Gujarati / English

કારતક વદ-૧૦ને રોજ સવારે બાપાશ્રી નાહી પૂજા કરી સર્વે સંતોને ઉઘાડે શરીરે મળ્યા. પછી વસ્ત્ર પહેરીને આસને આવ્યા.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ દેવરાજભાઈ આપનો હવે બરાબર દિવ્ય ભાવ સમજ્યા; માટે એમનું અને સર્વેનું સહિયારું કરો.”

પછી બાપાશ્રીએ સર્વેના હાથ ભેળા કરાવીને પોતાનો એક હાથ નીચે રાખ્યો અને બીજો ઉપર રાખ્યો અને સર્વેને કોલ દીધો જે, “આ સર્વેનું સહિયારું.”

પછી સ્વામી કહે જે, “પાણી લાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે ભૂલો છો. પાણી અધિક કે આ અધિક?”

પછી સ્વામી કહે જે, “સર્વેને સંભારણા માટે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા, “તો તો ઠીક, લાવો.”

પછી પાણી લઈને સર્વેને આશીર્વાદ આપ્યા જે, “આમને આમ સર્વેને ભેળા રાખીશું.”

પછી સંતોએ હેત-રુચિવાળા સંત-હરિજનોનાં નામ લઈને કહ્યું જે, “એ સર્વેને ભેળા રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું.”

તે વખતે ખીમજીભાઈ આવ્યા તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા.

પછી બોલ્યા જે, “તમને આશીર્વાદ તો આપ્યા, પણ તમો સાચવી રાખજો અને આવા સંતનો જોગ કરજો. હવે સંતો દેશમાં જવા તૈયાર થયા છે.”

પછી ભુજના બે સંત આવ્યા. તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ઠાકોરજીને જમાડીને આવ્યા ત્યારે કહ્યું જે, “સ્વામી! તમારાં ગાડાં આવ્યા?”

ત્યારે કહે, “ના, હજી આવ્યાં નથી. જો આપ દયા કરીને રાખો તો અમે રહીએ.”

ત્યારે કહે જે, “ના, હવે ઘણું રહ્યા ને ન્યાલ કર્યા. તમે ન્યાલ કરો એવા છો.”

એમ કહીને બાપાશ્રી દેવરાજભાઈ પ્રત્યે બોલ્યા જે, “તમે સંતને ઓળખ્યા તેથી કામ થઈ ગયું. આવા સંત ક્યાંય ન મળે. સંત તો બધાય છે, પણ આવા સંતથી કામ થાય તે બીજાથી ન થાય. ઉત્સવ, સમૈયા, મંદિરો એ આદિક કામ આ સંત કરતા ન જણાય, પણ જે કામ આ સંત કરે તે બીજાથી ન થઈ શકે. મૂર્તિમાં રસબસ કરવા તે આવા સંતથી થાય. આ સંતનાં દર્શનથી, સ્પર્શથી કામ સરે. એમનો વાયુ ભુટકાઈને જેના ઉપર પડે તે બધાનું કલ્યાણ થાય, એવા સમર્થ આ સંત છે. માટે આવા સંતનો જોગ રાખજો; તો ધામમાં હડેડાટ ચાલ્યા જવાય. આ સંત બ્રહ્મની મૂર્તિઓ છે.”

પછી બોલ્યા જે, “સંત કોને કહીએ? તો શાંતિને પમાડે તે સંત. આ સંત તો ગૌમુખી ગંગા છે. તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે. આવા જંગમ તીર્થનો મહિમા સમજીને જોગ કરવો.” એમ વાત કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમને વૃષપુર ભેળા લઈ જાઓ.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે નહિ, ઘણું રહ્યા. સાધુ પણ નહિ ને આશાભાઈ પણ તમારા ભેળા ચાલે.”

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “બાપા! તમે શરીરે તાવ દેખાડો છો તેથી આપને મૂકીને જવાનો સંકલ્પ થતો નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે તાવ નહિ રહે.”

પછી સ્વામીએ કહ્યું જે, “અમે ફેર આપને દર્શને આવીએ ત્યાં સુધી તાવ કે મંદવાડ કાંઈ પણ રાખશો નહિ.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે મંદવાડ જતો રહેશે; તમે કાંઈ ચિંતા રાખશો નહિ.”

પછી સંતોએ પ્રાર્થના કરી જે, “તમે અમારા ભેગા સદાય રહેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે સદાય તમારા ભેગા રહેશું.”

તે વખતે આશાભાઈએ કહ્યું જે, “બાપા! આપ ઠાકોરજી જમાડી લો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને વળાવીને પછી જમવા જઈએ.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “અમારાં ગાડાંને ઘણી વાર છે, આપ જમીને પધારશો પછી અમારે જવાનું થશે.”

