Gujarati / English

અષાડ સુદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ નાહવાની ઈચ્છા જણાવી, પણ શરીરમાં અશક્તિ જણાતાં ઊઠી શકાણું નહિ.

તે વખતે બાપાશ્રીના પુત્રો કાનજીભાઈ તથા મનજીભાઈ આવ્યા ને પૂછ્યું જે, “બાપા! આ ટાણે કેમ છે? નાહવા ઊઠશો?”

પણ બાપાશ્રીએ તો કાંઈ વાત જ કરી નહિ, ને સેવક પ્રેમજીના મુખ ઉપર અતિ ઉદાસીપણું જોઈ તે બંનેએ પૂછ્યું જે, “પ્રેમજી! તું આમ કેમ થઈ ગયો છું? તને કાંઈ કસર છે કે શું?”

ત્યારે પ્રેમજી કહે, “મને કસર ઘણી છે, પણ કાંઈ કહેવાતું નથી.”

પછી કહ્યું જે, “હમણાં બાપાશ્રીએ નાહવાનું કહ્યું હતું, પણ અશક્તિ વધારે જણાવે છે તેથી ઊઠ્યા નહિ.”

ત્યારે કાનજીભાઈએ કહ્યું જે, “બાપા! માંચી લાવીએ?”

ત્યારે હા કહી. પછી સેવકો ઓરડા પાસે માંચી લાવ્યા, તેમાં બાપાશ્રીને બેસાડ્યા ને દાતણ આપ્યું. ત્યારે ઊલટી થઈ તેથી સેવકે કોગળા કરાવ્યા. તે વખતે કેટલાક હરિભક્તો પાસે ઊભા હતા.

ત્યારે પોતે એમ બોલ્યા જે, “પ્રેમજી! જાદવા! આપણે કયા સ્થાનમાં છીએ?”

ત્યારે કાનજીભાઈ કહે, “આપણે આ મંદિરના ચોકમાં છીએ.”

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “આપણે તો બધા અક્ષરધામમાં છીએ. આ મહારાજ ને આ અનંતમુક્તો રહ્યા.”

એમ કહી હાથ જોડ્યા ને સૌને કહ્યું જે, “દંડવત કરો.”

તેથી સૌ દંડવત કરવા લાગ્યા. તે વખતે સૌને એમ થયું જે બાપાશ્રી આ બધું દિવ્ય ભાવમાં બોલે છે. સેવકોએ નવરાવ્યા, પણ કાંઈ બોલ્યા નહિ. તેથી સૌને ઉદાસી થઈ. પછી વસ્ત્ર બદલાવી પૂજાનાં દર્શન કરાવ્યાં ને એમ ને એમ માંચીમાં બેસાડી હરિભક્તો મંદિરમાં લઈ ગયા. ત્યારે પોતે મૂર્તિ ઉપર હાથ ફેરવી પગે લાગ્યા ને ઝાઝી વાર મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી ઓરડામાં લાવી સુવાર્યા.

તે વખતે મનજીભાઈએ કહ્યું જે, “બાપા! કાંઈ જમશો? જે જમવાની રુચિ થાય તે ઘેરથી કરાવી લાવું.”

ત્યારે તેમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા જે, “મનજી! હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું.” એમ કહી કાંઈ પણ બોલ્યા નહિ.

થોડીવારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખીને કઢેલું દૂધ મહારાજને ધરાવીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી તેથી થોડુંક પીધું ને બોલ્યા જે, “હવે મને કોઈ જમવાનું પૂછશો નહિ.”

તે સમયે જાદજીભાઈ તથા હીરજીભાઈ આવ્યા ને દંડવત કરીને પૂછ્યું જે, “બાપા! આપને શું જણાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મને સાંજે ટાઢ બહુ વાતી હતી ને આ ટાણે ગરમી બહુ થાય છે તેથી તમે મને વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય.”

આવી બાપાશ્રીની રુચિ જાણી જાદવજી ગાડી લેવા ગયા. ત્યારે વળી બીજીવાર ઊલટી થઈ એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું.

તે વખતે કાનજીભાઈએ કહ્યું જે, “બાપા! તમારે શરીરે અશક્તિ છે ને ઊલટી થાય છે તેથી વાડીએ ન જાઓ તો?”

