Gujarati / English

અષાડ સુદ-૩ને રોજ બાપાશ્રી સવારે નાહી પૂજા કરી ઓસરીમાં આસને સૂતા હતા. સમય થયે હરિભક્તોએ કથા કરી, પણ પોતે કાંઈ બોલ્યા જ નહિ. સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. પછી જ્યારે ઘેર ઠાકોરજીને જમાડવા ગયા ત્યારે પણ ‘મને આજ રુચિ નથી’ એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. પાછા મંદિરમાં આવી ઓરડે સૂતા, તે સાંજે હળવે હળવે ઘેર ગયા. રાત્રે સભામાં આવ્યા, પણ એમ જણાય જે આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. એમ ને એમ સભામાં કથા થઈ રહી ત્યાં સુધી બેઠા. પછી ઊઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખતે લડથડિયું આવી ગયું, તેથી પૌત્ર જાદવજી તથા હીરજીભાઈના દીકરા પ્રેમજીએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા.

ત્યારે જાદવજી કહે, “બાપા! આજ આપને ઠીક નથી?”

ત્યારે બાપાશ્રી કહે, “જાદવા! મને કાંઈ નથી. જરા ટાઢ વાય છે તેથી ગોદડું ઓઢાડ.”

એમ કહેવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યું.

હરિભક્તો જાય, આવે ને પૂછે તે સૌને એમ કહે જે, “આજ મને જરા ટાઢ વાય છે. હું પછાડનો નાહ્યો ત્યારથી ટાઢ ચડી છે. વળી, આજ ખીચડીમાં છાશ લીધી હતી તેથી શરદી થઈ ગઈ જણાય છે. હવે ગોદડું ઓઢીને સૂતાં સૂતાં મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે.” એમ સૌને કહેતાં બાપાશ્રી પોઢી ગયા.

બાપાશ્રીના દીકરા બન્ને ઘણીવાર બેઠા ને સેવા કરવા લાગ્યા. બાર વાગ્યા એટલે સર્વ સૂતા. બાપાશ્રી પોઢી ગયા હતા તે ઓચિંતાના એક વાગ્યાને સુમારે બેઠા થઈ ગયા.

ત્યારે સેવક પ્રેમજીએ જાગીને પૂછ્યું જે, “બાપા! કેમ બેઠા થયા? નહાવું છે?”

તે વખતે એમ બોલ્યા જે, “પ્રેમજી બચ્ચા! નહાવું નથી, પણ જવું છે.”

ત્યારે પ્રેમજી કહે, “બાપા! ઘેર જાવું છે?”

તો કહે, “હા.”

એટલે પ્રેમજીએ બાપાશ્રીને પાઘડી લાવીને આપી.

ત્યારે તે પાઘડી હાથમાં લઈને કહ્યું જે, “પ્રેમજી! તું અહીં આવ, તને પાઘડી બંધાવું. મારે તો અક્ષરધામની પાઘડી છે.” એમ કહી પાઘડી નીચે મૂકી દીધી.

ત્યારે સવક પ્રેમજીને એમ થયું જે બાપાશ્રીને ટાઢિયો તાવ આવ્યો છે તેથી આમ બોલે છે. એમ જાણી કહ્યું જે, “બાપા! સૂઈ જાઓ.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “પ્રેમજી! તેં મારી નિષ્કામભાવથી સેવા કરી છે તેથી તું મારી પાસે આવ.” એમ કહી તેને બાથમાં ચાંપી હેત જણાવી મળ્યા, માથે હાથ મૂક્યા ને કહ્યું જે તું મારી સેવામાં રહીશ ને? મને એમ થાય છે જે આ ટાઢ નડશે ખરી. આ ટાઢ ઊતરે એમ મને જણાતું નથી.”

ત્યારે પ્રેમજીએ વિચાર્યું જે, “બાપાશ્રી યજ્ઞમાં બોલ્યા હતા કે, ‘ગોર મહારાજ! જો જો, આ મૂર્તિ ઊડી જાય નહિ.’ તથા સ્વામીશ્રી આદિ સંતોને આ વખતે મર્મમાં રોકવાની ઈચ્છા ઘણી જણાવતા હતા તેથી આ મંદવાડ વધશે તો બાપાશ્રીની મરજી કેવી છે તેની કોઈને ખબર નહિ પડે.”

એમ વિચાર કરે છે એટલામાં બાપાશ્રી કહે, “પ્રેમજી બચ્ચા! તું તારા મનમાં સંકલ્પ કર્યા કરે છે તે કરતાં સૂઈ જા. હું તારા સંકલ્પ જાણું  છું.”

ત્યારે પ્રેમજી કહે, “બાપા! આજનું આપનું દર્શન સંકલ્પ કરાવે છે.” એમ કહી દિલગીરી જણાવી.

ત્યારે બાપાશ્રી કહે, “બચ્ચા! તું મારું માનીશ કે નહિ?”

ત્યારે તે કહે, “બાપા! હું આપનું કેમ ન માનું! જે કહેશો તે કરીશ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “જોજે, તું મારું વચન લોપીશ તો નહિ ને?”

