Gujarati / English

કારતક સુદ-૮ને રોજ સવારે બાપાશ્રી નાહી પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કરી ઘેર ગયા; થોડીવાર પછી સભામાં પધાર્યા. પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ અમદાવાદનું ૭મું વચનામૃત વાંચ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં તો મહારાજ કહે છે કે, ‘સર્વ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા હું જ છું. તથા અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને મારે પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. તથા સૂર્ય, ચંદ્ર, તારા આદિ મારે તેજે તેજાયમાન છે તથા અનંત કોટિ બ્રહ્માંડનો આધાર ને સર્વનો કારણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહિ. એવો સર્વોપરી હું તે મારે વિષે આમ સમજીને નિશ્ચય કરે તો તે નિશ્ચય ડગે નહિ.’

“આમાં તો શ્રીજી મહારાજ સર્વના કારણ થયા. તોપણ જેને આવો મહિમા સમજાતો નથી તે બીજા અવતારનું તથા સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું ભેળું ને ભેળું વર્ણન કરે છે. પણ ક્યાં મહારાજ! ને ક્યાં અવતાર! શ્રીજી મહારાજની કોઈ જોડ નથી. એમના જેવા તો એ એક જ છે. ‘આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે’ તથા ‘જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી’ એવી એ કારણ મૂર્તિ છે. મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે, ‘શ્વેતદ્વીપ તથા ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમ આદિ ધામોની સભા કરતાં આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે.’ આવી રીતે મહારાજે સમ ખાધા છે તોય કેટલાક નવા આદરવાળા અવતાર-અવતારીની વાત સમજી શકતા નથી અને મોટા મુક્ત દયા કરી સમજાવે છે તે સમજતા નથી, પણ જો અમદાવાદનું ૭મું વચનામૃત વાંચી મનન કરે તો સમજાય તેવું છે.”

પછી સોની મગનભાઈએ પૂછ્યું જે, “બાપા! આપણા દેશમાં ૨૭૩ વચનામૃત છે અને વરતાલ દેશની પ્રતમાં ૨૬૨ છે, તે ૧૧ વચનામૃત એ દેશની પ્રતમાં ઓછાં કેમ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પહેલાં ૨૬૨ વચનામૃત હતાં તે જ્યારે સભામાં વંચાવા માંડ્યાં ત્યારે અમદાવાદના કુબેરસિંહ છડીદારે ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, ‘મહારાજ! આ શું વંચાય છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘શ્રીજી મહારાજે જે જે ગામમાં વાર્તાઓ કરેલી તે મોટા સદગુરુઓએ લખી હતી. એ બધી ભેગી કરીને શ્રીજી મહારાજનાં વચનામૃત લખાયાં છે, તે વંચાય છે.’

“ત્યારે કુબેરસિંહજી છડીદારે કહ્યું જે, ‘અહીં શ્રીજી મહારાજે જે જે વાતો કરેલી તથા તે વખતે જે જે પ્રશ્નો મેં પૂછ્યા હતા તેના મહારાજે પ્રસન્ન થઈને ઉત્તર કરેલા તે વાતો મેં પણ લખી રાખી છે.’ પછી જેતલપુરના આશજીભાઈએ પણ એમ જ કહ્યું જે, ‘મહારાજે જેતલપુરમાં તથા અશ્લાલીમાં વાતો કરેલી તે મારા પાસે લખેલી છે.’

“પછી તે બન્નેને આચાર્યજી મહારાજે કહ્યું જે, ‘તમે એ વાતો અમારી પાસે લાવો.’ પછી તરત જ તેમણે લખેલી વાતોના ખરડા મહારાજશ્રીને આપ્યા. તેમાં ચમત્કારી પ્રશ્નોત્તર જોઈ ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા મોટા સંતો રાજી થયા ને કહ્યું જે, ‘તમે આ વાતો લખી તે બહુ સારું કર્યું.’ પછી તેમાંથી એ સંતો પાસે વાતો એકંદર કરાવી તેનાં ૧૧ વચનામૃત થયાં.

