Gujarati / English

ફાગણ વદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડી નાહવા ગયા હતા. ત્યાં નાહીને એક બીજાને મળીને પછી બાવળ તળે બેસીને સર્વેએ માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટાને જોગે મોટા જેવા થયા હોય, પણ એ સુખ મોટાએ રોકી રાખ્યું હોય; માટે મળ્યું જ છે એમ જાણવું. બાપનું દ્રવ્ય છે તે દીકરાનું જ છે; તેમ અમારું સુખ છે તે તમે અમારા શિષ્યો છો તે તમારું જ છે. નાના-મોટા સર્વ એક બાપના દીકરા છીએ. બુદ્ધિવાળાને તથા વગર બુદ્ધિવાળાને સર્વેને સરખા સુખિયા કરીશું. આ ગામમાં ભોજો ભક્ત હતા તેમને સુખિયા કરી મૂક્યા. તે મૂર્તિ વિના બીજું દેખતા જ નહિ અને કહેતા જે, ‘મહારાજ વિના બીજાને માથું કેમ નમે?’ આ લોકમાંથી ઉદાસ થાય તેને દેહના ભાવ ટળી જાય છે ને એને દેશકાળના વિષમપણામાં ખસી નીકળવાની જરૂર નથી. મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નાગ, વાઘ, જળ, અગ્નિ, માન, અપમાન, ગળ્યું, ચીકણું, તીખું, તમતમું એ આદિક વિષય માત્રનો ભય ને રાગ સર્વે ટળી જાય છે એવો મૂર્તિનો પ્રતાપ છે.

“જ્યારે આ ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સર્વે લોકો ગામમાંથી નીકળીને બહાર જઈને રહ્યા ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ‘ગુરુદેવ! આ લોક સર્વે કેમ ભાગી જાય છે?’

“ત્યારે અમે કહ્યું જે, ‘પ્લેગ આવ્યો છે એ સારુ જાય છે.’

“ત્યારે તે બોલ્યા જે, ‘એ તો શ્રીજી મહારાજે પોતાના ભક્ત ઉપર દયા કરીને સેવક મોકલ્યો છે, ‘જે મારા ભક્તને કોઈકની પાસે સેવા કરાવવી પડે ને સેવા કરનાર ન હોય તો બહુ દુઃખી થાય; માટે સેવક મોકલીએ તે ચોવીસ કલાકમાં છૂટકો થઈ જાય.’ એમ જાણીને સેવક મોકલ્યો છે; તે સેવક પાસે સેવા કરાવતા નથી ને ભાગી જાય છે તે એ શું સમજતા હશે? માટે હું તો ગામમાં રહીશ.’

“પછી અમે બોલ્યા જે, ‘ઠાકોરજીની મૂર્તિઓ અમારી વાડીમાં લઈ જઈશું તે તમે દર્શન વિના શી રીતે જમશો?’

“ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ‘તમે અહીં રહો ને ઠાકોરજીને પણ અહીં રાખો.’

“પછી  અમે કહ્યું જે, ‘અમને ગામધણી તથા હરિભક્ત સર્વે કહે છે કે તમે પણ અમારા ભેળા ચાલો; એટલે અમારે જાવું પડશે ને ઠાકોરજીને પણ લઈ જઈશું.’

“ત્યારે તે કહે જે, ‘હું ત્યાં દર્શન કરી જઈશ.’

“પછી અમે કહ્યું જે, ‘લોકો તમને દર્શન કરવા આવવા દેશે નહિ. માટે તમે ત્યાં ચાલો.’

“ત્યારે તે કહે જે, ‘આ સેવકને મહારાજે મૂક્યો છે તેને ત્યાં મારી સેવામાં બોલાવો તો હું ત્યાં આવું.’

“ત્યારે અમે કહ્યું જે, ‘ચાલો, આપણી વાડીએ બોલાવશું.’

“પછી સર્વે ગયા. અને બીજે દિવસે ભોજા ભક્તે કહ્યું કે, ‘સેવક જતો રહેશે તો શું કરીશ? માટે બોલાવો.’

“પછી અમે કહ્યું જે, ‘કાલે આવશે.’

“પછી બીજે દિવસે તેમને ગાંઠ નીકળી તેથી રાજી થયા ને બોલ્યા જે ‘સેવકને લાવ્યા ખરા.’

“પછી અમે કહ્યું જે, ‘તમારે કાંઈ જમવું છે?’

“ત્યારે તેમણે કહ્યું જે, ‘શીરો જમવો છે.’ પછી અમે શીરો કરાવીને કેળના પત્રમાં લાવીને આપ્યો તે અર્ધો જમ્યા અને દેહ પડી ગયો. એવા પરિપક્વ જ્ઞાનવાળા ને વિદેહી હતા.

