Gujarati / English

જેઠ વદ-૨ને રોજ બાપાશ્રી ભુજ ગયા ને ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં બેઠા.

વચનામૃતની કથા થઈ રહી ત્યારે પુરાણી કેશવપ્રિય-દાસજીને કહ્યું જે, “પુરાણી! કાલે સવારમાં કથા પ્રસંગે એમ વાત આવી હતી જે કારણ શરીરને બાળીને મૂર્તિમાં જોડાઈ જાય તો ખરું સુખ મળે.”

ત્યારે પુરાણી કહે, “બાપા! અમારાં કારણ શરીર બાળીને કૃપા કરીને મૂર્તિમાં જોડી દેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારે કારણ શરીર ક્યાં છે? તમને તો અતિ મોટા કર્યા છે ને મૂર્તિમાં જ રાખ્યા છે, માટે સદાય આનંદમાં રહેવું. કેમ ભોગીલાલભાઈ!”

ત્યારે તે કહે જે, “હા બાપા. મોટા તો હતા, પણ તમે મળ્યા ને કૃપા કરી તેથી બહુ મોટા કર્યા. અમને પણ ન્યાલ કર્યા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ ન્યાલકરણ છે તેથી જે આશરે આવે તે ન્યાલ થાય. જુઓને! સત્સંગમાં સંત, હરિભક્ત, બાઈ, ભાઈ, નાના, મોટા એ કારણ મૂર્તિને પ્રતાપે સુખિયા થકા એ મૂર્તિનું સુખ ભોગવે છે. માટે કારણ મૂર્તિને મૂકીને કાર્યમાં એટલે કે હલરવલરમાં ભળવું નહિ. વચનામૃતમાં પણ એ જ વાત આવી હતી. વચનામૃત શ્રીમુખનાં વચન છે. એ વચનમાં વજ્રની પેઠે જોડાઈને વર્તવું.”

એમ કહીને બોલ્યા જે, “સ્થૂળ, સુક્ષ્મ અને કારણ; ભૂત, ભવિષ્ય ને વર્તમાન; એ કાંઈ નથી; એક મહારાજની મૂર્તિ જ છે એવું કરવું ખપશે. મહારાજ વિના બીજું કોઈ સુખદાઈ નથી. એ મૂર્તિમાં રહ્યા તે સુખિયા થઈ ગયા. કેમ પુરાણી મહારાજ! એમ હશે કે નહિ?”

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “હા બાપા, એમ જ છે.”

તે વખતે પોતે કૃપા કરીને બોલ્યા જે, “પુરાણી! અમે તો જ્યાં હશું ત્યાં સુખિયા હશું. વન, પર્વત, જંગલ, વાડી, ખેતર, જ્યાં હોઈએ ત્યાં મૂર્તિ વિના એકલું ન રહેવાય. એ મૂર્તિ અગમ્ય છે, તપ કરી કરીને મરી જાય તોપણ ન મળે. એવા શ્રીજી મહારાજ તે આપણને ઘેર બેઠાં મળ્યા તે કેવી દયા! નવલખામાં જોગી તપ કરીને સુકાઈ ગયા ત્યારે એક વખત એ મૂર્તિનાં દર્શન થયાં, અને આપણને તો ગામની વચમાં વન કરી દીધાં છે ને ઘેર બેઠા મહારાજ મળ્યા છે. માટે એ મૂર્તિમાં રસબસ રહેવું. આવા મહારાજ, આવા સંત, આવા હરિભક્ત ક્યાંથી મળે! માટે ખરેખરા પાત્ર થઈને મોટા સંત જે અનાદિ મહામુક્ત તેમનો સમાગમ કરીને શ્રીજી મહારાજનો દૃઢ નિશ્ચય કરવો. એવો નિશ્ચય જેને હોય તેને આમ હથેળીમાં મૂર્તિ બતાવીએ- મૂર્તિના સુખે સુખિયો કરી મૂકીએ. પણ જો આવા સંતને તથા આવા મુક્તને ઓળખે નહિ તો કલ્યાણ થવું કઠણ. જીવને સત્સંગની લટક હાથ આવે તો કામ થઈ જાય. આજ તો કૃપાસાધ્ય ભગવાન છે, ક્રિયાસાધ્ય નથી એમ જાણી દિવ્ય મૂર્તિનું સુખ ભોગવવું. એ મૂર્તિ વિના આત્યંતિક મોક્ષ ન થાય.”

“મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ” એમ કહીને બોલ્યા જે, “અમે તો બધુંય જાણીએ છીએ. કેટલાક એમ કહે છે કે, ‘અમારે ત્યાં મંદિર બહુ સારું થયું’ તે મંદિર તો કાર્ય છે, પણ માંહી શ્રીજી મહારાજ બિરાજે છે તે કારણ સામું જોવું. એ મૂર્તિમાં જ સર્વે સુખ છે. આપણે એનું જ કામ છે. કેમ જે ‘સૌના કારણ શ્રીહરિ રે.”‘ એમ બોલ્યા.

