Gujarati / English

સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી સભામાં પધાર્યા, સૌને જય સ્વામિનારાયણ કરી ધ્યાનસ્થ બેઠા, તે વચનામૃતની કથા થઈ રહી ત્યાં સુધી એમ ને એમ બેસી રહ્યા.

પછી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોને કહ્યું જે, “તમને અમે પાછા તેડાવ્યા તે ઠીક થયું ને?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! બહુ દયા કરી.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! આ ફેરે તમે ગયા હતા પણ અમને તમારા વિના સારું લાગ્યું નહિ. રામપુર એક રાત જઈ આવ્યા, પણ આ સભા વિના સૂનું લાગ્યું. અમને આવી સભા અખંડ ખપે. તમે પણ આ લાભ લઈ લેજો. અમે તો સૌને કારણ મૂર્તિમાં રાખીએ છીએ.

“અહીં કેટલાક એમ જાણે છે જે, ‘બાપો અમારી નાતના છે.’ એવાને આ વાતની ખબર ન પડે. તમારામાંય કેટલાક અહીં મૂર્તિનું સુખ લેવા આવ્યા હોય ને હેત બહુ જણાવતા હોય, પણ જ્યાં કોઈ બે શબ્દ આમતેમ બોલે તેટલામાં તો બીજી રીતના ઘાટ-સંકલ્પ કરવા માંડે છે. એવાને આ જોગમાં સુખ આવે નહિ. પણ જેને દિવ્ય ભાવ છે તે તો આ સભાના જોગે ન્યાલ થાય છે.

“મહારાજ સૌને સુખ આપે છે. બહારવૃત્તિવાળાને આવી વાતની ખબર ન પડે. આજ તો અમૃતના ઘન વરસે છે, તેથી એ સુખમાં સૌ રસબસ નાય છે. આમ સમજાય તો કાંઈ અધૂરું ન રહે. આવી બ્રહ્મસભામાં જે આવે તેનાં અનેક જન્મનાં પાપ નાશ પામી જાય છે. મહારાજના અનાદિની વાત જ જુદી છે. કેટલાક સત્સંગમાં આવી વાત જાણ્યા વિના દૃષ્ટાંત-સિદ્ધાંત મેળવતા હોય તેવાને કહીએ, સમજાવીએ તોય માને નહિ તેમ સમજે પણ નહિ અને તમારા જેવા વિશ્વાસી છે તે કામ કાઢી જાય છે.

“જ્યારે અનંત જન્મનાં સુકૃત ઉદય થાય ત્યારે આવા મોટાની ઓળખાણ થાય છે. ‘શ્રીજી મહારાજને તથા મોટા મુક્તને જે ન ઓળખે તે તો ખીજડા જેવા છે. અને આ દિવ્ય સભાને વિષે નિષ્ઠા હોય તે તો આંબા જેવા છે.’ એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તે ખીજડામાં તો સાંગર્યો જ આવે. મહારાજ તથા મોટા મુક્તને વિષે હેત ન હોય તો તેનો મોક્ષ કેમ થાય?”

એવી રીતે બાપાશ્રી સવાર-સાંજ કથા પ્રસંગે મહારાજના મહિમાની ઘણીક વાતો કરતા.

એક દિવસ બપોરે બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તો વાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ વાત કરી જે, “સ્વામી! અમે તો આવા ડુંગરામાં બેઠા છીએ, પણ મૂર્તિને સુખે સુખિયા છીએ. અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી. અમારે તો એક મૂર્તિ આપવાનો જ ઠરાવ છે. આ વખતે સૌને તેડાવી યજ્ઞ કરવાની તાણ હતી તે પૂરી થઈ. તમને પણ ઠીક રાખ્યા. અમારે તો તમને સર્વે સંતોને આ ફેરે રાખવાનો વિચાર ઘણો હતો. અમને એમ હતું જે, આ આંબામાં હજી કેરીઓ નાની છે તે અષાઢ મહિનો બેસતાં બરાબર પાકી જશે, ત્યાં સુધી જો સંતો રાજી થઈને રહે તો રસપુરીની રસોઈ કરી ઠાકોરજીને તથા સંતોને જમાડીએ; કેમ કે હવે આપણે આવો જોગ વારે વારે ક્યાંથી આવે! તમ જેવા સંતનું મળવું બહુ મોંઘું છે. અંતરવૃત્તિએ તો સદાય ભેગા છીએ, પણ આમ પ્રત્યક્ષ ક્યારે મળાય!

“આ વખતે સત્સંગમાં શ્રીજી મહારાજે બહુ સુખ આપ્યું, તેમ આવા અનાદિના જોગ-સમાગમે અનેક મૂર્તિના સુખભોક્તા થયા. ધ્યાને કરીને મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તોપણ આવા જોગની વાત દુર્લભ છે. આ સભામાં જે કામ આ ટાણે થાય છે તે લાખો વરસ સાધન કરે તોપણ ન થાય. સ્થિતિવાળા પોતે તો સુખિયા રહે, પણ આમ કરોડો જીવને મૂર્તિના સુખમાં પહોંચાડી ન શકે. આ તો શ્રીજી મહારાજના સંકલ્પથી આવું સુગમ છે. એ લાભ આપણને મળ્યો છે, તે કેવાં મોટાં ભાગ્ય!

