Gujarati / English

વૈશાખ સુદ-૧૨ને રોજ બાપાશ્રીએ અરજણભાઈના દીકરા રામજીને સદગુરુ આદિ સંતોને પાછા તેડી લાવવા માટે મોકલ્યા.

તેમણે ભુજ આવીને વાત કરી જે, “તમને બાપાશ્રીએ તેડાવ્યા છે તેથી તમો સર્વે સંતો વૃષપુર આવો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બહુ સારું.”

પછી સંતો સુદ-૧૩ને રોજ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી તે ઠાકોરજીને થાળ જમાડીને વૃષપુર આવ્યા.

તે વખતે બાપાશ્રી ચોકમાં સૂતા હતા તે સંતોને જોઈને બોલ્યા જે, “અમે તમારી વાટ જોઈ રહ્યા હતા. તમો આવ્યા તે બહુ સારું કર્યું.”

એમ કહી ઊઠીને સર્વે સંતોને મળ્યા. પછી એમ બોલ્યા જે, “તમારા વિના સૂનું દેખીને મનમાં એમ થયું જે, ‘સખી સૂનાં સર્વે લોક ચડે મારી નજરે’, ‘મારે એકે ન રહ્યું આધાર ક્યાં જઈ ઊભિયે’,  ‘સખી પિયુ રીઝાવ્યાની રીત એકે મુને ન જડી.’ એમ તમને ન દેખીને અમે ઉદાસ થઈ ગયા હતા, તે તમે આવ્યા તેથી બહુ આનંદ થયો.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, “તમારે જવું હતું અને અહીં આવવાનું નહોતું, પણ અમે પાછા વાળ્યા. અમે તમને નેવળ બાંધીને રાખીએ એવા છીએ. તે આગળ ફરી વળ્યા ને પાછા વાળી લાવ્યા. હવે જવાના સંકલ્પ કરતા નહિ.”

પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું, ત્યારે તેમાં એમ આવ્યું જે ત@વે કરીને ભગવાનને ઓળખવા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘ત@વે કરીને ભગવાનને જાણે એટલે મૂર્તિનું સુખ યથાર્થ આવે’, એમ મહારાજ કહે છે. માટે આવા અનાદિમુક્તનો તથા આવા સંતનો જોગ-સમાગમ કરી મહારાજને જેવા છે તેવા  જાણી પોતાનું પૂરું કરી લેવું. આવો જોગ ફેર આવવો બહુ દુર્લભ છે. અહીં હાલ વિવાહ ચાલે છે તે લોકો ગાંડા જેવા થઈ ગયા છે. આપણે તો પુરુષોત્તમવિવાહ કર્યો હતો, એવો વિવાહ તો મોટા રાજાથી પણ બની શકે નહિ. આપણે તો ‘સાહેબ સરીખા શેઠિયા, વસે નગર કે માંહી; તાકું ધન કી ક્યા કમી જ્યાકી ચલે નવ ખંડ માંહી’ એવું હતું. અહીં તો સર્વે મહિમાએ સહિત સેવા કરે, પણ સૌની નજર મૂર્તિમાં હોય; બીજું કાંઈ દેખાય નહિ, તેમ બીજું કાંઈ પેસેય નહિ. સૌની એક જ વૃત્તિ. એવી મહિમાએ સહિત સેવા કરતાં દેહને તો ગણતા જ નહિ. આ રીતે પુરુષોત્તમવિવાહ થાય.”

પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે મૂર્તિ જેવડા જ મૂર્તિમાન છે એમ મોટા સંતો કહે છે તે બધા કેવી રીતે રહ્યા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ વાત આ લોકના દૃષ્ટાંતથી સમજાય તેવી નથી. એ તો સાક્ષાત્કારવાળા જેમ છે તેમ જાણે અથવા મહારાજ દયા કરીને બતાવે તે દેખે. મૂર્તિમાં મુક્ત સર્વે સાકાર થકા રસબસભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મૂર્તિમાં એવું જ અલૌકિક ઐશ્વર્ય છે. જેમ ચિંતામણિમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલા પદાર્થ નીકળે તોપણ ચિંતામણિ દૂબળી પડતી નથી. અને એ બધું એમાં પાછું સમાઈ જાય તેણે કરીને પુષ્ટ પણ થતી નથી એ તો જેવી હોય તેવી ને તેવી જ રહે છે. એવું સામર્થ્ય જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિષે અલૌકિક સામર્થ્ય હોય તેમાં શું કહેવું? એ તો હોય જ. માટે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું.”

પછી એમ પૂછ્યું જે, “બાપા! મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે સર્વેને સુખ સરખું આવતું હશે કે અધિક-ન્યૂન આવતું હશે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સર્વે મુક્તને એક સરખું જ સુખ આવે છે. અધિક-ન્યૂન ખરું, પણ સિદ્ધકાળમાં તો અધિક-ન્યૂન કહેવાય નહિ.”

પછી વળી પૂછ્યું જે, “ધ્યાનની લટક તો સન્મુખપણાની હોય અને સમજણ તો મૂર્તિમાં રહેવાની હોય તેને કેવી પ્રાપ્તિ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેવી સમજણ છે તેવી પ્રાપ્તિ થાય. જેને મૂર્તિમાં રહેવાની સમજણ છે તેને મહારાજ મૂર્તિમાં જ રાખે, પણ કાંઈ બાકી રહે નહિ.”

