Gujarati / English

આસો સુદ-૭ને રોજ સાંજે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અખંડ સમાધિવાળો છે તેને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહિ. ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં સર્વે ક્રિયામાં મૂર્તિ હોય અને જે ચમત્કાર, સમાધિ, પરચા આદિક દેખાય તે તો મહારાજ પોતાની મરજી પ્રમાણે દેખાડે, પણ તેમાં અનુક્રમનો મેળ નહિ.”

પછી પ્રથમ પ્રકરણનું ૬૫મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ઈન્દ્રિયોના અંતને પામે તો તેના દેવને પમાય એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બધાયને ઠેક દઈને ઠેઠ મહારાજની મૂર્તિને વળગી જઈએ તો એ એકે આડું આવે નહિ. બીજું તો શાસ્ત્રવાળા જાણે. આપણે તો વૈરાજ શું! અહંકાર શું! મહત્તત્વ શું! પ્રધાનપુરુષ શું! પ્રકૃતિપુરુષ શું! વાસુદેવબ્રહ્મ શું! મૂળઅક્ષર શું! અને અક્ષરધામ તે શું! એક મહારાજની મૂર્તિ રાખવી. તે આ ઈશ્વરબાવે રાખી છે; બીજા બધાયને ઉલ્લંઘી ગયા છે.  ભગવાનનો ભક્ત કાળ-કર્મનો આહાર કરી જાય. ‘કાળ કર્મની રે શંકા દેવે વિસારી.’ આહાર એટલે શું? તો કાળ-કર્મને ધોકા મારીને કાઢી મેલે; એવા આ સંત છે. તે શાથી? તો એને પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ મળી છે તેથી બીજું બધું ખોટું થઈ ગયું છે. જ્યારે પ્રગટ મહારાજ મળે એટલે કે તે મૂર્તિમાં એકતા થાય અને તે મૂર્તિના આકારે આકાર થઈ જાય, ત્યારે બધાયનો ચારો કરી શકે એવી સામર્થી આવે છે.”

પછી બાપાશ્રીએ સંતોને વાતો કરવાની આજ્ઞા કરી, ત્યારે સંતોએ કહ્યું કે, “સ્વામી ઘનશ્યામજીવનદાસજીને વાતો કરવાની આજ્ઞા કરો.”

પછી બાપાશ્રી બોલ્યા કે, “એમનાં તો દર્શન પણ દુર્લભ છે, કેમ જે આટલી મોટી અવસ્થાએ પણ એ અહીં આવે છે. એમને તો ભુજના મહંત કરવા જેવા છે.”

એમ કહીને કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘સખી ઘન સજી શણગાર ધરા લીલી થઈ.’ ઘન કહેતાં વરસાદનું નામ તે તો ઉપમા. કેટલીક અવરભાવની અને પરભાવની વાત જાણવી જોઈએ. મહારાજ બહુરૂપી કહેવાય. મહારાજ તો શ્વેત તેજોમય છે. તે તેજ ઘન એટલે ઘાટું છે તેને વીજળી, ચન્દ્ર, સૂર્ય આદિકના દૃષ્ટાંત દેવાય છે.”

પછી બોલ્યા જે, “‘શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ બાંધ્યા શ્વેત ફૂલોના બાજુ’, “લહેરી લટકાળા’ એમ ઉપમાઓ દીધી છે, પણ એ તો અલૌકિક છે. અક્ષરધામમાં બે ભુજાવાળા ભગવાન બિરાજે છે અને ચાર ભુજ, અષ્ટભુજા કે હજાર હાથનાં નામ પડ્યાં એ તો બીજા અવતાર આવ્યા. આપણા પતિ બે ભુજવાળા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા. કેમ બાવા! એ બે ભુજાવાળા ખપે કે બીજું ખપે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “અમારે તો દ્વિભુજવાળા ખપે.”

ત્યારે બોલ્યા જે, “એ મૂર્તિ હરતી-ફરતી દેખાય તે અને ઘનશ્યામ કહી તે અવરભાવના ભાવ છે. અને અડખે-પડખે હરતાં-ફરતાં માતાના ઉદરમાં દેખીએ છીએ એમ કહ્યું છે તે કેટલાક પરમ એકાંતિક મુક્તના તથા કેટલાક અનાદિમુક્તના ભાવ છે.”

પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૩જું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, “સંતો! આ વચનામૃત પ્રમાણે તમે અવતાર ઠર્યા. ‘જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ તે અવતાર મચ્છ, કચ્છ, વારાહ, હયગ્રીવ, વ્યાસ, રામ, કૃષ્ણ? ના, ના, એ કોઈ નહિ. આ તમે છો તે બધા અવતાર છો. પરોક્ષ અવતારોથી આત્યંતિક કલ્યાણ ન થાય. આ વાત નથી સમજાતી એટલી ખોટ કહેવાય. આ વાત સમજાય ત્યારે પૂરણકામ થઈ જવાય. જો મૂર્તિમાં રહે તો એ સમજાય, પણ અંતરવૃત્તિ કોઈ દિવસ કરે નહિ તો શું સમજાય?”

