Gujarati / English

આસો સુદ-૩ને રોજ દહીંસરાના મંદિરમાં સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં પ્રત્યક્ષ ભગવાન તથા તે ભગવાનના સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહિ એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રગટ હોય ત્યારે ઓળખવા ઘણા દુર્લભ છે. આ સભા સર્વે દિવ્ય તેજોમય છે અને અનાદિમુક્ત તો મહારાજની મૂર્તિમાં રસબસ ભાવે જોડાઈ રહ્યા છે. મુમુક્ષુને પણ મૂર્તિમાં રસબસ કરી મૂકે છે. પરમ એકાંતિક તો પોતા જેવા કરે છે, અનાદિ તો મૂર્તિમાં જ છે અને દેખાવ શ્રીજી મહારાજનો છે. તે અનાદિ તો મૂર્તિમાં લુબ્ધ છે એટલે મહારાજ સર્વેને ઉપદેશ કરે છે અને દર્શન આપે છે.”

પછી બાપાશ્રી પુષ્પ હાથમાં લઈને બોલ્યા જે, “આ પુષ્પ તથા જે જે મહારાજના સંબંધને પામ્યા તે સર્વે દિવ્ય છે. ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ.’ એમ સર્વત્ર દિવ્ય ભાવ રાખવો. જીવ જ્યાં સુધી કાળો હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ. તે કાળો એટલે માયિક પદાર્થમાં આસક્તિવાળો. અને ગોરો એટલે મૂળઅક્ષર પર્યંતનાં ઐશ્વર્યની ઈચ્છાવાળો. તેને પણ આ વાત સમજાય નહિ. એ તો મહારાજ દયા કરે ત્યારે સમજાય. મહારાજ તો જેટલા સંકલ્પ કરે તેટલી મૂર્તિઓ થાય ને જીવોનો મોક્ષ કરે. કેમ લાલશંકરભાઈ! આ વાત સમજાય છે? આ સંતો ભાતાં બાંધીને મૂર્તિ આપવા આવ્યા છે, તો આપણે પણ એ મૂર્તિના ઘરાક થાવું.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા, એટલે બાપાશ્રી કહે, “આ બાવો અમને મૂંઝવે છે.”

ત્યારે તે બોલ્યા જે, “આપને મૂંઝવે એવો કોણ છે? કોઈ નથી.”

ત્યારે  બાપાશ્રીએ કહ્યું જે, “તમે ચરાચર બ્રહ્મ છો, પણ ભૂલી જતા નહિ એટલે કે પ્રવાહ વાયુમાં જતા રહેતા નહિ.”

ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી બોલ્યા જે, “બાપા! આપ મળ્યા છો તે વાંધો નહિ આવે. તમે રાજી છો તેથી મારે કોઈ વાતની ફિકર નથી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “કંઈક જીવના કષાય કાઢી નાખે એવા મહારાજ આપણને મળ્યા છે. શ્રીજી મહારાજ સત્સંગમાં રોઝે ઘોડે બેસીને ફરે છે તે જે આજ્ઞા લોપશે તેને ફડાક ફડાક મારશે. તે દીઠા છે?”

ત્યારે સંતોએ કહ્યું જે, “હા, દીઠા છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે, તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે; તેને રાજી કરવા ખપે. જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે? ક્રિયા એ જે પુરુષપ્રયત્ન કરે ત્યારે મહારાજ ને સંત તેના ઉપર કૃપા કરે. હવે તો ક્રિયાસાધ્ય ગઈ અને કૃપાસાધ્ય રહી. સંતો! હવે તમે વાતો કરો. અમે તો આજ થાકી ગયા.”

પછી સંતો બોલ્યા જે, “આજ રાત્રિએ પોણા વાગે વિરમગામથી નાગરદાસભાઈ આવ્યા હતા ત્યારથી એમની સાથે વાતો કરીને એમને કાગળ લખાવી આપ્યો. એ પાછા ભુજ ગયા ત્યારથી નાહી પૂજા કરીને આપ બિરાજ્યા છો અને વાતો કરો છો તે સાત વાગ્યા સુધી રસ રેલાવ્યો. આજ તો બહુ વાતો કરી તે થાક લાગે ખરો જ તો!”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એક હરિભક્તને સંકટ આવ્યું હતું તેને ટાળવા સારુ પ્રાર્થના કરી તે પાછા આજ ને આજ તુરત જ ચાલ્યા ગયા. તેને આપણો ભરોસો છે જે એમના વિના આ કામ બીજા કોઈથી થાય તેમ નથી. એમણે રક્ષાના કરનારા મહારાજ તથા મુક્ત વિના બીજા કોઈને જાણ્યા નથી તેથી પાંચસો ગાઉનો ધક્કો ખાધો, એવા મહિમાવાળા છે. અહીં એવો મહિમા સમજનારા થોડા. અહીંના હરિભક્તોને હેત તો બહુ, પણ જાડી બુદ્ધિ છે તેથી કોઈ સંશય નાખનાર મળે ત્યારે મહિમા જાણ્યો હોય, પરચા-ચમત્કાર દેખ્યા હોય, તોય જેમ પ્રવાહ વાયુમાં ઊડી જવાય તેમ કેટલાક ભૂલી જાય છે.”

