Gujarati / English

વૈશાખ સુદ-૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આવો સમય ફેર ફેર નહિ મળે, માટે બીજાં બધાંય કામ ખોટી કરીને આ જોગ કરી લેજો. આ લાભ અક્ષરધામમાં છે કે અહીં છે.”

એમ કહીને પ્રસન્નતા જણાવી સૌ સંતોને બોલાવીને કહ્યું જે, “આવો સંતો! આજ બ્રહ્મરસ વરસે છે. આ દિવ્ય સભામાં શ્રીજી મહારાજ તેજોમય બિરાજે છે. મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે. આપણે એ દિવ્ય સુખનો આહાર કરવો.

“સંતો! તમે અમારા માટે દરિયામાં આગબોટ તથા વહાણનાં દુ:ખ વેઠો છો ને અહીં આવી જોગ-સમાગમ કરો છો તેથી તમને સમાસ ઘણો થાય છે અને અહીંના છે તે લાભ લઈ શકતા નથી. કેટલાક તો ‘હમારા ઘરકી બાત હે’ એમ જાણતા હશે, પણ તમારા પર શ્રીજી મહારાજની તથા મોટાની દયા છે તેથી મહિમા જાણી જોગ-સમાગમ કરો છો. અમારે તો સૌને મૂર્તિમાં રાખવાનો જ ઠરાવ છે, બીજું કાંઈ કામ નથી. તેથી ઘેર ઘેર જઈએ, ગામ-પરગામ જઈએ, પણ ઠરાવ એ એક જ. આ વાત જે જાણતા હોય તે જાણે. સત્સંગમાં બધાય પોતાના મોક્ષ માટે આવ્યા છે તે ગરજું તો હોય, પણ નબળાના સંગદોષે મહિમા જાણી ન શકે. કેટલાક તો સમજ્યા વિના ખોટનો વેપાર કરી બેસે એવાય હોય. એવા જીવનું પણ આપણે તો સારું થાય એવો સંકલ્પ કરવો.

“મહારાજ તથા મોટા મુક્તને તો સૌ જીવને સુખિયા કરવા છે એવી જ એમની દયા છે. તેથી મોટા સંતો એમ કહે છે કે, ‘જીવને કલ્યાણ માટે મહારાજ તથા મોટા મુક્તના વેચાણ થઈ રહેવું’, પણ જીવમાં અનાદિકાળનું અજ્ઞાન ભર્યું છે તેથી એવો મહિમા જાણી ન શકે. શ્રીજી મહારાજ સર્વત્ર છે, તેમ આ સભા પણ એ પુરુષોત્તમ ભગવાનની છે તેથી સર્વત્ર છે. કયા ઠેકાણે ન હોય? માટે સંતો! મહારાજ તથા આવી દિવ્ય સભાને ભેગી ને ભેગી રાખજો. આ અખંડ જોડાઈ રહેવું ને સદાય એમ જ વર્તવું અને વાતો પણ એવી જ કરવી, પણ મૂર્તિ ભૂલીને વાતોને નોરે ચડી જવું નહિ. મૂર્તિ વિનાની બીજી વાતો કરવી તે તો ખોટી થવા જેવું છે, માટે ખરા અનુભવી થવું. આવો અવસર ફેર આવવો બહુ દુર્લભ છે.”

એમ વાતો કરી સૌ સંતોને રાજી કર્યા. પછી નારાયણપુરથી ધનજીભાઈના ત્રણે દીકરા વૃષપુર આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને પ્રાર્થના કરી જે, “બાપા! સંતો અહીં ખપે એટલા દિવસ રહે, પણ જ્યારે દેશમાં પધારે ત્યારે તમો આ સદગુરુ તથા સંતોને સાથે લઈને નારાયણપુરમાં સૌને દર્શન દઈ જજો.”

ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, “સંતો દેશમાં જવાની ઉતાવળ કરે છે; કેમ જે તેમને માથે મંદિરના વ્યવહાર, તેથી કથા- વાર્તા કરવા ગામડાંમાં જવું પડે, ધર્માદા પણ ઉઘરાવવા હોય; એવાં કામ તેમને ઘણાં તેથી તાણ કરીને રોકીએ તો રાજી ન થાય; નહિ તો એક-બે મહિના હજી રાખીએ.”

પછી સંતોને પૂછતાં એકાદ માસ રહેવામાં તાણ પડશે એમ માંહો માંહી વાત કરતા હતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમારે કામ હોય તો સુખે જાઓ. જો રહો તો રાજી છીએ અને જાઓ તો સદાય ભેગા છીએ.”

એમ કહી પુરાણી કેશવપ્રિયદાસજીને ભુજ જવાની આજ્ઞા કરીને કહ્યું જે, “તમે ત્યાં જઈને કથા-વાર્તા કરજો ને સૌને મૂર્તિને સુખે સુખિયા કરજો. આ સદગુરુઓ સંતોએ સહિત નારાયણપુર થઈને ભુજ આવશે તે ત્યાં ચાર દિવસ રોકાશે.”

