Gujarati / English

સંધ્યા આરતી થયા પછી સભામાં પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંત સમે આત્મનિષ્ઠા કેટલી સહાય કરે છે એમ આવ્યું.

ત્યારે ગોરધનભાઈએ પૂછ્યું જે, “આમાં અંત સમયનું લખ્યું છે તે તથા દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે એમ કહેવાય છે તે કઈ રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહ મૂકીને ભગવાનના ધામમાં જાવું છે એમ કહેવાય છે એ અંતસમો જાણવો. તે દેહ મૂક્યો ક્યારે કહેવાય? તો આ જીવને જ્યારે મહારાજ તથા મોટા મળે અને તેમનો જોગ-સમાગમ કરવા થકી ‘હું દેહથી જુદો આત્મા તે પુરુષોત્તમરૂપ છું’ એમ મનાય એટલે દેહ મૂક્યો કહેવાય. તે છતે દેહે દેહનો અંતસમો સમજવો. મહારાજ ને મુક્ત મળ્યા વિના અને તેમને વિષે આપોપું કર્યા વિના પંચભૂતનો દેહ છૂટે છે, પણ પાછો બંધાય છે; માટે છૂટ્યો ન કહેવાય.

“અને દેહ છતે જ અક્ષરધામમાં જાવું-આવવું તથા પામવું અને મૂર્તિના સુખમાં જવું-આવવું અને તે મૂર્તિને પામવું, તે ઉધારો મટીને પામવા યોગ્ય જે શ્રીજી મહારાજ તેને છતે દેહે પામ્યા પછી મોક્ષ થવાનો છે કે તે મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરધામ કે અનંત કોટિ મુક્ત કે બીજાં જે જે અનંત કોટિ ઐશ્વર્ય, સ્થાનક કે યત્કિંચિત સુખ તે મૂર્તિ વિના બીજે છે એમ ભાસે જ નહિ, સર્વે મૂર્તિમાં ભેગું જ છે; આવું જ્ઞાન મોટા અનાદિમુક્ત થકી પામ્યા તેને મોક્ષ થાવો છે કે પામવાનું બાકી છે કે કાંઈ સુખ હજી રહી ગયું છે; એમ રહે નહિ. અને શ્રીજી મહારાજના નિત્ય નવાં સુખ, ઐશ્વર્ય, મહિમા તે વધતા જ જાય છે. તેને પોતે ભોગવતો થકો જળમાં માછલાં આનંદ પામે છે તેમ આનંદ પામતો થકો અનંત મુક્ત તેણે સહિત શ્રીજી મહારાજના સુખમાં રમે છે.”

એમ વાતો કરતાં થકા અતિ પ્રસન્ન થઈને બોલ્યા જે, “મોટા અનાદિનો જોગ જેને થયો છે તેને આત્માને વિષે શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવી દીધી છે, પણ તે જોગ કરનારને ખબર નથી, પણ તે જોશે ત્યારે દેખાશે. ‘સર્વેને સન્મુખ ભાસે રે સર્વે સામું જોઈ રહ્યા.”‘

એમ બોલીને કહ્યું જે, “સૂર્ય અને ચંદ્રને જે જુએ તેને આકાશમાં પોતા પસોર લાગે, તે સર્વે પૃથ્વીમાં જ્યાં જ્યાં જુએ અને જે જે જુએ તે સર્વેને પોતા પસોર દેખાય છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વે મુક્તોને સન્મુખ અને સામું જોઈ રહ્યા છે તેમ ભાસે છે. વળી પુરુષોત્તમરૂપ જે મહામુક્તના સમાગમ, સેવા, આશીર્વાદ વડે કરીને જે મુક્ત થયા તે સર્વે જેટલામાં પુરુષોત્તમની દૃષ્ટિ પહોંચે છે, જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે ને દેખે છે. જેમ સૂર્યની દૃષ્ટિને પામ્યા એવા જે પુરુષ તે જેટલામાં સૂર્યની દૃષ્ટિ પહોંચે છે તેટલામાં તેની પણ દૃષ્ટિ પહોંચે છે તથા જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે. ને તે મુક્ત પુરુષોત્તમ જેટલું દેખે છે તથા જ્યાં પુરુષોત્તમ ભગવાન હોય ત્યાં તે પણ હોય અને તેટલું દેખે. ત્યારે પુરુષોત્તમ તો સર્વત્ર છે, સર્વત્ર દેખે છે, જાણે છે, તેવા તે મહામુક્ત પણ છે. એમ પુરુષોત્તમથી જરાય જુદા રહેતા નથી અને અજાણ્યું પણ કાંઈ નથી.”