“અમારે તો સર્વે જીવને મહાપ્રભુજી પાસે લઈ જવા છે; કેમ જે એક જીવને મહાપ્રભુજીની પાસે લઈ જઈએ તો જેટલું સુખ પ્રથમ આવતું હોય તેથી હજારગણું આપે. મોટાના આશીર્વાદથી મહારાજ પમાય છે. મહારાજના સુખમાં પહોંચ્યા કેડે નહાવું, ધોવું, ખાવું, પીવું, પૂજા એ આદિક કાંઈ ક્રિયા નથી. ત્યાં તો નવા નવા પ્રકારનાં સુખ આવે છે. તે મહારાજનું અને મુક્તનું ભેળું સુખ આવે છે. જેમ શીરામાં ઘી, ગોળ, ઘઉં, સાકર એ સર્વેના જુદા જુદા ભાવ જણાય છે; ને જેમ ખીચડીમાં તજ, લવિંગ, મીઠું એ આદિક જે જે વસ્તુ હોય તે સર્વેના જુદા જુદા ગુણ ને ભાવ જણાય છે; તેમ મહારાજના સુખના ને મુક્તના સુખના ભાવ જુદા જુદા જણાય છે.”

આટલી વાત કરીને પછી સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા ને આરતી થઈ.  II ૭૭ II

On the evening of Fagan Vad 12th, Bapashri and all saints, devotees went to Kakarwadi to bathe.  After taking bath met one another and performed mental worship under the babul tree.

Bapashri showing his favour, talked.  He said, “The happiness of those who have become as Muktas by the grace of great Muktas has been detained by great Muktas but it should be considered as got it.  The wealth of father belongs to the son; similarly my happiness is yours who are my followers (disciples).  We, all, big or small are the sons of the same father.  All whether intelligent or unintelligent will be made equally happy. Bhoja Bhakta of this village was made blissful.  He did not see any thing else except Murti and used to say that how this head can bow to any one except Maharaj.  The bodily feeling of one who remains indifferent to this world get rid of him and it is not necessary for him to come out from the adversity of time and place.  When Mahaprabhuji’s Murti is realized fear and passion of snake, tiger, water, fire, honour, dishonour, sweet, sticky,  acrid, etc get rid of– such is the power of Murti.  When this village was affected by plague, all people left the village and lived out side the village.  Then Bhoja Bhakta asked, “Oh gurudev! Why all these people run away?” Then Bapashri said, “The plague has come to this village so people run away.”  Then he said, “Shriji Maharaj has sent a servant by taking pity on His devotees.  If my devotee needs some one’s service but if there is no one, will become sad.  Therefore, if the servant is sent, one will be free within twenty four hours.  So He has sent the servant and instead of taking his service they are running away.  What hell do they understand?  I will remain in the village.”  Then Bapashri said, “We are taking Idols of Thakorji to my farm.  How can you dine without His darshan.”  Bhoja Bhakta said, “You be here and keep Thakorji also here.”  Then I said, “All devotees and the chief of the village tell me to go with them, so I have to join them and will also take Thakorji with me.”  He said, “I will come there for darshan.”  Then I said, “The people will not allow you to come for darshan so you come there.”  Then he said, “Maharaj has sent this servant, call him there in my service, then only I can come.”  I said, “Come on, I shall call him to my farm.”  Then all went.  On the next day Bhoja Bhakta said, “If the servant goes away what I shall do- so call him.”  I told him that he will come tomorrow.  On the next day he developed a lump so he became pleased and said that at last the servant has been sent for. Then I asked, “Do you want to eat anything?”  He said that he wanted to eat shiro (sweet dish).  Then shiro was prepared for him and served to him in banana leaf.  By the time he finished half of it, he left his body. Such was his matured knowledge and was detached to body (videhi).

I want to take all souls to Mahaprabhuji because if one soul is taken to Mahaprabhuji, the happiness which is got first is given thousand times more.  Maharaj is got with the blessing of Muktas.  After reaching the bliss of Maharaj there is no activity like bathing, washing, eating, drinking, worshipping, etc.  There you get new kinds of happiness.  That happiness comes combinedly from Maharaj and Muktas.  Just as taste of ghee, jaggery, wheat, sugar, appears different in shiro and just as the taste and quality of cinnamon, clove, salt, etc appears different in hotchpotch- similarly the feeling bliss of Maharaj and Muktas appears different.  After this talk all came to temple, sang godi (a devotional song) and performed arti. ||77 ||