પછી સંતોને કહ્યું જે, “હવે આ હરિભક્તોને નિયમ-ધર્મની વાતો કરો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! એ વાતો તો સત્સંગમાં થયા જ કરે છે અને આપ જે જે વાતો કરો છો તેમાં મૂર્તિનું જ મુખ્યપણું આવે છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કરી કરીને કારણ મૂર્તિનું જ કામ છે. કરવાનું એ જ છે તે નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. માટે મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થાવું અને મૂર્તિમાં રહેનારા અનાદિને ઓળખવા.”

પછી ખીમજીભાઈએ બાપાશ્રીને વિનંતી કરી જે, “હરિભક્તો સૌ પોતપોતાને ઘેર આપને તેડી જવા પ્રાર્થના કરે છે, તો સંત-હરિભક્તોએ સહિત ગામમાં પધારવા દયા કરો.”

તે સાંભળી બાપાશ્રી આખા ગામમાં સંત-હરિજનોએ સહિત દર્શન દેવા પધાર્યા. ત્યાં હરિભક્તોએ કેસર, ચંદન, કુમકુમ આદિકે બાપાશ્રીની તથા સંતોની પૂજા કરી. પછી આરતી વખતે મંદિરમાં પધાર્યા.  II ૨૦ II

 

On the day of Āso Vad 3rd, the 21st Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read in the assembly in the morning in the temple of Dahīṅsarā. In it, it is said that whosoever understands the greatness of manifest God and saints will not have to understand anything on the path of salvation. Bāpāśrī said, “When God is in human form on this earth, it is very difficult to know Him. This assembly is all luminous and Anādi muktas for ever remain attached to Mūrti by remaining engrossed in it. They also get mumukṣus engrossed in Mūrti. param ekāṅtiks make mumukṣus as they are. Anādi muktas are already in Mūrti and their appearance is that of Śrījī Mahārāj. Anādi muktas are one with Mūrti; so it is Mahārāj who preaches and gives darśan.

           Then Bāpāśrī took a flower in his hand and said, “This flower as well all those who came in contact with Mahārāj are divine. Narnārāyaṇa divya Mūrti saṅtanko  viśrām (Narnārāyaṇa is the resting place of saints). Keep divine feeling everywhere. A jīva will not understand this point until it is black. It is black means it has passion for worldly objects; and it is white means it wishes supernatural powers up to Muḷa-Akṣar. It will also not understand this point. It can only be understood when Mahārāj shows mercy. There can exist as many Mūrtis as the saṅkalpas Mahārāj floats; and these saṅkalpas liberate jīvas.” Bāpāśrī asked Lālśaṅkarbhāī, “Is this understood?”                

 These saints have done hard labour to give Mūrti so we also should show eagerness for Mūrti. Then Swāmī Ghanśyāmjīvandāsjī came, so Bāpāśrī remarked, “This bāvā embarrasses me.” Then Swāmī said, “Who is such who can embarrass you? No one.” Bāpāśrī told him, “You are like brahma which pervades the entire cosmos; but do not make a mistake, i.e., do not get drawn in the current of these worldly objects.” Swāmī Ghanśyāmjīvandāsjī said, “Bāpā! Since you have met me, I am safe. Since you are pleased with me, I am not worried about any thing.” Bāpāśrī said, “We have met Mahārāj who is capable of removing vicious elements from innumerable jīvas. Śrījī Mahārāj moves about in the Satsaṅg on horseback and He will punish whosoever violates His commands. Have you seen Him?” The saints replied, “Yes, we have seen.” Bāpāśrī said, “Mahārāj is realised only by His grace. He liberates jīvas by His grace. He should be pleased. What should a jīva do to please Mahārāj?  It should put efforts then Mahārāj and saints will show their grace on it. Now the efforts are over and realisation through only grace remains.” Then Bāpāśrī asked the saints to talk because he was tired. Then the saints said, “Tonight at 12.45 Nāgardāsbhāī came from Viramgām. And you talked with him and got a letter written for him. He went back to Bhuj and since then you are sitting after taking bath and performing pūjā and continued talking till seven in the morning. Today you have talked much so it is obvious that you feel tired.” Bāpāśrī said, “A devotee was in trouble and to make him free from the trouble I prayed and he went away immediately. He trusts me and knows that no one else can do this work. He has not known protector other than Mahārāj and mukta so he came from long distance of 750 miles. Such is his understanding about the greatness of God. Here there are a few who understand such greatness. Devotees of this place have much love but they are thickheaded; so if anyone creates doubt in their minds, they may forget just as liquid evaporates, even though they have understood greatness and have seen miracles.” Then Bāpāśrī asked the saints to talk about niyams and dharma to devotees. Swāmī Īśvarcharaṇadāsjī said, “The talks on niyams and dharma are usual in the Satsaṅg whereas when you talk, you chiefly talk about Mūrti.”  Bāpāśrī said, “Our main aim of all our efforts is causal Mūrti and only that is to be done. When one becomes pure by observing niyams and dharma, this assembly instills Mūrti in him. Therefore, one should become worthy of dwelling in Mūrti and should know Anādi muktas dwelling in Mūrti.” Then Khīmjībhāī requested Bāpāśrī by saying, “All these devotees want you to visit their home. So please be kind enough to visit the village along with the saints and devotees.” Bāpāśrī along with saints and devotees visited the whole village to give darśan to the villagers. There all the devotees performed pūjā of Bāpāśrī and the saints with saffron, sandalwood paste, kumkum etc. Then Bāpāśrī went to temple at the time of āratī. ||20 ||