Gujarati / English

સંવત ૧૯૮૪ના કારતક સુદ-૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં બાપાશ્રી નિત્યવિધિ કરીને ધનજીભાઈને ઘેર પધાર્યા. ત્યાં તેમના અતિ આગ્રહથી ઠાકોરજીને જમાડ્યા. તે વખતે કેટલાક હરિભક્તોની પ્રાર્થનાથી હેતવાળા હરિભક્તોને ઘેર ઘેર પધારી દર્શન આપી રાજી કર્યા. પછી મંદિરમાં આવીને થોડીવાર પોઢ્યા. બપોરે બાપાશ્રી નાહવા પધારે છે, એમ ખબર પડવાથી ગામના નાના-મોટા હરિભક્તો સડક પર નદીના ધરામાં જ્યાં પાણી ખળખળાટ કરતું વહે છે, તે ઠેકાણે સૌ ગયા. બાપાશ્રી પણ નિત્યે નહાતા તે ઠેકાણે ગાડીમાં બેસીને આવ્યા. પછી સૌ સાથે નાહ્યા.

તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, “કોઈ મૂર્તિની સ્મૃતિ વિના નહાશો નહિ; અનંત મુક્તે સહિત મહારાજને નવરાવજો.”

તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા જે, “આજ મેં તો દીઠા વાલાને વાટ વેતાં.”

સૌ હરિભક્તો કીર્તન બોલી રહ્યા એટલે બાપાશ્રી પાણીમાં સર્વેને મળ્યા. પછી વસ્ત્ર બદલી રેતીમાં બેઠા ને માનસી પૂજા કરી. હરિભક્તો ચંદન, કુંકુમ તથા ફૂલના હાર લાવેલા તે ચંદન ચર્ચ્યું, ચાંદલા કરી હાર પહેરાવ્યા. બાપાશ્રીએ પણ સર્વેને ચંદન ચર્ચ્યું. હરિભક્તો પોપૈયા તથા કેળાં લાવેલા તે સુધારી ઠાકોરજીને જમાડી સર્વેને પ્રસાદી વહેંચી.

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “આવા બ્રહ્મયજ્ઞમાં ઉદઘોષ કાંઈ ન મળે, પણ મૂર્તિનું સુખ ઘણું આવે. જીવને કાર્યમાં તાન તેથી આ વાતની ખબર પડે નહિ. આવી દિવ્ય સભામાં બધુંય છે. મહારાજે આ સમે બહુ દયા વાપરી છે તેથી અનાદિમુક્ત રસબસ રહ્યા થકા અનેકને મૂર્તિમાં ખેંચી લે છે. તેમનાં દર્શન, સેવા, સ્પર્શ, ક્યાંથી મળે! આ તો શ્રીજી મહારાજે દયા કરી છે, તેથી આ લાભ મળ્યો છે. આ ટાણું ને આ જોગ બહુ છે.

“જુઓને! મહારાજ કચ્છમાં ઘેર ઘેર ફર્યા તેથી ભૂમિ સર્વે પાવન થઈ. આ દેશનાં ભાગ્ય કેવડાં! મોટા મોટા મુક્ત પણ એવા જ પ્રતાપી. આપણે આવા સ્થાનમાં બેઠા છીએ તે કેવી શાંતિ વર્તે છે! મોટા શહેરમાં તો રાત ને દિવસ જ્યાં જોઈએ ત્યાં જંપ મળે નહિ. એટલા સારુ મહારાજ કહે, ‘અમને વન, પર્વત ને જંગલ બહુ ગમે છે.’ એવી રુચિ આપણે રાખવી જોઈએ. આવા સ્થાનમાં જે કરીએ તે અનંતગણું થાય.

“આપણને મહારાજે પોતાના કર્યા છે તેથી કૃતાર્થપણું માનવું. આવા મોટાના જોગમાં મહારાજનો તથા મૂર્તિના સુખભોક્તાનો દિવ્ય ભાવ વધતો ને વધતો જાય છે, એમ જાણવું ને સદાય આનંદમાં રહેવું. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. એમની સાજા સત્સંગ ઉપર એવી ને એવી દયા છે, નહિ તો જીવનું ગજું શું! જે મહારાજ તથા મોટાને ઓળખે. આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે. આપણે એ મૂર્તિને તથા મોટા અનાદિને વિષે ક્યારેય મનુષ્યભાવ ન પરઠવો. લાખો વરસ તપ કરે તોય મહારાજ ને મુક્ત મળવા કઠણ તે આજ ઘેર બેઠા મળે છે, પાત્ર-કુપાત્ર જોતા નથી ને સૌને દર્શન દે છે એ કેવડી મોટી વાત કહેવાય!”

