Gujarati / English

સંતની પંક્તિ થઈ ત્યારે બાપાશ્રી દંડવત કરવા લાગ્યા ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! તમે દંડવત ન કરો.”

ત્યારે પોતે એમ બોલ્યા જે, “શ્રીજી મહારાજ સંતની પંક્તિમાં દિવ્ય રૂપે દર્શન દેવા પધાર્યા છે. અમે એમને દંડવત કરીએ છીએ, તમે ફિકર ન કરો. મહારાજે આ યજ્ઞમાં પ્રસન્નતા બહુ જણાવી છે. આજે સભામાં પણ દિવ્ય તેજોમય દર્શન આપી સંત-હરિભક્ત સામું અમૃતનજરે જોઈ પ્રસન્નતા જણાવી મંદમંદ હસતા હતા.”

એમ કહી પીરસનારા સંતોને કહ્યું જે, “તમારે મહારાજને રાજી કરવા હોય તો સંતોને સિંહગર્જના કરે ત્યાં સુધી પીરસજો. આ બ્રહ્મયજ્ઞમાં તો જમવું, રમવું ને આત્યંતિક મુક્તના કોલ લેવા એટલું કરવાનું છે. અમારે તો સર્વેને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ યજ્ઞમાં શ્રીજી મહારાજનો રાજીપો ઘણો જણાય છે.”

એમ વાત કરીને પછી વચનામૃતની કથા પ્રસંગે બાપાશ્રી બોલ્યા જે, “આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.”

સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે, “સ્વામી! તમે ત્રણે સદગુરુઓ સૌને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞથી આનંદનો સાગર ઉલટાવજો. આ તો કપિલા છઠ જે મહોદય પર્વ આવ્યું છે, આવો સમૈયો વારે વારે થવો દુર્લભ છે.”

આવી રીતે સવારે, બપોરે, સાંજે, રાત્રે કથામાં તથા પંક્તિમાં દર્શન દેવા પધારે ત્યારે વાતો કરી બાપાશ્રી અત્યંત પ્રસન્નતા જણાવતા હતા.

એક વખત સવારે સભામાં અતિ હેત જણાવીને બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને ચંદન ચર્ચતાં કહ્યું જે, “પુરાણી મહારાજ! તમે તો ભારે કામ કરી લીધું. મૂર્તિમાં રહ્યા થકા કથા કરો છો તેથી મહારાજ તથા સંત-હરિભક્ત સર્વે ઘણા રાજી થાય છે. આ સભામાં મધ્યસ્થ મહારાજ તેજોમય બિરાજે છે, મૂર્તિ ફરતા અનંત મુક્ત બેઠા છે. અનાદિ તો રસબસ ભાવે સુખ લીધા જ કરે છે. સર્વે તેજોમય છે, તેજ ઝળળ ઝળળ થાય છે. જેને એવો અલૌકિક ભાવ આવે છે તે તો દીવાના (મસ્તાના) થઈ જાય. ક્યાં અનંત કોટિ બ્રહ્માંડના પતિ! ને ક્યાં પામર જેવા જીવ! આ તો ન બનવાની વાત બની ગઈ છે.” એમ કહીને સભામાં બેઠા.

પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે સહુ સંતો પાસે આવીને બેઠા. તે વખતે હરિભક્તોને જમવાનો સાદ થયો એટલે સર્વે ગયા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બીજા સંતોને કહ્યું જે, “આ અમારા મોટા સંત. જુઓને! મૂર્તિમાં સદાય ગુલતાન રહે છે. તમો સર્વે આવા થજો. મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરકોટિ આદિમાં ભાગ-લાગ રાખવો નહિ. આપણે એ એક જ કામ કરવા આવ્યા છીએ. કેટલાકને વ્યવહારમાં ડહાપણ ઘણું હોય તેથી મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે, તો તે શું કમાણા? આપણે તો પુરુષોત્તમ નારાયણના થયા છીએ, માટે એ મૂર્તિનો સદાય કેફ રાખવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું, “આવો સ્વામી! સંત-હરિભક્તોને ખૂબ સુખિયા કરજો. આ બધાય હરિભક્તો દરિયા ઊતરી ઊતરીને તમને રાજી કરવા આવ્યા છે.”

ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, “બાપા! ચમકરૂપ તો આપ છો, અમે તો તમારા વાંસે છીએ.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! તમે તમારું સામર્થ્ય ઢાંકો છો, પણ હમ સબ જાનતા હે. તમે તો મહાનુભાવાનંદ સ્વામીનો ચીલો રાખ્યો છે. તમે મૂર્તિ વિના કાંઈ વહાલું રાખ્યું નથી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ સ્વામી આજ્ઞા પાળવામાં શૂરવીર ખરા. તેમની પાસે કોઈ મોળી વાત કરી શકે નહિ. મહાનુભાવાનંદ સ્વામીની પ્રસાદી એવી જ હોય. મોટા મોટા નંદ સદગુરુ શ્રીજી મહારાજ વિના ઘડીએ રહેતા નહિ; તેથી એ સભાનો અલૌકિક પ્રતાપ સહેજે જણાતો. એ સર્વે મહારાજના સંકલ્પથી દેખાતા. એમની ગતિ જીવ શું જાણી શકે! મુક્તાનંદ સ્વામી કહે છે કે, ‘હરિ હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી’ એમ દિવ્ય ભાવ થયા વિના જેવા છે તેવા ઓળખાય નહિ. આ સભા અલૌકિક છે, દિવ્ય તેજોમય છે, નિર્ગુણ છે. આ સભાના સંકલ્પ ચાલે છે. આ ટાણે કંઈક ન્યાલ થાય છે. આવા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી જાણવી. સભામાં સંતો બેસે છે તે જાણે સૂર્યમુખી કમળનાં વન ખીલ્યાં હોયને શું! તેમ મૂર્તિ સન્મુખ સૌની નજર હોય છે. આવા મોટા સદગુરુ આગળ બેઠા હોય તેથી આ દિવ્ય સભા ચમત્કારી લાગે છે. શ્રીજી મહારાજ સર્વેને અમૃત નજરે હેરે છે.”

રાત્રે સભામાં વચનામૃતની કથા થતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં મહારાજે બધુંય સમજાવ્યું છે; કાંઈ કહેવાનું ને સમજાવવાનું બાકી રાખ્યું નથી. પણ જીવની વૃત્તિ અધર પધર રહે છે તેથી આ વાતની ખબર પડતી નથી. આ અધ્યાત્મ વાતો કેટલાક બુદ્ધિબળે સમજવા જાય તે ક્યાંથી સમજી શકે? મહારાજ કહે છે તે શાસ્ત્રમાં લખ્યું તો હોય, પણ જ્યારે સત્તપુરુષ પ્રગટ થાય ત્યારે તેના મુખ થકી સમજાય. તે રીતે આવા સંત રાત દિવસ સમજાવે છે, પણ જીવને માયાના ફેર બહુ ચડી ગયા છે તેથી જેમ મહારાજ કહે છે તેમ સમજાતું નથી. કેટલાક તો મહારાજને બીજા અવતાર જેવા સમજી બેઠા છે. કેટલાક અક્ષરાદિકમાં અટકી રહે છે. પણ મહારાજ વિના બીજું બધુંય કાર્ય છે. કારણ વિના આત્યંતિક મોક્ષ ન થાય. આ તો અતિ અગમ વાત, તે મહારાજ તથા મોટાએ સુગમ કરી દીધી છે, તેથી કલ્યાણ સોઘું થયું છે. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય, પણ તે વિના ન થાય. સાધને કરીને કેટલુંક થાય? મૂર્તિમાં તો મહારાજ કેવળ કૃપાએ કરીને રાખે છે. માટે મહાપ્રભુના અનન્ય આશ્રિતને એ મૂર્તિના બળની ખુમારી રાખવી.  II ૧૩૬ II

When there was row (pankti) of saint at the time of meals, Bāpāśrī began to prostrate before them. Saints requested him not to prostrate. Bāpāśrī replied, “Śrījī Mahārāj has come to give darśan in the divine form in this row of saints. I am prostrating  before Him, please do not worry. Mahārāj has shown much pleasure in this yajña. Today in the assembly He was also giving divine luminous darśan and looking at saints and devotees with His nectar sight and was smiling gently showing His pleasure.” Saying so he told those who were serving meals to saints to go on serving saints till they roared like lion, if they intended to please Mahārāj. “In this brahmayajña only thing to be done is to dine, to play and take promise of ultimate liberation. I want to make all happy in the happiness of Mūrti. The pleasure of Śrī Mahārāj seems to be much in this yajña.” Saying so during the incident of Vachanāmṛt kathā Bāpāśrī said, “During this time nobody would be left out.” Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī overflow the sea of joy by the brahmayajña in the form of doing katah-vārtā by all of you three Sadgurus. Festival kapila chhath and mahodaya parva has come-such samaiyā is rare to happen often.” Thus Bāpāśrī would come for giving darśan at the time of meals and in kathā in the morning, in the afternoon, in the evening and at night. Then he would show much pleasure by discourses.

