Gujarati / English

અષાડ સુદ-૫ને રોજ બાપાશ્રીએ સ્વતંત્ર થકા શ્રીજી મહારાજના સંકલ્પથી ૮૪ વરસ આ લોકમાં દર્શન દઈ, અનેકને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરી આજ પોતાનું પ્રત્યક્ષ દર્શન અદૃશ્ય કર્યું. તેથી પોતાના પુત્ર-પૌત્રાદિક તથા પાસે રહેનારા હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું, પણ શ્રીજી મહારાજની મરજી આમ હશે એમ જાણી સૌએ ધીરજ રાખી. પછી ચોવીસે ગામના હરિભક્તોને સાયકલો, ઘોડાઓ તથા માણસો મોકલી બાપાશ્રીના અંતર્ધાન થવાના ખબર મોકલાવ્યા. કેટલેક ઠેકાણે તો તે વખતે પોતે પ્રત્યક્ષ દર્શન આપ્યાં. લાલશંકરભાઈ બાપાશ્રીની ગાડી લઈને ભોગીલાલભાઈ વગેરેને ખબર આપવા તથા સુખડ લેવા ભુજ ગયા. તે વખતે ભોગીલાલભાઈ ઘેર જાગતા હતા. તેમને લાલશંકરભાઈએ બાપાશ્રીના અંતર્ધાન થયાના સમાચાર કહ્યા.

ત્યારે ભોગીલાલભાઈએ પૂછ્યું જે, “બાપાશ્રી કેટલા વાગે અંતર્ધાન થયા?”

ત્યારે તેમણે કહ્યું જે, “એક વાગ્યે.”

ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, “બાપાશ્રીએ મને હમણાં હાથ ઝાલી ઉઠાડ્યો ને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી મળ્યા ને કહ્યું જે, ‘હવે અમે જઈએ છીએ.’ એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મેં ઊઠીને જોયું તો એક વાગ્યો હતો. ત્યારથી હું એ જ વિચાર કરું છું કે આ શું થયું! ત્યાં તો તમે આવીને આ સમાચાર આપ્યા.”

પછી ધનજીભાઈ આદિક સૌ હરિભક્તોને ખબર આપી સુખડ લઈને સર્વે વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રીને માટે પાસે રહેલા હરિભક્તો પાલખી તૈયાર કરતા હતા. દિવસ ઊગ્યા પહેલાં તો ચોવીસે ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડા-ઘેલાની માફક ઉતાવળા ઉતાવળા આવ્યા. દિવસ ઊગ્યા સમયે તો આઠ-દશ હજાર માણસ ભેગું થઈ ગયું. તે સર્વેના હાથમાં ઘીનો લોટો તથા નાળિયેર એવી રીતના સૌએ આવી બાપાશ્રીનાં દર્શન કર્યા. તે વખતે બાપાશ્રીના પુત્રોએ તથા પાસે રહેનારા હરિભક્તોએ તૈયાર કરેલી પાલખીમાં બાપાશ્રીને પધરાવ્યા. પછી ચંદન, કુંકુમ તથા પુષ્પના હાર અને ગુલાલથી પૂજા કરી. હરિભક્તો દર્શન કરવા લાગ્યા ને ગુલાલ ઉડાડતાં, વાજતે-ગાજતે વિરહનાં કીર્તન બોલતાં બાપાશ્રીની પાલખી લીધી.

“તે વખતે સૌને એમ જણાતું હતું જે, જેમ હંમેશાં બાપાશ્રી દર્શન આપતા તેમ ને તેમ જ અત્યારે પણ બેઠા છે ને જાણે હમણાં બોલાવશે! હરિભક્તોનો તો જાણે સમુદ્ર ઊલટ્યો હોય તેમ કોઈ ગાડીથી તો કોઈ ઘોડા ઉપર, કોઈ સાયકલથી તો કેટલાક પગે દોડતાં, પડતાં, આખડતાં આવ્યા. પાલખીમાં બાપાશ્રી સામું સૌ એક નજરે જુએ, પાછા પગે ચાલે, તેમાં કોઈ પડે, કાંટા-કાંકરા વાગે તેનું પણ કોઈને ભાન રહે નહિ. હરિભક્તો તો આવ્યા જ કરે, ગુલાલના ગોટા આકાશમાં ઊડે, નીચે પૃથ્વી ઉપર પણ ગુલાલ જણાય. તે વખતે હરિભક્તો તથા ઉત્સવિયા “આવું નહોતું કરવું નાથજી કે, ચાલ્યા મારગડામાં મેલી” તથા “સજની શ્રીજી મુજને સાંભરિયા રે” એવાં વિરહનાં કીર્તન બોલતાં ચાલતા હતા. વાંસે હરિભક્તો ઝીલતાં આવે. સૌની વૃત્તિ બાપાશ્રી સામી જણાતી. કેટલાક તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરતા, કોઈ દિલગીર થઈ રુદન કરતા, કોઈ સમજણે કરી શોક સમાવતા જણાતા હતા, કોઈકને તો પોતાના દેહનું ભાન પણ ન રહેતું.

એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતાં કરતાં સૌ ચાલ્યા આવે; એમ પાંચ કલાકે છત્રીના વંડા પાસે પહોંચ્યા. ત્યાં બહાર પાલખી પધરાવી. એ સમયે હરિભક્તો દર્શન માટે અધીરા થઈ ગયા. સૌ દંડવત કરી હાથ જોડી પગે લાગે, પ્રાર્થના કરે; એમ જ્યારે સૌને દર્શન થઈ રહ્યાં ત્યારે શાંતિ પામ્યાં.

પછી ભોગીલાલભાઈ તથા મોતીભાઈએ કહ્યું જે, “બાપાશ્રીએ મર્મમાં એક વખત કહ્યું હતું જે, ‘અમારા દેહનો છેલ્લો વિધિ (અગ્નિ સંસ્કાર) છત્રીની દક્ષણાદિ બાજુએ કરજો.”‘ એમ વાત કરી.

તે સૌને ઠીક લાગ્યું. પછી સંત-હરિભક્તોએ બાપાશ્રીની ચંદન, પુષ્પહારથી પૂજા કરી આરતી ઉતારી. પછી સુખડ તથા નાળિયેરથી ‘ચે’ રચી તે વખતે છેલ્લાં દર્શનની તાણે હરિભક્તો ઉપરા ઉપરી પડવા લાગ્યા. તેમને ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈ આદિકે હાથ જોડી, વિનય કરી સમજાવી શાંત પાડ્યા. એમ બાપાશ્રીની દેહક્રિયા સમયે સૌ ઉદાસ ને શોકાતુર થઈ રહ્યા હતા.

તે હરિભક્તોના સમૂહમાં સૌને શાંતિ પમાડી ધીરજ આપવા ભોગીલાલભાઈ વાતો કરવા લાગ્યાઃ “આપણે શ્રીજી મહારાજને સંભારી સૌ સંત-હરિભક્તોએ ધીરજ રાખવાની છે. આપણે એમ જાણવું જે બાપાશ્રી જાય તેવા નથી; સદાય આપણી સાથે જ છે. આપણામાંથી જે પાસે હતા તે કહે છે કે બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ, પણ આપણે જાણવું જોઈએ કે બાપાશ્રી તો બોલતા જ હતા અને મર્મમાં ઘણી વાર જણાવતા, પણ આપણે સમજી શક્યા નહિ. એમણે તો એક એક જણને એક એક વાત લાખ લાખ વાર સમજાવી છે અને અંતર્ધાન થવાની ઈચ્છા તો ઘણી વાર જણાવી હતી. જ્યારે જ્યારે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કરેલા ત્યારે આપણને તો એમ જ લાગે જે આ ફેરે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે, પણ સંત-હરિભક્તોનાં હેત જુએ એટલે સંકલ્પ ફેરવી નાખે. એવું બહુ વાર જોયું છે.

“સંવત ૧૯૪૮ના વૈશાખ-જેઠમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો ત્યારે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની ભલામણથી ભુજના સંતો સેવામાં રહ્યા હતા. તે વખતે કેટલાય દિવસ જમ્યા ન હતા તેથી સૌને એમ જે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે, પણ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરેલી તેથી મહારાજે આપણા ઉપર દયા કરી બાપાશ્રીને રાખ્યા.

“સંવત ૧૯૭૫માં પણ મંદવાડની રીત એવી જ હતી. છેલ્લી વ્યવસ્થા પણ કરેલી જે બધાં મંદિરોમાં રસોઈ આપવી તથા થાળ કરવા, આટલી કોરીની આમ સેવા કરવી, આટલી કોરી અહીં વાપરવી, એમ લખત કરી સૌને રાજી કરી રજા માગી તૈયાર થયેલા; પણ તે વખતે આપણા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા બન્ને સદગુરુઓ અને ઘણા સાધુઓ પાસે હતા, તે એમ ને એમ સૌ ઠાકોરજીના થાળ કર્યા વિના ઉદાસ થઈ બેસી રહેલા. બ્રહ્મચારી તો જાણે ઉપશમ અવસ્થા ગ્રહણ કરી હોય તેમ બોલે જ નહિ. દેવરાજભાઈ જેવા પણ પાસે હતા. મહામુક્ત ધનજીભાઈ પણ રામપુરથી આવ્યા ને બાપાશ્રીની જવાની તૈયારી જોઈ દિલગીર થઈ ગયાં ને શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં. તે સર્વેની આવી સ્થિતિ જોઈ બાપાશ્રીએ પોતાના ઠરાવ ફેરવી નાંખ્યા.

“એક વખત શરીરમાં ‘વા’ બહુ જણાવેલ ને સાથે પડખામાં શૂળ બહુ આવે. જેથી આ કાનજીભાઈ, મનજીભાઈ આવે ને જાય. હીરજીભાઈ, જાદવજીભાઈ તથા નાનાં છોકરાં બાપા! બાપા! કરે, ઘડીકમાં મેથી ને ઘડીકમાં તીખાં લાવે, પણ એ ઓસડ કાંઈ બાપાને હોય! આ તો દિવ્ય મૂર્તિ! પણ આપણને જ્યારે મનુષ્યભાવ વર્તે ત્યારે પોતે પણ બરાબર મનુષ્ય જેવા જ થઈ જાય. એવો મને પણ કેટલોક અનુભવ થયો છે.

