Gujarati / English

બાપાશ્રીએ સવારે સભામાં વાત કરી જે, “મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. ને મૂર્તિમાંથી સુખ લીધા કરે છે. કોટિ કલ્પ વીતી જાય પણ એ સુખથી તૃપ્ત થતા નથી. ત્યાં આપણે સર્વેને રહેવું છે. ત્યાં કેમ જવાય? તો એકાંતિક થઈને પરમાત્મા જે શ્રીજી મહારાજ તેમને પધરાવે એટલે કે પરમ એકાંતિક થાય ત્યારે તેને મહારાજનું અનુભવજ્ઞાન ખેંચી લે છે. એટલે જેમ સમુદ્રની વેળ આવે છે એમ ઝળળ ઝળળ કરતું મહા તેજોમય સુખ તેના હિલોળામાં પરમ એકાંતિકને લઈ જાય છે. ત્યાં બીજા કોઈની ગતિ નથી. ત્યાં ગયા પછી મહા તેજોમય દિવ્ય સનાતન એવું સુખ તેને અનાદિમુક્ત સાથે ભોગવે છે. આ વાત મુદ્દાની છે. મુદ્દો રાખવો એ શું? તો કારણ મૂર્તિ રાખવી. તે ભેળું બધુંય આવશે. વિશ્વાસ રાખજો. મહારાજ કહે છે કે, ‘મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે.’ એ દિવ્ય વસ્તુ આપણને મળી છે. માટે સર્વેના કારણ મહારાજને જાણીને સાધનનો ભાર કાઢી નાખવો.”

પછી પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાણું. ત્યારે બોલ્યા જે, “આમાં પણ એ વાત આવી જે સર્વેના કારણ મહારાજ ને દેહરૂપી ગાડું વીંખી નાખ્યું. માટે કારણને વળગી રહેવું, તો રસ મળશે. આ વાત જેમ છે તેમ કહીએ છીએ. એમાં સ્વામિનારાયણ સાક્ષી છે. માટે આ મુદ્દો જરૂર રાખજો. કાળ, કર્મ, માયા એ કોઈ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. સર્વ કર્તા શ્રીજી મહારાજને જાણવા. આવો મહિમા જાણે તેનો પાયો સત્સંગમાં અચળ છે, તે કોઈનો ડગાવ્યો મોક્ષના માર્ગમાંથી ડગે નહિ. મુખ્ય કરવાનું તો એ છે જે એક વૃત્તિ કરીને અખંડ મૂર્તિમાં જોડાવું, પણ ચાર-આઠ વૃત્તિ ન કરવી; તો જ મહાપ્રભુ રાજી થાય. અને સુખ પણ જ્યારે એક વૃત્તિ થાય ત્યારે જ આવે છે.”

પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “જામફળીના ઝાડને વિષે ફળ બધાં એક સરખાં હોય છે તેમ મુક્ત દિવ્ય ભાવમાં બધાય સરખા છે. તેથી પોતાને કેવી રીતે ખબર પડે જે આમને જોગે હું મહારાજને પામ્યો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનુભવજ્ઞાન થાય ત્યારે એને કોઈ વાત અજાણી રહે નહિ. એ મૂર્તિ જ અલૌકિક છે. આ સમે શ્રીજી મહારાજની અપાર કરુણા છે, તેથી પ્રાપ્તિ બહુ મોટી થાય છે. પણ કરવાનું છે તેમાં જીવને આળસ બહુ રહે છે. આવા સમયમાં જે આળસ રાખે તે કેવો કૃતઘ્ની કહેવાય? આપણે મહારાજ સન્મુખ થઈએ તો તે ધક્કે મારીને લઈ જાય એવા છે. પણ જીવને કારણમાં હેતુ થતું નથી ને કાર્યમાં બહુ રાજી થાય છે. ઉત્સવ, સમૈયા અને ધામધૂમ હોય તેમાં રાજી થાય તેવો કારણનો આનંદ હોય તો કાંઈ વાંધો રહે?  અને કાર્ય હોય તેમાં પણ મૂર્તિનો સંબંધ રાખે તો કેવું સુખ થાય! પણ જીવને કાર્યમાં જ ભડાભૂટ કરવાનું બહુ ગમે છે. મોટાને બીજું કહેવાનું નથી, પણ જે કરવાનું છે તે કહેવું જોઈએ. આવું સુખ અને આવા સંત ક્યાંથી હોય! આ સંત તો મૂર્તિમાં રસબસ રહેનારા છે તેથી આપણે ન્યાલ થયા છીએ, નહિ તો ક્યાંય રખડવું પડત. માટે દિવ્ય સભા જાણવી.”       II ૧૦૬ II

 

In the morning assembly Bāpāśrī said, “Anādi muktas remain engrossed in Mūrti. They continue to take happiness from Mūrti. Ages may pass but they are not satisfied with that happiness.  We all have to live there. How to go there? Become ekāṅtik and then install Śrījī Mahārāj and become param ekāṅtik. Then only experiential knowledge of Mahārāj draws us. Just as there is a high tide in the sea, similarly, great luminescent bliss takes away param ekāṅtik in its joy. Nobody else can go there. After going there great luminous divine eternal bliss is enjoyed by param ekāṅtik along with anādi mukta. This is the main talk. What is main in it? The main is causal Mūrti which is to be kept and everything will come along with it. Keep trust. Mahārāj says, ‘Mārā lok bhog ne mukta, sarve divya chhe’ (Mahārāj says that His aboade, His bliss and His muktas are divine). We have got that divine thing. Therefore, knowing Mahārāj as the cause of all, throw away the load of means.” When 51st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read, Bāpāśrī said, “In it, it is said that cause of all is Mahārāj and the cart in the form of body has been demolished. Therefore, stick to the cause, so that you will get the real thing. I am telling you this principle as it is and Lord Swāmīnārāyaṇa is witness in it. Therefore, keep this point in mind. Kāḷa, Karma, Māyā, have no capacity to do anything without God. Know Śrījī Mahārāj as the doer of everything. The one who has known such greatness has his base firm in satsaṅg. He will not become unstable even if somebody tries to make him unstable from the path of liberation. The chief thing to be done is to focus on and join Mūrti constantly but do not make your tendency go in many direction. Then only Mahāprabhujī will be pleased. Happiness will come only if tendency in one direction only.” Then saint Devjīvandāsjī asked, “The fruits of guava tree are all one and the same. Similarly, muktas are all similar in divine feeling. So how can one know that he realised Mahārāj through a particular mukta? Bāpāśrī said, “When there is experiential knowledge, nothing will remain unknown to that mukta. That Mūrti is supernatural. Presently,  Mahārāj is showing much compassion. So, achievement is very great. But, jīva remains idle in what it has to do. In such opportunity if one remains idle, how ungrateful he can be called! If we become close to Mahārāj, He is such that He will push up and take us. Jīva does not have love for the cause but remains pleased in activity. If one has joy of the cause like festival, samaiyā, celebration, etc. and remains pleased in it, will there be any hurdle? If he keeps Mūrti even in activity, how much happiness he will get! But jīva shows eagerness in activity. The muktas have  nothing else to request excepting to tell what we have to do. Where can one get such happiness and such saint?  This saint, remain engrossed in Mūrti so, we have been accomplished. Otherwise, we would have to wander elsewhere. Therefore, know it as divine assembly.” || 106 ||