થોડીવાર પછી બાપાશ્રી જમીને પાછા આવ્યા. તે વખતે સર્વે સંત આવીને પગે લાગીને બેઠા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે જો ભુજ કાલે રહેવાના હો તો અમે ભુજ આવીએ અને જો કાલે જ ભુજથી નીકળવાના હો તો અમે ગરનાળા સુધી વળાવવા આવીએ.”

ત્યારે સંતોએ કહ્યું જે, “ના બાપા! આમ ને આમ મહારાજ ને આપ સદા ભેળા રહેજો.”

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અમે આપની વાતો લખી છે તે છપાવીએ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે આ વચનામૃત છપાવ્યાં છે તે વાંચીને અનેક મુમુક્ષુઓ ન્યાલ થયા છે. માટે વાતો પણ છપાવજો; તેથી અનંત જીવનો આત્યંતિક મોક્ષ થશે.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સદગુરુશ્રી નિર્ગુણદાસજી અમારા જીવનપ્રાણ હતા. તેમના તમે બધાય છો તે ભેળા રહેજો, કોઈ નીકળી જાય તો તે જાણે.”

પછી એમ બોલ્યા જે, “મહારાજ! તમને કોઈક અહીં તેડાવે તો સુખેથી આવજો. તમારે આવવેથી સંત-હરિજનોમાં ઘણો સમાસ થયો, તેથી સૌ રાજી રાજી થઈ રહ્યા છે. પાછા વળી ફેર આવશો એટલે વધારે સમાસ થશે. કેમ દેવરાજભાઈ! સમાસ થયો કે નહિ?”

ત્યારે તે કહે જે, “હા બાપા! સમાસ બહુ સારો થયો. વળી ફેર પધારે તો ઘણો લાભ થાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “એ તો આપના પ્રતાપથી સહુ સુખિયા થયા છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમોએ પણ આ ફેરે વાતો-ચીતોનું સુખ બહુ આપ્યું છે. વળી કોઈક યજ્ઞ કરશે, તો તમને જરૂર તેડાવીશું. ત્યારે તમે આવજો. તમે ખરા સાધુ છો તે ભુજમાં અને ગામડાંમાં બધેય હરિભક્તો લઈ જશે. અમારે ઘેર તો ઘણું રહેજો. અમારા છોકરા બાજરો પકવશે ને આપણે ઠાકોર જમાડીશું ને ભેળા મળીને મહારાજનું સુખ લેશું ને જે લેશે તેને આપીશું. આ ફેરે તમે બહુ દયા કરી તે કેટલાય સુખિયા થયા છે. હવે તમે જ્યાં જાઓ ત્યાં બ્રહ્મયજ્ઞ કરજો, મૂર્તિનો રસ રેલાવજો. અમે સદાય તમારા ભેળા રહીશું ને જ્યાં જાશો ત્યાં અમે ભેગા જ છીએ એમ જાણજો.”

પછી સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, “ભુજમાં ઘેલાભાઈએ વાત કરી છે કે, ‘મારે પારાયણ કરાવવું છે તે બાપાશ્રી પધારે તો કરાવું. તમે બાપાશ્રીને મારી વતી વિનંતી કરજો કે મારો સંકલ્પ દયા કરીને સત્ય કરે.”‘

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે ભુજ જઈને તેમને કહેજો કે તમારો સંકલ્પ સત્ય કરીશું, પણ એ દીર્ઘસૂત્રી છે તે જો વિચાર કર્યા કરશે તો ભેળું નહિ થાય.”

આમ વાત કરી એટલામાં બાપાશ્રીની ઘોડાગાડી તથા સંતોનાં ગાડાં આવ્યાં.

ત્યારે બાપાશ્રી કહે જે, “અમને ઊભા કરો.”

એટલે આશાભાઈ હાથ ઝાલવા ગયા તેમને કહ્યું જે, “તમે નહિ; અમને આ બે બાવા ગાડીએ ચડાવે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તથા સાધુ મુક્તવલ્લભ-દાસજીએ બાપાશ્રીને બાવડે ઝાલીને ગાડી ઉપર ચડાવ્યા.

પછી બાપાશ્રી ગાડીમાં બેસીને વિરહના કીર્તનની ટૂંક બોલ્યા જે, “આજ સોહાગણ હું રંડાણી ભરદરિયે વહાણ ભાંગ્યું રે.”

ત્યારે સ્વામી કહે જે, “બાપા! અમારે જવું નથી, આજ્ઞા કરો તો રહીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “સર્વેની વૃત્તિઓ ગુજરાત અને ઝાલાવાડ તરફ ગઈ છે તેથી તમને જુદા પાડીને રખાય નહિ. માટે આશાભાઈ તમે આદિ સર્વે જાઓ.” એમ આજ્ઞા કરી.