“એક વખત મંદવાડમાં હું અને ધનજીભાઈ બાપાશ્રીને જોવા નિમિત્તે આવેલા તો એ મંદવાડનું જ વર્ણન કરેને! મને પાસે ખુરશી પર બેસાર્યો ને તરત મારી સાથે લીલા આદરી: ‘ભોગીલાલભાઈ! હું બહુ માંદો થઈ ગયો છું, નથી મને ખાધાની ખબર રહેતી કે નથી ઉઠાતું-બેસાતું. ઘરમાં મને ફાવે નહિ તેથી મંદિરમાં ખાટલો રાખ્યો છે. આવતાં-જતાં હરિભક્તોને જોઈને દિવસ કાઢું છું. કેમ ભોગીલાલભાઈ! મંદવાડ છે ને?’ તે વખતે મેં કહ્યું જે, ‘બાપા! આપ તો જેમ છો તેમ ને તેમ જ છો.’ ત્યારે બોલ્યા જે, ‘તો તો ઠીક.’ તોપણ આપણને એવે વખતે એમ થઈ જાય જે આજ બાપાને શરદી છે, આજ ગરમી છે, આજ શરીરે સારું નથી, આજ આમ છે, તેમ છે; પણ જે દિવ્ય ભાવ સમજવાનો છે તે ન સમજાય.

“એક વખત એવું નિમિત્ત કર્યું હતું જે પોતે ઘોડી ઉપરથી પડી ગયા. પાસે કોઈ નહિ તેથી માર્ગમાં કોઈક ગાડાવાળાને ખબર પડી કે આ કોણ? પાસે જઈને જોયું ત્યાં તો આ બાપાશ્રી! પછી બેઠા કરી ગાડે બેસાડી ઘેર લઈ આવ્યા. તે વખતે પણ સૌ સમાચાર પૂછે, શેક કરે, કોંઈ ચાંપે, તેનું કારણ? મનુષ્યપણાના ભાવ. તેમાં ભલભલા પણ ભૂલ ખાઈ જાય. મોટા મોટા સંતોના તથા પર્વતભાઈ, દાદા ખાચર જેવાનાં લખાણો આપણે વાંચ્યાં છે, પણ ટાણે યાદ ન આવે.

“એક વખત બાપાશ્રીને કાનનો દુઃખાવો ઊપડ્યો તે જાણે રહેવાય જ નહિ. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે હતા. તે પણ આપણી પેઠે સમાચાર પૂછે, શેક કરે. એક વખત સ્વામી પાછલી રાતના સૂતેલા. એમના સાધુને બાપાશ્રી કહે, ‘મને કાનની પીડા બહુ ઊપડી છે તેથીસ્વામીને જગાડો.’ સાધુએ જાણ્યું જે સ્વામી હમણાં સૂતા છે તે ઉઠાડવા કે નહિ તે વિચાર કરતા હતા, ત્યાં તો પોતે સાદ પાડી જગાડ્યા ને કહ્યું જે, ‘સ્વામી! મને પીડા થાય છે ને તમને કેમ ઊંઘ આવે છે? મને શેકો.’ ત્યારે સ્વામીશ્રીએ શેક કર્યો. તે વખતે પોતે એમ બોલ્યા જે, ‘આ તમારા સેવક જાણે હમણાં સૂતા છે તે જગાડવા કે કેમ? પણ અમે જગાડવા ધારીએ તો મોટા રાજાને પણ એક ચપટી વગાડી જગાડી દઈએ.’ એમ કહીને બોલ્યા જે, ‘તમે શેક કર્યો તેથી પીડા મટી ગઈ.’ વળી સવારે બોકાની વાળી સભામાં આવ્યા. એમ તે કાનની પીડા લાંબી ચલાવી. આપણે અહીં એક ડૉક્ટર છે તેને આ વાતની ખબર પડી તેથી તે દર્શને આવ્યા ને કહ્યું, ‘બાપા! પિચકારી મારવા દો તો પીડા મટી જાય.’ તેની પ્રાર્થનાથી બાપાશ્રીએ કાન ધોવરાવ્યો ને સાજા થઈ ગયા. પણ મને તો એમ લાગ્યું જે કાન દ્વારે એ ડૉક્ટરનું કલ્યાણ કરવું હશે.

“સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં બાપાશ્રીએ મોટો મંદવાડ ગ્રહણ કરેલો. ત્યારે પણ સૌને એમ થયું જે આ ફેરે તો બાપાશ્રી નક્કી અંતર્ધાન થવાના. એ વરસમાં વરસાદ બહુ થયો હતો ને બાપાશ્રીને પણ મદવાડ બહુ અને ગામેગામમાં પણ એવી જ રીત હતી. જેમ પિંડ-બ્રહ્માંડની એકતા જણાવી હોય તેમ સર્વત્ર મંદવાડ જણાતો હતો. તે વખતે સદગુરુઓ આવ્યા ને ગામોગામથી હેતવાળા હરિભક્તો પણ આવી પહોંચ્યા. તે સર્વેને જોઈ બાપાશ્રીને દયા આવી ગઈ, તેથી આજ સુધી આપણને દર્શન આપી સુખ આપ્યાં.

એવી રીતે જે જે વખતે લીલા-વિગ્રહ સંકેલવા ઈચ્છા કરી હશે તે તે સમયે સંત-હરિભક્તોની હેતભરી પ્રાર્થનાથી દયા લાવી રહી ગયા. આ વખતે તો જાણે કોઈને કાંઈ કહેવું જ નહિ એવું નક્કી કરીને સૂતા હોય ને શું! તેમ બોલવાનું જ બંધ રાખ્યું. માંદાઈ પણ પૂરી બે દિવસ રાખી નહિ. અમે નજીક હતા તોપણ છેલ્લો મેળાપ અમને ન થયો, એટલે તે સમયે પોતે જ દયા કરી દર્શન આપ્યાં. આ મંદવાડમાં તો બોલવાનો ઠરાવ જ ન હતો. તે વાત મને આ પ્રેમજીએ હમણાં કરી જે, ‘બાપાશ્રીએ મને અંતર્ધાન થવાનું જણાવ્યું હતું, પણ કોઈને કહેવાની ના પાડી હતી ને કહ્યું હતું જે હમણાં તું કોઈને કહીશ તો હું તારા ઉપર રાજી નહિ થાઉં. સ્વામીશ્રીને ખબર આપવાનું પૂછ્યું તોપણ ના પાડીને બોલ્યા જે, ‘તેમને મેં મારો છેલ્લો મેળાપ કરવા ભુજથી પાછા બોલાવી સુખિયા કર્યા છે. હવે હું બોલીશ નહિ. મહારાજની મરજી આવી છે.” વગેરે કહ્યું હતું. માટે જે કાંઈ બાપાશ્રીએ કર્યું તેમાં આપણે રાજી રહેવું.

“હમણાં આ યજ્ઞ કર્યો તેમાં પણ સૌને લખાવ્યું હતું જે, ‘આ અમારો છેલ્લો યજ્ઞ છે માટે સૌ કામકાજ મૂકીને આવજો; કોઈ રહી જશો નહિ.’ તેથી સર્વે હેત-રુચિવાળા હરિભક્તો આવી પહોંચ્યા હતા. તે સૌને બાપાશ્રીએ અદભૂત પ્રતાપ જણાવી મૂર્તિના સુખની વાતો કરી જમાડી અલૌકિક સુખ આપ્યાં હતાં. હમણાં ભુજમાં આવી સૌ હરિભક્તોને સુખિયા કર્યા. માધાપુરમાં પણ આઠ દિવસ રહી સૌને રાજી કર્યા. કરાંચી જેવા દૂર દેશમાં પણ હરિભક્તોના પ્રેમને આધીન થઈને ત્યાં પણ તેડાવ્યા તેટલી વખત ગયા. ત્યાં પંદર પંદર દિવસ રહીને મૂર્તિના સુખની અલૌકિક વાતો કરી હરિભક્તોને બહુ સુખિયા કર્યા. એવી જ રીતે દેશોદેશમાં ઘણે ઠેકાણે ફરીને સત્સંગમાં બહુ સુખ આપ્યાં. શ્રીજી મહારાજના સ્વરૂપને જેમ છે તેમ સમજાવવાની ઘણી વાતો કરી કંઈકને એ દિવ્ય મૂર્તિના સુખમાં મૂકી દીધા.

“એમ સત્સંગમાં બાપાશ્રીએ ઘણો સમાસ કર્યો. આપણને તો દરેક વાતની પાછળથી ખબર પડે. એ તો અગાઉથી સર્વે વાત જણાવતા હોય. તે સ્વામી ઈશ્વરચરણદાસજીને આ ફેરે મર્મમાં ઘણાં વચનો કહેલાં કે, ‘સ્વામી! અમને એમ થાય છે જે તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક. તમે પણ એમ જાણો તો રહો. તમને જવા દેવાની મારી ઈચ્છા જ થતી નથી. જો રહો તો આપણે ભુજ, માધાપુર જઈશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે બે મહિના રહો તો ઠીક. અમે તમને અષાડ માસમાં છૂટા કરશું.’ એમ ઘણુંય સૂચવ્યું હતું તેથી તેમને પણ જવું જ ન હતું. રહેવાની માગણી બહુ કરી, પણ બીજા સંતો રહ્યા નહિ એટલે એમને પણ રજા આપી કે, ‘તમે પણ સાથે જાઓ, જુદા પડી રહેવાય નહિ.’ એમ આજ્ઞા થવાથી તે ગયા હતા. એવા મોટા સંતોને પણ આ વખતે પાસે રાખવા માટે રોક્યા નહિ; તો આપણે ‘પાસે નહોતા, કાંઈ બોલ્યા નહિ’, એમ જાણી દિલગીર થઈએ કે શોક કરીએ તે કરતાં શ્રીજી મહારાજની મરજી પ્રમાણે એમણે જે કર્યું તે ખરું એમ જાણી ધીરજ રાખીએ તે ઠીક.

