Gujarati / English

કારતક સુદ-૧૦ને રોજ સવારે ગામ શ્રી કેરાના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ ગામમાં સાત કુંડ છે. તે ગંગાએ શ્રીજી મહારાજે એક મહિનો લાગઠ કથા કરી હતી. અને આ ગઢમાં સદાબા રહેતાં હતાં તે મહાસમર્થ હતાં. તેમણે અને માનકુવાના અદાભાઈએ કથા (પારાયણ) કરાવી હતી. વળી એ સ્થળે સદ્. સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ પણ આવીને સભા કરીને મહારાજના સર્વોપરીપણાની તથા લીલા-ચરિત્રની બહુ વાતો કરી હતી.

“તે વખતે એક બાવો આ ગઢના તિલાટનો માનીતો હતો, તે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામીશ્રી શાસ્ત્રનાં વચનોથી સમજાવતા હતા, પણ તે સમજે નહિ. પછી પુરાણી દેવચરણદાસજી શ્લોક બોલ્યા, ત્યારે તેણે કહ્યું જે, ‘તમે ન બોલો. તમારું પ્રમાણ નહિ કરું. આ બૂઢ્ઢા સ્વામી ભલે બોલે.’ પછી સ્વામી સાથે સંવાદ કરતાં કરતાં મિથ્યા જ્ઞાનીની પેઠે બ્રહ્મ નિરૂપણ કરવા લાગ્યો જે, ‘બ્રહ્મ તો નિર્ગુણ હે, ઉનકું કોઈ પાપ-પુણ્ય નહિ હે.’ પછી તો છકમાં બોલવા લાગ્યો જે, ‘મા કોન હે? બાપ કોન હે? બહેન કોન હે? સ્ત્રી કોન હે? સબહી કા સરખા આકાર હે. પત્થરમે ઓર મૂર્તિમે ક્યા ભેદ હે?’ પછી સ્વામીએ કેટલાંક શાસ્ત્રનાં પ્રમાણ આપી પકડ્યો તેથી તે કાંઈ બોલી શક્યો નહિ.

“પછી સ્વામીશ્રીએ તિલાટને કહ્યું કે, ‘જુઓ! આ તમારા ગુરુ. એના બોલ કેવા છે? એણે તો બધુંય બોળ્યું.’ પછી તે તિલાટને પણ રીસ ચડી, તેથી તેને કાઢી મૂક્યો. જગતમાં આવા મિથ્યા જ્ઞાનીને પણ કેટલાક વળગે છે. આપણા ઉપર તો ભગવાને બહુ દયા કરી છે, તેથી સુખિયા છીએ. મહારાજનો મહિમા તથા પ્રતાપ જાણે તેને સુખ બહુ આવે. જુઓને! શ્રીજી મહારાજ પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમમાં આવીને રહ્યા. વળી દેશોદેશમાં ફરી અનંત જીવો ઉપર અપાર કરુણા કરી તેમનો ઉદ્ધાર કર્યો. એ કેવડી મોટી દયા કહેવાય!”  II ૧૧૪ II

 

In the morning of Kārtak Sud 10th, Bāpāśrī, showing his favour, talked in the temple of Kerā. He said, “There are seven kunds in this village. Śrījī Mahārāj had done kathā continuously for a month at that Gaṅgā. Sadaba was residing in this Gaddha (fortress) and she was very capable. She and Adabhāī of Mānkuvā had arranged kathā. At that  place Sadguru Swāmī Nirguṇdāsjī had come there and arranging such assemblies he had talked much about līlā-charitra and supremacy of Mahārāj. During that time a Bavo who was favourite of Tilat of Gaddh started arguing. Swāmīśrī was explaining to him words of scripture but he did not understand. When Purāṇī Devcharandasji recited a śloka he asked him not to speak and he would not certify him and said that let this old Swāmī speak. While making argument with Swāmī he was describing Brahma like an arrogant gyani (learned) and would say that Brahma has no attributes and it (Brahma) is not bound by sins or good deeds. Then arrogantly he started speaking, saying that who is mother?-who is father?- who is sister?- who is wife? All have same shape. What is the difference between stone and Mūrti? Then Swāmī quoted some evidences from scripture and trapped him. So he could speak nothing. Then Swāmīśrī told Tilat, “See! This is your guru.  How are his words? He has spoiled everything. Then Tilat became angry with Bāvā and drove him away. In the world, some stick to such vain gyani. God has shown much pity on us so we are happy. The one who knows the greatness and capacity of Mahārāj gets much happiness. See! Śrījī Mahārāj incarneted in the east and settled down in the west. Moreover, He moved from place to place and showing His much mercy on infinite jīvas liberated them. What great compassion.” || 114 ||