Gujarati / English

કારતક સુદ-૧૩ને રોજ વૃષપુરના મંદિરની મેડી કરવાનું કામ ચાલતું કરવા સાધુ ભક્તિપ્રિયદાસજી આદિ સંતમંડળ ભુજથી આવેલા અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ ત્યાં રહેતા હતા તેમણે તથા હરિભક્તોએ વિચાર કરી બાપાશ્રીને માણસ મોકલી તેડાવ્યા તેથી તરત સૌ હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા. સવારે ઓસરીમાં સંત-હરિભક્તોની સભા બેઠી હતી. તે સૌ ઊઠીને મળ્યા.

પછી બાપાશ્રીને સંતોએ વાત કરી જે, “હવે મેડીનું તથા કૂવો ફેરવવાનું કામ ચાલતું કરવું છે તો આપની મરજી થાય તેમ કરીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મંદિરમાં જે જે કામ થયાં તેમાં આપણને બધાયને સરખી જ લાગણી છે ને અહીં સત્સંગ સારો છે, હરિભક્તો પણ બનતી સેવા કરશે, માટે મેડી થતાં મંદિર બહુ સારું થઈ જશે. કૂવો અહીં છે તે આગળ કરવો. હવે તમો બધા મૂર્તિ ધારીને કામ ચલાવો. મહારાજ તથા મોટા મોટા સંતોએ મંદિરોની સેવાનો મહિમા બહુ કહ્યો છે તેથી સૌ હરિભક્તો સેવામાં બને તેટલો લાભ લેજો. અમે પણ થાશે તે કરશું. આપણે અવરભાવમાં મંદિર તે અક્ષરધામ ને માંહી મહારાજ બિરાજે છે તે અક્ષરધામના ધણી. પરભાવમાં તો શ્રીજી મહારાજે દયા કરી મૂર્તિમાં રાખ્યા ત્યારથી અનંત મુક્ત સહિત મહારાજ ભેગા ને ભેગા છે એમ જાણી આનંદમાં રહેવું.” એમ વાત કરી.

પછી જ્યારે કૂવો ફેરવવાનું કામ ચાલતું કર્યું ત્યારે બાપાશ્રી ઓસરીમાં બેઠા હતા. તે હરિભક્તો પાસે બોલ્યા જે, “જેમ કૂવામાં પાણી ખારું-મોળું કે મીઠું એમ જુદા જુદા પ્રકારનું નીકળતું જણાય છે તેમ પાત્રની તારતમ્યતાએ સુખમાં ફેર પડે છે. એવી જ રીતે મોટા મુક્ત, સંત તથા હરિભક્ત જુદા જુદા જણાય છે. સર્વેને કારણ મૂર્તિ એક જ છે, તોપણ સુખભોક્તામાં ભેદ પડે છે તે પાત્રપણાનો છે. કેમ કે સૌ એક મૂર્તિમાંથી જ સુખ ભોગવે છે. માટે ઉત્તમ પાત્ર થવું ને અનાદિનો જોગ કરવો. કેમ જે અનાદિમુક્ત તો રસબસભાવે સુખ લીધા જ કરે છે. તેમને તો મૂર્તિ વિના બીજુ કાંઈ છે જ નહિ. માટે એવા ઉત્તમ જોગથી ઉત્તમ પાત્ર થવાય.”

પછી મેડીનું કામ ચાલવા માંડ્યું ત્યારે બાપાશ્રી ક્યારેક ઓસરીમાં આસન કરતા, મંદિરને ખૂણે  મોદ બાંધેલી હતી ત્યાં પણ બેસતા. સવારે, બપોરે વચનામૃત વંચાય. પુરાણી વચનામૃત વાંચે ત્યારે બાપાશ્રી વાતો કરતા. કામ કરનારા સૌ નાના-મોટાને બાપાશ્રીને રાજી કરવાનું તાન અને બાપાશ્રી પણ હરિભક્તો પર ઘણી પ્રસન્નતા જણાવતા હતા.

એક દિવસ સભામાં એમ વાત કરી જે, “તમે કામ કરો છો તે મૂર્તિમાં વૃત્તિ રાખીને કરજો. સર્વેના કારણ શ્રીજી મહારાજ છે તે કારણ સામી નજર રાખવી. મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામ તુલ્ય સુખ વર્તાવી દીધું છે. તમે સેવા કરો છો તે મહારાજ જોઈ રહ્યા છે.”