“આપણને જે બાપાશ્રીની ખોટ પડી છે તે કોઈ રીતે પૂરાય એવી નથી. આમ પ્રત્યક્ષ સાક્ષાત્કાર સુખ ભોગવાવતા, લાડ લડાવતા, હાર આપે, પ્રસાદી આપે, માથે હાથ મૂકે, બાથમાં ઘાલીને મળે, જ્ઞાનવાર્તાઓ કરી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી છતે દેહે મૂર્તિનું સુખ પમાડતા; એ હવે આ રીતે બંધ થયું. ગાયો પીયાવા ઉપરથી પાછી વળશે, સહેજમાં મળતું મોક્ષનું સદાવ્રત સુગમ હતું તે આજ અગમ થયું. આપણને તો અક્ષયપાત્ર આપ્યું છે તેમાંથી લઈ લઈને જમશું.

“આ સમયમાં શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ અપાવવાનું બાપાશ્રીએ બહુ સુગમ કર્યું. આવી રીતે જ્ઞાનદાન આપી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવવો એ કાંઈ થોડી દયા ન કહેવાય. આ તો બધુંય મૂર્તિમાન થયું. શ્રીજી મહારાજ અને તેમના અનાદિ મહામુક્તોની અપાર દયાનો સાક્ષાત્કાર અનુભવ જેમણે સાંભળ્યો હતો, પણ નજરે દેખ્યો નહોતો તેમને પોતાના વર્તનથી મૂર્તિના સુખનું સુગમપણું કરીને અનેક સંત-હરિભક્તોને મહારાજની મૂર્તિના સુખે સુખિયા કરવાનો અનુભવ કરી દેખાડ્યો. કોઈને એમ થાય જે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કેવા હશે? તો તેને બાપાશ્રીનાં દર્શન કરવાથી સાક્ષાત્કાર અનુભવ થયો; એટલું જ નહિ, પણ બાપાશ્રીનાં દર્શનથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ, નિર્વિકલ્પ સમાધિ, સ્થિતપ્રજ્ઞપણું વગેરેનો સાક્ષાત્કાર અનુભવ થતો. સંતનાં બત્રીસ લક્ષણ તથા કલ્યાણકારી ઓગણચાલીશ ગુણ બાપાશ્રીમાં પ્રત્યક્ષ દેખાતાં.

“બાપાશ્રીએ જન્મથી આરંભી દેહોત્સવ પર્યંત પોતાનું અણિશુદ્ધ વર્તન રાખ્યું ને દરેક ક્રિયાની પણ એવી જ શુદ્ધિ રાખી હતી. કોઈને આ ને આ જન્મે ખરા ભાવથી પોતાનો આત્યંતિક મોક્ષ કરી લેવાની અતિ તીવ્ર ત્વરા થાય તો સહેલામાં સહેલો અને સુગમમાં સુગમ રસ્તો બતાવનાર બાપાશ્રી હતા. તેમની સેવા, સમાગમ, દર્શન,  સ્પર્શ, પ્રસન્નતા વગેરેથી કેટલાયને પોતાનો આત્યંતિક મોક્ષ એટલે કે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. એવી રીતે અનેકને પૂર્ણકામપણું અને કૃતાર્થપણું મનાવી મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવવારૂપ સદાવ્રત હવે પોતે કરેલ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા તથા તેમની કરેલ વાતોથી મળ્યા કરશે. આપણને આમ અંતર્ધાનપણું દેખાડ્યું તે તો બાપાશ્રીની મરજી. હવે તો એમનાં વચન મુજબ વર્તવાની આપણી સૌની ફરજ છે.”

એવી ઘણીક વાતો કરી સૌને ધીરજ આપી. પછી બાપાશ્રીને ઘૃતથી નવરાવી, અગ્નિસંસ્કાર વિધિ કર્યો. ત્યારે પણ હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારુ અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહિ. તે વખતે બાપાશ્રીએ સર્વેને ધીરજ પ્રેરી એટલે સર્વ શાંત થઈ ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાનવિધિ કરી વિરહનાં કીર્તન બોલતાં બોલતાં બાપાશ્રીને ઘેર આવી મંદિરમાં દર્શન કરી શ્રીજી મહારાજને સંભારતાં અને બાપાશ્રીએ આપેલાં સુખ તથા તેમના ગુણોનું વર્ણન કરતાં કરતાં સૌ પોતપોતાને ગામ ગયા.

