Gujarati / English

સાંજે સંત ગોડી બોલ્યા તેમાં ‘ત્રિગુણાતીત ફીરત તન ત્યાગી, રીત જગતસે ન્યારી; જગતમેં સંત પરમ હિતકારી’ તે ટૂંક બોલી રહ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતો તમારી તો રીત ન્યારી છે. અમારે વ્યવહાર માર્ગમાં કૂટારા ઘણા. આજ તો અમે ઘેર છોકરાને કથામાં મોડા આવે છે તેથી વઢ્યા તે જરા ગુણમાં આવી ગયા.”

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “બાપા! આપ તો સદાય નિર્ગુણ છો. આપના જોગે અનેક નિર્ગુણ થઈ જાય તો તમારે ગુણમાં આવવાનું શું હોય!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ તો અમે ગુણમાં આવીને કોઈને ન વઢવું એવી ભલામણ કરીએ છીએ. અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી ને રાખવુંય નથી. મહારાજના અનાદિમુક્ત તો મૂર્તિના સુખરૂપ અમૃત વિના બીજો આહાર કરતા જ નથી. તેમની સામર્થી અપાર છે, પણ જીવને ખબર પડે નહિ. મહારાજે તો રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય કહ્યું છે. તોપણ અનાદિ મહામુક્તરાજ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગમાં કેટલાક મૂળઅક્ષર નામે કહે છે. તેમ કહેવાનું તાન એ છે કે બીજા મુક્ત અક્ષર ને આ તેમનાથી મોટા એટલે મૂળઅક્ષર.

“વળી કેટલાક તો સમજ્યા વિના એમ બોલે છે જે, ‘અક્ષર વિના પુરુષોત્તમ પમાય નહિ. સ્વામી અને નારાયણ એમ જુદું જુદું નામ છે તે મહારાજે અક્ષર-પુરુષોત્તમનું ભજન કરાવવા ભેળું કરેલ છે.’ આવા પોતાના ઠરાવે મહિમા સમજાવવા જાય છે અને કહે છે કે, ‘બધાય અવતારને જોડ ને મહારાજને જોડ નહિ?’ એવી સમજણ બંધ બેસારે છે. પણ તે જો મહારાજનો મહિમા મોટા અનાદિ થકી સમજે તો આપણે કહીએ છીએ તેથી મોટપ વધે છે કે ઘટે છે તેની ખબર પડે. મહારાજના અનાદિમુક્તને તો મહારાજરૂપ જ કહેવાય.

“મહારાજનું તેજરૂપ ધામ તો સર્વત્ર પૂર્ણ સચ્ચિદાનંદપણે અખંડ છે. મહારાજ તે તેજના કારણ એટલે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એ મૂર્તિ અખંડ અનાદિ છે તેથી તે મૂર્તિમાં રસબસ રહેનારા મુક્તોને મહારાજથી પૃથક્ જે જે ઉપમા દેવાય તે અધૂરી જ છે. મહામુક્તને તો એક શ્રીજી મહારાજ જ છે, તેથી તે મૂર્તિરૂપ છે. અને ‘જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી’, ક્ષર-અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહેનારા મહારાજ તેથી તેમને મહારાજની જોડે ગણાય નહિ.

“જો એમ એ કહેતા હોય કે, ‘અમે તો અક્ષર દરજ્જાવાળાને નથી કહેતા’, તો મહારાજના અનાદિ મહામુક્ત તો મહારાજની મૂર્તિથી પૃથક્ રહેતા નથી. ‘રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ’ એ દિવ્ય મૂર્તિના મહારસનું સદાય પાન કરનારા છે. એ દિવ્ય સુખના જ ભોગી છે. અનાદિ મહારાજ, એટલે એ પણ અનાદિ; તેને જે જે બીજી ઉપમા દેવાય તે ઓછી છે. આવા જે મહા અનાદિ તે તો મહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રસબસભાવે રહ્યા છે. અને પરમ એકાંતિક સન્મુખ રહ્યા છે તેને પણ ‘સર્વ મુક્તથી અધિક આ મુક્ત’ એમ નથી; સર્વ મુક્તોને સર્વોપરી એક મૂર્તિ જ છે ને મુક્તોને તો એ મૂર્તિના સુખમાં ક્યારેય પાર પામવાપણું નથી, સદાય અપાર ને અપારપણું છે. એવો મહિમા જેને સમજાય તેને એ મૂર્તિ વિના બીજા કોઈનો ભાર રહે નહિ.”  II ૧૧૮ II