પછી સંતોને કહ્યું જે, “તમારા દાખડા પણ ઘણા છે.”

પછી એમ બોલ્યા જે, “અહીં જે જે સેવા કરે છે તેના પર મહારાજ અમૃત નજરે જુએ છે, અતિ રાજી થાય છે.  જેને એવો દિવ્ય ભાવ હોય તેને તો મહારાજ સદાય પ્રગટ છે. ‘જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે’ એવું અ.મુ. સદ્. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે તથા ‘રસબસ હોઈ રહી રસિયા સંગ’ એવાં વચન મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ હોય તેને સમજાય છે; બહાર દૃષ્ટિવાળાને એવું પ્રગટપણું જણાય નહિ માટે અંતરદૃષ્ટિ રાખવી. મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ. આપણે એક કારણનું કામ છે.”  II ૧૧૬ II

 

On the day of Karatak Sud 13th, saint Bhaktipriyadāsjī, etc. group of saints had come from Bhuj to start the work of constructing upper storey of Vṛṣpur temple and Purāṇī Keśavpriyadāsjī was also residing there. They and devotees, after having thought, Bāpāśrī was sent for, so Bāpāśrī after pleasing all devotees (of Kerā) came to Vṛṣpur. In the morning, assembly of saints and devotees was sitting in the porch. They all got up and met Bāpāśrī. Saints told Bāpāśrī that as they wanted to start the work of construction of upper storey and changing the place of well, they said, they would do it as Bāpāśrī wished. Bāpāśrī said, “Whatever work had been done in the temple, we all have the same feeling and satsaṅg is good here. Devotees will do service as much as they can. Therefore, temple will become very nice after the construction of upper storey and well which is here should be taken in front. All of you begin the work remembering Mūrti. Mahārāj, great muktas and saints have said much about importance of sevā of a temple so all devotees take as much benefit of sevā as possible. I will also do as much as I can. In avarbhāv (view from the perspective of this world) the temple means Akṣardhām. Mahārāj is the Master of Akṣardhām who is sitting inside. In divine perspective (parbhāv), Mahārāj along with infinite muktas is with us since He has kept in Mūrti by His mercy- knowing thus, remain joyous. It was talked thus.

          While the work of changing the place of well was going on Bāpāśrī was sitting in the porch. He said to the devotees, “Just as the water of the well is salty, tasteless or sweet, similarly, there is a difference in the happiness according to the worthiness of the devotee. I the same way, great muktas, saints and devotees appear differently. Causal Mūrti is the same for all but the difference which is there in the enjoyer of happiness is due to worthiness because all enjoy happiness from the same Mūrti. Therefore, become the worthiest and associate with Anādi because Anādi muktas go on taking bliss remaining absorbed in it. For them there is nothing else excepting Mūrti. Therefore, remaining with such top-notch association one can become the worthiest.”

           When the work of the upper storey was going on, Bāpāśrī would sometime sit in the porch or under the shade at the corner of the temple and there Vachanāmṛt would be read in the morning and afternoon. While Purāṇī read Vachanāmṛt, Bāpāśrī would talk. All young or old workers were eager to please Bāpāśrī and Bāpāśrī used to show much pleasure on devotees. Once he said in the assembly, “Do the work keeping your tendency in Mūrti. Śrījī Mahārāj is the cause of all and keep sight at the cause. Mahārāj has prevailed happiness as much as that of Akṣardhām by giving darśan in this world. Mahārāj is looking at the sevā, you are doing. Then saints were told that they were also doing much.” Then Bāpāśrī said, “They who do sevā here, are looked at by Mahārāj with divine sight, and He (Mahārāj) is very much pleased. For Him who has such divine feeling, Mahārāj is always present. ‘Jyan dekhu tyan Rāmjī biju kaeen na bhase’ (wherever I see there is Rāmjī – no one else appear). Such has been said by Anādi Mukta Sadguru Muktānaṅd Swāmī. ‘rasbas hoi rahi rasiya sang’ (let us remain absorbed in the company of Rasia i.e.God). Such words are understood by one whose sight has become the form of Mūrti. Extrovert cannot know such incarnation (presence), be introvert. Never see anything else excepting Mūrti. We are concerned only with Mūrti.” || 116 ||