પછી માધાપુરના હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! આ ભુજમાં આપે દયા કરી સૌને સુખિયા કર્યા તેમ અમારે ગામ જેઠ વદ-૨ થી ૯ સુધી પારાયણ બેસારવાનું નક્કી કર્યું છે. તો આપને તેડવા અમારે વૃષપુર આવવું હતું, પણ આપ અહીં પધાર્યા છો તેથી દયા કરી પારાયણમાં સૌને દર્શન દઈ, નાના-મોટા હરિભક્તોને સુખિયા કરો એવી અમારી પ્રાર્થના છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે, અમે આવશું; કથા-વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરો.”

એમ કહી પોતે માધાપુર પધારી સૌને આનંદ પમાડ્યો.     II ૧૪૯ II

On the day of Jeth Vad 2nd, Bāpāśrī went to Bhuj and sat in the assembly after having darśan of Ṭhākorjī. While kathā of Vachanāmṛt was over, Bāpāśrī said to Purāṇī Keśavpriyadāsjī, “Purāṇī! Yesterday during the morning kathā there was a reference that if one burns the causal body and joins Mūrti, he will get real happiness.” Purāṇī said, “Bāpā! Please burn our causal bodies by your mercy and get us joined in Mūrti.” Bāpāśrī said, “Where do you have the causal body?”  You have been made very big and have been kept in Mūrti, so always remain in joy.” Bāpāśrī wanted to get it confirmed from Bhogīlālbhāī. He said, “Yes Bāpā! He was great but you met him and showed your mercy so made him very great. We have also been fulfilled.” Bāpāśrī said, “Śrījī Mahārāj is the giver of fulfilment,   whosoever comes under His shelter becomes fulfilled. Just see! In satsaṅg saints, devotees, men women, young, old, etc. are happy because of causal Mūrti, and enjoy bliss of Mūrti. Therefore, one should not get oneself lost in activity hither-thither by keeping aside casual Mūrti. The same matter was referred in Vachanāmṛt. Vachanāmṛts are the words uttered from the mouth of Śrījī Mahārāj. One should get stuck to those words very intensely and obey accordingly. There is nothing like physical, subtle and causal, or present, past and future- one should only think that there is only Mūrti. There is not anything happier than Mahārāj. Those remained in that Mūrti became happy. He got it confirmed from Purāṇī. Whether it is like that or not!” Purāṇī Keśavpriyadāsjī said, “Yes Bāpā! It is like that.” At that Bāpāśrī showing his favour said, “Purāṇī! Wherever I am, I will be happy. I may be in forest, mountains, wood, farm, vadi, whatever place it may be, I cannot live alone without Mūrti. That Mūrti is mysterious-it cannot be achieved even after doing penance for a long time. Such Śrījī Mahārāj has been got by us sitting at home- what a great mercy! Navlakha Sages dried their body while doing penance, then once only they had darśan of that Mūrti, whereas for us woods (temple) have been made in the centre of village and Mahārāj has met us sitting at home. Therefore, remain engrossed in that Mūrti. Where can you get such Mahārāj, such saints, such devotees? Therefore, one should be real worthy and associate with great saint i.e. Anādi Mahā Mukta and thereby make firm determination of Śrījī Mahārāj. If one has such determination, I will show them Mūrti in the palm and make him happy in the happiness of Mūrti. But if one does not recognise such saints and such mukta, salvation is difficult. If art of satsaṅg becomes handy for jīva, the work will be done. Today god is realised by His grace, He can not be realised by doing means, knowing thus the happiness of divine Mūrti should be enjoyed. Ultimate liberation is not possible without that Mūrti. ‘Main hun Aadi Anādi ā to sarve upadhi’ (I am ādi Anādi (eternal) and everything else is botheration). Saying so, he said that I know everything. Some say that they had very good temple but it is an activity. We should look at the cause i.e. Śrījī Mahārāj who is in the temple. All happiness lies in that Mūrti. We are concerned with that only because, ‘sauna karan Śrī Hari re’ (the cause of everything is Śrījī Hari).”

          Then devotees of Madhapur requested Bāpāśrī by saying, “Bāpā! You made all happy at Bhuj by showing your mercy, similarly, we have decided to arrange pārāyaṇa from Jeth Vad 2nd to 9th. We were to come to fetch you from Vṛṣpur but since you have come here we did not come. Now we request you to come at the place of pārāyaṇa and make all devotees young or old happy by giving your darśan.” Bāpāśrī agreed to come and told them to do brahmayajña in the form of kathā-vārtā. Saying so, he came to Madhapur and made all happy.  || 149 ||