એમ કહી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ધનજીભાઈની પ્રાર્થનાથી તેમને ઘેર ગયા. ત્યાં નવી મેડી પર પાથરેલ આસન પર બાપાશ્રી બેઠા. આખો ઓરડો હરિભક્તોથી ભરાઈ ગયો.

તે વખતે ધનજીભાઈ તથા તેમના પુત્ર રામજીભાઈ, લાલજીભાઈ અને હરજીભાઈએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી, દંડવત કર્યા ને પ્રાર્થના કરી જે, “બાપા! અમે સૌ આપનાં બાળક છીએ. તમે અમારા પર કૃપાદૃષ્ટિ રાખો છો તેવી સદાય રાખજો. આપને રાજી કરતાં અમને આવડતું નથી, પણ આપ દયા કરી પોતાના જાણો છો તેથી આવાને આવા રાજી રહેજો. આપને વિષે ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા મહારાજના આશ્રિત સંત-હરિભક્ત સૌનો અમારા પર રાજીપો રહે એવી દયા કરજો.”

ત્યારે બાપાશ્રી કહે, “તમારા ઉપર અમે ઘણા રાજી છીએ, કેમ જે તમારાં હેત એવાં છે. તમને અમારા રાજીપાની તાણ ઘણી છે તેથી સૌને મહારાજની મૂર્તિમાં રાખ્યા છે એ વાત ભૂલશો મા. નાના-મોટા સંપ-સંપીને રહેજો. સત્સંગમાં પરસ્પર હેત હોય તો મૂર્તિ ભુલાય નહિ.”

એમ વાત કરતા હતા તે વખતે લાલશંકરભાઈએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું ને માથે પાઘડી બંધાવી પ્રાર્થના કરી.

ત્યારે બાપાશ્રી કહે, “તમે આ શું કર્યું?”

ત્યારે ધનજીભાઈ કહે, “બાપા! આ જગ્યામાં લાલશંકરભાઈ એક મહિનો રહ્યા હતા. તે વખતે આપને અહીં તેડાવી પૂજા કરવાનો તેમનો સંકલ્પ હતો તે આજ આપે દયા કરીને પૂરો કર્યો.”

તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થઈને તેમને તથા સૌ હરિભક્તોને મળ્યા પછી મંદિરમાં પધાર્યા.

સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજની મૂર્તિને આપણે ઘડીયે મૂકવી નહિ; એટલે સાધન માત્ર પૂરાં થયાં. તે વિના તો બધુંય કાર્ય છે; તેનો અંત નથી. માટે આપણે તો એક મૂર્તિને સુખે સુખિયા રહેવું. આ લોકમાં બીજું કાંઈ જોયા જેવું નથી. જોયા જેવા તો એક શ્રીજી મહારાજ છે. દોયલી વેળાના દામ અને ખરી વેળાનો ખજીનો પણ એ છે અને એ જ જીવનમૂડી છે. માટે બીજી વાતમાં મન ન દેવું ને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું. આવો જોગ અક્ષરકોટિ સુધી મળે નહિ તે આજ હરતાં ફરતાં દર્શન થાય છે એ મહાપ્રભુની દયા છે.”   II ૧૧૦ II

 

