Gujarati / English

ચૈત્ર માસમાં બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કરવા ધાર્યું હતું તે યજ્ઞનું પરિયાણ કરવા સારુ કણબીની નાતના ગામોગામના હરિભક્તોને તેડાવેલા, તે ફાગણ વદ-૧૪ને રોજ આવ્યા હતા.

તે સર્વે પ્રત્યે બાપાશ્રીએ કહ્યું જે, “આ અમારો છેલ્લો યજ્ઞ છે માટે તમો સૌ ભાઈઓ મળીને અમારો યજ્ઞ સુધારી દો. અમે તમારી નાત નથી, જાત નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, કોઈના સગા-સંબંધી નથી. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. આ યજ્ઞમાં આવી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું, માટે જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તે જમવાની હા પાડો.”

પછી સર્વે બોલ્યા જે, “બાપા! અમે સર્વે જમવા આવશું અને સેવા બતાવશો તે કરશું.”

તે વખતે પણ બાપાશ્રી એમ બોલ્યા જે, “હવે અમને તમે ત્રણ મહિના સુધી દેખશો, પછી આ મુખ જોવાની આશા રાખશો નહિ.”

એમ કહીને વાડીએ પધાર્યા. ત્યાં પરદેશથી બે હરિભક્તો દર્શને આવ્યા હતા તેમણે બાપાશ્રીની દીકરી રાધાબા ધામમાં ગયેલાં તેનો ખરખરો કર્યો.

ત્યારે પણ બાપાશ્રી એમ જ બોલ્યા જે, “આ તો કરવરિયું વર્ષ થયું, તેમાં શું શોક કરો છો? કાળ તો હવે પડવાનો છે, તે થોડા વખતમાં પડશે.”

યજ્ઞ પ્રસંગે ગુજરાતમાંથી સંતોને કાગળો લખી તથા તાર કરી તેડાવેલા હોવાથી ચૈત્ર સુદ-૧ને રોજ અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ બાવીશ સંતો ભુજમાં ઠાકોરજીનાં દર્શન કરી વૃષપુર ગયા અને સૌ મહારાજને દંડવત કરી બાપાશ્રીને મળ્યા.

પછી બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે જે, “આવડલી વાર ક્યાં લગાડી વીરા!”

એમ કહીને બોલ્યા જે, “અમો પોષ માસમાં તમોને પત્ર લખ્યો હતો જે, ‘આપણે છત્રી ઉપર ધર્મશાળા કરી છે, તે નિમિત્તે યજ્ઞ કરાવવાનો ઠરાવ આપણે કર્યો હતો, તે હવે નક્કી કર્યું છે. અને આ મંદિરની જે મેડી કરી છે તેનું ભર્યું કરવાનું સંત-હરિભક્તો અમને કહે છે. તો તે બન્ને જગ્યાઓનું ભર્યું કરવા નિમિત્ત આપણે પારાયણ કરવાની છે. માટે પંદર દિવસ અગાઉથી એટલે કે ફૂલડોલ પછી તરત જેટલા સંતોને લાવવા હોય તેટલા સંતોને સાથે લઈને જરૂર આવજો.’ પછી કથાનો દિવસ ચૈત્ર સુદ-૧૩ સોમવારથી ચૈત્ર વદ-૬ બુધવારનો નક્કી કરીને તાર કર્યો જે, ‘તમે જલદી આવો અને કંકોત્રી છપાવતા આવજો. તમે આવશો તે પછી કંકોત્રી લખાશે.’ એવી વિગતનો પત્ર પણ તમને લખ્યો હતો તેથી તમે આવી પહોંચ્યાં તે બહુ સારું કર્યું.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “અમે ચૈત્ર સુદ-૧ને રોજ ભુજ આવ્યા. ત્યાંથી દેશદેશના હરિભક્તોને આપશ્રીના લખવા પ્રમાણે કંકોત્રી લખી મોકલી અને ચૈત્ર સુદ-૪ને રોજ સાંજના નારાયણપુર થઈને અહીં આવ્યા.”

પછી બાપાશ્રી બહુ રાજી થયા ને બોલ્યા જે, “અમે વાટ જોતા હતા ત્યાં તમો સર્વે આવ્યા તેથી આ દિવ્ય મૂર્તિઓનો મેળાપ થયો. આ યજ્ઞ તમને અને સર્વ હરિભક્તોને તેડાવીને મૂર્તિનું સુખ આપવા સારુ કરીએ છીએ. અમે ભુજ યજ્ઞનો દિવસ નક્કી કરવા ગયા હતા, ત્યાં સંતોએ કહ્યું જે, ‘કથા વાંચવા કેને બોલાવશું?’ ત્યારે અમે કહ્યું જે, “આપણે કોરીઓ ખરચીને સાધુઓને ભણાવ્યા છે તે શું કરશે? અમે તો એમની પાસે જ કથા વંચાવશું.’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘બહુ સારું; આપની મરજી.”‘

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! ધનજીભાઈની ખોટ બહુ આવી, પણ તેના દીકરાઓ સમજુ સારા છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તે પણ ખરેખરા છે. અમને આવીને એમ કહ્યું જે, ‘બાપા! આપે યજ્ઞની તિથિ નક્કી કરી છે તે ફેરવશો નહિ.’ અને ધનજીની તો વાત જ શી કહેવી! દેહ મૂકતી વખતે તેમના દીકરાઓએ કહ્યું જે, ‘બાપાને અહીં તેડાવીએ?’ ત્યારે ધનજીએ એમ કહ્યું જે, ‘એમણે તો મને નિરાવરણ કરીને મૂર્તિ ને સુખ દેખાડ્યું છે. મહારાજ તથા મોટા મોટા સંત આ રહ્યા, બધાય તેજોમય છે. બાપાશ્રી પણ આ રહ્યા.’ ત્યારે તેમના દીકરાઓ કહે, ‘બાપા ક્યાં છે?’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા તો આ નદીના ધરામાં નહાય; જાઓ તેડી આવો.’ પછી અમે ખળખળીએ નહાતા હતા ત્યાં તેના દીકરા તેડવા આવ્યા એટલે અમે ગયા. વાહ રે વાહ! ધનજી!” એમ કહીને બાપાશ્રીનાં નેત્ર સજળ થઈ ગયાં.

