Gujarati / English

કારતક વદ-૪ને રોજ સવારે સભામાં પુરાણી કેશવપ્રિયદાસજી સંતના મહિમાની વાત કરતા હતા.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “પ્રથમ તો આસુરી જીવો સંતોને બહુ દુઃખ દેતા, તે જ્યાં જાય ત્યાં કોઈ મારે, કોઈ કાઢી મૂકે, કોઈ તિરસ્કાર કરે. ગામમાં મંદિર નહિ તેથી જ્યાં ત્યાં ઊતરવાનું હોય. વળી તે વખતે ત્રણ વર્ણની તૈયાર ભિક્ષા લેવાની આજ્ઞા હતી તેથી જ્યાંથી મળે ત્યાંથી મહારાજને સંભારી જમી લેતા, પણ આવું સાનુકૂળ નહોતું. એક વખત કોઈ હરિભક્તે સાધુઓને જમાડવા બાજરાની ઘેંશ કરાવી. તે સાધુ જમવા બેઠા તેની કુસંગીને ખબર પડી એટલે ત્યાં આવીને પથરા મારવા માંડ્યા તેથી સાધુઓ જમતાં જમતાં ઊઠીને ભાગી ગયા, એવાં દુઃખ હતાં. રાજ્યમાં પણ કોઈ વાત સાંભળે નહિ.

“આજ તો મોટાં મોટાં મંદિરમાં રહેવાનું, નાહવાનું, જમવાનું સરખું, હરિભક્તો પણ બહુ બળિયા અને રાજ્ય પણ એવું જે કોઈ આંગળી ચીંધી ન શકે. અત્યારે તો એકલા છપૈયે ચાલ્યા જાઓ તોપણ કોઈ વાટમાં પૂછે નહિ. પ્રથમ તો એક ગામથી બીજે ગામ જવામાં વિચાર થતો. સાધુનાં મંડળ દેશમાં ફરીને આવતાં ત્યારે અજ્ઞાની જીવોએ આપેલાં દુઃખની વાતો સાંભળીને મહારાજના નેત્રમાંથી આંસુ આવતાં. હવે તો સ્વામિનારાયણના સાધુને જુવે તો જાણે ભગવાનનાં દર્શન જેવો મહિમા. એવો મોટા સંતના વૃત્તાંતથી ભાર પડ્તો, પણ હવે પાછો કેટલાકને મહારાજનાં વચનમાં ફેર પડતો જણાય છે તેથી એકબીજાનાં રૂપ ઉઘાડાં થાય છે, કલેશ થાય છે. એ માર્ગ જ એવો છે.

“જેને આ દેહે એક મહારાજને રાજી કરી લેવા હોય તેને તો પોતાના ઠરાવ પડ્યા મૂકી શીળા થઈ જવું; તો મૂર્તિનું સુખ આવે. મહારાજ સર્વ કર્તા-હર્તા છે, અંતર્યામી છે; તેથી એ જે કરશે તે ઠીક જ કરશે. માટે સત્સંગમાં દાસપણું અને નિર્માનીપણું રાખવું અને ઢાળ પણ એવો જ પાડવો; તેમાં સુખ બહુ છે. એ ઢાળમાં મહારાજની પ્રસન્નતા વહેલી થાય છે. તે વિના તો ‘હું અધિકાર, હું મહંત, હું કોઠારી’ એવું માન આવી જાય અને પક્ષાપક્ષી વધે. આ જીત્યો ને આ હાર્યો એમ થાય, પણ ખરી હાર-જીત એ નથી. મહારાજ તથા મોટાને આશરે રહી તેમને રાજી કરે તેની જીત છે અને એ દિવ્ય મૂર્તિઓને ભૂલીને એ કુરાજી થાય તેવું કરે તેની હાર છે.

“જેને મૂર્તિનું સુખ લેવું હોય તેને તો બધી તાણાતાણ મૂકી મહારાજનું ધ્યાન કરવું. મૂર્તિનું સર્વે વાતમાં બીજ લાવવું. અમો ખેતરમાં પણ બીજ પ્રથમથી વાવી મૂકીએ; કેમ જે એ ખેતર કારણ ગણાય. તેમ શ્રીજી મહારાજને અનંત કોટિ બ્રહ્માંડ, અનંત અવતાર તથા અનંત મુક્તના કારણ જાણીને સર્વે વાતમાં એ મૂર્તિ મુખ્ય રાખવી, તે વિના કોઈથી આત્યંતિક મોક્ષ થાય તેવું નથી. એ મૂર્તિને લઈને જ બધાની મોટાઈ છે. શ્રીજી મહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી, પણ આપણે અહંમમત્વ કરીને મૂર્તિથી જરાય જુદા ન પડવું; નહિ તો માયા ખિજાણી છે તે ઉઘાડાં કરાવે.”  II ૧૨૦ II

 

In the morning of Karak Vad 4th , Purāṇī Keśavpriyadāsjī was talking about the greatness of saints in the assembly. Then Bāpāśrī said, “Formerly, demonic jīva used to harass saints very much, wherever they went, some would beat them, some would drive them out, some would insult them. There were no temples in the villages so they would stay anywhere. During that period they were commanded to take cooked food as alms from three castes (Brāhmaṇa, Khshariya, Vaishya) so from wherever they got they would eat remembering Mahārāj. But it was not such comfortable (it means present facility was not available at that time). Once a devotee got millet rab prepared for feeding saints. When the saints sat to dine, opponents of Śrījī Mahārāj came to know about it so they came there and started throwing stones at them. So saints got up and ran away- such type of harassment was there. Nobody even listened at the Government level. Today there are big temples for staying, bathing, and good arrangement for meals, devotees are also very strong and the state is such that nobody can dare to harass. Presently if you go to Chhapaiyā alone nobody would question on the way. Formerly one had to think twice before going from one village to another village. When group of saints returned from their journey they would narrate the harassment by ignorant jīvas and on hearing this tears trickled down Mahārāj’s cheeks. Nowadays, if any one sees Swāmīnārāyaṇa’s saints, he would feel that as if he had darśan of God- such is the effect of great saints preaching. But now again some differ from words of Mahārāj so they expose one another and quarrel. The path itself is such. Whosoever wants to please only Mahārāj, should give up his resolution and become calm and straight forward- then only happiness of Mūrti will come. Mahārāj is all in all, Supremebeing, so whatever He does, He will do it properly. Therefore, keep servant feeling and humbleness in satsaṅg and tendency should also be such-there is much happiness in it. In such tendency Mahārāj is pleased soon – without it there is pride of authority, pride of mahaṅt position, pride of koṭhārī status, and there will be grouping and in grouping there will be problem of winning and loosing. But it is not real defeat or victory. One, who tries to please Mahārāj and muktas remaining under their shelter, is his victory and he who displeases Mahārāj and muktas by forgetting those divine Mūrti is his defeat. One who wants to take happiness of Mūrti should give up everything and meditate on Mahārāj. Concentrate (Bring the seed of Mūrti) on Mūrti in all talks. We sow seed before in our farm because it is considered to be cause of field. Similarly, Śrījī Mahārāj should be considered as the cause of infinite cosmoses, infinite incarnations and infinite muktas and in everything that Mūrti should be kept chiefly-without it nobody can give ultimate liberation. The greatness of all is because of that Mūrti. Śrījī Mahārāj has held our hand and will not leave it, but we should give up self ego and never be separate from Mūrti. Otherwise māyā has become angry and it will expose us.” || 120 ||