Gujarati / English

સવારની સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે ‘મીન સ્નેહી જળ’ તેવું હેત રાખવું, નિર્માનીપણું રાખવું, મહારાજનું અખંડ ભજન કરવું; તો મહારાજ તથા મોટા રાજી થાય.

“જ્યારે મહારાજ આપણું પ્રારબ્ધ છે ત્યારે આપણે કોઈને ગાળ દેતાં પણ વિચાર કરવો, કારણ કે સુખદુઃખ શ્રીજી મહારાજની ઈચ્છાથી જ આવે છે. જો આપણે કોઈનું અનિષ્ટ ઈચ્છીએ તો શ્રીજી મહારાજના નિશ્ચયમાં ફેર છે અને મહારાજને સર્વકર્તા જાણતા નથી. જુવાન દીકરાનું મરણ થાય તોપણ એમ સમજવું કે મહારાજની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા છે. ઈન્દ્ર, બ્રહ્માદિક દેવ જે કાંઈ કરે છે તે પણ શ્રીજી મહારાજની આજ્ઞાનુસાર થાય છે એમ માનવાનું છે. કોઈને મંદવાડ આવ્યો ને દવા કરી તો એમ ન માનવું જે દવાએ સાજો કર્યો; એ તો જ્યારે મહારાજ ભળે છે ત્યારે જ સાજા થવાય છે. એવી રીતે દરેક કાર્યમાં શ્રીજી મહારાજને જ કર્તા જાણવા, પણ મહારાજનું કર્તાપણું લેશમાત્ર ઓછું થવા દેવું નહિ. તે વિના કોઈથી સૂકું પાંદડું પણ તોડાતું નથી. માટે દેહના સુખ સારુ શ્રીજી મહારાજનું વચન લોપવું નહિ; તો મહારાજ તથા મોટા મુક્ત અતિ પ્રસન્ન થાય છે.

“મહારાજના મુક્ત છે તે તો અમૃતના ઝાડની પેઠે છે, તે જ્યાંથી ઉપયોગમાં લો ત્યાંથી અમૃત; તેની સેવા, સ્પર્શ, વિગેરે અમૃત છે. પંચભૂતનો દેહ છે તે તો ઝેરનું ઝાડવું છે, તે જ્યાંથી અડો ત્યાંથી ઝેર ચડે; ખાધામાં ઝેર, પીધામાં ઝેર, દરેક ઉપયોગમાં ઝેર. માટે તેને ફગાવીને ત્રણ દેહથી પર પોતાના સ્વરૂપને મહારાજના તેજરૂપ માનીને તેમાં મહારાજની મૂર્તિ પધરાવે તો સુખિયું થવાય. મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય સુખ નથી. એ મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે, તેને પામે તો જીવ સુખિયો થઈ જાય; બાકી અક્ષર સુધી ક્યાંય સુખ નથી. માટે મૂર્તિ સિવાય કાંઈ ઈચ્છવું નહિ.

“જીવને પરોક્ષનો મહિમા, પણ પ્રત્યક્ષનો નહિ. મથુરા, ગોકુળ જાય તો ત્યાંની તલાવડીની માટી તિલક કરવા માટે લઈ આવે એવું માહાત્મ્ય, પણ અમારે  ભુજના હમીરસર તળાવની માટી કોઈ લઈ જાય નહિ. નહિ તો જુઓને! તેમાં મહારાજ નાહ્યા છે, સંતદાસજી નાહ્યા છે, મોટા મોટા મુક્ત નાહ્યા છે; પણ એવું સમજાય છે?”

પછી એમ બોલ્યા જે, “એવા મોટા અનાદિની સેવા કાંઈ થોડે ભાગ્યે મળતી નથી અને તેથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી; માટે મોટાની ક્રિયામાં સંશય કરવો નહિ. મોટા ઊંઘે ત્યારે નસકોરાં બોલતાં હોય એમ જણાય, પણ તે તો મહારાજની મૂર્તિમાં ગુંજારવ કરતા હોય.

“ભગવાનનો નિશ્ચય કરવો તે કારણ મૂર્તિ ઓળખીને કરવો. જે કાર્ય ઉપરથી નિશ્ચય કરે છે તેના નિશ્ચયમાં ડગમગાટ રહે છે. તે કાર્ય શું? તો આવા સાધુ, આવો ધર્મ, આવો ત્યાગ, આવા મોટા યજ્ઞ, આવી પ્રથા એ ઉપરથી કરેલો નિશ્ચય. પણ જો શ્રીજી મહારાજની મૂર્તિનાં સુખ, ઐશ્ચર્ય, મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય કોઈ કાળે ફરતો જ નથી. એવો દિવ્ય ભાવે નિશ્ચય કરી મોટા અનાદિને ઓળખી, તેમને મન સોંપી દે તો એક ક્ષણમાં કલ્યાણ કરે. નહિ તો છ માસ ભેળો રહે તોપણ શું? તે મન સોંપી દીધું ક્યારે કહેવાય? તો પોતાનું મનગમતું મૂકીને મોટા કહે તેમ કરવું તે.

