Gujarati / English

ચૈત્ર સુદ-૬ને રોજ સવારે વૃષપુર મધ્યે બાપાશ્રી પૂજા કરીને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા.

તે વખતે હરિભક્તો પ્રત્યે એમ બોલ્યા જે, “આ શિક્ષાપત્રી મહારાજે લખી છે તે આચાર્ય, સંત, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો, બાઈ, ભાઈ સર્વેને પાળવાની છે. તેને મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. મહારાજના આશ્રિત હોય તે સર્વે એમાં લખી આજ્ઞા પ્રમાણે રહે. ખરા સાધુ કે ખરા હરિભક્ત પણ એને જ કહેવાય. આજ્ઞાપરાયણ અંગ હોય તેને વચનનિવાસી કહ્યા છે. મહારાજ એવા ભક્ત ઉપર અતિ પ્રસન્ન થાય, પણ જો એ માંહેલું એકેય વચન લોપે તો રાજી ન થાય. માટે અધિકાર, મોટાઈ, આદિમાં લેવાઈ કોઈ વચનનો લોપ ન કરવો.”

પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી ઓસરીમાં સભામાં આવીને બેઠા ને સૌને જય સ્વામિનારાયણ કહ્યા.

પછી સંતો પ્રત્યે એમ બોલ્યા જે, “તમે મહારાજના સંત છો તે મહારાજ વિના બીજું કાંઈ ઈચ્છશો નહિ. તમને શ્રીજી મહારાજે વ્યવહારમાર્ગમાં અમંગળિક ગણ્યા છે માટે તમારે એક મહારાજ વહાલા રાખવા. ત્યાગીની રીત ભૂલીને ગૃહસ્થને માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. માટે કોઈ સંત મૂર્તિ વિસારીને અમંગળિક થશો નહિ. અમંગળિક તે શું? તો દ્રવ્ય, ખેતર, આદિ રાખવું તે. તેવું કાંઈ ન હોય ને એક શ્રીજી મહારાજની મૂર્તિ હોય તે ખરા માંગળિક. તમારે તો મહારાજની મૂર્તિ વિના બધુંય મૂકી દીધા જેવું છે. અમે આમ વાતો કરીએ છીએ, પણ મૂર્તિને ભૂલીએ નહિ અને સંત-હરિભક્ત અહીં આવે છે તેમને એક મૂર્તિ આપવાનો જ અમારો ઠરાવ છે.

“આ અમારો અહિંસામય યજ્ઞ છે. તેમાં કોઈનું મન દુઃખાય નહિ એવો ખટકો રાખીએ છીએ; કેમ જે આપણો અહિંસા ધર્મ છે. સાધુને બીજે ગામ જવા ટાણે ગાડાં જોડાવવા તેમાં આવો વિચાર કરવો ખપે. અમારો ઠરાવ એવો જે ક્યાંઈક જવું હોય ને કોઈ ગાડું જોડે, પણ બળદ ઘરડા-દૂબળા હોય તો અમે કાંઈક બાનું કાઢીને જઈએ નહિ. એવા અબોલ જીવને દુઃખ થાય તે કરતાં પગે ચાલીને જવું એ ઠીક ને એમાં મહારાજ રાજી થાય. મોટા સંતો પ્રથમ એમ કરતા. એવી રીતે બીજા કામમાં પણ કોઈનું મન ન દુઃખાય એવો ખટકો રાખીએ છીએ. અમે આ યજ્ઞમાં સૌને કહ્યું છે જે, ‘કોઈનો બળદ માંદો હોય અથવા ઘરડો કે દૂબળો હોય તેને ગાડે જોડવો નહિ.’ કોઈ એવાને જોડે તેથી તેને પરાણે ચાલવું પડે એટલે એ નિસાસા નાખે તેનું પાપ અમને લાગે. અમે કોઈને દુઃખ દઈએ એવા નથી.

