Gujarati / English

કારતક વદ-૭ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી, એવામાં ઝીણાભાઈ વૃષપુરથી આવ્યા.

તેમને બાપાશ્રીએ પૂછ્યું જે, “મકડ (તીડ) આવ્યાં હતાં તે છે કે ગયાં?”

પછી તે કહે જે, “ઊગમણાં ગયાં જણાય છે.”

ત્યારે બાપાશ્રી કહે, “ડુંગરા ઉપર ગયાં છે?”

તો કહે જે, “હશે ખરાં.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપ સર્વે જાણો છો, ને એ બિચારાને કેમ પૂછો છો? બધી આપને ખબર તો છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે બેય જોઈએ. મહારાજ અને મુક્તની લીલા નટની માયા જેવી છે. આ લોકના ભેળા વર્તીએ અને કુટાઈએ. આપણી વાત અમે ને તમે જાણીએ. બીજા શું જાણી શકે? બીજાને ન જણાવીએ. આ લોકના ભેળું આ લોકનું રાખીએ. અમારે મોલ વાવવો ખપે, હજાર-પંદરસોનું બી વાવી મૂક્યું છે તે મકડ ખાઈ જાય તો છોકરા શું ખાય! અમને તો ખાવાનું મહારાજે અને તમે ઘણું આપ્યું છે. આ લોકમાં અમનેય ખપે ને તમનેય ખપે. તમારે લાડુ ને ગાડું જોઈએ. તમને લાડુ જમાડીને કોઈ એમ જાણે કે એ તો ચાલ્યા જશે; ગાડાનું કાંઈ નહિ, એમ સમજીને ગાડું ન જોડે તો કાંઈ ચાલે? એ તો બધુંય જોઈએ. દિવ્ય વાત તો અમારી ને તમારી જુદી છે. આ લોકમાં તો બધુંય ખપે. એક વાત ન રાખીએ, બેય વાત જોઈએ. જો એમ ન રાખીએ તો લોકમાં સાનુકુળ પડે નહિ, માટે એમ રાખીએ છીએ.” II ૧૫ II

 

On the morning of Kārtak Vad 7th, the Vachanāmṛt was being read in the temple of Nārāyaṇapur. In the meanwhile, Zīṇābhāī came from Vṛṣpur. Bāpāśrī asked, “Have the locusts which had attacked the crops gone or not?” Zīṇābhāī replied that they had gone eastwards. Bāpāśrī asked, “Have they gone towards the hills?” Zīṇābhāī replied that probably they might have gone there. Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! You know everything. Then why are you asking this poor fellow? Everything is known to you.” Bāpāśrī said, “I want both things. Līlā of Mahārāj and muktas is like that of a Nat’s (actor’s) māyā. Though I behave like these people and mix with them, my secret is known to you and to me only. How can others know? I do not disclose it to others. When I am with these people, I behave like these people. I have to sow seed. I have already sowed seeds worth about fifteen hundred rupees and if they are eaten by locusts, what will my children survive on? You and Mahārāj have given me sufficient food to survive, but in this world, you as well I am always in need. You want lāḍu and gāḍuṅ (cart; in broader sense, a vehicle to travel). When someone feeds you lāḍu and if he thinks that after taking meal you would go on foot, will it do? How can you do without a cart?  Everything is needed. Divine talks of both of ours are different from others. But in this world, everything is required. We should keep balance between the two. Otherwise, it will not be suitable for this world.  Therefore, it is kept thus.” || 15 ||