“પછી ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ વરતાલ મંદિરમાં પત્ર લખ્યો ને કહેવરાવ્યું જે, ‘આપણે વચનામૃતો તૈયાર કર્યાં છે તે ઉપરાંત અમને અહીંથી આ રીતે ૧૧ વચનામૃતો થયાં તેટલા ખરડાઓ મળ્યા છે, તેમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણાનું વર્ણન સારું છે. તેથી તમો એ વચનામૃત ૧૧ લખી લો ને તેમાં કાંઈ ફેરફાર ન કરશો; કેમ કે તેમાં મહારાજનો સર્વોપરી ભાવ તથા શ્રી નરનારાયણ નામથી માહાત્મ્ય કહેલ છે.’ ત્યારે વરતાલથી ધર્મધુરંધર આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે સંતોને પૂછીને તે ૧૧ વચનામૃતો જેમ બીજાં વચનામૃતો શોધ્યાં હતાં તેમ શોધીને નાખવા ઈચ્છા જણાવી. પછી અમદાવાદથી આચાર્ય મહારાજનો બીજો પત્ર ગયો જે, ‘આમાં શ્રીજી મહારાજે પોતાનું પુરુષોત્તમપણું વર્ણવેલું છે તેથી તેમાં શોધવાની જરૂર જણાતી નથી એવો અહીં મોટા મોટા સંતોનો અભિપ્રાય છે તેથી અમોને એ વચનામૃતમાં કાંઈ શોધવા જેવું જણાતું નથી. માટે તમો એ વચનામૃતો જેમ છે તેમ જ લખો તો ઠીક.’ ત્યારે વરતાલથી આચાર્યશ્રીનો જવાબ આવ્યો જે, ‘અમે તો શોધ્યા વિના જેમ છે તેમ ઠીક લાગે તો લખીએ; કેમ કે બીજાં  વચનામૃતો શોધાયાં છે તેથી આ વધારાનાં શોધવાં પડે.’

“પછી અમદાવાદથી આચાર્યજી મહારાજે જાણ્યું જે, આ વચનામૃતોમાં જે સર્વોપરી ભાવ છે તથા શ્રીજી મહારાજ સર્વના કારણ છે એવું શ્રીમુખે બોલ્યા છે તેવાં વચનથી આગળ ઘણો સમાસ થશે. એમ જાણી મોકલ્યાં નહિ.

“તેથી તે દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃતો લખાયાં નથી એમ અમે મોટા સંતો પાસેથી સાંભળ્યું છે. એ વચનામૃતમાં વાતો ચમત્કારી થઈ છે; કેમ જે તેમાં શ્રીજી મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે તેવું સ્પષ્ટ વર્ણન છે. માટે આપણા દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃત વધારે છે. તેને કેટલાક સમજ્યા વિના નવાં કહે છે, પણ એવું કહેનારા આવી વાત જાણે તથા એ વચનામૃતો વાંચે-વિચારે તો શ્રીજી મહારાજનો મહિમા વધુ સમજાય તેવું છે.”       II ૧૧૩ II

 

In the morning of Kārtak Sud 8th ,Bāpāśrī went home after taking bath, performing pūjā and having darśan of Ṭhākorjī. After sometime he came to assembly. Purāṇī Kesahvpriyadasji read 7th Vachanāmṛt of Amdāvād. Bāpāśrī said, “In this Mahārāj says that He is a creator, maintainer and destructor of all cosmos and innumerable Śiva, Brahama, Kailash, Vaikuṇṭha, Golok, Brahmpur of infinite cosmoses and millions of other character (Bhumika) are all luminous because of His luminescence and if He shakes the earth with His toe, earth of infinite cosmoses would start shaking. More over the sun, moon, stars, etc. are luminous because of His luminescence and besides support of infinite cosmoses and cause of all is He, Puruṣottam. He did not see anyone greater than Him. He is such supreme and if someone determines for Him understanding thus, his determination will remain firm. In this, Śrījī Mahārāj has become cause of all. Even then one who does not understand such greatness describes other incarnations along with supreme Puruṣottamnārāyaṇa but where is Mahārāj and where are incarnation! Śrījī Mahārāj is second to none. He is the only one like Him. ‘Ā Mūrti sauthī nokhī achrajkārī chhe’ ‘Jovā rākhī nahī joḍ Puruṣottam pragaṭī’ (This Mūrti is different from all and astonishing- did not keep any other to see after incarnation of Puruṣottam). Such is that causal Mūrti. Unless one knows Mahārāj as cause of all, controller of all, supreme, support of all, jīva will not get ultimate liberation. Therefore, Śrījī Mahārāj says that He considers this assembly of satsaṅgī is better than the assembly of Śvetdwīpa, Golok, Vaikuṇṭha, Badrikāśram, etc. abodes and He sees all devotees with immense light. He adds that if He says it only for the sake of saying, He swears in the name of these saints assembly. Though Mahārāj has sworn thus, some new comer do not understand the talks of incarnate and incarnation and great muktas explain to them by showing pity but they do not understand. If one reads 7th Vachanāmṛt of Amdāvād and ponders over it, it can be understood.  

