Gujarati / English

આસો વદ-૬ને રોજ વૃષપુરના મંદિરમાં બાપાશ્રી પાસે સર્વે સંત-હરિજનો બેઠા હતા. તે વખતે વઢવાણવાળા ડૉ. મણિલાલભાઈને સંકલ્પ થયો જે બાપાશ્રી પ્રશ્ન-ઉત્તર કરે તો સારું. તે દિવસે સાંજ વખતે સભામાં ચોકમાં ચંદની તળે કારિયાણીનું ૧૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગોપીઓના પ્રેમની વાત આવી.

ત્યારે બાપાશ્રી તેમનો સંકલ્પ સત્ય કરવા દયા કરીને બોલ્યા જે, “સંતો! ગોપીઓ કોણ? મથુરા ને ગોકુળ કયે ઠેકાણે આવ્યું? તે કહો.”

ત્યારે વૃંદાવનદાસજીએ કહ્યું જે, “જ્યાં મહારાજની મૂર્તિ, ત્યાં અક્ષરધામ; ત્યાં ગોકુળ અને ગોપીઓ છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા, બરાબર. જ્યાં મહારાજની મૂર્તિ, ત્યાં ગોકુળ અને મથુરા છે. અને જે શ્રીકૃષ્ણ તે શ્રીજી મહારાજ પોતે છે; પણ જે શ્રીકૃષ્ણ પરોક્ષ થઈ ગયા એ નહિ.”

એ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય’. તે પ્રેમાનંદ સ્વામી એ ગોપીઓને ક્યાં જોવા લઈ ગયા હતા? એમણે તો આ સંતોને ગોપીઓ કહેલ છે. તેમને એ જોતા હતા. માટે આ સંત તે ગોપીઓ અને જ્યાં મહારાજ ત્યા ગોકુળ, મથુરા. આ મર્મ સમજવો એ જબરી ઘાંટી છે. એ ઘાંટી ઉલ્લંઘાય તો બધુંય સમજ્યા. આમ ન સમજાય તો રખડવું પડે.”

એમ કહીને પાટડીના નાગજીભાઈ સામે હાથ કરીને બોલ્યા જે, “કેમ નાગજીભાઈ! ખરું કે નહિ?”

ત્યારે નાગજીભાઈ બોલ્યા જે, “હા બાપા! બરાબર છે.”

એવી રીતે બાપાશ્રીએ કૃપા કરીને મણિલાલભાઈનો સંકલ્પ સત્ય કર્યો.  II ૨ II

 

On the day of Āso Vad 6th all saints and devotees were sitting near Bāpāśrī in the temple of Vṛṣpur. At that time, Dr. Maṇīlālbhāī of Vaḍhwāṇ had a saṅkalpa in his mind that if Bāpāśrī held a question answer session, it would be good. In the evening of that day, the 11th Vachanāmṛt of Kārīyāṇī was being read in the assembly in the square under the pandal. In it, there is reference about the love of Gopīs. Then Bāpāśrī to make the saṅkalpa of Dr. Maṇīlālbhāī true, showing his favour said, “Saints! Who are Gopīs? Where are Mathurā and Gokuḷ situated? Tell me.” Swāmī Vṛṅdāvandāsjī said, “Where there is Mūrti there is Akṣardhām and there are Gopīs and Gokuḷ.” Bāpāśrī said, “Yes! Exactly it is like that. There are Gokuḷ and Mathurā where there is Mūrti. Śrījī Mahārāj himself is Śrī Kṛṣṇa but He is not that Śrī Kṛṣṇa who is manifested in Mathurā.” Bāpāśrī recited a couplet from Premānaṅd Swāmī’s kīrtan, ‘‘Girdhar nāy ane Gopīo gāy, joī Premānaṅd vārī jāy. (God bathes, Gopīs sing- seeing this Premānaṅd is pleased). Where did Premānaṅd Swāmī see Gopīs?  He has called these saints as Gopīs. He was seeing them. Therefore, these saints are Gopīs; and where there is Mahārāj, there is Gokuḷ and there is Mathurā. To understand this philosophy is very difficult. If this difficulty is overcome, everything is understood. If this is not understood thus, one will have to wander.” Saying so Bāpāśrī pointed his hand to Nāgjībhāī of Pāṭḍī and asked him if it was true or not. Nāgjībhāī agreed. In this way, Bāpāśrī made Maṇīlālbhāī’s saṅkalpa true by his favour. || 2 ||