Gujarati / English

આસો સુદ-૧૦ના રોજ સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે નારાયણપુરથી ધનજીભાઈના દીકરા લાલજી તથા હરજી આવ્યા તેમને કહ્યું જે, “તમે હમણાં કેમ દેખાતા નથી? અમારાથી બીઓ છો કે શું? માયા ભેળી કરો છો તે ભેળી ખણી જાવી છે?”

ત્યારે તે કહે, “ના બાપા! એ ભેળી આવે એવી તો નથી, પણ એણે રોકી રાખ્યા છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “‘તૃષ્ણા તું બડી નકટી, સબ લોકનકી લાજ લેત.’ તૃષ્ણા મૂક્યા વિના છૂટકો નથી. આ નહિ મળે. પછી ક્યારે જોગ કરશો? આ કરી લો, કરી લો, કરી લો.”

એમ કહી જમવા પધાર્યા. પછી બપોરના બાપાશ્રી મંદિરની ઓસરીમાં પોઢ્યા હતા, તે સૂતાં સૂતાં બોલ્યા જે, “આ આકાશમાં વાદળી છે. એટલી વાદળી જોઈને મહારાજે ગઢડામાં કહ્યું હતું જે, ‘આ વાદળી પછેડી જેટલી છે તેમાંથી આપણે પાણી લેવું છે.’ પછી વાદળી તૂટી પડી તેથી ઘેલામાં પૂર આવ્યું. તેને પાછું હઠાવવા સારુ દાદા ખાચર પાસે મહારાજે નદીને વધાવી. તેથી સાજા ગઢડાને વીંટો દીધો એટલું પાણી હતું તે તુરત જ હડેડાટ કરતું પાછું વળી ગયું. પછી મહારાજ કહે જે, ‘અહોહો! દાદા ખાચરનું કેવું પરિબળ!’ એમ પ્રશંસા કરી. કામ તો પોતે જ કર્યું હતું, પણ દાદા ખાચરને જશ આપ્યો. એવા મહારાજ છે. તે આજ પણ એમ જ કરે છે.”

તે વખતે પ્રસન્નતા જણાવી સર્વેને મળ્યા. પછી બોલ્યા જે, “આવો આવો, સંતો! બેસો. તમે આજ સભામાં બપોરે પ્રશ્ન પૂછ્યો હતો તે ટાણે ઉત્તર થાય તેમ નહોતું, માટે અહીં પૂછો તો ઉત્તર કરીએ.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “જ્યારે મોટાએ વર્તમાન ધરાવ્યાં, ત્યારે તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ અર્પણ કરાવ્યાં. પછી એ ચૈતન્યને રહેવાનું ક્યાં રહ્યું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ એ ચૈતન્યને પોતાની મૂર્તિને વિષે રાખે છે.”

એમ કહીને બોલ્યા જે, “તમે સર્વે શ્રીજી મહારાજના સંકલ્પ છો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બધાય મહારાજના સંકલ્પ હોય તો માંડવીમાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીથી કેમ ન થયા ને શ્રીજી મહારાજે કેમ કર્યા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો મહારાજની ઈચ્છા પ્રમાણે જે સંકલ્પ દ્વારે જેટલું જણાવવું હોય તેટલું જણાવે છે.”

એમ કહીને સર્વેને મળ્યા.

પછી છેલ્લા પ્રકરણનું ૩૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં કીડામાંથી કીડો, માણસમાંથી માણસ અને પશુમાંથી પશુ થાય છે તે સર્વેના કર્તા એક જ ભગવાન છે એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્માનું કર્તવ્ય ક્યાં રહ્યું? સર્વ કર્તા-હર્તા એક શ્રીજી મહારાજ જ રહ્યા, પણ બીજો કોઈ કર્તા નથી.”  II ૨૮ II

 

On the 10th day of Āso Sud, kathā of Vachanāmṛt was being read in the assembly. At that time, Lāljī and Harjī, sons of Dhanjībhāī came from Nārāyaṇapur. Bāpāśrī asked them, “Why do you not come to this place? Are you afraid of me? You are collecting wealth, but are you going to take it with you?” They said, “Bāpāśrī, no. It is not going to come with us but it has prevented us from coming here.” Bāpāśrī said, “ṭṛṣṇā tuṅ baḍī nakṭī, sab lokan kī lāj let’ (O longing for wealth, you are very shameless. You  take away reputation of all). There is no way out but to give up longing for wealth. The opportunity of my association may not be available to you in future, so do have association with me, do have association with me.” Saying so, he went for lunch. In the afternoon Bāpāśrī was sleeping in the porch of the temple. In this sleeping position Bāpāśrī said, “There are clouds in the sky. On seeing a cloud of this size in Gaḍhaḍā, Mahārāj said, ‘This cloud is of the size of the piece of cloth I am wrapping around My body. I want to take water from it.’ Then it rained so much that there was flood in the river Ghelo. So Mahārāj asked Dādā Khāchar to perform pūjā of the river so that flood would recede. Thereafter the flood, which had surrounded  whole Gaḍhaḍā, receded soon. Then praising Dādā Khāchar, Mahārāj said, ‘Oh! How great powers does Dādā Khāchar possess!’ In fact the flood had receded because of the power of Śrījī Mahārāj but He gave the credit to Dādā Khāchar. Such was Mahārāj’s nature. He does in the same way even today.” Saying so Bāpāśrī showed his pleasure and embraced all.

Then Bāpāśrī said, “Saints please come on and sit. You had asked a question in the assembly at noon; but at that time, it was not possible to give the answer. Now ask me questions here so that I would answer them.” Swāmī Vṛṅdāvandāsjī asked, “When muktas introduce one into vartamān, body, mind, wealth and karmas of many births are destrsoyed. Then there is no body for the soul to dwel in.” Bāpāśrī said, “Śrījī Mahārāj keeps that soul in His Mūrti. You are all saṅkalpa of Śrījī Mahārāj.” Swāmī Īśvarcharaṇadāsjī said, “If all are saṅkalpas of Mahārāj, why could Brahmānaṅd Swāmī not answer Khaiyā Khatri’s questions in Māṇḍavī? Why did Śrījī Mahārāj answer the questions?” Bāpāśrī said, “It is by the wish of Mahārāj. He lets the knowledge be revealed by whomsoever He wishes and as much as He wishes.” Saying so, he met every one.

          The 39th Vachanāmṛt of Gaḍhaḍa Gaḍhaḍā Last Chapter was being read. In it, it is said that a worm is produced by worm, a human being is produced from a human being and an animal is produced from an animal. The doer of all this creation is only God. Bāpāśrī said, “Now where does Brahmā come into picture? Only Śrījī Mahārāj is the omnidoer. There is no any other doer.”  || 28 ||