ત્યારે બાપાશ્રી કહે, “મને ગરમી બહુ થાય છે માટે વાડીએ જવું છે.”

પછી ગાડી આવી એટલે હરિભક્તોએ ગાડીમાં બેસાર્યા.

તે વખતે પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ એ બન્નેને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, “હવે મારા દેહનો નિરધાર નથી. તેથી તમે સૌ ખબડદાર રહેજો. તમે મારો ચીલો રાખજો. મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ; ધ્યાન, ભજન, કથા, વાર્તા, નિરંતર કર્યા કરજો! હવે તમને હું વધુ કહીશ નહિ. તમે મૂંઝાશો મા; હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો.”

આવાં વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, જાદવજી, સેવક પ્રેમજી, હીરજીભાઈ, જાદવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ આદિક પાસે ઊભેલા સૌ અતિ ઉદાસ થઈ ગયા અને સૌના નેત્રમાંથી જળ પડવા લાગ્યાં.

તે સર્વેને બાપાશ્રીએ કહ્યું જે, “તમે કોઈ દિલગીર મ થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ.”

એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસી જોઈ બોલ્યા જે, “સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે ત્યારે તમને બધુંય ઠીક કરી દેશે.” એમ ધીરજ આપી વાડીએ પધાર્યા.

ત્યાં પાસે રહેનારા સેવકોને કહ્યું જે, “મને કૂવાના થાળામાં બેસારી મારા ઉપર ખૂબ પાણી રેડો તો મને ગરમી મટે.”

તે વખતે સૌએ પ્રાર્થના કરી જે, “બાપા! આપને ઠીક નથી ને શરીર ઉપર પાણી નાખીએ તે કરતાં વાયરો નાખીએ તો?”

ત્યારે બાપાશ્રી કહે, “હું કહું તેમ કરો.” એમ કહી ઘણીવાર શરીર પર પાણી રેડાવ્યું.

પછી ખીમજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! હવે રાખો તો ઠીક.”

ત્યારે કહે, “ભલે.”એમ કહી ધોતિયું બદલાવી ખાટલા પર આવીને સૂતા. તે વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલ તેમણે  ઘેરથી લાવેલા થાળમાંથી જમવા પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહિ; તોપણ બહુ તાણ કરી તેથી એક ગ્રાસ જમ્યા ને બોલ્યા જે, “હવે મને કાંઈ જમવાની રુચિ જ થતી નથી.”

તે વખતે હરિભક્તો હાર લાવેલ તે પહેરાવ્યા. તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, “આમ ને આમ મૂર્તિમાં રહી સુખ ભોગવજો.”

એમ કહી પોતે ઊઠવા લાગ્યા ત્યારે સેવકે કહ્યું જે, “બાપા! કેમ ઊઠો છો?”

તો કહે, “મારે લઘુ કરવા જવું છે તે મારો હાથ ઝાલો.”

પછી થોડેક છેટે લઘુ કરી આગળ ચાલવા મંડ્યા. ત્યારે મનજીભાઈ કહે, “બાપા! આમ ક્યાં જશો?”

ત્યારે બાપાશ્રી કહે કે, “હજી મારે નહાવું છે.”

તે વખતે ઘણી પ્રાર્થના કરી તોપણ નાહવાની રુચિ જણાવી. એ રીતે થોડી વાર નવરાવી પાછા ખાટલા ઉપર સુવાર્યા. તે સમયે બાપાશ્રીનું શરીર ટાઢું બહુ જણાયાથી સૌ મૂંઝાયા. મનજીભાઈ ઘેર ગયા. ત્યાં રામપુરથી હરિભક્ત દર્શને આવેલ તેમણે તથા ઘરના સૌએ સમાચાર પૂછતાં બધી હકીકત કહી તેથી સૌ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માંચી લઈને મોક્લ્યા, તેમાં બેસારી બાપાશ્રીને ઘેર તેડી લાવ્યા.

પછી બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારુ લાવ્યા ને કહ્યું જે, “બાપા! થોડી રાબ પીઓ!”

ત્યારે બાપાશ્રી કહે, “હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહિ.” એમ કહી પોઢી ગયા.

બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કોઈને કાંઈ સૂઝે નહિ; તેથી ભુજ, રામપુર આદિ ગામોમાં ખબર મોકલાવ્યા. લાલશંકરભાઈ, મોતીભાઈ, મગનભાઈ વગેરે ભુજથી આવ્યા. તે સૌએ દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી બોલ્યા નહિ તેથી પ્રાર્થના કરી. ત્યારે નેત્ર ઉઘાડી સૌની સામું જોઈ તરત જ નેત્ર મીંચી ગયા. ઘરમાં સમાચાર પૂછતાં બાપાશ્રીએ સવારથી આ મંદવાડ વધુ જણાવ્યો છે તે વાત કરી. થોડીવારે રામપુરથી દેવરાજભાઈ પણ આવ્યા; તેમણે દંડવત કરી પ્રાર્થના બહુ કરી, પણ બોલ્યા નહિ. તેથી જાણ્યું જે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા છે તે બોલશે નહિ. એમ જાણી અંતરવૃત્તિએ પ્રાર્થના કરતા હતા. બીજું શું કરે!

બાપાશ્રી લઘુ કરવા ઊઠતા ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત ન કરે, તેમ નેત્ર ઉઘાડે પણ નહિ. કોઈ પ્રાર્થના કરે ત્યારે સામું જોઈ નેત્ર મીંચી લે. આ રીતે બાપાશ્રીના મંદવાડની જેને જેને ખબર પડતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શને આવવા લાગ્યા. સૌ હાથ જોડે, પ્રાર્થના કરે ત્યારે સહેજ નેત્ર ઉઘાડી સામું જુએ, પણ બોલે નહિ; તેથી ઘરમાં સૌ મૂંઝાયા.

આવા સમાચાર સાંભળી ભુજના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ઘેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો પણ આવ્યા. સૌએ મંદિરમાં દર્શન કરી ઘેર આવી બાપાશ્રીને દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી કાંઈ જ બોલે જ નહિ. પછી સંતો, હરિભક્તો કીર્તન બોલ્યા અને વચનામૃત વાંચી ઘણી વાર ધૂન કરી તોપણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ. એમ ભુજથી તથા ગામડાંમાંથી હરિભક્તો આવી દર્શન કરવા લાગ્યા. સાંજના સંતો તથા ભોગીલાલભાઈ આદિક કેટલાક હરિભક્તો પાછા ગયા; પણ કોઈને કાંઈ ચેન પડે નહિ.

પછી રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું તે થોડું પીધું ને જાગૃત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત-હરિભક્તો પાસે હતા તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુંકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઈચ્છા કરી શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા.

સૌએ પ્રાર્થના કરી તોપણ કાંઈ બોલ્યા નહિ, નેત્ર મીંચી દીધાં તે જાણે સમાધિ થઈ હોય ને શું! તેમ ઘણી વાર દર્શન આપ્યાં જેથી કોઈ સમજી શક્યા નહિ કે બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે. બાપાશ્રી તો સ્વતંત્ર છે, એમની મરજી આપણે જાણી શકીએ નહિ, એમણે તો અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, ઘણીવાર આશીર્વાદ આપ્યા છે, કોઈને સુખ આપવામાં મણા રાખી નથી, હવે એ જેમ રાજી રહે તેમ આપણે રાજી રહેવું, એમ પરસ્પર વિચાર કરતાં સૌ એક નજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ પણ લીલા-વિગ્રહ બંધ કર્યો. એમ બાપાશ્રી આ લોકમાંથી અષાડ સુદ-૪ની રાત્રિએ એક વાગ્યે અંતર્ધાન થયા. તે વખતે બાપાશ્રીએ બધાનાં નાડી-પ્રાણ આકર્ષણ કરી એવી તો ધીરજ પ્રેરી કે કોઈ વિલાપ કરી શક્યા નહિ.        II ૧૫૪ II