ત્યાર પછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ અને ભુજના ભોગીલાલભાઈ તથા મોતીભાઈ આદિક તથા રામપુરવાળા દેવરાજભાઈ વગેરે હરિભક્તોએ મળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને તાર કરી બાપાશ્રી અંતર્ધાન થયાના ખબર આપ્યા. બીજા હેતવાળા સંત-હરિભક્તોને પણ તારથી તથા કાગળોથી ખબર મોકલાવ્યા.  II ૧૫૫ II

On the day of Ashadh Sud 5th, Bāpāśrī remaining self directed, gave darśan in this world for eighty- four years by the saṅkalpa of Śrījī Mahārāj, made many enjoyers of Mūrti, made his physical darśan invisible, so his sons and grandsons and devotees who were near him had this misery unbearable but knowing that it may be the wish of Śrījī Mahārāj all kept patience. Then the news of Bāpāśrī’s becoming invisible was sent to twenty-four villages through devotees who went on bicycles, horses, and through messengers. At some places he himself gave darśan at that time. Lālśaṅkarbhāī taking Bāpāśrī’s horse-carriage went to Bhuj to inform Bhogīlālbhāī, etc. and to bring sandalwood. At that time Bhogīlālbhāī was awaking at home. Lālśaṅkarbhāī gave him news about the disappearance of Bāpāśrī. Bhogīlālbhāī asked at what time Bāpāśrī became invisible. Then he said that at one o’clock night. Bhogīlālbhāī said that Bāpāśrī had just awaken him by holding his hand and put his hand on his head showing much pleasure and told him that he was going, saying so, he became invisible. At that time I got up and saw that it was one o’clock. Since then I have been thinking what had happened? In the meanwhile you came and gave this news. Then Dhanjībhāī, etc. devotees were informed and all came to Vṛṣpur with sandalwood. At that time devotees who were standing near Bāpāśrī were making (preparing) ready a palanquin. Before, the sun rose the mandlis (groups) of all twenty-four villages and devotees whosoever came to know, came hurriedly like mad-persons. At that time of sun rise nearly eight to ten thousand people had gathered. All had metallic pot of ghee in their hands and coconuts-thus all came and had darśan of Bāpāśrī. At that time sons of Bāpāśrī and devotees who used to stay with Bāpāśrī made Bāpāśrī sat in the palanquin which was prepared. Then pūjā was performed with sandalwood paste, kumkum, garlands of flowers and gulāl.  Devotees started doing darśan and were spreading gulāl, then they lifted Bāpāśrī’s palanquin, singing grief songs and with musical instrument. At that time it seemed to all that Bāpāśrī was sitting now as he used to give darśan and as if he would speak now. The sea of devotees had come, someone on horse back, someone on cycle, someone on foot, some running and some hurriedly. All looked constantly at Bāpāśrī in the palanquin, some would walk back legs, some would fall and would be injured by thorns, pebbles but nobody would have sense of it. Devotees would go on coming, mass of gulāl was going high in the sky and below on earth, there was gulāl everywhere. At that time devotees and enthusiastic were singing songs of grief- ‘Aavun nhotun karvun Nathji ke, chalya maragdaman meli’ and Sajni Śrījī Mujne sanbhariya re’ (Oh Nathji-God! You have left us on the way which was not to be done and Oh beloved ! Remembrance of Śrījī has come to me). Devotees were repeating it. Tendency of all was in front of Bāpāśrī. Some were doing dhun of Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa in high pitch, some were crying sadly, some were controlling grief with understanding nature, whereas some even forgot themselves. In this way all started having darśan of Bāpāśrī and reached near the compound of Chhatrī after five hours. There palanquin was put outside. At that time devotees became impatient for darśan. All would prostrate with folded hands, pray, etc. when all had darśan they became calm. Bhogīlālbhāī and Motibhāī said that Bāpāśrī had once said mysteriously that his body should be cremated on the south side of Chhatrī. As they said thus, all considered it to be well and good. Saints and devotees applied sandalwood paste, performed pūjā with garland of flowers and did āratī of Bāpāśrī. Then pyre was made ready with sandalwood and coconuts. At that time devotees wanting to have last darśan rushed and fell on one another. Bhogīlālbhāī and Lālśaṅkarbhāī, etc.  requested them with folded hands and persuaded them to be calm. Thus, at the time of the last rites of Bāpāśrī all became sad and grieved. With a view to consoling them Bhogīlālbhāī began to talk. He said, “Remembering Śrījī Mahārāj all of us viz. saints and devotees have to keep patience. We should know thus that Bāpāśrī is not such that would pass away- he is always with us. Those who were near him from among us say that Bāpāśrī did not speak anything but we should know that Bāpāśrī was speaking and very often he mysteriously told us but we could not understand. He has explained everyone every talk millions of time and had told us about his desire of becoming invisible. Whenever Bāpāśrī had sickness, we felt that Bāpāśrī would become invisible this time but on seeing love of saints and devotees; he would change his saṅkalpa. This has been seen for many times. When in Saṁvat 1948, in the months Vaishakh and Jeth, Bāpāśrī had taken illness, saints of Bhuj were in his sevā on the recommendation of Sadguru Śrī Nirguṇdāsjī Swāmī. During that time he had taken no food so everyone thought Bāpāśrī would become invisible but since Sadguru Nirguṇdāsjī Swāmī had prayed Śrījī Mahārāj so Mahārāj had kept Bāpāśrī with us showing mercy on us.