“આવા દિવ્ય સત્સંગમાં કોઈનો અવગુણ ન આવવો જોઈએ. કદાપિ કાંઈક વિક્ષેપ જેવું જણાતું હોય તોપણ સમજણ એમ રાખવી જે, સામા પક્ષવાળા વિક્ષેપમાં રહીને પણ ભજન કરે છે તેથી તેને ધન્ય છે.

“આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. આવા મુક્તના પ્રસંગ સિવાય મહારાજની મૂર્તિ દેખાતી નથી. શ્રીજી મહારાજે કહ્યું છે, ‘તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા.’ તે અનાદિમુક્તની સ્થિતિ છે.”

પછી એમ બોલ્યા જે, “જીવનું કારણ શરીર વજ્રસાર જેવું છે, પણ શ્રીજી મહારાજનો જરાક ઝબકારો જીવમાં આવે કે તુરત કારણ શરીર બળી જાય છે; જેમ જરાક અગ્નિનો તણખો બાળી મૂકે છે તેમ. માટે કારણ મૂર્તિને પામવા કારણરૂપ એવા અનાદિમુક્તનો જોગ-સમાગમ કરી મહિમા જાણવો. મોટા મુક્તનો મહિમા સ્વામી-સેવકભાવ રાખીને જેટલો કહેવો હોય તેટલો કહેવાય. તે એવી રીતે કે મહારાજ સુખદાતા છે ને મુક્ત સુખભોક્તા છે. એવા મુક્તની કૃપા ક્યારે થાય? તો પુરુષપ્રયત્ન કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તો. મોટાની કૃપા વિના મહારાજના સુખમાં કે મૂર્તિમાં કોઈપણ પ્રકારે જીવની દૃષ્ટિ પહોંચતી નથી. જુઓને! ભગવાન કેવડા મોટા છે! તો તેમના મુક્ત પણ કેવડા હોવા જોઈએ! વચનામૃતમાં મહારાજ તથા મોટા મુક્તનો મહિમા બહુ લખ્યો છે, પણ મોટાના જોગ વિના એના અર્થ સમજાય નહિ. તે અર્થ કયા? તો એક પરોક્ષ ભાવ, બીજો પ્રત્યક્ષ ભાવ, ત્રીજો પરભાવ. તેમાં કેટલેક ઠેકાણે એકાંતિકની, કેટલેક ઠેકાણે પરમ એકાંતિકની અને કેટલેક ઠેકાણે અનાદિની સ્થિતિની વાત કરી છે. એ શબ્દછળ મોટા ઓળખે ને તેમનો જોગ કરે ત્યારે સમજાય, નહિ તો ન સમજાય.”

તે ઉપર જારના છોડનો દાખલો દીધો: “તે સાંઠો ઢોર ખાય છે ને કણ મનુષ્ય ખાય છે.”

પછી એમ બોલ્યા જે, “સિદ્ધ મુક્તને મતે તો અણુ અણુ પ્રત્યે ભગવાન રહ્યા છે, ક્યાં ભગવાન નથી? બધે ભગવાન છે. કેમ જે એમની દૃષ્ટિ મૂર્તિ આકારે છે, એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. જેમ મીંચેલી આંખ ઉઘાડીએ તો અજવાળું દૂર નથી તેમ અજ્ઞાનઆંખ ઊઘડે (અજ્ઞાને કરીને આંખ મીંચાયેલી છે તે જ્ઞાને કરીને ઊઘડે) કે મહારાજ ને મુક્ત આ રહ્યા. ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિ ધારે તેનો તો વાયરો ભૂટકાઈને કોઈ જીવ મરતો હોય તેને અડે તો તેનું પણ કલ્યાણ થાય.

