Gujarati / English

ચૈત્ર સુદ-૩ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે; એ બેયને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો વ્યતિરેક જ છે; કેમ જે જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે; પણ જેમ બાળક્નો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે, પણ પરણીને આવે ત્યારે સુખ આવે; તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે.

“ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જ્યારે દેહનું ભાન ભૂલી જવાય ત્યારે બ્રહ્માંડ ભુલાય ને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ આંખો મીંચે તો અંધારુ થાય ને ઉઘાડે તો અજવાળું થાય તેમ અંતર્વૃત્તિ કરે તો મૂર્તિ દેખાય, ને બહારવૃત્તિ લાવે તો બ્રહ્માંડ દેખે.

“અનાદિ સાથે હેત થયું તે છેડો હાથ આવ્યો. મોટા સાથે જોડાય તો મહારાજની અને જીવની વચ્ચે પડદા છે તે મોટા મુક્ત તોડી નાખે. મોટા મળ્યા પછી દેહના ભાવ જણાતા હોય તો તે મરેલા જાણવા, પણ પોતાના જીવને પાપી ન માનવો. શ્રીજી મહારાજનો આશ્રિત થાય ને મોટા સાથે જીવ જોડે ને નિયમ-ધર્મરૂપી બખ્તર પહેરે એટલે નિયમ-ધર્મ પાળે તો પંચવિષયમાંથી હેત ટળી જાય ને મોટા મુક્ત તે જીવને માયામાંથી મહારાજની મૂર્તિમાં ખેંચી લે. મહારાજ ને મુક્ત રાજી છે તો તરત ફેંસલો થઈ જશે, ને નક્કી મૂર્તિના સુખમાં પહોંચાડશે; એવો વિશ્વાસ રાખવો. શ્રીજી મહારાજનું સુખ છે તે તમારું જ છે, અણુ જેટલું પણ છેટું નથી.

“આગળ જેનાં જેનાં કલ્યાણ થયાં છે તે આત્યંતિક નથી થયાં અને આજ તો અવતારી જે શ્રીજી મહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે; માટે આગળ થઈ ગયેલા અવતારોથી આજના મુક્ત ઘણા મોટા છે. આ મુક્ત શ્રીજી મહારાજના અવતાર છે, તે અનંત જીવોનાં કલ્યાણ સારુ મનુષ્યરૂપે દેખાય છે. તેમનો યથાર્થ મહિમા સમજીને તેમને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. રાજાનો અને રાજાના દીવાનનો મહિમા સમજાય, પણ મહારાજનો અને મહારાજના મુક્તોનો મહિમા ન સમજાય.

“જોગ-સમાગમ કરે તોપણ એક કાને સાંભળતો જાય અને બીજે કાને ભૂલતો જાય. માયિક વાતને સો વર્ષ સુધી પણ ન ભૂલે ને આ વાત ને ગ્રહણ કરે જ નહિ. જો મહારાજની અને મોટાની વાતને પકડે તો કામ થઈ જાય, પણ જીવને બહુ પ્રકારના ડોડઃ અધિકારના ડોડ, મહંતાઈના ડોડ, આશ્રમના ડોડ, જગતમાં મોટા થવાના ડોડ. એ ડોડરૂપી દોષ જીવને જ્યાં સુધી હોય ત્યાં સુધી મહારાજનો અને મોટાનો મહિમા સમજાય નહિ. વ્યાવહારિક કામમાં પણ બરોબર તપાસ ન કરે તો બરોબર થાતું નથી, તો આ તો મોક્ષ સંબંધી કામ છે તે તો ક્યાંથી થાય? માટે ખરેખરું જાણપણું રાખવું. મહાપ્રભુજીનું સુખ અને મુક્તનું સુખ જેવું છે તેવું જાણે તો સુખિયો થઈ જાય.