પછી હરજીભાઈએ ગાડી હાંકી અને સંત સર્વે સડક ઉપર ચોકીએ આવ્યા ત્યાં બાપાશ્રીએ વૃષપુર તરફ વડ નીચે ગાડી ઊભી રખાવીને મોતીભાઈને કહ્યું જે, “સંતોને અહીં બોલાવી લાવો.”

તેથી તે સ્વામીને બોલાવી લાવ્યા. પછી સર્વે સંત-હરિજનોએ આવીને દંડવત કર્યા તે વખતે પણ બાપાશ્રી ઉપરના કીર્તનની ટૂંક બોલ્યા.

ત્યારે પણ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમે જવા રાજી નથી, આજ્ઞા કરો તો રહીએ.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ના, જાઓ; અમે સદા ભેળા જ છીએ.”

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “અમારે સર્વેને આપની પાસે એક વચન માંગવું છે તે આપવા કૃપા કરશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા.”

ત્યારે કહ્યું જે, “અમને આ દેહ સાંભરે છે, તે ન સાંભરે ને એક મહારાજની મૂર્તિ જ સાંભરે, ને તે અખંડ દેખીએ એવી કૃપા કરો.”

પછી બાપાશ્રીએ રાજી થઈને માથે હાથ મૂકીને કહ્યું જે, “આજથી સર્વેને એમ જ રહેશે.” એ વર આપ્યો. એમ સર્વે ઉપર બહુ રાજી થયા.

પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત સર્વે ભુજ આવ્યા. પછી સ્વામીએ ઘેલાભાઈને પારાયણ વિષે બાપાશ્રીની હા છે એ વાત કરી. તે સાંભળીને ઘેલાભાઈ બહુ જ રાજી થયા. અને સંતો ગુજરાત તરફ આવ્યા.  II ૧૬ II

 

On the morning of Kārtak Vad 10th, Bāpāśrī after taking bath and performing pūjā met all the saints with his upper body uncovered. Then he wore his clothes and came to his seat. Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! This Devrājbhāī has properly understood your divine feeling; therefore, please assure salvation for all together including Devrājbhāī.” Then Bāpāśrī kept hands of all together and kept his own hand below them and other hand above their hands, and thus gave them assurance. Then Swāmī asked to bring water. Bāpāśrī said, “You are mistaken. Is water preferable or this one?” Then Swāmī said, “I ask it for remembrance.” Then Bāpāśrī said, “O.K. Then bring it.” Then Bāpāśrī took water and blessed all saying, “I will keep all together with me thus.” Then the saints took the names of saints and devotees who had love and liking; and requested Bāpāśrī to keep with him. Bāpāśrī said, “All right.” At that time, Khīmjībhāī came and Bāpāśrī blessed him in the same way. Then Bāpāśrī told him, “I have blessed you but preserve it and associate with such saints. Now saints have got ready to leave for their place in Gujarāt region.”

