Gujarati / English

ચૈત્ર વદ 0)) અમાસને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ સંત અમારી ગાયો છે. આ સંત સુખી તો અમે સુખી અને આ સંત દુઃખી તો અમે દુઃખી. કેમ જે આવા સંતને જોગે ભગવાન ઓળખાય. તે વિના સર્વોપરી ભગવાન પ્રત્યક્ષ વિચરતા હોય તોપણ ઓળખાય નહિ. સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્માદિક કોઈ આ બ્રહ્માંડથી આગળ નથી ગયા. પુરુષોત્તમ નારાયણ તો સર્વેના કારણ છે, એમનો કોઈ કર્તા નથી. એ સૌના કારણ છે, કર્તા છે, નિયંતા છે, આધાર છે; એમ સમજે તો કામ થાય. કાં તો મહારાજની મૂર્તિના સુખભોક્તા આવા સંત મળે તો આગળ જાય એટલે કે એ વાત સમજાવે. આ બધા સંત આવ્યા છે તે મૂકશે નહિ, ઉપાડી જશે એટલે કે ઠેઠ મહારાજની પાસે લઈ જશે.” એમ રમૂજ કરી.

પછી બપોરના ત્રણ વાગે બાપાશ્રી તથા સંત-હરિભક્તો સર્વે છત્રીએ ગયા ત્યાં સૌ દર્શન કરી ધર્મશાળામાં બેઠા. પછી બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણીક વાતો કરીને સર્વેને સુખિયા કર્યા. તે વખતે નારાયણપુરથી ખીમજીભાઈ તથા હરજીભાઈ આદિ ચંદન ઘસીને તથા હજારી ફૂલના હાર તૈયાર કરીને લાવેલા તેથી બાપાશ્રીની અને સંતોની પૂજા કરી હાર પહેરાવ્યા.

બાપાશ્રીએ પણ સૌના ભાલે ચંદન ચર્ચ્યું ને બોલ્યા જે, “આ ચંદન દુર્લભ છે, ચર્ચનારા પણ એવા જ છે. આ સંત પણ મૂર્તિમાં રહેનારા છે તેથી સૌને ચમકની પેઠે ખેંચે છે. એ જ્યાં બેઠા હોય ત્યાં સભા ભરાઈ જાય છે.”

સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોની પ્રશંસા કરતા બોલ્યા જે, “અમે આવા સંતના જોગ-સમાગમ ને રાજીપાથી સુખિયા છીએ.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! આપે સાજા સત્સંગને સુખિયો કર્યો છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આપના એવા સમાચાર મળે છે કે, ‘આજ અમને બાપાશ્રીનાં દર્શન થયાં, અમારા પર અતિ પ્રસન્નતા જણાવી, મહારાજ તથા સંતનાં મંડળ પણ સાથે હતાં, આમ કહ્યું, આમ ભલામણ કરી.’ આવી રીતે આપે આ સમે સત્સંગમાં બહુ દયા વાપરી છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ સૌને સુખ આપે છે. એ મૂર્તિ જ એવી ચમત્કારી છે. મૂર્તિમાં રહેનારા મુક્ત તો મૂર્તિ ભેળા જ હોય.”

એમ વાત કરતા હતા ત્યાં ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલે આવી બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કર્યા.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ માસ્તરને ઓળખ્યા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આ તો ખરેખરા વિશ્વાસી ને પ્રેમી. આપણે જ્યારે સાણંદ દરબારને ત્યાં ગયા હતા ત્યારે ત્યાં તેડવા આવેલા જે, ‘બાપા! સ્વામી આદિ સંતોને લઈને અમારે ગામ ગોધાવી પધારો.’ પણ આપણે ઉતાવળ હતી તેથી એમ કહ્યું જે, ‘માસ્તર, આપણે સદાય ભેળા જ છીએ. અમે તમારે ગામ આવ્યા એમ જાણી રાજી રહો.’ ત્યારે તે કહે, ‘બહુ સારું, જેવી આપની મરજી.’ એવા વિશ્વાસી છે.”

એમ કહી બન્નેને બાપાશ્રીએ ચંદન ચર્ચી પોતાના કંઠમાંથી ઉતારી હાર પહેરાવ્યા અને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી.

પછી સૌ સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી છત્રીની ધર્મશાળા પર અગાસીમાં પધાર્યા. ત્યાં સંતોએ બાપાશ્રીનું વચમાં આસન કર્યું ને ફરતા સૌ ગરબી ગાયા. પછી એ સર્વેને મૂર્તિમાં રાખવાનો વર આપી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા.  II ૧૪૧ II

In the morning of Chaitra Vad 30th, Bāpāśrī, showing his favour, talked in the assembly held in the temple of Vṛṣpur. He said, “These saints are like my cows. If they are happy I am happy and if they are unhappy, I am also unhappy, because God is recognised through such saints and without them even supreme Lord may be moving about in the human form will not be recognised. The sun, the moon, Śiva, Brahmā, etc. have not gone beyond this cosmos. Puruṣottamnārāyaṇa is cause of all-nobody is His creator. He is the cause of all, doer, controller, support of all-if one understands thus, he will be fulfilled or if such saint enjoyer of happiness of Mūrti is met, he would explain that talk. All these saints who have come will not leave you, will abduct you, means will take you directly to Mahārāj-Bāpāśrī” said thus in joyous mood.

          At about three in afternoon Bāpāśrī, all saints and devotees went to Chhatrī, had darśan and sat in the inn. Then Bāpāśrī gave many talks about the greatness of Mahārāj and made all happy. At that time Khīmjībhāī, Harjībhāī, etc. who had come from Nārāyaṇpur had brought with them sandalwood paste and garland of hajari flowers, they performed pūjā of Bāpāśrī and saints with garlands and sandalwood paste. Bāpāśrī also applied sandalwood paste to all and said, “This paste is rare, and those applying it are also like it. This saint is dweller of Mūrti so he draws all like magnet and wherever he sits, the assembly is automatically held.” Saints viz, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, etc.were praised and Bāpāśrī said, I am happy because of association with such saints and their pleasure.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! You have made the whole satsaṅg happy. Wherever we go we get the news that they had your darśan and showed his pleasure on us, Mahārāj and group of saints were also with him. You said thus, you advised thus. Thus, presently you have shown much mercy in satsaṅg.” Bāpāśrī said, “Śrījī Mahārāj gives happiness to all-such miraculous Mūrti is that. Muktas dwelling in Mūrti are with it naturally.” While Bāpāśrī was talking thus, Jagannāth, the teacher,  of Godhāvī and his son Maṇilāl came and prostrated before Bāpāśrī with Jay Swāmīnārāyaṇa.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Did you recognise this teacher?” Bāpāśrī said, “Yes. He is really faithful and has love. When we had gone to the Darbar of Sanad, he came there to fetch me and requested me to visit Godhāvī along with Swāmī, etc. saints. As I was in hurry I told him that we are always together and think that I have come to your village and be pleased. Then he said all right, as you please, such is his faith”- then Bāpāśrī applied sandalwood paste to both and removed garlands from his neck and garlanded them put his hand on their heads showing much pleasure. Thereafter Bāpāśrī along with saints and devotees went on the terrace of the inn of chhatrī. There saints and devotees sang garbī and Bāpāśrī was given a seat in the centre. All of them were blessed with the boon of keeping all of them in Mūrti and Bāpāśrī along with all came to the temple.|| 141 ||