Gujarati / English

ચૈત્ર સુદ-૧૩ની સવારે ચોઘડીયાં વાગવા લાગ્યાં તે તો જાણે આવા બ્રહ્મયજ્ઞમાં તેડાવવા આમંત્રણ કરવાના નાદ થતા હોય તેમ જણાતું હતું. સંતો તૈયારી કરતા હતા. હજારી ફૂલના હાર, ચંદન, કુંકુમ, શ્રીફળ, સોપારી, અક્ષત, ધૂપ, દીપ, આદિક જે જે સામગ્રી વિધિમાં જોઈએ તે સર્વે તૈયાર કરી હતી. મહારાજની મૂર્તિને ઘણાંક ગુલાબ અને હજારી ફૂલના હાર પહેરાવેલા. આગળ ઘીના દીવા, અગરબત્તીના ધૂપ થઈ રહ્યા હતા. કથાના વક્તા પુરાણી કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી પાટ પર બેઠા. બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિક પૂજા કરવા તૈયાર થયા, તે વખતે વિપ્ર દેવશંકરે પૂજાવિધિ કરી મહારાજનું ધ્યાન ધરી શ્લોક બોલી બાપાશ્રીને કાંડે મંગળસૂત્ર બાંધવા માંડ્યું.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “ગોર મહારાજ! કાંડાને બરાબર બાંધજો. આ મૂર્તિ ઊડી જાય એવી છે.”

એવાં મર્મવચનથી સૌ સંત-હરિભક્તના મનમાં અનેક જાતના તર્ક થયા, પણ એ મર્મ કોણ જાણી શકે? પછી બાપાશ્રીએ તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી શ્રીજી મહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી. પછી બાપાશ્રીએ થાળીમાં વાટો પ્રગટાવી આરતી ઉતારી. તે વખતે ચોકમાં ચંદની નીચે હરિભક્તોની ભીડ હતી. સૌએ ઊંચે સાદે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી દંડવત કર્યા. એ રીતે કથા ચાલતી થઈ. પછી સંતોને ચંદન ચર્ચી બાપાશ્રી સૌને જય સ્વામિનારાયણ કરી સભામાં બેઠા.

પછી ક્યારેક ધ્યાનમાં બેઠા હોય તેમ જણાય, તો ક્યારેક સભા સામું પ્રસન્ન નજરે જુએ, નાના-મોટા હરિભક્તો આવે તેને માથે હાથ મૂકે, સમાચાર પૂછે, એમ સવારના ૧૦ વાગ્યા સુધી કથા ચાલે. પછી સમય થાય એટલે હરિભક્તોને જમવાનો સાદ પડે ત્યારે વાડીમાં પંક્તિ થાય. મંદિરમાં સંતોની પંક્તિ વખતે બાપાશ્રી દર્શન દેવા પધારે, વાડીમાં હરિભક્તોની પંક્તિ થઈ હોય ત્યાં પણ પોતે ચાલીને જાય, કાં માંચીમાં બેસારીને હરિભક્તો તેડી જાય, ત્યાં સૌને દર્શન આપે. ક્યારેક સભામાં બેસી વાતો કરે. રાત્રે કથા, વાર્તા, ચેષ્ટા આદિ નિયમ થઈ રહે ત્યારે કાં તો ચોકમાં જ આસન કરે, ક્યારેક ઓસરીમાં ને ક્યારેક નવી મેડીના છેલ્લા ઓરડે પોઢે. સવારે વહેલા ઊઠી નિત્યવિધિ કરી સભામાં બેસે, ઘેર જઈ આવે, સંતોને બોલાવે. એ રીતે યજ્ઞમાં જે જે સંત-હરિભક્તો આવેલા તેમને અત્યંત સુખિયા કરવા બાપાશ્રી મહારાજના દિવ્ય ભાવની, મૂર્તિમાં રસબસ રાખ્યાની તથા અદભૂત પ્રતાપની વાતો કરતા તેથી સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યો હતો.  II ૧૩૨ II

In the morning of Chaitra Sud 13th, the auspicious day dawned. The announcement of this auspicious day was with divine large sound and it seemed as if it were inviting, one and all to join such brahmayajña. Saints were making preparations. All necessary articles like garlands of hajari flowers, sandalwood paste, kumkum, coconuts, betel-nut, rice, incenses, lamp, etc. which were necessary for the ritual were kept ready. Idol of Mahārāj was decorated with the garlands of rose and hajari flowers. In front of Mūrti, lamps with ghee were lighted and incense sticks were burnt. The narrator of kathā viz. Purāṇī Keśavpriyadāsjī and Uttampriyadasji sat on a dais. Bāpāśrī, his sons and grand- sons, etc. got ready to perform pūjā. At that time Vipra Devshankar (name of the priest) performed rituals, meditated on Mahārāj, recited śloka and began to tie mangalsutra around the wrist of Bāpāśrī. At that time Bāpāśrī asked gor Mahārāj to tie the wrist properly. He added, “This Mūrti (Bāpāśrī himself) may fly away.” On hearing such mysterious words all saints and devotees began to think about the meaning of words but who could know its real meaning? Thereafter Bāpāśrī along with his sons and grandsons performed pūjā of Śrījī Mahārāj, holy book and Purāṇī with sandalwood paste and garland of flowers. Bāpāśrī lighted   lamps in a dish and performed āratī. At that time there was a large gathering of devotees in the square under the canopy of cloth (chandni). All made jay ghosh of Sahajānaṅd Swāmī Mahārāj and prostrated. Thus, kathā had begun Bāpāśrī applied sandalwood paste to saints and greeted all with Jay Swāmīnārāyaṇa he sat in the assembly. Sometimes it seemed, he was meditating and sometimes he would look at assembly with pleasure, would put his hand on small or big devotees, would ask news, etc. Thus, kathā would continue up to ten in the morning. Thereafter at the time of lunch devotees would be called for meal and would sit in a row in the farm. In the temple where saints had lunch, Bāpāśrī would go there to give his darśan, would also go on foot in the farm to give darśan to devotees or devotee would take him there in palanquin (māṅchī). There he would give darśan to all. Sometimes he would talk sitting in the assembly. At night when daily routine of kathā-vārtā, chesta, etc. was over, he would either lie down in the square or sometimes in the porch or sometimes in the last room of the new upper storey. In the morning he would get up early, perform his daily routine, sit in the assembly, would visit his home, would call saints, etc. Thus to make saints and devotees who had come in the yajña, extremely happy Bāpāśrī would talk about the divine feeling of Mahārāj, about keeping engrossed n Mūrti and about wonderful power, so there was joy everywhere. || 132 ||