પછી હરિભક્તો ચોક ચોખ્ખો કરતા હતા તે જોઈને બોલ્યા જે, “‘નીચી ટેલ મળે તો મોટાં ભાગ્ય જો.’ માંદા સાધુની સેવા કરવી, મંદિર વાળવું, ખાડા ધોવા એ બધી નીચી ટેલ કહેવાય.”

એમ વાત કરીને “સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય” એમ પ્રસન્ન થઈને બોલ્યા.  II ૨૫ II

 

 

On the evening of Āso Sud 7th, Bāpāśrī, showing his favour talked in the assembly. He said, “The one who is in constant trance samādhi would not perceive anything except Mūrti. In every activity like eating, drinking, getting up, sitting, etc., he sees Mūrti only. After that state marvels, samādhi, miracles, etc. are shown by Śrījī Mahārāj as He wishes but there is no sequence in it.

          Then the 65th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter began to be read.  In it, it is said that if one establishes complete control over his senses he can achieve the gods of the respective senses. So Bāpāśrī said, “If one overtakes all this and goes straightly to Mūrti and sticks to It, there will be no obstacle for him. Every thing else is known to the experts of the scriptures.  For us Vairāj, ahaṅkār, Mahattattva, Pradhān-Puruṣa, Prakṛti-Puruṣa, Vāsudevbrahma, Muḷa-Akṣar and Akṣardhām have no place. We should keep Mūrti which this Īśvarbāvā has kept. He has overtaken all.  The devotee of God swallows kāḷa and karma. ‘Kāḷa karmanī re śaṅkā deve visārī.’ (The fear of kāḷa and karma should be given up). What is the meaning of ‘swallow’ here? Here it means a devotee drives away kāḷa and karma. Such great are thise saints. Why it is so? Because he has got Mahārāj Himself, so everything has become unreal for him. When Mahārāj Himself meets one, one becomes one with Mūrti and one’s form becomes like the form of Mūrti. Then only one can guide others. One gets such capacity.” Then Bāpāśrī asked the saints to talk. So the saints requested Bāpāśrī to ask Swāmī Ghanśyāmjīvandāsjī to talk. Bāpāśrī said, “His darśan is also rare because he comes here even at this old age. He is fit to become the chief of the temple of Bhuj.” Saying so, Bāpāśrī quoted a devotional song. ‘Sakhī ghan sajī śaṇagīr dharā līlī thaī’ (the earth has decorated itself wearing green sheet with the help of rain). Some talks concern with worldly perspective and some talks with divine perspective . So we should know them as the case is. Mahārāj is called having multiple forms. Mahārāj is in the form of white luminescence. That mass of luminescence is so thick that it is explained with the example of lightening, the moon, the sun, etc.” Then he said, ‘Śvet hār paheryā ur par kaju, bāṅdhyā Śvet fūlnā bāju,’ ‘laherī laṭkāḷā’ (Mahārāj has worn garlands of white flowers in His neck and around His arms.) He is described with such similes, but He is supernatural. In Akṣardhām God with two arms is seated; and gods with four arms, eight arms or a thousand arms– all of them are other incarnations. We should know our master supreme Lord Swāmīnārāyaṇa with two arms. Do you want the one having two arms or someone else?” Swāmī Īśvarcharaṇadāsjī said, “We want the one having two arms.” Then Bāpāśrī said, “Mūrti which is seen as moving and Mūrti which is called Ghanśyām is because of worldy perspective and the one which is seen moving around is in the perspective of param ekāṅtiks and the one which is seen in the womb of mother is from the perspective of Anādi muktas.”

          Then in the evening, the 3rd Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. At that time Bāpāśrī, looking at the assembly said to the saints,  “According to this Vachanāmṛt you are incarnations of God.”  ‘Je je avtāre je je līlā karī hoy te saṁbhārī rākhvī.’ (we should remember whatever divine actions any of the incarnations of God have performed). Are the incarnations mentioned in this Vachanāmṛt denote Machchha, Kachchha, Varāh, Haygrīva, Vyāsa, Rām, Kṛṣṇa? No, No, none of them. It is you who are all incarnations. Ultimate liberation is not possible through previous incarnations. If we do not understand this matter, it is our shortcoming. Once this thing is understood one can become fulfilled. If one dwells in Mūrti, he can understand this point, but if he does not become introvert what can he understand?” Then Bāpāśrī saw the devotees cleaning the porch. Bāpāśrī recited one stanza, ‘nīchī tel maḷe to māne moṭā bhāgya jo’ (one should believe oneself extremely fortunate if one gets chance to render service in form of even the trivialest task). The trivialest task is to serve sick saints, to sweep a temple, to clean a toilet used by saints, etc.” Concluding his talk with this, he cheerfullfy said, “Sahajānaṅd Swāmī Mahārājnī jay and ā sabhānī māyāno kṣay’ (Lord Sahajānaṅd Swāmī is always victorious and ignorance of this assembly has been destroyed). || 25 ||