“આ સત્સંગમાં શ્રીજી મહારાજના સંત છે તે ફૂલવાડી છે, તેમાંથી સુગંધરૂપી ગુણ લેવા ને પોતાની ખોટ જોવી. સાધુ તથા સત્સંગી કહે તે મનાય તો બહુ સુખિયા થવાય. સાધુ થયા હોય ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, તેનું અનુસંધાન રાખે નહિ, તો તે સાધુ ન ક્હેવાય. જો મહારાજનું અને મોટાનું અંતર્યામીપણું જાણીને તેમની આજ્ઞામાં યથાર્થ વર્તે તો સાધુ કહેવાય. મહારાજે કહ્યું છે જે, ‘જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ.’ મહારાજને અને મુક્તને જુદાપણુ નથી. મહારાજને સંભારે તો મુક્ત ભેળા આવી જાય ને અનાદિમુક્તને સંભારે તો મહારાજ ભેળા આવી જાય. જેમ રૂપિયામાં ઘી, ગોળ, લોટ આદિક જણસો આવી જાય તેમ મહારાજ ને સંત સદા સાથે જ છે. આવા મુક્ત આ સત્સંગમાં છે તે જ તમને મળ્યા છે.”  II ૮૭ II

On the noon of Chaitra Sud 3rd, in the assembly Swami Ishwarcharandasji asked, “One constantly remembers Murti and the other realized it. Do they both have achieved vyatirek (transcendental) form or not?”   Then Bapashri replied, “It is already vyatirek (transcendental) because realization of Murti the memory of the Murti.  Just as the vrutti of a person remains where he has been engaged but happiness comes after marriage, similarly the happiness which the one having realization has, will not be there to one who remembers Murti-this much difference is there.  While meditating God’s Murti, sense of body is forgotten, cosmos is forgotten and then comes bliss of Murti of Shriji Maharaj.  Just as one closes eyes, it becomes dark and when opens them it becomes bright similarly Murti appears when one becomes introvert and cosmos appears when one becomes extrovert.  Since love has been developed with Anadi, the goal has become handy.  If one associates with Muktas they will remove the curtain, which is between Maharaj and Jives.  After meeting, Muktas if there is feeling of body, he should be known as a dead person, but one should not consider his Jiva as sinner.  If one become follower of Shriji Maharaj, associates his Jiva with Muktas, wears armour in the form of rules of religion, and observes command of religion, his attachment of five senses will disappear and great Muktas will draw that Jiva in Maharaj’s Murti from illusion (maya).  If Maharaj and Muktas are pleased, everything will be fulfilled soon and definitely take him in the bliss of Murti-such faith should be kept.  Bliss of Shriji Maharaj is already yours, even not a particle away.  Formerly those who have been liberated have not got ultimate liberation whereas today incarnated Shriji Maharaj and His Muktas are giving ultimate liberation to crores of Jivas- therefore Muktas of today are greater than Avatar of previous time.  These Muktas are incarnation of Shriji Maharaj, they appear in the human form for the salvation of infinite souls.  If one associates with them by understanding their greatness properly, he will get ultimate liberation.  One can understand the greatness of the king and his minister but one can not understand the greatness of Maharaj and His Muktas.  Even though he is taking the opportunity and associating with Muktas, he listens them with one ear and forgetting it from the other ear.  He will not forget illusive talk for hundreds of years but he will not grasp this talk.  If one ponders over the talks of Maharaj and Muktas, he will be fulfilled.  However, Jiva is proud of many things like the proud of his authority, his status of mahant, his education, his ashram, to become well known in the world.  The Jiva will not understand the greatness of Maharaj and Muktas till it has such faults.  If one does not take proper care in his day-to-day work (worldly affairs), it will not be done properly; whereas this is the work of salvation so how one can expect it.  Therefore one should have the thorough knowledge.  One would become blissful if he knows the bliss as it is, which Mahaprabhuji and Muktas have.  In this satsang, saints of Shriji Maharaj are like garden of flowers- one should take attributes from them in the form of smell and should see his own faults.  If one believes in what saints and satsangi say will become very happy.  If one has become saint and does not follow the preaching of Dharmamrut, Nishkamshuddhi, Shikshapatri, he will not be called a saint.  If one understands the Shriji Maharaj and Muktas as clairvoyant, and behaves properly in their commands, he is called saint.  Maharaj has said, “Gnani maro atma, mai gnani ko pran” (Learned is My soul and I am his pran).  Maharaj and Muktas are not separate.   By remembering Maharaj and Muktas, naturally with him and by remembering Anadi Mukta, Maharaj is naturally with them.  Just as we get ghee, jaggery, flour, etc with money, similarly Maharaj and saints are always together.  You have met such Muktas who are in this satsang. || 87 ||