Gujarati / English

આસો સુદ-૭ને રોજ વૃષપુર મધ્યે સંતો બાપાશ્રી પાસે મૂર્તિઓ લાવ્યા; તેને જોઈને પોતાની પ્રસન્નતા જણાવી. અને તે મૂર્તિઓ સંતને આપી.

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “પુસ્તકમાં વાત મૂર્તિમાં જવાની આવે છે. અને આપના મુખ થકી મૂર્તિમાં આવવાની વાત થાય છે, તેનું કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાંથી અને એમાંથી બધેય મૂર્તિમાં આવવાની વાત આવે છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં આવે છે તેમ.”

એમ કહીને પછી બોલ્યા જે, “દાંત પડી ગયા છે, પણ અમારે કોઈ જીવને પડવા દેવા નથી. જીવના સ્વભાવ ચટણા છે તેથી ભમી જાય છે, પણ અમારે તો કોઈને ભમવાય દેવા નથી; સર્વેને મહારાજની મૂર્તિમાં રાખવા છે.”

પછી સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું, તે વખતે એમ બોલ્યા જે, “આ ચાંદલો છે તે કારણ છે, તે બગાડવો નહિ. ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન.’ એ કારણ મૂર્તિનો ચાંદલો છે, માટે આપણે કારણ મૂર્તિ રાખવી.”

પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, “આવો! સંતોની પૂજા કરો. કોઈ પૂજા કર્યા વિના રહી જશો નહિ.” એમ કહીને બાપાશ્રીએ પોતે સૌ સંતોની તેમજ હરિભક્તોની ચંદનથી પૂજા કરી.

તે વખતે કૃપા કરીને બોલ્યા જે, “આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચાય છે, આ ચર્ચનારા અક્ષરધામના ધામી શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ ટાણું ને આ જોગ બહુ ભારે આવી ગયો.”

ત્યાર પછી પોતાનું આસન લાંબું હતું તે ટૂંકું કરાવીને બોલ્યા જે, “ટૂંકા થાવું. જીવ કાળો, ગોરો, લાંબો અને છેવટે મૂર્તિમાં રહ્યો ત્યારે ટૂંકો. માટે ટૂંકા થાવું તે શ્રેષ્ઠ છે.”

પછી કેરાવાળા જાદવજીભાઈ ચંદન ઉતારીને લાવ્યા હતા, તે સંતોએ બાપાશ્રીને ચર્ચ્યું. પછી બાપાશ્રીએ પણ સંતોની તથા હરિભક્તોની પૂજા કરી.

તે વખતે બોલ્યા જે, “નારાયણપુરથી અને કેરાથી હરિજનો ચંદન ઉતારીને લાવે છે, પણ અહીંના કોઈને એ કરવાનું સૂઝતું નથી. તે કોણ જાણે શું સમજતા હશે?”

પછી કથા ચાલુ થઈ તેમાં સમાધિમાં આકાશ લીન થઈ જાય છે, એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આકાશ તમોગુણમાંથી થયો તે લીન થઈ જાય, પણ જેને શ્રીજી મહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તેને તો આ લૌકિક આકાશ ન દેખાય તે લીન સમજવો. ચિદાકાશ દેખાય તે ચિદાકાશની ઉત્પત્તિ જાણવી. પાછો દેહમાં શ્રીજી મહારાજ લાવે ત્યારે ભૌતિક આકાશ ઉત્પન્ન થયો કહેવાય અને ચિદાકાશ ન દેખાય તે ચિદાકાશ લીન થયો કહેવાય; પણ છે તો જેમ છે તેમ જ.”

આ વાત કરી તે વખતે સ્વામી વૃંદાવનદાસજીને એવી રીતે અંતરવૃત્તિએ દેખાડ્યું. પછી ગામ સુખપરના કરસન ભક્ત જે ધમકડે રહેવા ગયેલા તે ધમડકેથી દર્શને આવ્યા. તેમણે બાપાશ્રીને એક પાંચિયો ભેટ મૂકીને વાત કરી કે, “આ પાંચિયો બે મહિના ઉપર આપ શ્રીજી મહારાજે સહિત ધમડકે ખીમા કુંભારના છોકરા વીરજીને સોનાનો રથ અને સુવર્ણમય ઘોડા જોડીને તેડવા આવ્યા હતા તે વખતે એ છોકરો બોલ્યો જે, ‘મહારાજ અને બાપા રથમાં બેઠા છે અને મને કહે છે કે, ‘ચાલ, અમે તને અમારા ધામમાં લઈ જઈએ. અહીં તો ગધેડા ચારવા પડશે, માટે ચાલ અક્ષરધામમાં. ત્યાં બહુ સુખ છે.’ એમ કહે છે માટે હું જઈશ.’ પછી એના બાપે કહ્યું જે, ‘મહારાજ ને બાપા ક્યાં છે?’ ત્યારે છોકરે કહ્યું જે, ‘આ ઊભા, દેખોને!’ પછી તેને પણ એ છોકરે કહ્યાં એવાં જ દર્શન થયાં. ત્યારે તેણે રથમાં એક પાંચિયો નાખ્યો તે રથમાં ન પડતાં પૃથ્વી ઉપર પડી ગયો. પછી તો મહારાજ ને આપ એ છોકરાને તેડી ગયા. પછી તેના બાપે કહ્યું જે, ‘આ પાંચિયો બાપાશ્રીને પહોંચાડવાનો છે.’ તેણે આ પાંચિયો રાખી મૂકેલો તે હું આપને દર્શને આવતો હતો એવી ખબર પડવાથી મને એ કુંભારે આપ્યો. તે હું આપની પાસે લાવ્યો છું.” એમ વાત કરી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ ખીમા કુંભારને કહેજે કે તારા છોકરા વીરાને અમે મહારાજની મૂર્તિને સુખે સુખિયો કર્યો છે અને અનાદિમુક્તની પંક્તિમાં રાખ્યો છે.”  II ૨૪ II

