Gujarati / English

વાર્તા- ૧૦૨

રાત્રે મેડા પર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું જે, “તમે તો જંગલમાં મંગલ કરી દીધું છે. આજ અમને અને સંતોને બહુ ફેરવ્યા. બગીચા ને વન સર્વે તીર્થ થઈ ગયાં. આ સંત-હરિભક્ત સર્વે અક્ષરધામના છે. મનુષ્ય જેવા દેખાય છે, પણ બહુ જબરા છે.”

ત્યારે તે કહે, “બાપા! આપની દયા છે તેથી બધાય મૂર્તિનાં સુખ ભોગવે છે.  આપે અમને ન્યાલ કર્યા છે.”

પછી બાપાશ્રી કહે, “આ બધો શ્રીજી મહારાજનો પ્રતાપ છે. મહારાજ કહે છે કે, ‘અમારે કોઈ જીવને મૂકવા નથી, સૌને સુખિયા કરવા છે. આજ તો મહારાજની દયાથી ભારે કામ થાય છે.”

પછી લાલુભાઈએ કહ્યું  જે, “બાપા! આજે આપને થાક લાગ્યો હશે તેથી આરામ કરો.”

ત્યારે બાપાશ્રી કહે, “સૌ હરિભક્તોને તાણ ઘણી છે જે પાંચ દિવસ હજી વધુ રોકાય તો ઠીક, પણ અમારે હવે જવાનું છે તેથી સૂઈ રહીએ  તો તમને તાણ રહી જાય. અમે તો હરિભક્તોનાં આવાં હેત જોઈએ છીએ એટલે કાંઈનું કાંઈ થઈ જાય છે.”

એમ કહીને બન્ને સદગુરુ પ્રત્યે બોલ્યા જે, “સુખિયો કોણ? તો જે મહારાજની મૂર્તિ રાખે, સાધુતા ખરી રાખે ને સત્સંગમાં દાસભાવે વર્તે તે. એ વિના ગાદી-તકિયાવાળા અધિકારી, મહંત ને કોઠારી આદિકનાં કોઈ નામ જાણતું નથી. અને માન, મોટપ, યશ, કીર્તિનો ત્યાગ કરી સત્સંગમાં દાસત્વપણે વર્તે છે તેને સહુ વખાણે છે. તેનું તો બહુ જ કામ થઈ જાય છે. તેને દેહ મૂક્યા કેડે પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વાંસે સર્વે સંતના આશીર્વાદ જાય છે, જે કેવા સાધુ હતા! કેવા હરિભક્ત હતા! જેમ દાદા ખાચરનાં ને પર્વતભાઈનાં વખાણ થાય છે તેમ.

“એવા મોટા સત્સંગમાં છે તેમનો વાયરો અડે તો ટાઢું થઈ જાય. માયિક વાયરે પણ ટાઢું થાય છે તો દિવ્યથી કેમ ટાઢું ન થાય? જરૂર થાય જ. એવા અનાદિમુક્ત મૂર્તિનું સુખ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે અને સુખનો વરસાદ વરસાવે છે, તેણે કરીને ચાર ખાણના જીવ સુખિયા થાય છે. એવા મોટાને ખોળે તો તરત હાથ આવે.

“આપણે તો મૂર્તિના સુખનાં પારણા કરવાં તે અચળ ને સનાતન છે. મૂર્તિના સુખ વિના બીજું જમવું તે ચળ છે તે ટકે નહિ, માટે એ દિવ્ય સુખનો આહાર કરવો. તે કોઈ કાળે નાશ ન થાય. જો મૂર્તિ વિના બીજો માયાનો આહાર થાય તો અભડાવે છે, કેમ કે માયા વટલાવે એવી છે. તેનાં કાર્યમાં જીવ હણોહણ કરે છે. માટે આપણે તો સર્વેના કારણ ને સર્વેને વશ કરનારા, સર્વોપરી, સર્વે સુખના ધામ શ્રીજી મહારાજ છે એ મૂર્તિના સુખનો જ આહાર કરવો. જે જે કરવું તે એકાંતમાં બેસી એક વૃતિએ કરી મૂર્તિમાં જોડાવાય તેવું કરવું, તો તેને મૂર્તિ સાક્ષાત્ દેખાય છે.