એમ વાત કરતાં સમય થયો ત્યારે સમાપ્તિ કરી અને સહજાનંદ સ્વામી મહારાજની જય બોલતાં થકા શયન આરતી થઈ તેથી મંદિર ઉપર દર્શન કરવા પધાર્યા.  II ૩૩ II

After evening āratī, the 61st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. In it, it is said that how much ātmaniṣṭhā (establishment in one’s true form, the self) is useful at the end time (death).” Gordhanbhāī said, “In it, it is said about the end time and it is said that one leaving body goes in the abode of God. How to understand it?” Bāpāśrī said, “When it is said that leaving body one wants to go to the abode of God means one should know it as the last journey. When can it be said that body has been left? It is said when jīva meets Mahārāj and muktas and in their association he believes that his soul is separate from body and it is the form of Puruṣottam. It means one should understand that even though we are in body it is the end time of body. Unless Mahārāj and muktas meet and unless they are not associated by us, the body of five elements leaves this world but it is bound again. Therefore, it cannot be said that the body has left. With this body, we should go to and fro Akṣardhām, and achieve it and go to and fro in the bliss of Mūrti and achieve Mūrti. Then there remains nothing to be done. The goal of achieving is Śrījī Mahārāj. After achieving Him during the lifetime, liberation is certain. He will not perceive even a little happiness in Akṣardhām, innumerable muktas, other infinite divinities, places, excepting in Mūrti. Everything is there in Mūrti. After getting such knowledge from Anādi muktas he will not doubt whether he will be liberated or not, something remains to be achieved or not, or still some happiness remains to be achieved or not. By and by, his knowledge of new bliss, supernatural power, greatness of Śrījī Mahārāj goes on increasing. He enjoys it just as fishes enjoy in water and in this enjoyment, he plays in the bliss of Śrījī Mahārāj along with infinite muktas.” Talking thus, he was pleased and said, “The one who has got association of great Anādi has installed Mūrti in his soul. But he does not know it- when he sees it, it will appear to him. And said, ‘Sarvene sanmukh bhāse re sarve sāmuṅ joī rahyā’ (all see Him before them and all looked at Him). The one who looks at the sun and the moon in the sky would think that they are in front of him. Moreover wherever he throws his glance at the earth, and whatever he sees, all will appear to him in front of him. Similarly, it seems that all muktas are in front of Him and Lord Puruṣottam looks at them. Besides those who have become muktas by associating, by services and with the blessing of great muktas who are the form of Puruṣottam have as much knowledge as Puruṣottam has and can see as much as He can and throw their glance as far as He can. Just as the one who got the sight of the sun can see as far as the sun can and knows as much as Lord Puruṣottam knows. Muktas can see as much as Lord Puruṣottam can see and wherever He is they are also there and that much they see- Lord Puruṣottam is omnipresent- sees everywhere, knows everything. Great muktas are like Him and they do not live separately from Puruṣottam and nothing is unknown to them. Talking thus, when the time was over the talk came to end with the Jay ghosh of Sahajānaṅd Swāmī Mahārāj. Then there was shayan (Ṭhākorjī going bed) āratī, so, Bāpāśrī came to the temple for darśan. || 33 ||

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

clear formSubmit