 

On the day of Āso Sud 7th saints brought images of God to Bāpāśrī at Vṛṣpur. Seeing the them, Bāpāśrī showed his pleasure and gave the images to the saints.

          Purāṇī Keśavpriyadāsjī said, “The books read that we should go into Mūrti whereas you preach to come into Mūrti. How to understand it?”  Bāpāśrī said, “Either you quote me or the book, everywhere it is said to come in Mūrti, just rivers come into the sea.” Then Bāpāśrī said, “My teeth have fallen but I will not allow any jīva to fall from Mūrti. The nature of a jīva is zestful so it goes astray. But I will not allow any jīva to go astray. I want to keep all in Mūrti.” Then the saints applied sandalwood paste to Bāpāśrī. At that time, Bāpāśrī said, “This chāṅdlo is the cause and so its dignity should not be spoiled. ‘Saune vaś karuṅ re sauno kāraṇ huṅ Bhagwān.’ (I control all and I am the God who is the cause of all). The chāṅdlo is the symbol of that causal Mūrti. Therefore, we should keep causal Mūrti.” Then looking at the devotees, Bāpāśrī said, “Come and perform pūjā of these saints. Nobody shall remain without performing pūjā.” Saying so, Bāpāśrī himself performed pūjā of all saints and devotees with sandalwood paste. At that time showing his favour he said, “This divine sandalwood paste is applied in Akṣardhām. This paste is applied by anādi mukta who dwells in Śrījī Mahārāj who is the master of Akṣardhām. Present time and this opportunity are the best.” Then he got the piece of cloth on which he was sitting folded short, and said, “We should become short, i.e. should draw inward. A jīva may be black, white, or long, but when it dwells in Mūrti it is said to have become short. Therefore, to become short is the best.” Then Jādavjībhāī of Kerā had brought sandalwood paste, which saints applied to Bāpāśrī, Bāpāśrī also performed pūjā of the saints and devotees. At that time, he said, “The devotees from Nārāyaṇapur and Kerā bring sandalwood paste with them, but the satsaṅgīs of this village do not bring. What may they be thinking of themselves?” Then the kathā began. In it, it is said that in samādhi, ākāśa dissolves for one who goes into samādhi. Then Bāpāśrī said, “As ākāśa is produced from tamoguṇa, it dissolves for one who is in samādhi. But, for one who is sent into samādhi by Śrījī Mahārāj, by His grace, the ākāśa which is produced from tamoguṇa is not seen; and hence it is said to have dissolved.  And in such state of samādhi he views chidākāśa; and hence it is said to have been produced. When one is brought back into body by Śrījī Mahārāj, for him, the ākāśa which is the product of tamoguṇa is said to have produced; and as he does not see chidākāśa  now, it is said to have dissolved for him. But, in fact ākāśa and chidākāśa are as they are- without change.” While giving this talk, Bāpāśrī made Swāmī Vṛṅdāvandāsjī realise this process internally. Then Karśanbhāī of Sukhpur who had migrated to village Dhamaḍkā came for darśan from Dhamaḍkā. He presented a coin worth five paisa to Bāpāśrī and said, “Two months ago you and Śrījī Mahārāj had come to Dhamaḍkā in a golden chariot drawn by horses of golden colour to fetch Vīrajī, the son of Khīmā Kuṁbhār, to Akṣardhām. At that time, the boy said, ‘Mahārāj and Bāpā are seated in the chariot and they said, ‘Come on, we have  come to fetch you to Akṣardhām. You will have to graze donkeys, if you live in the body any longer. Therefore, come to Akṣardhām where there is abundant happiness.’ They are saying so. Therefore, I will go with them.’ Then his father asked him where Mahārāj and Bāpā were. The son replied, ‘Here are they, see them.’ Then the father had darśan of Mahārāj and Bāpāśrī as described by his son. Then he dropped one coin in the chariot. Instead of falling in the chariot, the coin fell on the ground. After you and Mahārāj fetched the boy to Akṣardhām, his father wanted that he should present that coin to you. So he had preserved that coin. As he knew that I was coming for your darśan, he gave me that coin to present to you. So I have brought it.” Bāpāśrī said, “Tell Khīmā Kuṁbhār that I have made his son Vīrā happy in the bliss of Mūrti and have elevated him to the cadre of anādi mukta.” || 24 ||