 

In the evening saint quoted, ‘Trigunatit firat tan tyagi, rit jagatse nyaree; jagatme saint param hitkari’ (Without carrying body those trigunatit-{who are unaffected by three attributes viz. satva, raj, tam,} move about, their custom is different from world, saint is the most well-wisher in the world). Bāpāśrī said, “Saints, your custom is different. In our worldly affairs there are many useless activities. Today I scolded children at home for coming late in kathā, so I was affected by attribute-Tam.” Purāṇī Keśavpriyadāsjī said, “Bāpā! You are always without attributes. Many have become free from attributes in your association. So how you can be affected by attribute.” Bāpāśrī said, “This I do it to recommend not to scold anyone coming under the influence of Tam attribute. I have kept nothing else excepting Mūrti and do not intend also. Anādi muktas of Mahārāj do not take any other food excepting nectar in the form of happiness of Mūrti. Their capacity is limitless but jīva cannot know it. Mahārāj has said that the king and queen have equal authority on their kingdom. Anādi Mahā Muktarāj Gopālānaṅd Swāmī and Guṇātitānaṅd Swāmī are called Mūḷ-Akṣar by some. Their meaning is other mukta are Akṣar and they are greater than them so they are Mūḷ-Akṣar.

          Moreover, some without understanding say that Puruṣottam cannot be achieved without Akṣar. Swāmī and Nārāyaṇa are different names so they have been joined for the purpose of Akṣar-Puruṣottam worship (bhajan). Such person explain the greatness in their own way and say that all incarnations have pair and why Mahārāj has no pair? Such understanding is propagated by them. But if greatness of Mahārāj is understood from Anādi, it will be known whether greatness increases or decreases by our saying. Anādi muktas of Mahārāj are the form of Mahārāj. Abode in the form of Mahārāj’s luminescence is all-pervading Sachchidānaṅd and eternal. Mahārāj is the cause of that luminescence. It means wherever there is Mūrti there is centre of Akṣardhām. That Mūrti is eternal and Anādi so whatever simile given to muktas remaining engrossed in Mūrti different from Mahārāj is incomplete. Mahā muktas have Śrījī Mahārāj only so they are form of Mūrti. ‘Jova rakhi nahi jod Puruṣottam pragti’ (After the incarnation of Mahārāj i.e. Puruṣottam there is no pair worth seeing). Mahārāj holds kṣar- Akṣar by His power so they cannot be considered with Mahārāj. If they say that they do not say it for those having status of Akṣar, then Mahārāj’s anādi mukta, do not live separately from Mūrti. ‘Rasrup Mūrti re Śrī Hari keval karuna kand’ (Mūrti is the form of joy and Śrī Hari is the source of compassion). They always drink juice of divine Mūrti. They are enjoyer of only divine happiness. Mahārāj is Anādi so they are also Anādi. Whatever simile you give for them is incomplete. Such Mahā Anādis remain engrossed in Mūrti as enjoyer of happiness. param ekāṅtiks are in front of Mahārāj even then they do not understand that these muktas are more than all muktas. All muktas have only Mūrti as supreme and muktas are never saturated by the happiness of that Mūrti-it is always limitless. If one, understands such greatness will have no importance for any other thing except Mūrti.” || 118 ||