On the 4th day of Ashadh Sud, Bāpāśrī showed his desire to take bath but as he was feeling weakness he could not get up. At that time Bāpāśrī’s sons Kanjibhāī and Manjibhāī asked Bāpāśrī how he felt-would he get up to have bath? But Bāpāśrī said nothing. There was much sadness on the face of Premjī so both Bāpāśrī’s sons asked Premjī why he had become so. If he was having any sickness or any trouble! Premjī said he was in much trouble but was unable to say anything. Then he said that Bāpāśrī wanted to have bath but because of much weakness he did not get up. Then Kanjibhāī asked Bāpāśrī, if they should bring a small cot. Bāpāśrī replied that they could. Then the attendants brought the small cot near the room. Bāpāśrī was made to sit in it, was given a brush; Then Bāpāśrī vomited so an attendant gave water for gargling. At that time some devotees were standing near by. At that time Bāpāśrī said to Premjī and Jadava!, “Where are we?” Kanjibhāī said that they were in the square of the temple. Bāpāśrī said, “We are all in Akṣardhām. He added, “Here is Mahārāj and here are infinite muktas. All of you prostrate and Bāpāśrī himself folded his hands.” All prostrated. At that time all felt that Bāpāśrī was telling all this in divine feeling. The attendants bathed Bāpāśrī but Bāpāśrī spoke nothing. So, all became sad. Then his clothes were changed. He was made to do darśan of pūjā and in the same position in the cot devotees took Bāpāśrī to the temple. Bāpāśrī moved his hand on Mūrti, prostrated and looked at Mūrti for a long time. Then he was brought to the room and was made to sleep. At that time Manjibhāī asked Bāpāśrī, if he would like to dine. Whatever he felt like eating, he could bring it from home. Then Bāpāśrī put his hand on his head and said that he always had divine meals in the form of happiness of Mūrti. Saying so, he did not say anything. After sometime Bāpāśrī’s grand son Mavji brought boiled milk with sugar in it and after offering it to Mahārāj, he said to Bāpāśrī to take it so he drank a little quantity and said that he should not be asked by anyone for meals. At that time Jādavjībhāī and Hirjibhāī came, prostrated and asked Bāpāśrī what was wrong with him. Bāpāśrī said that in the evening he was feeling much cold and now at this time he was feeling very hot. So if they took him to the farm he would feel some coolness. Knowing such desire of Bāpāśrī, Jadavji went to bring the horse-carriage. Then again second time Bāpāśrī vomited, so an attendant gave water for gargling and gave drinking water. At that time Kanjibhāī requested Bāpāśrī not to go to the farm as he was feeling very weak and was vomiting. Bāpāśrī said that he was feeling very hot so he wanted to go to the farm. Then the horse-carriage came. So devotees seated him in the horse-carriage. At that time Bāpāśrī called both his sons kanjibhāī and Manjibhāī and said to them, “Now I am not sure about my life so all of you remain alert. You continue my mission. Never remain separate from Mūrti. Always do meditation, bhajan, kathā-vārtā, etc., now I will not tell more. Do not worry. I am not such that may pass away. In satsaṅg I have been there constantly. I never get separated from Mūrti. But now you will not see me thus.” Hearing such words Kanjibhāī, Manjbhāī, Mavji. Jadavji, the attendant Premjī, Hirjibhāī, Jādavjībhāī, Khīmjībhāī of Nārāyaṇpur, etc. who were standing by him all became very sad and tears started coming out from their eyes. Bāpāśrī told all of them, “Do not be sad, I have kept all of you in Mūrti so we are always together.” On seeing the sadness of Kanjibhāī and Manjibhāī, Bāpāśrī said that when Swāmī Īśvarcharaṇadāsjī will come, he will make everything all right for you.” Consoling thus Bāpāśrī came to farm. There he told the attendants who were standing nearby to make him sit on the rim of the well and told them to pour on him much water so that heat may vanish. At that time all prayed to Bāpāśrī and requested that since he was not feeling well, if they fanned instead of pouring water on his body. Bāpāśrī told them to do as they were told. Saying so, he made them pour water on his body for a long time. Then Khīmjībhāī requested Bāpāśrī that if he now stopped pouring of water on his body, it would be better, Bāpāśrī agreed. Then he changed his dhoti and slept on the cot. Then devotees who had come for darśan from Nārāyaṇpur had brought with them meals which they offered to Bāpāśrī but Bāpāśrī did not show his desire. Even then the devotees insisted much so he ate only a morsel (mouth food) and