          In Saṁvat 1975, the illness was like that. All arrangement were made-to give meals (rasoī) to all temples and offered thāḷ, to do sevā thus with so many koris (currency of Kutch)-so much amount should be spent here and it was documented, took permission from all by pleasing them and got ready; but at that time Brahmachārī Nirguṇānaṅdjī, Purāṇī Keśavpriyadāsjī, both Sadgurus and many saints who were near became sad and sat without offering thāḷ to Ṭhākorjī. Brahmachārī would not speak as if he was in trance. Devrājbhāī was also near. Mahāmukta Dhanbai also came from Rāmpur and seeing the readiness of Bāpāśrī leaving this world became sad and began to pray Śrījī Mahārāj. On seeing such state of all Bāpāśrī changed his decision.

Once Bāpāśrī complained about gout in the body and he had severe pain on both sides of the waist, so Kanjibhāī and Manjibhāī would come and go to see Bāpāśrī’s health condition. Hirjibhāī and Jādavjībhāī and young children would utter Bāpā! Bāpā! and would bring methi or black pepper but what is the use of such medicine for Bāpāśrī-he is divine Mūrti! But when we have human feeling for him, he would also become ordinary human. I had also such experience of his. Once I and Dhanjībhāī had come to see Bāpāśrī during his illness and naturally he would talk about his illness! Bāpāśrī told me to sit on the chair near by and soon began his divine act (līlā) with me. He would say Bhogīlālbhāī I have become very ill-I neither know about eating food nor able to sit or get up-at home I am not comfortable so the cot has been kept in the temple- passing my days by watching devotees who come and go. Bāpāśrī would get it confirmed about illness from me. At that time I would say Bāpāśrī you are as you are. Then he would say then it is all right, but even then we just think that Bāpāśrī is suffering from cold, it is hot today, today health is not good, today it is thus and that but divine feeling which is to be understood cannot be understood.

          Once in his līlā, Bāpāśrī fell off the mare. At that place nobody was nearby but a cart driver who was on the way came to know and wondered who he was. He went near and recognised that he was Bāpāśrī. Then he helped him to get up and brought him home on his cart. At that time all would also ask news, fomented his body, someone would massage (press body)-what is the reason?-it is human feeling. Even experts may make mistake in it. We have read in writing of great saints, Parvatbhāī, Dādā Khāchar, etc. but when the time needs they do not come to memory.

          Once, Bāpāśrī had so much pain in the ears that he was unable to bear it. At that time Swāmī Īśvarcharaṇadāsjī was nearby. He would also ask about his health like us and foment. Once Swāmī went to bed late in the night, Bāpāśrī told his disciple that he had much pain in his ear so wake up Swāmī. That sādhu thought that Swāmī has just gone to bed so should he wake him up or not, he was thinking thus. In the meanwhile Bāpāśrī himself woke up Swāmī by loud voice and told him that how he could sleep when he was having pain. Bāpāśrī asked him to foment him; so Swāmī fomented. At that time Bāpāśrī said that your disciple was in dilemma that should he wake you up or not because you had just gone to bed but if I think to wake anyone up I can do so by a pinch even the great king. Saying so, Bāpāśrī said that since he fomented him, he was relieved of pain. In the morning Bāpāśrī came in the meeting with bokani (A mask on the face). Thus Bāpāśrī continued his pain of ear for a long time. There is one doctor at this place. He came to know about it so he came for darśan and asked Bāpāśrī to let him use syringe so that he would be relieved from pain. Because of his prayer Bāpāśrī got the ear cleaned and became all right. But in my opinion Bāpāśrī, wanted to do good of the doctor through the medium of the ear.

          In Saṁvat year 1982 in the month of Bhadrapad, Bāpāśrī had severe illness. Then all believed that Bāpāśrī would definitely leave this world this time. During that year there was much rain and Bāpāśrī also had severe illness and in every village this was the case. To show the union of human body and cosmos, everywhere there seemed illness. At that time, Sadgurus came and devotees having love also came from various villages. Seeing all of them Bāpāśrī had pity on them so till today he gave us darśan and happiness.         

