે. જેમ શ્રીજી મહારાજ સત્તાવાન છે તેમ તેમના અનાદિમુક્ત પણ શ્રીજી મહારાજના જેવા જ સત્તાવાન છે. એવા અનાદિમુક્તથી સુખ પામ્યા હોય તેને આ લોકમાં અનાદિમુક્તનો વિયોગ થાય એટલે મુક્ત અદૃશ્ય થાય ત્યારે શોક થવો જોઈએ. જો શોક ન કરે તો કૃતઘ્ની કહેવાય ને રઘુનાથદાસની હારમાં ગણાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મોટાને દેન દેવા જાય છે ત્યારે ઉત્સવ કરતાં કરતાં કેમ લઈ જાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રાકૃત લોકની પેઠે પ્રસિદ્ધ રોવું-કૂટ્વું નહિ, પણ અંતરમાં તો શોક કરવો; પણ પ્રાકૃત જીવ જેમ દેહના સંબંધનો શોક કરે છે તેમ ન કરવો. જીવના સંબંધનો શોક તો કરવો જ; કેમ કે જીવન ગયું એમ જાણીને શોક કરે તો શ્રીજી મહારાજ રાજી થઈને ભજન, સ્મરણ આદિક સાધનમાં સહાય કરે છે; પણ શોક ન કરે ને રાજી થાય તો મહારાજ કુરાજી થાય છે. જેમ મંદિર બળતું હોય તેને દેખીને કોઈ રાજી થાય તો મંદિરમાં ભગવાન રહ્યા છે તે કુરાજી થાય તેમ. માટે શોક કરવો; પણ રાજી ન થાવું.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટા અંતર્ધાન થવા ઈચ્છતા હોય ને કોઈક  ઉપાધિ કરીને ઉદાસ કરે તે નિમિત્તે અંતર્ધાન થાય તો તેનું ઉદાસી કરનારને પાપ લાગે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને તો આ લોકમાં રહેવાની ઈચ્છા ન હોય, પણ અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જાય તેનું ઘણું પાપ લાગે.”

તે વખતે બાપાશ્રીને તાવ હતો ને ઊલટી થઈ. ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બોલ્યા જે, “આ મંદવાડ કોઈકને આપીને તમે સુખેથી વાતો કરો તો ઠીક.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “લેનાર કોણ છે?”

ત્યારે તે બોલ્યા જે, “મોકલો મારી પાસે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ખમાશે નહિ.”

પછી તે કહે જે, “ગમે તે થાય; પણ મોકલો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “ઠીક.”

ત્યાં તો પ્રેમજીભાઈને તાવ ચઢયો ને ઊલટી થવા માંડી. પછી ગાડું જોડીને તેમને ઘેર પહોંચાડયા ને બાપાશ્રીને તરત તાવ ઊતરી ગયો.  II ૭૩ II

On the morning of Fagan Vad 9th, the 40th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly. In it there was the discussion of form of devotion in the second question.  Then Bapashri said, “The listening devotion in navdha devotion (nine kind of devotion) is the best of all because we can understand what is to be done through listening devotion.  Love oriented devotion is better than that of listening devotion because in it there remains constant memory of Murti and experienced knowledge is better than love-oriented devotion because through it one can achieve ultimate liberation.  The ultimate liberated should be known as experienced one.  That experienced doer, non doer and in the state of resigned (upsham state), one is unattached.  Anadi Muktas are independent and they are better than the experienced one’s and are very powerful.  Just as Shriji Maharaj is powerful, His Anadi Muktas are as powerful as Shriji Maharaj. Those who have become happy on account of Anadi Muktas, they are separated from them in this world i.e. when Muktas become invisible should feel sorrowful. If they do not feel sorrowful they should be considered as faithless (perfidious) and should be considered in the cadre of Raghunathdas.

Swami Ishwarcharandasji asked, “When Muktas are taken to the crematorium ground they are taken there with celebration.  What is the reason of it?”  Bapashri replied, “One should not express grief on them like the people of the material world but they should be grieved in heart. Just as physical Jiva grieves for the bodily relationship, they should not be grieved in the same way.  The Jivas relationship should be grieved because if it is grieved knowing that the life support has gone, Shriji Maharaj will be pleased and will help in devotion, remembrance and such other means but if it is not grieved and one becomes pleased, Maharaj will be displeased.  Just as when the temple is burning, somebody becomes pleased, God in the temple will be displeased.  Therefore, should express grief, but should not be pleased.” 

Swami Vrundavandasji asked, “When Muktas wish to go to Akshardham and if one makes them sad by creating trouble, they go to Akshardham with that sadness- whether the person making them sad will be sinned or not?”  Bapashri replied, “Muktas do not wish to live in this world but the liberation of infinite souls will be stopped, the sin of it (stopping of liberation) will be too much.” At that time Bapashri had fever and vomitted, and then Premjibhai of Narayanpur said, “Transfer this illness to someone else and please continue your talk comfortably.”  Bapashri said, “Who is the taker?”  Then that fellow said, “Send it to me.”  Bapashri said, “You will not be able to bare it.”  Then he said, “Let anything may happen but send it.”  Bapashri said, “Alright.”  Soon Premjibhai suffered from fever and started vomiting.  Then he was sent home in bullock cart and fever of Bapashri receded. || 73 ||