“આ વખત બહુ સારો છે,  કલ્યાણ સોંઘું છે, સંત સોંઘા છે; માટે મન, ઈન્દ્રિયોને વશ થઈને મહારાજની મર્યાદા લોપવી નહિ અને કોઈ સંત-હરિજનની સ્વાભાવિક ક્રિયા જોઈને તેનો અવગુણ લેવો નહિ. તેનો જીવ કેવો હોય તેની આપણને ખબર કેમ પડે! માટે જેટલો લેવો હોય તેટલો પોતાનો અવગુણ લેવો. મોટા તો ગમે તે ક્રિયા કરે, પણ મૂર્તિ ભૂલે નહિ. આપણે તો કથા-વાર્તા કરતા હોઈએ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોઈએ, પણ કોઈ ઢાલ-તલવાર બાંધીને આવે તો તરત આપણી વૃત્તિ ત્યાં ખેંચાઈ જાય; એવી વૃત્તિ ભગવાનમાં રહે નહિ.

“મહારાજે એક સંતને પૂછ્યું કે, ‘તમને સંકલ્પ કેવા થાય છે?’ ત્યારે તે કહે કે, ‘મૂઠ્ઠીમાં રેતી રાખીને ખરર ખરર રેડીએ તેવા થાય છે.’ ત્યારે મહારાજ કહે, ‘મને તો એક પણ સંકલ્પ ઊપજતો નથી.’ એમ કહ્યું તે મોટા મુક્તની વાત છે.

“આવા મહારાજ ને આવા મુક્ત પ્રત્યક્ષ છે, માટે જે કરો તે થાય. આવો વખત ભૂલવો નહિ અને સત્સંગની લટક રાખવી. લટક તે શું? તો મહારાજની મૂર્તિનું તાન રહે તેવા ગુણ દરેકમાંથી લેવા. જેમ ભમરી મધ કરે છે તે અશુદ્ધ વસ્તુમાંથી પણ રસ ગ્રહણ કરે છે એવો તેની દાઢમાં ગુણ છે; તેમ આપણે પણ એવી જ લટક રાખવી ને સર્વેનો ગુણ જ લેવો.

“પોતાના જીવાત્માને ત્રણ દેહથી નોખો માનીને મૂર્તિમાં જોડાવું. એ મૂર્તિમાંથી જળસ્, જળસ્ તેજ નીકળે છે. તે તેજ શીતળ, શાંત, બાળે તેવું નહિ તેમ જ ઠારે તેવું નહિ; એવું તેજ છે. એવો મહારાજની મૂર્તિમાં માલ છે. માટે સર્વ ક્રિયામાં મૂર્તિમાં જોડાવું, તેના સામું જોઈ રહેવું; તેનો વિચાર કરવો.

“આવા સંત મળ્યા છે, આવો જોગ મળ્યો છે. આ વખતે નહિ કરીએ ત્યારે ક્યારે કરશું? વસમી વેળાએ વહાર કરનારા આ મુક્ત છે તે અત્યારે જણાય નહિ. અત્યારે આપણી સાથે વાત કરતા હોય અને કેટલાકને અક્ષરધામમાં મૂકી આવતા હોય. એવા મુક્ત ઓળખાય નહિ તો મોટી ખોટ આવે. તેથી મુક્ત ઓળખવા જોઈએ. મુક્તના તો સંકલ્પ ચાલે છે. ગુજરાતમાં એક હરિભક્તને એક લાખ ગોપાળાનંદ સ્વામી દેખાણા ત્યારે તેણે પૂછ્યું જે, ‘સ્વામી તો એક છે અને આટલા અનેક કેમ?’ ત્યારે તે બોલ્યા કે, ‘અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ.’ એવા મોટાને અતિ હેતે સંભારવા ને મૂર્તિમાં જોડાઈ રહેવું. દેહ મૂકતી વખતે મહારાજ ને લાખો મુક્ત તેડવા આવશે, ત્યારે મહારાજ ને આવા અનાદિનો ખરેખરો મહિમા સમજાશે.”  II ૩૫ II