પછી બોલ્યા જે, “દીકરા પણ એવા જ છે. અમે એમને કહ્યું જે, ‘તમે ધનજીની પાછળ કોઈ રોક્કળ કરશો નહિ, તે તો મૂર્તિના સુખમાં બેઠા છે.’ અમારાં વચનથી તેમણે એક આંસુ પણ પડવા આપ્યું નહિ અને વિવાહ જેવો ઉત્સવ કર્યો. આ યજ્ઞ પણ વિવાહ જેવો કરવો છે.”

ત્યારે સંતોએ કહ્યું જે, “આપ જેને મળ્યા ને કૃપાદૃષ્ટિ કરી તેને એવું હોય તેમાં શું કહેવું?”

એમ વાત કરતા હતા તે વખતે રાત્રિના બાર વાગ્યા.

પછી સંતોને કહ્યું જે, “તમે હવે સૂઈ જાઓ.”

એમ કહી પોતે પણ પોઢી ગયા.  II ૧૨૯ II

Bāpāśrī wanted to perform very big yajña in the month of Chaitra and for that purpose to make arrangement for yajña, devotees of Kaṇabī community were called from all villages and they had come on the day of Fāgaṇa Vad 14th. Bāpāśrī said to all, “This is my last yajña so all of you make my yajña successful. I do not belong to your community, not caste, not father of anyone, not son of anyone and not relative of anyone. I am anādi mukta of Lord Swāmīnārāyaṇa and I am His incarnation.  Whosoever will dine in this yajña will be given ultimate liberation by me. So whosoever wants ultimate liberation should accept invitation for taking meal.” All told to Bāpāśrī that they would all come to dine and perform any sevā shown to them. Bāpāśrī said, “I will be seen by you only for three months and there after do not expect to see this face.” Saying so he went to the farm. There, two devotees from foreign had come for darśan. They expressed their condolence over the death of Bāpāśrī’s daughter Radhaba. At that time also Bāpāśrī said, “This year was of semi-famine, so what is the use of sorrow. Famine is going to come now- within a short time.”

          On the occasion of the yajña saints from Gujarāt were invited by writing letter and by sending telegram so they had come on the day of Chaitra Sud 1st. Twenty two saints from Amdāvād had come including Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. They came to Vṛṣpur after having darśan of Ṭhākorjī at Bhuj. They prostrated before Mahārāj and met Bāpāśrī. Bāpāśrī asked Swāmī Īśvarcharaṇadāsjī, “Why did you take so much time in coming here. I had written a letter in the month of Posh informing you that an inn has been built at Chhatrī and on that occasion we have decided to perform yajña which has been fixed now. Moreover saints and devotees tell me to celebrate the occasion of completion of work of the upper storey of this temple. While celebration of both places pārāyaṇa is to be done.  Therefore, you along with as many saints as you wish to bring, come definitely fifteen days in advance after fool-dol celebration. Then a day for kathā was fixed from Chaitra Sud 13th, Monday to Chaitra Vad 6th, Wednesday. A telegram was sent asking to come soon and get the invitation cards printed. After your arrival invitation cards will be written. Even the letter informing the same was also sent so you have come and have done good thing.” Swāmī Īśvarcharaṇadāsjī said, “They came to Bhuj on the day of Chaitra Sud 1st; from there, invitation cards were sent to devotees all over according to your instruction and on the day of Chaitra Sud 4th, we came here via Nārāyaṇpur in the evening.” Then Bāpāśrī was very much pleased and said, “I was waiting for you, in the meanwhile you all came and I met these divine Mūrtis (saints). I am doing this yajña by calling you and all devotees for giving happiness of Mūrti. I had been to Bhuj for fixing the day of yajña. There saints asked me who should be called for reading kathā? I said we have spent koris for the study of saints- what will they do? I am going to get it read from them – saints agreed.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Dhanjībhāī’s death was a great loss but his sons are prudent.” Bāpāśrī said, “They are really so. They told me not to change the date of yajña and what to say about Dhanji! At the time of leaving his body, his sons asked him if they should fetch Bāpā here. Dhanjībhāī said that I had given him divine sight and had shown him happiness of Mūrti. He said that Mahārāj and great saints were there- they are all luminous. Bāpāśrī was also there. His sons asked him where Bāpāśrī was. Dhanjībhāī replied that Bāpāśrī was having bath in the stream of river- go and fetch him. I was bathing in the river. There his sons came to fetch me so I went. I praised Dhanjībhāī”. Saying so, Bāpāśrī’s eyes were full of tears. Then I said, “Sons are also like him. I told them not to grieve for Dhanjībhāī-he has sat in the happiness of Mūrti. By my advice, they did not allow a single drop of tear to come out of their eyes and celebrated it like a wedding ceremony. This yajña is also to be performed like a wedding ceremony.” Saints said, “The one whom you met and showed your favour is like that- it is without doubt.” While talking thus, it was twelve in the night. Then saints were told to go to bed and Bāpāśrī himself went to bed. || 129 ||