          Sonī Maganbhāī asked, “Bāpā! In our region there are two hundred seventy three Vachanāmṛts whereas in Vaḍtāl region there are two hundred sixty two, why are eleven Vachanāmṛts less in the book of that region?” Bāpāśrī said, “Formerly there were two hundred sixty two Vachanāmṛts. When they began to read in the assembly, Kubersinh macebearer of Amdāvād asked Dharm dhurandhar  Ayodhyāprasādjī Mahārāj, what is being read? He said that great Sadgurus had written the talks delivered by Śrījī Mahārāj in respective villages. Those talks have been combined and Śrījī Mahārāj’s Vachanāmṛts have been written- it is being read. Kubersinh, who was a macebearer, said that he had also written the talks done by Śrījī Mahārāj and talks related to the questions which he had asked and Mahārāj had answered with pleasure. Then Ashjibhāī of Jetalpur said that he had also written the talks delivered by Mahārāj at Jetalpur and Aślālī. Āchārya Mahārāj asked both of them to bring to him those talks. They brought them and handed over to MahārājŚrī. Dhāmdhurandhar Ayodhyāprasādjī Mahārāj and great saints were pleased when they read miraculous questionnaire and said that they had done a good work by writing this talks. Then these talks were summarised by saints and this summary become the form of eleven Vachanāmṛt. Then MahārājŚrī  wrote a letter to Vaḍtāl Mandir saying that besides the Vachanāmṛt they prepared, they had got literature equivalent to eleven Vachanāmṛt. In those Vachanāmṛt supremacy of  Śrījī Mahārāj has been described nicely and asked them to write down eleven Vachanāmṛt and not to make any change because in it sense of supremacy of Mahārāj and His greatness has been told in the name of Śrī Narnārāyaṇa. Then Darmadhurandhar Āchārya Mahārāj Śrī Raghuvīrjī Mahārāj of Vaḍtāl wished to make the research of eleven Vachanāmṛts in consultation with saints as it was done with other Vachanāmṛts. Then again another letter was sent from Amdāvād by Āchārya Mahārāj in which it was said that there is no need to make any research in those Vachanāmṛts because Śrījī Mahārāj Himself has described His form of Puruṣottam and great saints of Amdāvād opine that they do not think anything to be researched in those Vachanāmṛts. So it will be better if you write those Vachanāmṛts as they are. Āchārya Śrī sent a reply from Vaḍtāl that if he thought fit he would write without making research because other Vachanāmṛts had been researched so these additional will have to be researched. Āchāryaśrī of Amdāvād knew that there is sense of supremacy in those Vachanāmṛts and Śrījī Mahārāj Himself has said that He is the cause of all and in future by such words Mahārāj’s greatness would be known, understanding thus, he did not send those Vachanāmṛts to Vaḍtāl. So in the edition of Vaḍtāl eleven Vachanāmṛts have not been written. This I have heard from great saints. In those Vachanāmṛts talks have become miraculous because there is distinct description stating that Śrījī Mahārāj Himself is Puruṣottamnārāyaṇa. So in edition of this region eleven Vachanāmṛts are more. Some without understanding say that they are new but if they know this thing and read Vachanāmṛts, ponder over them, they will understand about the more greatness of Śrījī Mahārāj. ||113 ||