એમ કહી તેમને વિદાય કર્યા. પછી પોતે પણ સંતોએ સહિત નારાયણપુર પધાર્યા. ત્યાં સૌ હરિભક્તોને દર્શન દઈ, વાતે-ચીતે સુખિયા કરી ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડ્યા.

પછી સંતોને દેશમાં જવાની આજ્ઞા કરી સર્વેને મળ્યા ને કહ્યું જે, “તમો ચાર દિવસ ભુજમાં રોકાજો.”

ત્યારે સંતોએ પ્રાર્થના કરી જે, “બાપા! અમારા ઉપર આપ રાજી છો તેવા ને તેવા સદાય રાજી રહેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે તમારા ઉપર સદાય રાજી છીએ. તમો પણ સભા છેટી છે કે બીજે છે એમ જાણશે તેને ખોટ જશે. પછી દાખડો ઘણો પડશે, પણ આવું સુગમ નહિ થાય. માટે મહારાજની મૂર્તિમાં સદાય મૂર્તિમાં રહી મૂર્તિનાં સુખ ભોગવજો.”

એમ આશીર્વાદ આપી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંતો ભુજ ગયા.  II ૧૪૫ II

On the day of Vaishakh Sud 6th, Bāpāśrī showing his favour, talked. He said, “This time will not come again so leave aside all work and seize the opportunity. This benefit is either in Akṣardhām or here. Saying so Bāpāśrī showed his pleasure. He called all saints and told them today Brahmras rains. In this divine assembly luminous Śrījī Mahārāj shines. Showers of happiness emits from Mūrti. We should intake that divine happiness. Saints! You come here by facing troubles of steamer and boats in sea and do association so you get much benefit, on the other hand those who are here cannot take that benefit. Some may be considering me ‘Hamara gharki bat hai’ (being a family member there is no value-regards they treat as an ordinary person) but Śrījī Mahārāj and muktas have mercy on you so you do association with knowledge of greatness. I have resolved to keep all in Mūrti, there is no other work. Therefore, I go from house to house and village to village. But the resolution is that one only. This thing is known to one who knows it. In satsaṅg all have come for their salvation and even though they are needy, cannot know greatness because of weak association. Some are such that they do the business of loss without understanding. We should think (do saṅkalpa) that there should be the good of even such jīva. Mahārāj and great muktas want to give happiness to all jīvas-such is their mercy. Therefore, great saint says that jīva should surrender itself to Mahārāj and great muktas for its liberation, but jīva possess ignorance of very old time so it cannot know about such greatness. This assembly belongs to Lord Puruṣottam so it is omnipresent just as Śrījī Mahārāj is omnipresent. Where cannot He be? Therefore, saints! Keep Mahārāj and such divine assembly with you. Join constantly and behave always like it and should do the same type of talks but never go on talking forgetting Mūrti. Talking about other things without Mūrti is like getting late. Therefore, be real experienced. Such time is rare to come again.” Thus all saints were pleased by talk. Then all three sons of Dhanjībhāī came to Vṛṣpur from Nārāyaṇpur and after darśan of Bāpāśrī requested Bāpāśrī to let saints stay here as many days as they like but when they went back, request them to come to Nārāyaṇpur along with this Sadguru and saints and give darśan to all of us. Bāpāśrī told them, “Saints are in hurry to go back because they have responsibility of administrating the temple so they have to go to villages for kathā-vārtā, to collect donation and such many other things, so if we insist them for staying for more days they will not be pleased, otherwise I would keep them for one or two months more. When saints were asked, they were discussing among themselves that to stay one month more would be difficult, then Bāpāśrī said, if you have work, you can go happily. If   you stay, I will be pleased and if you go we are always together.” Saying so, Bāpāśrī asked Purāṇī Keśavpriyadāsjī to go to Bhuj and do kathā-vārtā there and make all happy in the happiness of Mūrti. “These sadgurus along with saints will come to Bhuj via Nārāyaṇpur and will stay there for four days.” Saying so, they were sent off.” Then he himself along with saints came to Nārāyaṇpur, there all devotees were given darśan, were made happy with talks and Ṭhākorjī was offered meals at Dhanjībhāī’s house. Then saints were told to go back to their place, met all and told them to stay at Bhuj for four days. Saints prayingly said to Bāpāśrī to remain pleased with them, as he is always pleased. Bāpāśrī told them, “I am always pleased with you. If you think that the assembly is away or elsewhere it will be a loss. Then more efforts will be required but it will be not so easy. Therefore, always remain in Mūrti and enjoy happiness of Mūrti.” Thus, blessing them Bāpāśrī came to Vṛṣpur and saints went to Bhuj. || 145 ||