          Similarly, whenever Bāpāśrī wanted to wind up his līlā-vigrah, he did not do so because of the prayer of love of saints and devotees during that time. This time he had decided not to say anything to anyone and made all feel that he was asleep.  Moreover he stopped speaking. He did not lengthen his illness even for more than two days. Though we were near him, we did not get the chance to have last look, so at that time he himself had given darśan showing sympathy. In this illness he did not any wish to talk. Premjī told me about that matter recently that Bāpāśrī had made known to him that he wanted to leave this world but he had forbidden him to tell it to anyone with the threat that he would not be pleased on him. If he told about leaving this world, he wanted to inform Swāmīśrī but Bāpāśrī did not want to inform him because he was called from Bhuj to have the last meeting with him and had made him happy. Now he (Bāpāśrī) would not speak because it was the wish of Mahārāj-such things were told by Bāpāśrī. Therefore, we should remain happy in whatever Bāpāśrī had done. In the recent yajña he had got it written in the invitation that, that was his last yajña so all must come leaving aside their work and no one should be left out, so all devotees having love and liking had come. Bāpāśrī had shown his wonderful capacity to all and had talked about the happiness of Mūrti, had fed them and had given them divine happiness. Recently he came to Bhuj and made all devotees happy. In Madhapur he stayed for eight days and made all happy. In a far place like Karāchī Bāpāśrī went there because of devotees’ love and whenever they called Bāpāśrī, he went there. There he stayed for fifteen days and talked about divine talks of happiness of Mūrti and made devotees very happy. Similarly, he went from one place to another and gave much happiness in satsaṅg. Bāpāśrī also talked about the form of Śrījī Mahārāj as it is and tried to explain through talks and put many in the happiness of divine Mūrti. Thus Bāpāśrī gave boost to satsaṅg. In our case we know every event afterwards but he (Bāpāśrī) knew and talked about that events and everything in advance. During this time Bāpāśrī had told Swāmī Īśvarcharaṇadāsjī in a mysterious way that if saint (he) like him stayed with him (Bāpāśrī) for two months it will be well and good. You also if know thus could stay back, I (Bāpāśrī) do not desire at all to let you go. If you stay back we would go together to Bhuj and Madhapur and perform brahmayajña. This time if you stay for two months it would be better, I can relieve you in the month of Ashadh. Thus, much was told mysteriously so he also did not want to leave. Bāpāśrī requested often for staying back but other saints did not stay back and they were permitted to go and asked Swāmī to go with them because they cannot be separated. As such Swāmī had also gone with the permission of Bāpāśrī. Bāpāśrī did not detain this time even such great saints, we were also not near him, Bāpāśrī did not say anything. Knowing thus if we become sad or grieve it is better if we think that whatever Bāpāśrī did, did it according to the wish of Śrījī Mahārāj and it would be better if we keep patience. Loss of Bāpāśrī is impossible to be filled. Thus, Bāpāśrī gave us happiness of realisation, showed his affection, would give garland- prasādī, would put his hand on our head, would embrace us, would give talks of knowledge and got Mūrti realised and would get us bliss of Mūrti in this physical body. Now this is all over in this way. The passing away of Bāpāśrī is just like the cows returning from trough without getting water from it- the donation of liberation which was given easily has become scarce. We have been given Akshaypatra (vessel which never becomes empty) and we shall take from it and will dine. During this time Bāpāśrī had made it very easy in getting happiness of Mūrti. Getting Mūrti realised by giving donation of knowledge is not an ordinary mercy. Everything has become the form of Mūrti. Those saints and devotees who had heard about Śrījī Mahārāj and his Anādi muktas’ boundless mercy but had not seen it were given the experience of remaining happy in the happiness of Mūrti by Bāpāśrī’s own behaviour leading to happiness of Mūrti in an easy way. Someone may wonder that what kind of anādi mukta dwelling in Mūrti would be! That was experienced by darśan of Bāpāśrī. Not only that but with darśan of Bāpāśrī religion, knowledge, renunciation, bhakti, tranquillity, trance, state of sthitpragna (one who remains unmoved in the dualities of insult or honour, happiness or misery, etc. in any kind of situation) were also experienced. Thirty-two characteristics of saint and beneficial thirty-nine attributes were clearly visible in Bāpāśrī himself. Bāpāśrī kept his behaviour pure from the time of birth till leaving the physical body and moreover every activity was also pure in the same way. If someone, wanted sincerely wish intense desire of ultimate liberation, during this birth only, Bāpāśrī was the person showed the less difficult and easiest path. Many got ultimate liberation by his sevā, association, darśan, touch, pleasure, etc.- means Mūrti was realised. Now the charity started by Bāpāśrī in the form of achieving happiness of Mūrti given to many by making them fulfilled and becoming grateful, will be available from Vachanāmṛt Rahasyārtha Pradīpikā Ṭīkā which he himself prepared and by the talks he had given. Thus showed his invisibility to us is his desire. Now our duty is to behave according to his words. All were consoled by many such talks. Then Bāpāśrī was given the bath of ghee and his body was consigned to flames. At that time also devotees became impatient to pour ghee and offer coconut- the pain of separation was unbearable. At that time Bāpāśrī inspired patience to all so all became calm and chanted Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa in a loud voice. Thus when the rites of cremation were over, all bathed and chanting kīrtans of separation, came to Bāpāśrī’s house, had darśan in the temple and remembering Śrījī Mahārāj and happiness given by Bāpāśrī and describing his virtues went to their respective villages. Then the sons of Bāpāśrī Kanjibhāī and Manjibhāī, Bhogīlālbhāī, Motibhāī of Bhuj, Devrājbhāī of Rāmpur, etc. devotees sent telegrams about passing away of Bāpāśrī to Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī etc. saints. Other saints and devotees having love were informed by telegram and by post. || 155 ||