said that he had no desire for food. Devotees had brought with them garlands which they put around the neck of Bāpāśrī. Bāpāśrī put his hand on their heads and blessed them that enjoy happiness dwelling in Mūrti constantly. Saying so, when he was trying to get up, an attendant  asked Bāpāśrī why he was getting up. Bāpāśrī said that he wanted to go to lavatory so asked him to hold his hand. Then after that he went on and on. Then Manjibhāī asked Bāpāśrī where he was going thus. Bāpāśrī said that he still wanted to bathe. At that time in spite of many requests, he showed his desire for bath. Then he was given bath for sometime and was made to sleep on cot. At that time Bāpāśrī’s body seemed very cold so all were worried. Manjibhāī went home. There devotees from Rāmpur had come for darśan and along with him all the member of family asked about the health of Bāpāśrī so he told everything. So, all became    sad. Devotees were sent with a small cot in which Bāpāśrī was made to sit in it and brought him home. As his body had become very cold, rab (a liquid preparation from flour of millet) was prepared and Bāpāśrī was asked to drink it. Then Bāpāśrī said that he did not like anything excepting the happiness of Mūrti so, he should not be asked by anyone for meals. Saying so, he slept. The sons and grand sons of Bāpāśrī became nonplussed; so the message was sent to Bhuj, Rāmpur, etc. villages. Lālśaṅkarbhāī, Motibhāī, Maganbhāī, etc. came from Bhuj. They all prostrated and said Jay Swāmīnārāyaṇa but Bāpāśrī did not speak so they offered prayer. Then Bāpāśrī opened his eyes, looked at all and immediately closed his eyes. When the family members were asked about Bāpāśrī’s health, they informed that since morning Bāpāśrī has shown this illness to increase. After sometime Devrājbhāī also came from Rāmpur, he prostrated, prayed much but Bāpāśrī did not speak. So he knew that Bāpāśrī had gone deep inwardly. So he would not speak. Knowing thus he was praying from heart-what else could he do? Whenever Bāpāśrī wanted to go to lavatory, an attendant would help him and whenever he wanted water to drink he would make a sign. So an attendant would give him water but Bāpāśrī would not talk with anyone and would not open eyes. When someone prayed, Bāpāśrī would look at him and close his eyes. Thus as and when devotees came to know about Bāpāśrī’s illness, they started coming for his darśan.  All would fold hands, pray, Bāpāśrī would open his eyes a little, look at, but would not speak so everyone in the house became confused. On hearing such news saints of Bhuj and Bhogīlālbhāī, Dhanjībhāī, Ghelābhāī, etc.  devotees having love also came. All went to his home after having darśan in the temple and prostrated before Bāpāśrī, said Jay Swāmīnārāyaṇa but Bāpāśrī would not speak anything. Then saints, devotees sang kīrtan and read Vachanāmṛt, did dhun (repetition of God’s name) for long time even then Bāpāśrī did not speak anything. Thus, devotees from Bhuj and villages went on coming for darśan. In the evening saints and Bhogīlālbhāī, etc. some devotees went back but nobody would have mental peace. At night after much request Bāpāśrī was given milk which he drank little and opening his eyes he looked with grace at all with his nectar sight. At that time saints, devotees who were nearby desired to perform pūjā seeing Bāpāśrī’s much pleasure. They applied sandalwood paste, kumkum, and flowers. They put lamp of ghee and incense stick in front of Mūrti and offered garlands to Mūrti. Then they applied sandalwood paste, kumkum, chandla, and garland of flowers. Then they performed āratī and all prostrated. At that time Bāpāśrī looked at them in the way as if he was showing his pleasure on them. All prayed but Bāpāśrī did not speak anything, closed his eyes in such a way as if he was in trance (Samādhi)! In this way he gave darśan for a long time so nobody could understand what Bāpāśrī wanted to do. Bāpāśrī is independent (self directing), so we cannot know his desire. He has put many in the happiness of Mūrti, many times blessed, has left no stone unturned in giving happiness to anyone. We should remain pleased as he wishes. Thus they thinking among themselves and looking at Bāpāśrī constantly, began to do dhun in high pitch. At that time Bāpāśrī also stopped līlā vigrah (his divine act). Thus Bāpāśrī left for the Akṣardhām-Mūrti (heavenly abode) at one o’clock in the night on Ashadh sud 4th.  At that time Bāpāśrī inspired patience by attracting their nadi pran (vein-breath), as a result nobody could weep. || 154 ||