“માયા ઝેરરૂપ છે તેને જીવ ઈચ્છે છે, પણ અમૃતને કોઈ ન ઈચ્છે. આપણે તો પ્રકૃતિરૂપ માયાને ગણવી જ નહિ. પ્રકૃતિનું જ્ઞાન ખોટું છે. સાચું જ્ઞાન અનુભવ અને સત્ય સનાતન છે. માટે માયા ભેદીને, એકાંતિક તથા પરમ એકાંતિક ભેદીને તેથી પર અનાદિમુક્ત  તે ભેળા ભળી જવું. એવા અનાદિમુક્ત અને મહારાજ સદા અનાદિ છે જ, પણ જે અવરભાવવાળા છે તેની દૃષ્ટિ અવરભાવવાળી છે તેથી તેને મહારાજ અને મોટા અનાદિ આદિ જેવા દેખાય છે; પણ તે આદિ નથી. સદા અનાદિ અને સનાતન છે.

“એવો મહિમા કાલ સાધુ થયા હોય તેનો પણ જાણવો જે આ સાધુ બહુ જ મોટા છે; એમ સર્વેને દિવ્ય જાણવા. અને જ્યારે સંગ કરવો ત્યારે તો મોટાનો જ કરવો. મહારાજે અવરભાવમાં કહ્યું જે, ‘મોટા મોટા આગળ બેસો’, પણ પરભાવમાં સરખા કહ્યા છે; માટે આપણે સર્વેને દિવ્ય ભાવે બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણવું.

“મોટા અનાદિમુક્ત છે તે તો અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિનું સુખ ભોગવે છે તોપણ પાર પામતા નથી. તે મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવાં નવાં સુખ આવે છે. જેમ પૃથ્વી માયિક છે તોપણ તેમાંથી જુદા જુદા રસ ઘણાક થાય છે. તો આ તો દિવ્ય મૂર્તિ છે તેમાંથી નવીન નવીન સુખ આવે તેમાં શું આશ્વર્ય  હોય? તે સુખની આપણે ત્વરા કરવી ને મૂર્તિમાં વળગવું, પણ મૂર્તિ વિના બીજે હેત કરી બંધાવું નહિ.. હેત કરવા જેવા તો એક ભગવાન ને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. માટે એવા મોટા મુક્તને વિષે કોઈ દિવસ મનુષ્યભાવ આવવા દેવો નહિ; સદાય દિવ્ય ભાવ રાખવો.

“અને મહારાજ પાસે એમ પ્રાર્થના કરવી કે, ‘કોઈ દિવસ નાસ્તિક તથા કુસંગીનો સંગ ન થાય.’ તે કુસંગ તે શું? તો મોટા ભગવદીનો દોષ આપણા જીવમાં ઘાલી દે એ મોટો કુસંગ કહેવાય. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો, પણ સમાગમ તો મહારાજનો મહિમા તથા સુખ મળે તેવાનો કરવો. ને આજ્ઞા પાળવાનો ખટકો ઘણો રાખવો; તેનો લોપ ક્યારેય કરવો નહિ. ગંગાજીનું જળ ગૌમુખીમાંથી આવે છે તેમ ગંગાજીને ઠેકાણે મૂર્તિ છે. જળને ઠેકાણે મૂર્તિનું સુખ છે અને ગૌમુખીને ઠેકાણે મુક્ત છે. તે મુક્તરૂપ મહારાજનું મુખ તે  દ્વારે મૂર્તિનું સુખ આવે છે. માટે મૂર્તિથી જુદા ન પડે તે મોટા જાણવા ને કોઈનો મન, કર્મ, વચને કરીને દ્રોહ ન થાય તેવો ખટકો રાખવો. કેમ જે આ બધો સત્સંગ આપણું ગોત્ર છે તેથી કોઈનો ભૂંડો સંકલ્પ પણ ન કરવો. જે સ્વામિનારાયણ નામ લેતા હોય તેવાના દોષનો સંકલ્પ થાય તો આપણું ઠીકરું ફૂટી જાય ને વજ્રલેપ થાય. કારણકે જેના જીવમાં સ્વામિનારાયણ હોય તેના મુખથી જ તે શબ્દ નીકળે; માટે તેવાના દ્રોહથી પણ આપણે બીતા રહેવું.”  II ૧૦૨ II

 