“તમે રાજી થઈને રહો તો જ્ઞાનયજ્ઞ થાય. તમે અહીં રહેવામાં કાંઈ બીજો વિચાર ન કરશો, કેમ જે આપણે ઘેર કોઈ વાતની ખોટ નથી. અમારા છોકરા બાજરો પકવે છે તે આપણે ભેગા મળી ઠાકોરજીને જમાડશું ને મૂર્તિના સુખની વાતો કરશું. આ વખતે તો તમને જવા દેવાની મારી ઈચ્છા જ થતી નથી. હવે તમે બધા ભેળા થઈ વિચારી નક્કી કરો. જો જવાનું કરો તોય તમારી મરજી, ને રહો તો આપણે ભુજ, માધાપુર ભેગા જશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે અહીં રહો તો ઠીક. અમે તમને અષાડ માસમાં જરૂર છૂટા કરશું. તમારે તો જ્યાં જાઓ ત્યાં આ એક જ કામ કરવાનું છે. વળી, અમને પણ એવો જ સંકલ્પ થાય છે જે તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક. તમે જો રહો તો ભલે અને તાણ હોય તો સુખેથી જાઓ.”

એમ કહી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. રાત્રે કથા-વાર્તા થઈ રહી પછી પોતે પોઢી ગયા અને સંતો વાડીમાં બાપાશ્રીએ વાતો કરેલ તેથી રહેવાનો કે જવાનો વિચાર કરતા હતા, પણ કાંઈ નિર્ણય થયો નહિ. પછી સર્વે સૂઈ ગયા.  II ૧૪૭ II

Bāpāśrī came to the assembly after finishing his morning routine, said Jay Swāmīnārāyaṇa to all and sat in the meditation position and continued to sit like that till the kathā of Vachanāmṛt was over. Then Bāpāśrī asked Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī and Swāmī Ghanśyāmjīvandāsjī, etc. saints, “Was it not good that I called you back?” Swāmī Īśvarcharaṇadāsjī said that he has shown much mercy. Bāpāśrī said, “Swāmī! This time I did not like of your going away from here. I had been to Rāmpur for one night but it seemed blank without this assembly. I want such assembly constantly. You should also take this benefit. I keep all in the causal Mūrti. Here some know me that I belong to their caste, such would not know about this talk. Some among you have come here to take the happiness of Mūrti and show much love but if someone says some words in other way, doubting thoughts of different type would begin. Such do not get happiness in this association. But one who has divine feeling becomes fulfilled in the association of this assembly. Mahārāj gives happiness to all. The extrovert does not know this thing. Today there are shower of nectar so they all take bath remaining engrossed in happiness. If it is understood thus nothing remains unfulfilled. The sins of many births of one’s who comes in such Brahmsabha are burnt. To say anything about Mahārāj’s Anādi is something which is beyond words. Without having knowledge of such talk, some get example-principle from others and if I tell them or explain to them they will not believe, moreover do not understand, whereas on the other hand those who are like you in faith get their work done. When the good deeds of many past births come into force, such muktas are recognised by him. Those who do not know Śrījī Mahārāj and great muktas are like khījaḍā tree and those who have faith for this divine assembly are like the mango tree. It has been said thus by Anādi Mukta Guṇātitānaṅd Swāmī, the khījaḍā tree bears the fruits of sangaryo which are of no use. If there is no love for Mahārāj or great muktas, how can one be liberated?” Thus Bāpāśrī used to talk much about the greatness of Mahārāj during the morning, evening kathā time.

          One afternoon Bāpāśrī along with all saints and devotees had gone for bath at the farm (vadi). Mental worship was performed after having bath. Then Bāpāśrī said, “Swāmī! I live in such rocky place but I am happy in the happiness of Mūrti. I have kept nothing else excepting Mūrti. My only resolution is to give Mūrti. This time it was my intention to perform yajña by calling all and it was fulfilled. You were also kept for long time. It was my desire to keep all saints this time. I was thinking that mangoes on this tree are small and as soon as the month of Ashadh sets they will become ripe. If saints stay willingly till then I wanted to offer raspuri meals to Ṭhākorjī and saints because this type of opportunity cannot come often. It is very difficult to meet saints like you. Inwardly we are always together but when can we meet in person like this!  This time Mahārāj gave much happiness in satsaṅg. Similarly, because of association of such Anādi, many became enjoyers of Mūrti. Status of dwelling in Mūrti may have been attained by meditation but the talk of such association is rare. The work which is being done in this assembly at this time would not have been done even after doing means for lacs of years. Those who have attained state of dwelling in Mūrti themselves remain happy but they cannot make innumerable jīvas reach in the happiness of Mūrti. This has become possible because of Śrījī Mahārāj’s saṅkalpa and that benefit we have got- what a big luck! If you willingly stay, jñānyajña can be performed. Do not think of anything else for staying here because there is no lack of anything in my house. My sons grow millet and we all together offer it to Ṭhākorjī and dine and we talk about the happiness of Mūrti. This time I do not wish at all to permit you to go. Now all of you come together and decide. If you want to go, it is up to you or if you stay, will go together Bhuj, Madhapar and perform brahmayajña. It will be good if you stay during this visit. I will definitely make you free in the month of Ashadh. Wherever you go, you have only one work to do. Moreover, it is my saṅkalpa that if I can stay with saint like you for two months it be well and good. If you stay it will be all right and if there is any intention to go, go happily.” Saying so, Bāpāśrī came to the temple. At night when kathā-vārtā was over Bāpāśrī went to bed and saints were discussing about Bāpāśrī’s proposal whether to stay or to go but no decision had taken place. Then all saints went to bed. || 147 ||