Gujarati / English

આસો સુદ-૮ને રોજ સવારે વચનામૃતની કથા વાંચવાનો આરંભ કર્યો ત્યારે એક હરિભક્ત દર્શને આવેલ તેમણે બાપાશ્રીને વાત કરી જે, “હું ઘણી વખત ભુજના મંદિરમાં દર્શને જાઉં છું. હમણાં અમદાવાદના સાધુ આવેલા તેમણે સભામાં વાત કરી જે, ‘નરનારાયણ ભગવાનની જે મૂર્તિઓ છે તે સ્વામિનારાયણ પોતે જ છે; બદરિકાશ્રમમાં રહ્યા છે એ નહિ.’ તેમની સાથે મારે વાતચીત થતાં તેમણે તો ‘સ્વામિનારાયણ વિના બીજા ભગવાન કોઈ છે જ નહિ, એ એક જ ભગવાન છે’ એમ કહ્યું. પછી તેઓ ત્યાંથી ગામડામાં ગયા છે. એ વાત મારા સાંભળવામાં આ ફેરે જ આવી તેથી મને સમજાણી નહિ. તો એ વાત જેમ હોય તેમ દયા કરીને મને સમજાવો. મારે તમારો ખરો વિશ્વાસ છે.”

ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, “તમને જે સાધુએ વાત કરી હતી તે સાધુ અહીં જ છે, હમણાં નાહવા ગયા છે તે આવે છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી નાહીને આવ્યા ત્યારે તે કહે, “આ એ જ.”

પછી તો સ્વામીએ તેને બહુ રીતે વચનામૃતમાંથી સમજાવ્યા. તેથી ઘણા રાજી થઈને એમ બોલ્યા જે, “બાપા! તમારી પાસે દર્શને આવવાથી આ લાભ મને મોટો મળ્યો, હવે મને આ વાત સમજાણી.”

પછી બાપાશ્રીએ વાત કરી જે, “સત્સંગમાં મહારાજને સર્વોપરી જાણવા અને જણાવવા એ કામ બહુ જબરું છે. શ્રીજી મહારાજ પોતે પ્રત્યક્ષ દર્શન દેતા તોપણ જ્યારે ‘આ મૂર્તિ સૌથી નોખી છે, આ મૂર્તિને સુખે અનંત મુક્તો સુખિયા છે, મોટા મોટા અક્ષરાદિક અવતારો ને તેમના મુક્તો આ મૂર્તિનું ધ્યાન કરે છે’ એમ વાત થતી ત્યારે કેટલાક મૂંઝાતા. અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહા સમર્થ મુક્તને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા. પણ એવા જીવને ખબર ન પડે કે આ ભગવાન કેવડા મોટા છે, એમના મુક્ત કેવા સમર્થ છે. જુઓને! નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘આ મૂર્તિ સૌથી નોખી, આચરજકારી છે; કહું છું ચોક્કસ વાત આચરજકારી છે.’ એવી રીતે મોટા મુક્તોએ મહિમા કહ્યો છે. મહારાજને તથા મોટા મુક્તને જીવો ઉપર અપાર દયા છે તેથી જેમ જેમ મહિમા સમજાય તેમ સમજાવે છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકામાં આ બધીએ વાત સમજાવી છે તથા આપ વાતો કરો છો તેમાં આ ભાવ ઘણો આવે છે. તેથી સત્સંગમાં હવે મહારાજ તથા મોટાનો મહિમા, અવતાર-અવતારીનો ભેદ ઘણા સમજી ગયા છે ને બીજા ધીરે ધીરે સમજશે. અ.મુ. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આદિક મુક્તોએ એ જ કામ કર્યાં છે. તોપણ  અનાદિકાળનું અજ્ઞાન જીવને વળગ્યું છે, તેથી આવી વાતો ઝટ સમજી શકતા નથી.”

એમ કહીને બોલ્યા જે, “શ્રીજી મહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. આ વાત સમજાવવા મોટા મોટા સંતોએ બહુ દાખડા કર્યા છે, ઉપાધિઓ સહન કરી છે.”

પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “એક વખત ગઢપુરમાં મહારાજે ઉદાસી જણાવી તે થાળ તૈયાર થયો તોય જમવા ઊઠે નહિ. મૂળજી બ્રહ્મચારી કહે, ‘મહારાજ! થાળ ઠરી જાય છે માટે જમવા પધારો; જ્યારે આપ જમશો ત્યારે જ સંતોની પંક્તિ થશે.’ ત્યારે મહારાજ કહે, ‘ચાલો.’ પછી થાળ જમતાં ઉદાસી જણાવતા હોય તેમ થોડુંક જમ્યા ને પાછા અક્ષર ઓરડીમાં આવીને પોઢ્યા.

“થોડીકવાર પછી સદ્. ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, ‘મહારાજ! આજ કેમ ઉદાસ જણાઓ છો?’ ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! આપણે અક્ષરધામમાંથી મોટા મોટા અવતારોનો તથા તેમના ભક્તોનો તથા અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ, પણ તમારા જેવા સંતો જ્યારે અમારા સ્વરૂપની જેમ છે તેમ વાતો કરે છે ત્યારે તેઓ સમજી શકતા નથી ને પોતાની પૂર્વની સમજણને લઈને તમારા જેવા મોટા મુક્તોને વાતો કરતાં અટકાવે છે ને સમજવા દેતા નથી. કેટલાક સાધારણ જીવો તો અનાદિકાળના અજ્ઞાનથી પરવશ થયેલા તમારા જેવા સંતોને અનેક પ્રકારના ઉપદ્રવે કરીને કુરાજી કરે છે. તેથી આજ અમને એ વાતની ઉદાસી થઈ આવી.’