તે વખતે વળી દેવરાજભાઈએ પૂછ્યું જે, “મૂર્તિઓને વિષે દિવ્ય ભાવ હોય જે, ‘આ મૂર્તિઓ તે પ્રત્યક્ષ ભગવાન છે’, પણ મનુષ્યરૂપે મહારાજ તથા મુક્ત વિચરતા હોય તેમને ઓળખે નહિ તેનું શું કારણ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ અને મુક્ત મનુષ્યરૂપે વિચરતા હોય તેમને ઓળખે નહિ તેણે મૂર્તિઓને વિષે પૂરો દિવ્ય ભાવ જાણ્યો નથી; તે તો મુખેથી કહેવા માત્ર જ છે. પણ જો મૂર્તિઓને દિવ્ય જાણી હોય તો તે મનુષ્યરૂપે મહારાજ અને મુક્ત વિચરતા હોય તેમને જરૂર ઓળખે. એમને જે ન ઓળખે તેમને તો મૂર્તિઓને વિષે દિવ્ય ભાવ છે જ નહિ.”  II ૧૪૬ II

On the day of Vaishakh Sud 12th, Bāpāśrī sent Rāmjībhāī the son of Arjanbhāī to bring back Sadguru, etc. saints. He came to Bhuj and told all saints that Bāpāśrī wanted all saints to come to Vṛṣpur. Swāmī Īśvarcharaṇadāsjī said that all right. Then saints came to Vṛṣpur on Vaishakh Sud 13th, after offering thāḷ to Ṭhākorjī which was arranged by Vithaljibhāī. At that time Bāpāśrī was sleeping in the square, on seeing them he said, “I was waiting for you. It is good that you have come.” Saying so, he got up and met all saints. Then Bāpāśrī said, “Everything looked blank without you and thought like this, ‘Sakhi soona sarve lok chade mari najare , mare eke na rahyo ādhar kyan jay ubhiye.’ Sakhi piyu rizavyani rit eke mune na jadee’ (in my sight everything looks blank – I have no support so where to stand- I did not know how to please piyu-Mahārāj). I became gloomy because I did not see you. Now I am very much pleased because you have come. Then he told Swāmī Ghanśyāmjīvandāsjī that you wanted to go and did not want to come here but I made you return. I am such that I would tie with an anchor and keep you. So I came in front of you and brought you back now do not think of going back.”

          Then in the evening 63rd, Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. It said that God should be recognised by essence. Bāpāśrī said that if one knows God by essence, he will properly get happiness of Mūrti, Mahārāj says thus. Therefore, one should associate with such Anādi muktas and such saints and should know Mahārāj as He is and get himself fulfilled. This kind of opportunity is rare to come again. At present the season of marriage is going on here so people have become over joyous. We had celebrated marriage of Puruṣottam-such celebration is not possible even for a great king.” ‘Saheb sarikha shethiya, vase nagar ke manhi. Taku dhanki kya kami, jyaki hundi chle nav khand manhi’ (Śeṭh Saheb-Mahārāj dwells at the nagar-Akṣardhām so there is no shortage of wealth because His hundi-bearer cheque can be accepted in all nine cosmos)-we had like that.  Here all do sevā with the knowledge of greatness but all have their sight in Mūrti. They do not see anything else and nothing else would go in. All have only one tendency. While performing sevā with such knowledge of greatness, they would not care for body. Thus, Lord Puruṣottam’s marriage is celebrated.”

          Then Devrājbhāī asked, “Great saints say that muktas dwell in Mūrti and they are as great as Mūrti-how do they all live?” Bāpāśrī said, “That matter cannot be understood by the example of this world. It is known to the realised ones. They know it, as it is, or one can see if Mahārāj shows him by His mercy. All muktas dwell in whole Mūrti by remaining engrossed in it and dwell physically (sākār).Mūrti possesses such wonderful divinity.  Just as chiṅtāmaṇi gives so much, so many things that cosmos is fully filled, even then chiṅtāmaṇi does not become weak (thin) and if everything goes back into it, it does not become fat-it remains as it is. Such capacity is possessed by an inanimate thing by his power. Then if divine capacity is possessed by self (Mahārāj) what to say about it? It must be there. Therefore, enjoy happiness of Mūrti by dwelling in Mūrti.” Then he asked, Bāpāśrī, “Infinite muktas dwell in Mūrti. Whether, all of them get the equal happiness or in more or less proportion.” Bāpāśrī said, “All muktas get happiness in the same proportion. Of course it is more or less in proportion but in the realised state it cannot be said so.”

          Then again he asked, “If one has the art of meditating in front and the understanding is of dwelling in Mūrti- what will he achieve?” Bāpāśrī said, “The achievement will be according to understanding. The one who has understanding for dwelling in Mūrti, Mahārāj keeps him in Mūrti but nothing remains.” At that time Devrājbhāī again asked, “One has divine feeling for Mūrtis in the sense that these Mūrtis are God Himself but when Mahārāj and muktas move about in the human form, he does not recognise them- what is the reason?” Bāpāśrī said, “If he does not recognise Mahārāj and muktas when they move about in human form, it means he has not known perfect divine feeling of Mūrti, it is for the sake of saying only. But if he has known Mūrtis as divine, he will definitely recognise when Mahārāj and muktas move about in human form. He who does not recognise them has no divine feeling for Mūrti.” || 146 ||