At night Bāpāśrī, was on the upper storey of the temple. He said to Lālubhāī, “You have turned the woods into auspicious places. Today myself and saints were made to go round. Gardens and woods all became tīrtha. These saints and devotees are all of Akṣardhām. They appear as human being but are very great.” Lālubhāī said, “Bāpā! All enjoy happiness of Mūrti by your mercy. You have accomplished us.” Then Bāpāśrī said, “This is all because of Śrījī Mahārāj. Mahārāj says that He does not want any jīva to be left out. All are to be made happy. Today much is being done by the mercy of Mahārāj.” Lālubhāī said, “Bāpā! Today you must have been tired so take rest.” Bāpāśrī said, “All devotees insists that I should stay for five days more but since I have to go if I sleep, you will not be accomplished. When I see such love of devotees, I get overjoyed.” Saying so Bāpāśrī asked the Sadgurus, “Who is happy? He who keeps Mūrti, is really humble and behaves in satsaṅg as servant is happy. Without that nobody knows names of officers sitting on mattresses and cushions, Mahaṅt, Koṭhārī, etc. The one who gives up pride, reputation and behaves as a servant in satsaṅg is praised by all. Much work of his is done. Even after his death blessings of all saints goes with him till this cosmos is there. What a great saint! What a dedicated devotee! Just as Dādā Khāchar, Parvatbhāī are praised, in the same way. There are such muktas in satsaṅg and if the wind touching them touches us, it will make us calm and cool. If one becomes cool by māyik wind, how can one be not cooled by that divine wind? Obviously, he will. Such Anādi muktas take bliss of Mūrti and promote it in satsaṅg and shower happiness. Because of it, four kinds of jīvas having bodies in different species become happy. If one looks for such muktas, he will soon find them. We should break our fast with bliss of Mūrti- it is perpetual and eternal. To take anything else other than bliss of Mūrti is unstable and does not last. Therefore, take that divine happiness. It is immortal. If we take happiness of māyā without Mūrti it will pollute us because māyā is such that it converts. Jīva is eager in the activity of māyā. Therefore for us Śrījī Mahārāj is cause of all, fascinates all, supreme and abode of all happiness. Take food only of the bliss of that Mūrti. Whatever to do, do it in a solitary place and get attached to Mūrti concentratedly. If one does so Mūrti itself will appears. Jīva desires māyā which is the form of poison but nobody desires nectar. We should not care for māyā which is in the form of prakṛti. Knowledge of prakṛti is false. Real knowledge is experience and and it is true and eternal. Therefore, cross māyā, cross ekāṅtik and param ekāṅtik and join Anādi muktas who are above all. Such anādi mukta and Mahārāj are always Anādi. But those of avarbhāv (view from the perspective of this world) have their sight of avarbhāv so Mahārāj and great Anādi appear to him as ādi but they are not ādi. They are always Anādi and eternal. Such importance must be given to the one who has recently become a saint believing him to be great.Thus know all as divine and when one wants to associate, always associate only with muktas. Mahārāj in avarbhāv has said that muktas should sit in front but in divine perspective they have been called as equal. Therefore, we should know all as Mūrtis of parbhāv in divine feeling. Great Anādi muktas enjoy bliss of Mūrti for infinite kalpas but they can not find its limit. Various kinds of happiness come from that Mūrti. Just as the earth is māyik, but gives many kinds of things. Whereas this is divine Mūrti and if variety of happiness come from it, where is the wonder? We should be eager for that happiness and stick to Mūrti but should not develop love elsewhere excepting in Mūrti. The proper place for love is only God and Anādi muktas dwelling in Mūrti. Therefore, never allow human feeling for such great muktas. Always keep divine feeling. Pray to Mahārāj that we do not come in contact with a bad person or an atheist. What is bad company? He who makes us find fault with great devotees is said to be a bad company. We should know the whole satsaṅg as divine but association should be with the one through whom we understand the greatness of Mahārāj and get happiness. Moreover, for obeying command, we should remain alert and never violate it. The water of Gaṅgā comes from gaumukhī. Similarly in place of the Gaṅgā there is Mūrti, in the place of water there is happiness of Mūrti and in place of gaumukhī there is a mukta. The happiness of Mūrti comes through muktas who are Mahārāj’s mouth. Those who do not separate from Mūrti should be known as muktas. Be cautious that nobody is betrayed by mind, deed, word, because the whole satsaṅg is our gotra (family line) so never have bad thought for anyone. If we find fault with the one who chants the name of Swāmīnārāyaṇa it will be a great sin and becomes irredeemable because the word Swāmīnārāyaṇa comes only from the mouth of the one in whose jīva there is Swāmīnārāyaṇa. Therefore, we should fear betrayal of such devotee.” || 102 ||