          Once in the morning assembly, Bāpāśrī while applying sandalwood paste to Purāṇī Keśavpriyadāsjī with much love, he said, “Purāṇī Mahārāj! You have performed a big task-you are doing kathā dwelling in Mūrti so, Mahārāj, saints devotees, all are very much pleased. Mahārāj shines luminously in this assembly in the centre. Infinite muktas sit round Mūrti. AnadiMuktas are taking happiness by remaining engrossed. Everything is luminous, luminescence emits abundantly. The one who has such wonderful feeling will become mad. What to talk about the Master of infinite cosmoses! And where is the place of wretched jīva! Thus, impossible has become possible.” Saying so, he sat in assembly. When kathā was over, all saints sat near him. At that time devotees were called for meals so all of them went. Then Bāpāśrī looking at Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Ghanśyāmjīvandāsjī told other saints, “These are our great saints. See! Always remain immersed in Mūrti. You all become such. Do not keep attachment to Akṣarkoṭi, etc. or elsewhere excepting to Mūrti. We have come only to do that one task. Some are very much knowledgeable in worldly affairs so forgetting Mūrti, they keep themselves engaged in work-what do they achieve? We are of Puruṣottamnārāyaṇa so we should always have intoxication of Mūrti.” Then Bāpāśrī asked Swāmī Īśvarcharaṇadāsjī to make saints and devotees very much happy. “All these devotees have come crossing the sea to please you.” Swāmī Ghanśyāmjīvandāsjī said, “Bāpā! You are like magnet. We are following you.” Bāpāśrī said, “Swāmī! You are hiding your power but I know everything. You have maintained, the track of Mahānubhāvānaṅd Swāmī. Nothing is dear to your heart excepting Mūrti.” Then Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī, “This Swāmī is brave in observing commands. Nobody can talk loosely before him. Blessing of Mahānubhāvānaṅd Swāmī would be such. Great Naṅda Sadgurus never left Śrījī Mahārāj even for a moment so divine power of that assembly was seen naturally. They all would appear by the saṅkalpa of Mahārāj. How can jīva know their state? Muktānaṅd Swāmī says, ‘Hari harijanni gati chhe nyari, ane deh-darshi dekhe pota jeva sansari’ (the state of God and devotees is mysterious-human beings considers them as they themselves are). They cannot be recognised as they are without divine feeling. This assembly is beyond words, divine luminous and without attributes. Saṅkalpas of this assembly work. This time many have been benefited. All activities of such saints should be known as beneficial. Saints sitting in this assembly seem as if garden (forest) of lotus of sunflower were blooming! In the same way eyes of all are fixed on Mūrti. This divine assembly appears miraculous because such great Sadgurus sit in front, Śrījī Mahārāj looks at all with His nectar sight.”

          In the night assembly kathā of Vachanāmṛt was being read. Then Bāpāśrī said, “Everything has been explained by Mahārāj in it. Nothing remains to be told or explained. But tendency of jīva is topsy turvy, so it does not know about it. Some try to understand these spiritual talks by the aid of intellect-how can they understand? Mahārāj says that though it has been written in scriptures, it can only be understood when Satpuruṣa come in this world. Similarly these saints explain day and night but jīva has been affected by māyā so it does not understand as Mahārāj says. Some consider Mahārāj to be like other incarnation. Some reach up to Akṣar etc. but everything is activity without Mahārāj. Ultimate liberation is not possible without cause (Mahārāj).  It is very mysterious talk but Mahārāj and muktas have made it easy, so salvation has become easy. The state of Anādi can be achieved through Anādi but it cannot be done without Anādi. How much can be achieved by means? One is kept in Mūrti by Mahārāj only by His grace. Therefore, those who are sincere followers of Mahārāj should be proud of Mūrti’s power.” || 136 ||