“ધર્મ પળાવવામાં તો મન દુઃખાય તોય કહ્યા વિના ચાલે નહિ; કેમ જે ધર્મ લોપનારને આગળ દુઃખ બહુ વેઠવું પડે તે કરતાં તેને ઠપકો આપીને કે પ્રાયશ્ચિત્ત કરાવીને પણ ઠેકાણે પાડીએ તો તેનું સારું થાય. હમણાં એક ગામથી એક જણનો કાગળ આવ્યો હતો જે, ‘મારે યજ્ઞમાં આવવું છે તે તમો લખો તો આવું’; પણ તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નથી એટલે અમે તેને હા પાડીએ જ નહિ. કોઈકને ભૂલચૂક થઈ હોય અને પ્રાયશ્ચિત્ત કરે તો તેને સત્સંગમાં લઈએ. તે જો ન કરે તો તેને પડ્યો મૂકીએ.”

પછી કેરાના હરિભક્તો દર્શને આવ્યા તેમાં પણ એકને પ્રાયશ્ચિત્ત આપવાનું હતું તેથી તેમને કહ્યું જે, “તમારા ગામના હરિભક્તો ઠરાવ કરીને એક કે બે તમારામાંથી ભુજ જાઓ અને સંતો કહે તેમ શ્રી નરનારાયણ દેવની સમક્ષ કરાવી આવો. તેમાં ઝાઝા મનુષ્યને સંભળાવવું નહિ. ઝાઝાને જણાવવું તે પૂંઠ દેખાડવા જેવું છે, માટે પાંચ મનુષ્ય જાણતા હોય તે જ જાણે. તે રીતે જેમ બને તેમ છાનું કરાવી ચોખ્ખો કરવો.”

પછી માથકના ભગવાનજીભાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી જે, “બાપા! અમારું અને અમારા કુટુંબનું કલ્યાણ કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સારું, સૌનું કલ્યાણ કરશું, પણ જેને શ્રીજી મહારાજનો આશરો નહિ હોય તે તો ચોરાશીમાં અથડાશે. આ સમે શ્રીજી મહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ એટલે કલ્યાણ થાય નહિ. જો ઓળખે તો મહારાજ અથવા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવા છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ.”

પછી વચનામૃતની કથા થઈ રહી ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સત્સંગમાં જેને દિવ્ય ભાવ આવે તેને મહારાજ ને મુક્ત સર્વે તેજોમય ભાસે. આ મંદિર, મેડી, ઘર, ઓસરી સર્વે તેજોમય છે, તેજનો અંબાર છે, વચ્ચે મહારાજ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે, સર્વે તેજોમય છે. મહારાજ કહે છે કે, ‘જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય’, એટલે કે મૂર્તિને ફરતું તેજ, તેમાં ચારેકોર મુક્તનાં મંડળ બેઠાં છે. મહારાજના અનાદિમુક્તનો વિશ્વાસ હોય તેને આ વાત મનાય ને આઠે પહોર આનંદ આનંદ રહે, મૂર્તિના સુખની ખુમારી રહે.”

તે વખતે નારાયણપુરવાળા ખીમજીભાઈ ચંદન તથા હાર લઈને આવ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સોઢીનું શણગારમાં ગયું. તે સોઢી હતી તે શણગારમાં રહી ત્યાં તો જાન જતી રહી. તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા, ત્યાં કથા-વાર્તા જતી રહી એવું થયું. અત્યારે સંત-હરિભક્તની સભામાં બ્રહ્મયજ્ઞ થાય છે. આ જુઓ! ગામોગામના હરિભક્ત આવ્યા છે અને હજી સંઘ આવ્યા કરે છે. સભામાં કાંઈની કાંઈ વાતો થાય છે, મૂર્તિના સુખના અમૃત ઘન વરસે છે માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો.”

એમ ખીમજીભાઈ નિમિત્તે સૌ સંત-હરિભક્તોને મહિમા સમજવાની વાત કરી.  II ૧૩૦ II

In the morning of Chaitra Sud 6th, Bāpāśrī was reading Śikṣāpatrī after performing pūjā at Vṛṣpur. Bāpāśrī said to devotees, “This Śikṣāpatrī has been written by Mahārāj. It should be followed by Āchārya, Saints, Brahmachārī, Pārṣad, men and women devotees. Mahārāj has called it as His own form. The followers of Mahārāj should live according to the commands in it. They only are called real saints and the real devotees.  Those who follow commands are called the strict followers of commands (vachan nivasi). Mahārāj will be very much pleased with such devotees but if he violates anyone of those commands Mahārāj will not be pleased. Therefore, no command should be violated by the ego of authority, status, etc.”