 In the morning of Saṁvat 1984, Kārtak Sud 3rd, Bāpāśrī came to the house of Dhanjībhāī after completing daily routine in the temple of Nārāyaṇpur. There he offered meals to Ṭhākorjī by much insistence of Dhanjībhāī. At that time some devotees having love prayed for his visit so he went from house to house of each devotee and gave darśan and pleased them. Then he came to the temple and had some rest. When devotees came to know that Bāpāśrī was coming in the afternoon to take bath, all devotees young or old came to the road where the water flowed in force in deep pit in the river. Bāpāśrī also came by horse carriage to the place where he used to bathe daily. Then all bathed together. Then Bāpāśrī said that nobody should bathe, without remembering Mūrti and bathe infinite muktas along with Mahārāj. At that time devotees, sang devotional song. ‘Āj meṅ to dīṭhā vālāne vāṭ vetāṅ’ (today I have seen beloved God on the way to us). When all devotees had completed the song, Bāpāśrī met all in the water of the river. Then he changed the clothes, sat on the sand and performed mental worship. Devotees had brought sandalwood paste, red turmeric powder and garlands which they garlanded Bāpāśrī and applied sandalwood paste. Bāpāśrī also applied sandalwood paste to all. Devotees had brought papaiya and bananas which were offered to Ṭhākorjī and then distributed as prasād to all. Then Bāpāśrī said in such brahmayajña one will not find showmanship but he gets bliss of Mūrti very much. Jīva has much attraction for activity so it does not understand such talk. There is everything in such divine assembly. During this time Mahārāj has shown much mercy so Anādi muktas remaining engrossed attract many to Mūrti. How can one get their darśan, sevā, touch, etc.! This is all because of pity of Śrījī Mahārāj so there is such benefit. This time and association is very good. Look! Mahārāj went from house to house in Kutch so whole land became holy. How fortunate this region is! Great muktas have also such capacity. We are sitting in such place, hence what sort of peace is felt! In big cities, wherever you go there is no peace. Therefore, Mahārāj says that He likes woods, hills and forest very much. We should also have such liking. Whatever you do, in such places will multiply many times. Mahārāj has made us His own hence believe as fulfilled. Because of such muktas divine feeling for Mahārāj and enjoyers of bliss of Mūrti goes on increasing-know thus and always remain in joy. Mahārāj is looking at us. His such mercy is on the whole satsaṅg, otherwise what is the capacity of jīva that it can recognise Mahārāj and muktas. Mahāprabhu has shown His much favour. We should never have human feeling for that Mūrti and great Anādi. One may do penance for thousands of years even then, it is difficult to realise Mahārāj and muktas- today you meet them easily. They do not see whether one is worthy or unworthy and give darśan to all- what a big thing! Saying thus Bāpāśrī made the Jay ghosh of Sahajānaṅd Swāmī, then, he sat in the horse-carriage and went to the house of Dhanjībhāī along with devotees at his request.   There on the new upper storey of the building Bāpāśrī sat on a seat. The whole room was full of devotees. Dhanjībhāī and sons Rāmjībhāī, Lāljībhāī, and Harjībhāī performed pūjā of Bāpāśrī with garlands and sandalwood paste, prostrated and prayingly said that they were his children and asked Bāpāśrī to keep mercy on them for ever as he had. They added that they do not know how to please Bāpāśrī but as he considered them as his own by his mercy so he should remain pleased as you are. They also said that they never had human feeling for him and the pleasure of followers of Mahārāj, saints, devotees, etc. remained on them- show such mercy. Bāpāśrī said, “I am very much pleased with you because your love is such. You are very eager to have my pleasure so all have been kept in Mūrti- do not forget it. All young and old remain united. If there is love for one another in satsaṅg Mūrti will not be forgotten.” While Bāpāśrī was talking thus, Lālśaṅkarbhāī applied sandalwood paste to Bāpāśrī, tide the turban on his head and prayed. Bāpāśrī said, “What have you done this?” Dhanjībhāī said, “Bāpā! Lālśaṅkarbhāī stayed in this place for a month. At that time, he had decided to invite you here, perform your pūjā. You have fulfilled his wish today by showing your mercy.” On hearing this, Bāpāśrī was pleased and met him and all devotees, and went to the temple. In the assembly during kathā Bāpāśrī said, “We should not leave Mūrti even for a moment hence all means have been completed. Everything else without it is activity and has no end. Therefore, we should remain happy only in the happiness of Mūrti. There is nothing like seeing in this world. Only Śrījī Mahārāj is worth seeing. The real treasure of life, which helps us in happiness and unhappiness, is Śrījī Mahārāj. Therefore, do not pay attention in any other talks and take happiness of Mūrti remaining in Mūrti. One cannot get such opportunity up to Akṣarkoṭi, whereas today he gets darśan moving here and there-it is the mercy of Mahāprabhu.” || 110 ||