ત્યારે પ્રેમજી કહે, “બાપા! આપનું વચન હું ક્યારેય નહિ લોપું.”

ત્યારે તેના ઉપર અતિ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી કહ્યું જે, “તારે આ વાત કોઈને કહેવી નહિ. તું સંકલ્પ કરે છે કે, ‘બાપો જતા રહેશે તો! અને સ્વામી આદિકને ખબર નહિ પડે તો મને ઠપકો મળશે.’ પણ હું જાઉં તેવો નથી; હું તો અખંડ છું, પણ હવે આ દેહ દેખાય કે નહિ તે મહારાજની મરજી.”

તે સાંભળી પ્રેમજીને ધીરજ રહી નહિ તેથી ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો તે છાનો જ રહે નહિ.

ત્યારે તેને ધીરજ આપતાં બાપાશ્રી બોલ્યા જે, “તું આમ દિલગીર મ થા.”

ત્યારે સેવક પ્રેમજી કહે કે, “બાપા! તમે મને બોલવાની બંધી કરી તેથી કોઈને કહેવાય પણ નહિ અને જો આ વાત કોઈને કહું તો આપનું વચન લોપાય.”

ત્યારે બાપાશ્રી કહે, “કહેવાનું કાંઈ નહિ; મહારાજ બધું સારું કરશે.”

તે વખતે પ્રેમજીએ પ્રાર્થના કરી જે, “બાપા! આપણા ઘરમાં સૌને તથા સર્વે હરિભક્તોને આપનાં દર્શનથી સુખ વર્તે છે. સાજો સત્સંગ આપની કૃપાદૃષ્ટિએ સુખિયો છે. તે કોઈને આ વાતની ખબર ન પડે તો કેવું લાગે? વળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને તો આ વાત જરૂર જણાવવી ખપે. હું તેમને આપના આ મંદવાડની ખબર આપું?”

ત્યારે બાપાશ્રી કહે, “એમને ખબર પડે એટલે તો સત્સંગમાં સૌને ખબર પડી જાય તેથી બધા અહીં આવે, કરગરે, દિલગીર થાય, પ્રાર્થના કરે અને મને જવા દે નહિ; તેમ જ ઘણા હરિભક્તો પણ આવે ને તે બધાય પ્રાર્થના કરે ને કરગરે. સ્વામીશ્રીને તો મારે આ વખતે રોકવા હતા, પણ બીજા સંતોને જવાની તાણ હતી તેથી રોક્યા નહિ. એ જતાં મને ઠીક ન લાગ્યું તેથી છેલ્લો મેળાપ કરવા માટે ઠેઠ ભુજથી માણસ મોકલી પાછા અહીં બોલાવી સુખિયા કર્યા છે તેથી કાંઈ ખબર આપવાની જરૂર નથી.”

આ વાત સાંભળી પ્રેમજીને વધુ દિલગીરી થઈ ને જાણ્યું જે આ વખતે બાપાશ્રી રહે તેવું જણાતું નથી, તેથી દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યો.

ત્યારે બાપાશ્રી કહે, “તું કહેતો હતો કે, ‘હું તમારું માનીશ.’ હવે આમ શોક શું કરે છે? હું ક્યાં જાઉં એવો છું! પણ આ વાત હમણાં તારે કોઈને જણાવવી નહિ. જો કોઈને કહીશ તો હું રાજી નહિ થાઉ. હવે હું બોલીશ નહિ. હું તારા ઉપર બહુ રાજી છું. મેં આજ દિવસ સુધી સૌને મૂર્તિના સુખની વાતો કરી. હવે શ્રીજી મહારાજની આવી મરજી છે એમ જાણી તારે રાજી રહેવું. હું તને મૂર્તિના સુખમાં રાખીશ.” એમ કહી તેનો હાથ ઝાલીને પોઢી ગયા.

પ્રેમજીને તે વખતે ઘણા વિચારો આવે, પણ બાપાશ્રીએ કોઈને કહેવાની બંધી કરેલી તેથી શું કરે! ઘણીવાર સુધી એમ ને એમ તેનો હાથ ઝાલી રાખ્યો.

પછી ઊઠીને બીજી વાર કહ્યું જે, “પ્રેમજી! જોજે, મારું વચન લોપતો નહિ હો! હું તારા ઉપર બહુ રાજી છું.”