          Bāpāśrī sat in the assembly held in the porch after having darśan of Ṭhākorjī. He greeted all with Jay Swāmīnārāyaṇa. Bāpāśrī said to saints, “You are saints of Mahārāj so do not wish anything else other than Mahārāj. Śrījī Mahārāj has considered you as inauspicious in activities of worldly affairs, so only Mahārāj should be dear to you. Treading on the path of householder forgetting renunciants norms is a great loss. Therefore, no saint should become inauspicious forgetting Mūrti. What is inauspicious?- keeping wealth, farm, etc. if one has no such thing and has only Mūrti is real auspicious. Everything for you is worth giving up, excepting Mūrti. I talk thus, but do not forget Mūrti and saint or devotee whosoever comes here is given Mūrti by me- it is my resolution. This is my yajña which is non- violent.  I see that nobody is displeased in it because non-violence is our religion. When a saint goes to another village he requires bullock cart and he should think in this way (way of non -violence). Whenever I want to go somewhere and if someone gets bullock cart ready and if bullocks are old or weak, I refuse to go by the cart giving some excuse. Instead of giving trouble to such dumb jīva it is better to go on foot and Mahārāj is pleased in it. Formerly great saints used to do like that. Similarly in other work also I try to see that no one is displeased. In this yajña I have told all that if some one’s bullock is ill or old or weak, it should not be made to draw the cart. If someone yokes such a bullock and if it has to draw forcibly, so it will sigh and that will be sin for me. I am not such that I harm anyone. In case of obeying Dharma (religion-duty), I have to say even though it may give him mental agony because he who violates Dharma will have to suffer much in future. Instead I scold him and make him do penance so that he may escape suffering. Recently there was a letter from a devotee from a village stating that he wanted to come to the yajña and if I  write, he would come but since he had not done penance I would not say yes to him. If some one has committed mistake and does penance will be taken in satsaṅg and if not, he will be dropped.  Then devotees of Kerā came for darśan, one of them was also to be given penance. So I told them one or two of them should go to Bhuj and tell saints to get it done before Narnārāyaṇadev. It should not be conveyed to many. Conveying too many, means giving discredit. Therefore, five persons who know it will know it. As far as possible it should be kept secret and should be made pure.” 

          Bhagvānjibhāī of village Māthak prayed, with folded hands to Bāpāśrī and requested him to bless him with well being of him and his family. Bāpāśrī said, “O.K. I bless you for well being of all but one who has no shelter of Śrījī Mahārāj will have to go in cycle of rebirth (chorāsī). This time Śrījī Mahārāj has made salvation very easy but unfortunate jīvas do not recognise so they do not get salvation. If they recognise Mahārāj or His muktas are such that they will liberate him in a moment. Our sight is such that   whosoever comes in our sight will be liberated and put in Mūrti.

        When the kathā of Vachanāmṛt was over, Bāpāśrī, showing his favour said, “One who has divine feeling in satsaṅg, Mahārāj and muktas all will appear to him luminous. This temple, upper storey, house, porch, all are luminous, there is a mass of luminescence, and Mahārāj is shining in the centre. Infinite muktas take joy from that Mūrti, the assembly sits round it and all are luminous. Mahārāj says where there is Puruṣottam’s Mūrti, there it is the centre of Akṣardhām means, luminescence all around Mūrti, there groups of muktas are sitting in all directions. One who has faith in Mahārāj’s anādi mukta will trust this talk and will have joy round the clock and will have pride of happiness of Mūrti.”

 At that time Khīmjībhāī of Nārāyaṇpur came with garland and sandalwood paste. Then Bāpāśrī quoted saying in Gujarati it means ‘bride wasted her time in make up in the meanwhile bridegroom’s party left’ (Here it means Khīmjībhāī instead of attending kathā he wasted his time in other things). At present brahmayajña is being performed in the assembly of saints and devotees. Just see! Devotees from different villages have come and still sangh (group of devotees) are continuing to come. Different subjects are touched upon in this assembly. Talks about bliss of Mūrti are being done in the way as if mass of nectar is being showered. So take as much benefit as you can.” Thus, indirectly saints and devotees were told to understand the greatness by giving the example of Khīmjībhāī. ||130 ||