Gujarati / English

કારતક વદ-૧ને રોજ સવારે ચાર વાગ્યા ટાણે બાપાશ્રી નાહી, પૂજા કરી ઢોલિયા ઉપર બેઠા હતા અને સંત-હરિભક્તો સેવા કરતા હતા.

તે સમયે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આવી સેવા કોઈને મળતી નથી. આ સેવા ને આ વસ્તુ તમને મળી છે તેથી તમારા જેવાં કોઈનાં ભાગ્ય નથી. આ સેવા દિવ્ય છે. બીજા ઘણા જાડા ને બળવાન ને વીશ ગાઉ ચાલી શકે તેવા હોય, કેટલાક મોટા મોટા ઉત્સવ, સમૈયા ને યજ્ઞ કરે એવાય હોય, પણ આ સેવા વિના બધુંય કાર્ય છે ને વાચ્યાર્થ છે. જો લક્ષ્યાર્થ હોય તો શ્રીજી મહારાજ કાંકરિયે ચોરાસી કરીને શું કરવા ચાલી નીસરે? માટે કાર્યમાં શાંતિ નથી. શ્રીજી મહારાજ ગણેશધોળકા જઈને રહ્યા ત્યારે શાન્તિ થઈ. મૂર્તિમાં શાન્તિ છે, બીજે શાન્તિ નથી. માટે મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું. આપણે તો એ કારણ મૂર્તિનું જ કામ છે. તમે કારણને ઓળખીને તે સેવા કરો છો.   ‘તમે છો કારણના કારણ જીવન જાણું છું.’ એમ મહારાજ ને મુક્ત બે કારણ છે.”

પછી આશાભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, “જેમ પર્વતભાઈના સેવક રાજાભાઈ હતા, તેમ આ અમારો રાજોભાઈ છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જેઃ- “આત્મા તો મૂર્તિમાં રહ્યો છે અને દેખાવ તો શ્રીજી મહારાજનો છે, ત્યારે કોઈ દંડવત કરે તે તો મહારાજને કરે છે તેને આપણાથી ‘રાખો’ એમ કેમ કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે ગઢડા ગયા હતા તે કોઠારમાં રહેલા એક અધિકારી આસને બેઠા હતા. ત્યાં સાધુ આવ્યા ને દંડવત કરીને થાકી ગયા તોપણ ‘રાખો’ એમ તે ન બોલ્યા; એટલે સાધુએ થાકીને પડ્યા મૂક્યા; એમ ન કરવું. ‘રાખો’ એમ તો કહેવું. એ રૂઢિ મૂકી દેવી નહિ. મૂર્તિમાં રસબસ રહેવું. આ સેવા-સમાગમ જેવું કોઈ સાધન નથી. અતિ મોટાં ભાગ્યવાળાને આવી સેવા મળે છે.”

એમ કહીને સર્વેને  માથે હાથ મૂકીને બોલ્યા જે, “હવે તમે જશો ત્યારે અમને આવા સાધુ ક્યાંથી મળશે! આવા સાધુ કોઈ બ્રહ્માંડમાં નથી.”

એમ સંતો ઉપર અતિ પ્રસન્નતા જણાવી.  II ૧૨ II

 

On the morning of Kārtak Vad 1st at around 4.00 o’clock  Bāpāśrī was sitting on a cot after having bath and performing pūjā. Saints and devotees were attending him. At that time Bāpāśrī, showing his favour, said, “Nobody gets such service. Only you have got this service and this thing. Nobody is as fortunate as you. This service is divine. There may be many who are fat, strong and able to walk thirty to forty miles; there also may be some who can arrange festivals, samaiyā and yajña on a vast scale; but, all other activities without this service are vāchyārtha. If it is lakṣyārtha, why would Śrījī Mahārāj leave that place and go for seclusion after arranging chorāsī at Kānkarīyā? Therefore, there is no peace in kārya. Śrījī Mahārāj got peace only when He went to Gaṇeś Dhoḷakā and lived there in seclusion. Peace is in Mūrti only; nowhere else.  Therefore, we should remain constantly attached to Mūrti.  We are concerned with Mūrti only which is the quintessence. You are rendering service only because you have known that quintessence. ‘Tame chho kāraṇ nā kāraṇ jīvan jāṇuṅ chhuṅ.’ (I know that You are the cause of all the causes). Both Mahārāj and muktas are the cause.” Then Bāpāśrī praised Āśābhāī saiying, “Just as Rājābhāī was the servant of Parvatbhāī, similarly this is my Rājābhāī.”

          Swāmī Vṛṅdāvandāsjī asked, “When our ātmā dwells in Mūrti then Śrījī Mahārāj becomes operator of our body. Then even if someone prostrates before us, he actually prostrates before Mahārāj; not before us. So how can we ask him not to prostrate further?”  Bāpāśrī replied, “Once when I had gone to Gaḍhaḍā, there a sādhu who was in-charge of the store was sitting in his seat. There there came another sādhu who began prostrating before the in-charge sādhu. He continued prostrating till he got exhausted but the in-charge sādhu did not ask him to stop. At last the sādhu stopped prostrating, out of exhaustion. We should ask to stop to one who prostrates before us. When any one prostrates before us, we should not give up the tradition of requesting him to stop prostrating. Remain engrossed in Mūrti. No spiritual means is as good as this service and association of mine. Only those who are very fortunate get this service.” Saying so Bāpāśrī put his hand on the head of every one and said, “When you will leave, where would we get such saints? In none of the cosmoses there are saints like you.” Thus, he showed his much pleasure on the saints. || 12 ||