એમ કહીને સૂઈ ગયા.  II ૧૫૩ II

On the 3rd day of Ashadh Sud, Bāpāśrī was resting on his seat in the porch after finishing his daily morning routine and performing pūjā. At the time of kathā devotees did it but Bāpāśrī did not say anything. All thought that Bāpāśrī might be suffering from cold. Then when he went home to offer meals to Ṭhākorjī, he said that he did not have liking for food and saying so, he took some hotchpotch and butter milk. Then came back to the temple and slept in the room. On that evening he went home slowly. At night he came in assembly but it seemed that Bāpāśrī had some uneasiness. He sat in the assembly till the kathā was over. Then while getting up he said Jay Swāmīnārāyaṇa to the assembly with folded hands but at that time he lost the balance, so his grand son Jadavji and Premjī the son of Hirjibhāī hold his hands and escorted him in the room to his seat. Jadavji asked Bāpāśrī, “Today, are you not feeling well?” Bāpāśrī replied, “I am all right-feeling little cold so cover my body with blanket (godadu).” Bāpāśrī was covered with blanket and shawl. Devotees would come and go and ask about his health and he would say that he was feeling bit cold and would say that after having bath in the afternoon he was feeling cold. Moreover, since he has taken butter milk with hotchpotch, cold has affected him. Now he would remember Mahārāj while sleeping with the covered blanket, so there will not be any trouble. Saying so, Bāpāśrī went to bed. Both the sons of Bāpāśrī sat for long time and nursed him. When it was twelve at night, all went to bed. Bāpāśrī was sleeping and all of a sudden he got up at one o’clock. His attendant Premjī woke up and asked why he had got up and if he wanted to have bath? At that time Bāpāśrī told Premjī that he did not want to have bath but want to go. Premjī asked if he wanted to go home. Bāpāśrī said he wanted to, so Premjī brought the turban and gave it to Bāpāśrī. Bāpāśrī took the turban in the hand and told Premjī, “come here, I want to tie the turban around your head. For me I have the turban of Akṣardhām.” Saying so, Bāpāśrī put the turban down. Then the attendant Premjī thought that since Bāpāśrī is suffering from cold fever, he was speaking so. Understanding thus, he requested Bāpāśrī to go to bed. Bāpāśrī said to Premjī, “You have served me selflessly (nishkambhav) so come near me.” Saying so, Bāpāśrī embraced him with love and put his hands on his head and asked if he would remain in his sevā. Further Bāpāśrī added that this cold may give him trouble and this cold would not go away. Then Premjī thought that Bāpāśrī had said in yajña, ‘Gor Mahārāj! See that this Mūrti does not fly away.’ Moreover, at this time Bāpāśrī was showing much mysterious desire for Swāmīśrī, etc. saints to stay back. Therefore if the illness becomes severe, nobody would know what was the desire of Bāpāśrī? While Premjī was thinking thus, Bāpāśrī said to Premjī, “My dear Premjī! Instead of letting arise thoughts in your mind, go to bed. I know your thoughts.” Then Premjī said to Bāpāśrī that his darśan made him do saṅkalpa and saying so he showed his sorrow. Bāpāśrī asked him if he would obey him or not. He replied-how he could disobey him, he would do as he said.  Bāpāśrī asked him if he would not violate his words. Premjī said that he would never violate. Bāpāśrī showed much pleasure on him and putting his hand on his head, told him not to talk to anyone about this thing. He further said, “You are making saṅkalpa that if Bapo passes away, then! If Swāmī, etc. would not know it, they will scold me but I am not such that I may pass away. I am eternal but this body may be seen or may not-it is Mahārāj’s wish.” Hearing this Premjī lost patience and started crying putting his head in Bāpāśrī’s lap. He did not stop weeping. Then Bāpāśrī consoled him and told him not to be sorry. The attendant Premjī said to Bāpāśrī, “You have forbidden me to speak so it cannot be told to anyone and if I tell anyone your command will be violated.” Bāpāśrī said, “Nothing has to be said; Mahārāj will do everything good.” At that time Premjī prayingly said to Bāpāśrī, “All devotees and our family members remain happy by your darśan. The whole satsaṅg is happy by your graceful sight so if knows about this, how would it   look? Moreover this matter must definitely be informed to Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī. Should I inform them about your illness?” Bāpāśrī said, “If they come to know, everyone in satsaṅg will come to know so they all will come here, will beseech, will be sorrowful, will pray and will not allow me to go, similarly many devotees will also come and they all will pray beseech. This time I wanted Swāmīśrī to stay but as other saints were eager to go, I did not stop them. I did not like their going away so to meet them last time, I called them from Bhuj by sending messenger and made them happy. So it is not necessary to inform them.” Hearing this Premjī became more sorrowful and understood that Bāpāśrī was not likely to live, so he prostrated and began to pray. Bāpāśrī said, “You were telling me that you would obey me. Now why are you grieving thus! I am not such that I will pass away! But you should not inform anyone now about this matter. If you inform anyone, I will be displeased. Now I am not going to speak. I am very much pleased with you. I have talked to everyone about happiness of Mūrti till today. Now it is such desire of Śrījī Mahārāj so you should remain pleased understanding thus. I will keep you in the happiness of Mūrti.” Saying so, Bāpāśrī slept holding Premjī’s hand. At that time many thoughts flooded in Prenji’s mind but since Bāpāśrī had forbidden him to tell anyone so what he can do. For a long time Bāpāśrī held his hand in the same position. Then getting up once again Bāpāśrī told Premjī not to violate his command. He was very much pleased with him. Saying so, Bāpāśrī went to sleep. || 153 ||