          Then two saints of Bhuj came. They were also blessed in the same way. Then Swāmī Īśvarcharaṇadāsjī and other saints came after offering meals to Ṭhākorjī. Bāpāśrī said, “Swāmī! Have your carts come?” He replied, “No, they have not come. If you allow us to stay by your mercy, we will stay.” Bāpāśrī said, “No. You have stayed for long and have satisfied me much. Your nature is such that you satisfy all.” Saying so, Bāpāśrī said to Devrājbhāī, “You have recognised the saints, so you are fulfilled. You cannot find such saints anywhere. All are saints, but the work, which can be done by these saints, cannot be done by others. This saint may not be found doing the work of festival, samaiyā, building temples, etc., but the work, which these saints do cannot be done by anyone. To get you engrossed in Mūrti, can be done by such saints. Darśan and touch of these saints make it possible to get fulfilled. If the wind, which has touched such saints, falls on anyone, he will be benefited. Such capable these saints are. Therefore, get associated with such saints so that you can go to Akṣardhām directly. These saints are idols of Brahma. Who is called a saint? The one who gives peace. This saint is like gaumukhī Gaṅgā. From this gaumukhī happiness of Mahārāj comes. They should be associated by knowing their greatness. They are like movable places of pilgrimage.” Swāmī Īśvarcharaṇadāsjī requested Bāpāśrī to take them to Vṛṣpur with him. Bāpāśrī refused and said, “You have stayed for long. Even saints and Āśābhāī should also go with you.” Swāmī said, “Bāpā! You are showing fever so I do not like to go leaving you in this condition.” Bāpāśrī said, “Now fever will not be there,” Swāmī said, “When we come next for your darśan do not keep fever or any kind of illness.” Bāpāśrī said, “Do not worry. Illness will go away.” Then the saints prayed to Bāpāśrī and requested him to keep them with him. Bāpāśrī said, “I will always remain with you.” At that time Āśābhāī said, “Bāpā! Please take your meals.” Bāpāśrī said, “I shall have meals after giving you a send off.” Swāmī said, “There is much time for our carts to come. Our departure will take place after you finish your meals.” After sometime, Bāpāśrī came back after having meals. Then all the saints came, prostrated before him and sat in the carts. Bāpāśrī said to Swāmī Īśvarcharaṇadāsjī, “If you are going to stay at Bhuj tomorrow, I shall come to Bhuj, and if you start from Bhuj tomorrow itself, I shall give you send off till the culvert on our way.” Then the saints said, “Bāpā! Please do not come, but please do remain with us along with Mahārāj.” Swāmī Īśvarcharaṇadāsjī asked, “Can we get printed your talks which have been written?” Bāpāśrī said, “You got this Vachanāmṛt printed and many mumukṣus have been benefited by reading it. Therefore, get this printed so that infinite jīvas will get ultimate liberation. Sadguru Śrī Nirguṇdāsjī Swāmī was my lifeline. All of you who are his disciples should stay together. If anybody leaves, it is his lookout. If anyone calls you here, please come gladly. Because of your visit, saints and devotees are benefited so they are very much pleased. Then when you come again, they will get more benefit. Devjībhāī, are you benefited or not?” He replied, “Yes Bāpāśrī. I have got much benefit. If they come again, much benefit will be had.” Swāmī Īśvarcharaṇadāsjī said, “He has got much happiness because of your grace.” Bāpāśrī said, “You have given much happiness with your talks during this visit. If anybody performs yajña, you will definitely be called for. Do come then. You are real saints. So, devotees will take you to Bhuj and in villages. Please stay for long at my place. My sons will grow millet and we shall offer it to Ṭhākorjī and will take happiness of Mahārāj by staying together and will give it to whosoever wants it. During this visit, you have shown much mercy and many have got happiness. Now perform brahmayajña at the place where you go. Flow the joy of Mūrti. I shall always stay together with you and wherever you go, know that I am with you.” Swāmī told Bāpāśrī, “Ghelābhāī had told me in Bhuj that he wants to arrange pārāyaṇa, provided Bāpāśrī comes. I have been requested by him to tell you and make his saṅkalpa true by showing your mercy.” Bāpāśrī said, “Tell him at Bhuj that yours  will be made true, but he is far-sighted, so if he goes on thinking, the programme may not be materialised.” In the meanwhile horse-carriage of Bāpāśrī and carts of saints came. Bāpāśrī asked to get him up so Āśābhāī went to hold his hand. He was refused. Bāpāśrī said, “These two bāvās should make me board the carriage.” Swāmī Īśvarcharaṇadāsjī and saint Muktavallabhdāsjī held arms of Bāpāśrī and made him board the carriage. Bāpāśrī sat in the carriage and recited a kīrtan of separation ‘Āj sohāgaṇ huṅ raṇḍāṇī bhar dariye vahāṇ bhāṅgyuṅ re’ (I have become a widow at very young age). Swāmī said, “Bāpā! We do not want to leave. If you please allow, we will stay.”  Bāpāśrī said, “Tendency of all is to go for Gujarāt and Zālāwāḍ so you cannot be kept away from them. Therefore, you, Āśābhāī and all go.” Then Harjībhāī drew the carriage and all the saints came to the square along the road. Bāpāśrī got the carriage stopped under a banyan tree towards Vṛṣpur. He told Motibhāī to call saints there. He called Swāmī. Then all the saints and devotees prostrated before Bāpāśrī. Then also, Bāpāśrī recited the aforesaid kīrtan. Then also, Swāmī Īśvarcharaṇadāsjī told Bāpāśrī that they were unwilling to go, and if they were permitted, they would stay. Bāpāśrī did not permit them and told them that he was always with them. Then Swāmī said that they all wanted a promise from Bāpāśrī, and ask if he would show his favour.  Bāpāśrī said ‘Yes’. Then Swāmī said, “We all remember this body, so shower your grace on us so that the body does not come in our remembrance and we remember Mūrti only and see Mūrti constantly.” Bāpāśrī was pleased, and put his hands on his head and blessed that it would be so henceforth. Then Bāpāśrī came to Vṛṣpur and all the saints went to Bhuj. Swāmī informed Ghelābhāī that Bāpāśrī had consented for the pārāyaṇa. Ghelābhāī was very much pleased. The saints went to Gujarāt. || 16||