Gujarati / English

બીજે દિવસે સવારે સભામાં એવી જ રીતે મહારાજની તથા પુરાણી આદિ સંતોની પૂજા કરી આસને બેઠા. થોડીવારે કથામાં વાતોનો પ્રસંગ ચાલ્યો.

તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, “જુઓ તો ખરા! આ સંતની સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. અનંત મુક્તો એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે. અનંત કોટિ બ્રહ્માંડમાં આવા સંત અને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો! આ તો બ્રહ્મની મૂર્તિઓ છે. આ બધાયનાં તેજ શ્રીજી મહારાજે ઢાંકી રાખ્યાં છે.”

આ રીતે વાતો કરતા સવાર અને સાંજ સંત-હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. કથા વાંચનાર બન્ને પુરાણી મૂર્તિ ધારીને કથા વાંચતા હતા અને શ્રોતાજનો પણ મૂર્તિમાં વૃત્તિ રાખી સાંભળતા હતા. સાંજે હરિભક્તોની પંક્તિ થાય તે વખતે પણ બાપાશ્રી વાડીમાં ફરીને સૌને દર્શન આપી સુખિયા કરતા.

એક દિવસ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજે આ સમે જીવો પર બહુ દયા કરી છે, તેથી શરણે આવે તેનાં જન્મ-મરણનાં ખાતાં વાળી નાખે છે. આવા બ્રહ્મયજ્ઞમાં શ્રીજી મહારાજ દિવ્ય રૂપે દર્શન દઈ અનેકને પોતાની મૂર્તિનું સુખ આપે છે; મોટા મુક્ત દ્વારે પોતાનો મહિમા સમજાવે છે. આવા સંતો પણ જીવને ઉગારવા ભાતાં બાંધીને ઘેર ઘેર ફરે છે, વાંક-ગુના માફ કરી દે છે. મહારાજે અનેક પ્રકારનાં લીલા-ચરિત્રો કર્યા તથા અનાદિ મહામુક્તોએ જે જે કર્યું તેમાં એ એક જ તાન છે; પણ જીવને એ વાતની શી ખબર પડે! આ તો ‘અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલ વાસી હરિરાય’ એવું છે. ક્યાં જીવ! ને ક્યાં જીવન! આ તો મહાપ્રભુએ અતિ કરુણા કરી છે.

“મોટા મુક્તોએ એ મૂર્તિનો અપાર મહિમા વર્ણવ્યો છે જે સદા સાકાર, નિર્ગુણ મૂર્તિ, સ્વતંત્ર થકા પોતાના તેજે અનંત બ્રહ્માંડને તથા અનંત ઐશ્વર્યાર્થીઓને પ્રકાશના દાતા, સુખમય મૂર્તિ, સર્વના આધાર, પરમ એકાંતિક તથા અનાદિ મહામુક્તોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા અને એ મુક્તોને રસબસ ભાવે સળંગ પોતાની મૂર્તિનું નવીન નવીન સુખ પમાડનાર, સુખના ધામ, મનોહર મૂર્તિ, અક્ષરબ્રહ્મના આધાર, અક્ષરના આત્મા, દિવ્ય મૂર્તિ, અનંત બ્રહ્માંડમાં અન્વય શક્તિ વડે પ્રકાશના કરનારા, સર્વના કારણ શ્રીહરિ, એ જેવા એ એક; એમ શાસ્ત્રમાં લખ્યા એવા અખંડ અવિનાશી મહારાજ તેમની પ્રાપ્તિ આપણને થઈ છે તેની ખુમારી રાખવી.

“એ મહાપ્રભુ આ સભામાં અખંડ બિરાજે છે, સભા સામું અમૃતનજરે જોઈ રહ્યા છે, માટે આપણે પોતાના અહોભાગ્ય માની કૃતાર્થપણું માનવું. જીવને વિષે નાદારપણું તો રાખવું જ નહિ. આવી દિવ્ય સભાનો મહિમા અતિશે જાણવો. ‘ભવબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે  બેઠ્યાની જાગ્ય જો’ એવી પ્રાપ્તિ આપણને થઈ છે એમ જાણવું. શ્રીજી મહારાજે કૃપા કરી આ જોગ આપ્યો  તેથી જ તેમના આવા અનાદિ મહામુક્ત ઓળખાણા છે, માટે આપણે પોતાનું અહોભાગ્ય માનવું ને સદાય આનંદમાં રહેવું.”  II ૧૩૫ II

On the second day Bāpāśrī sat in the assembly after performing pūjā of Mahārāj, Purāṇī, etc. saints as usual. After sometime, event of conversation began in kathā. At that time Bāpāśrī said, “Just see! Mahārāj Himself, remains present in this assembly of saints. Infinite muktas are looking at that Mūrti. Luminescence emits from this divine assembly. Find out if you can such saints and such divine assembly from infinite cosmoses. These are Mūrtis of Brahma. Mahārāj has covered their luminescence.” In this way conversation was being carried on, in the morning and in the evening and the temple was crowded with saints and devotees. Both Purāṇī, used to read kathā by concentrating on Mūrti, so also audience, used to listen keeping tendency in Mūrti. In the evening devotees had dinner, Bāpāśrī moved about in the dining place and would make them happy by giving darśan to all. Once in the morning Bāpāśrī said in the assembly, “Mahārāj has shown much mercy on jīvas at this time so whosoever surrenders to Him, will be made free from the cycle of birth and death by Him. In such brahmayajña Śrījī Mahārāj gives His darśan in the divine form and bestows bliss of His Mūrti to many-his greatness is explained through great muktas. Such saints also move from place to place to liberate jīva and forgive their guilts. Mahārāj has done many kinds of līlā charitra and whatever Anādi Mahā muktas had done is the same but how can jīva know about this. ‘ Anant jīva uddharvane āviya re lol, Brahmamohol vasi Hriray’ (we have come to liberate infinite jīva– we are the dweller of the Brahmamahol). It is such. Where is jīva and where is life (Mahārāj). Mahāprabhu has shown much grace. Great muktas have described limitless greatness of that Mūrti which is always sākār, (incarnated), nirgun Mūrti (without attributes) and independently it donates luminescence to infinite cosmoses and to infinite persons having supernatural power, it is blissful Mūrti, supporter  of all, giver of variety of happiness to param ekāṅtik and Anādi Mahā muktas who had served His lotus feet, abode of happiness, attractive Mūrti, support of AkṣarBrahm, soul of Akṣar, divine Mūrti, giving light to infinite cosmoses by His immanent power, cause of all Śrī Hari, He is unparallel, we have realised such immortal Mahārāj described in scripture and we should be proud of it. That Mahāprabhu constantly shines in this assembly and looks at this assembly with nectar sight. Therefore, we should consider ourselves to be very fortunate and regard ourselves grateful. Never be bankrupt in case of jīva. Know much greatness about this divine assembly. ‘BhavBrahmadikne nische malti nathi, Puruṣottam pase bethani jagyjo’ (Sivji, Brahmā, etc. have not got space to sit with Lord Puruṣottam i.e. even not darśan). We have got such achievement- know thus. Such Anādi Mahā Mukta has been recognised because Śrījī Mahārāj has given us this opportunity by His grace- so we should believe ourselves as fortunate and should always remain joyful”. || 135 ||