“પછી મહારાજ એમ બોલ્યા જે, ‘સ્વામી! તમારા દાખડા બહુ છે તે અમે જાણીએ છીએ. તમે અમારા સારુ અજ્ઞાની જીવોના માર તથા અપમાન સહન કરો છો તેથી અમને ઘણું દુઃખ થાય છે.’ એમ કહીને મહારાજના નેત્ર આંસુથી ભરાઈ આવ્યાં. પછી ગોપાળાનંદ સ્વામી કહે, ‘મહારાજ! આપ રાજી રહો; અમને કાંઈ દુઃખ નથી.’ ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! અનંત ધામના મુક્તો તથા અધિપતિઓ જેવી મારી મૂર્તિ છે, જેવો મારો મહિમા છે, જેવું મારું સામર્થ્ય છે તેને જાણે તો અમારો ને તમારો દાખડો લેખે આવે.’ એમ કહીને પોઢી ગયા.

“આવી રીતે શ્રીજી મહારાજે પોતાની રુચિ અ.મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સર્વોપરી સંતને કહી હતી. તોપણ હજી સુધી કેટલાક એવી વાતો સમજતા નથી. તે મહારાજની દયાથી ધીરે ધીરે સમજશે. આપણે તો સૌ ઉપર દયા રાખવી. દયા તે શું? તો મહારાજ સર્વોપરી છે એ વાત સમજાવવી.”  II ૨૬ II

 

          In the morning of Āso Sud 8th, when kathā of Vachanāmṛt began to be read, a devotee came for darśan. The devotee told Bāpāśrī, “I very often go to the Bhuj temple for darśan. Recently a sādhu who had come from Amdāvād said in the assembly that idols of Lord Nar-Nārāyaṇa are Swāmīnārāyaṇa Himself and not the one living in Badrikāśram. When I personally met that sādhu, he told me that there is no other God except Swāmīnārāyaṇa- He is the only God. From there that sādhu has gone to visit different villages. As I have heardh such topic for the first time, I could not understand it. So please have pity on me and explain me the matter as it is. I have complete trust in you.” Then Bāpāśrī told him that the sādhu who had talked about it with you is just here. He has gone to bathe and would be soon here.” When Swāmī Īśvarcharaṇadāsjī came after taking bath, that devotee recognised him and said that he was the same saint.  Then Swāmī explained to the devotee in many ways from Vachanāmṛt; so the devotee was very much pleased and said that as he came for darśan of Bāpāśrī he was very much benefited and that then he understood the matter. Then Bāpāśrī said, “It is very big task to know and explain to the  satsaṅg that Mahārāj the Supreme of all incarnations. Even when Śrījī Mahārāj Himself was manifest in human form, many persons got doubtful listening to the words of Mahārāj, ‘This Mūrti is unique among all other incarnations; infinite number of muktas enjoy the bliss of this Mūrti; Akṣar and other incarnations  and their muktas meditate on this Mūrti.’ Though Anādi Mukta Gopālānaṅd Swāmī was having great spiritual powers, some people used to call him as having superfluous knowledge. But such jīvas would not know how great this Lord is and how capable His muktas are. Just see! Niṣkulānaṅd Swāmī has said, “This Mūrti is distinct from others and It is astonishing; I am sure about it, It is astonishing.” In this way, great muktas have said about greatness. Mahārāj and great muktas take pity on jīvas so they explain greatness by and by.” Then Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! You have explained everything in Vachanāmṛt Rahasyārtha Pradīpikā and when you talk now, you explain the same point. Because of this, in the Satsaṅg, many have understood the greatness of Mahārāj and muktas, the difference between incarnations and the master of incarnations; and others will also understand this point gradually. Anādi Mukta Gopālānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Muktānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, Premānaṅd Swāmī, Niṣkulānaṅd Swāmī, etc. have performed the same work. Even then, as the ignorance since time immemorial has caught hold of jīvas, they do not understand such talks immediately. It is a great thing to know Śrījī Mahārāj as He is. To explain this point, great saints have put much effort and have borne many troubles. Once in Gaḍhpur, Mahārāj showed His sadness. So, He did not got up to dine eventhough the dish was ready. Mūḷajī Brahmachārī requested, ‘Mahārāj, the meal is getting cold so please come to dine. The saints will dine only after You have dined.’ Then Mahārāj agreed and sat for meal. But, while dining, He showed sadness and ate a little and then came back to Akṣar Oraḍī and slept there. After sometime, Sadguru Gopālānaṅd Swāmī went to Mahārāj and asked Him why He looked sad. Mahārāj said, “Swāmī! We have come for ultimate liberation of great incarnations, their devotees and infinite jīvas.  But when saints like you talk about My form as it is, they do not understand and because of their previous understanding, they prevent you from talking and do not allow others to understand. Some ordinary jīvas who are bound by ignorance of time immemorial displease saints like you by many kinds of hurdles. It is therefore that I have become sad. Swāmī, I know that your efforts are praiseworthy. You tolerate insults and beating of ignorant jīvas for My sake. So, I feel very much pained.” Saying so, Mahārāj’s eyes were filled with tears of love. Then Gopālānaṅd Swāmī said, “Mahārāj! Remain pleased; we have no trouble.” Mahārāj said, “Swāmī! If muktas of infinite abodes and their heads know Me, My greatness and My powers as it is, then only your and My efforts will be worth doing.” Saying so, Mahārāj went to bed. In this way, Śrījī Mahārāj has told Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī, the supreme saint, about His liking. Even then some do not understand this talk. It will be understood by them slowly by the mercy of Mahārāj. We should show mercy on all. What is mercy?  Mercy is to make them understand that Mahārāj is supreme.” || 26 ||