In the morning in assembly Bāpāśrī, showing his favour, talked. He said, “The one who wants bliss of Mūrti, should remain in satsaṅg as servant’s servant. He should keep love with God’s devotees as the fish has love for water, should remain humble, and should constantly worship Mahārāj so that Mahārāj and muktas will be pleased. When we consider Mahārāj as our fate, we should think twice before abusing anyone, because happiness or misery is there by the wish of Śrījī Mahārāj. If we wish evil of anyone, it should be known that our faith in Śrījī Mahārāj is not complete and we do not consider Him as doer of everything. Even if young son dies one should think that creation, maintenance and destruction is all līlā of Śrījī Mahārāj. Whatever Īṅdra, Brahmā, etc. do, they are doing it according to the commands of Śrījī Mahārāj- it should be believed thus. If anyone falls ill and if he is cured by medicine, we should not believe that medicine has cured him- when Mahārāj gets involved in it, one is cured. In every activity, Śrījī Mahārāj should be considered as the doer and His work as doer should not be underestimated. Nobody can even tear a dry leaf. Therefore, one should not violate Śrījī Mahārāj’s command for the happiness of body. Then only Mahārāj and great muktas become pleased. Muktas of Mahārāj are like the tree of nectar. From wherever you use them, it is nectar. To serve them, to touch them, etc. is also nectar. The body of five elements is the tree of poison- wherever we touch it, one will be affected by poison- to eat it is poison, to drink it is poison, in every use it is poison. Therefore, throw it away and above our three bodies (physical, subtle and causal) believe ourselves as the form of Mahārāj’s luminescence and install His Mūrti in it so that we can become happy. There is no happiness anywhere excepting in Mūrti. Luminescence emits like jet from that Mūrti. If he achieves that, jīva will become happy otherwise there is no happiness up to Akṣar. Therefore, one should not wish anything except Mūrti. Jīva has the importance of parokṣa (not manifest on earth) but not of pratyakṣa (manifest on earth). When one goes to Mathurā, Gokuḷ, from there he brings with him clay for the purpose of tilak– such importance he has. But nobody takes away clay of Hamīrsar, a lake in Bhuj. Otherwise, just see! Mahārāj, Saṅtdāsjī and great muktas have bathed in it- but is it understood? Service of such great Anādi’s is rare- it is not available to the one whose fate is not fit. No other achievement is greater than that.  Therefore, one should not doubt the activity of great muktas. When muktas sleep, we think that they are sniffing but in fact, they are producing humming sound in Mūrti. While making determination, it should be done after identifying causal Mūrti. The one who determines from activity has shaking determination. What is that activity? The determination based on such saint, such religion, such renunciation, such big yajña, such practice, etc. If the determination is made after knowing greatness, divinity, and bliss of Mūrti, that determination never changes under any circumstances. If determination is made with such divine feeling and identifying great Anādis and surrenders his mind to them, they will liberate him in a moment. Otherwise, what is the use of it even if he remains with them for six months. When is it said that mind is surrendered? It is said only then, when he does as told by muktas giving up the liking of his mind. One should not find fault of anyone in such divine satsaṅg. In case some disturbance is seen, understanding should be thus that the opposite party is also worshipping in disturbed mind so bravo to them. We should only keep Mūrti, which is like chiṅtāmaṇi and should get attached to Anādi muktas. Without getting attached to such muktas, Mūrti is not seen. Śrījī Mahārāj has said, “I see that Mūrti itself even now and when I had not come in satsaṅg, I used to see it, when I was in the womb of My mother I used to see it and before coming in the womb, I used to see it. This is the state of anādi mukta.”

          Then Bāpāśrī said, “Causal body of jīva is informidably strong; but if a little twinkle of Śrījī Mahārāj comes in jīva, the causal body burns away soon. Just as a little, spark of fire burn many things. Therefore, to achieve causal Mūrti, one should get attached to and associate with such Anādi muktas who are form of cause and know greatness. Greatness of great muktas can be described as much as one wants by keeping the Master-servant relationship. It can be said thus that Mahārāj is the donor of happiness and muktas are enjoyer of happiness. When can favour of such muktas be realised? This can be realised by putting efforts and realising religion, knowledge, renunciation and devotion. Without the mercy of muktas, jīva’s sight does not reach in anyway in Mūrti or in bliss of Mahārāj. Just see! How great God is! So also, their muktas may also be very great. In Vachanāmṛt, greatness of Mahārāj and great muktas has been written much but without getting attached to muktas, its meaning cannot be understood. What are those meanings? One is parokṣabhāv (feeling of non-manifest), the second is pratyakṣabhāv (feeling of manifest) and third is parbhāv (feeling of divine perspective). In it at some places state of ekāṅtiks, at some places param ekāṅtiks and at some places Anādis have been talked. This jargon of words can be understood when one knows muktas and gets attached to them, otherwise it will not be understood. To clarify the point an example of plant of millet was given. The stalk of millet is eaten by cattle and grains are eaten by human beings.”  Then Bāpāśrī said, “According to realised muktas God is there in every atom- where can there be no God? He is everywhere. Because their (Anādi muktas’) sight is towards Mūrti- for them there is nothing excepting Mūrti. Just as when we open closed eyes, the light is not away. Similarly, when ignorant eyes open, (eyes which are closed due to ignorance, will open due to knowledge) Mahārāj and muktas are not away. If one meditates on Mūrti in all three states, and the wind that touched him touches the person who is dying will also be benefited. This opportunity is very good, salvation is easy, and saints are there to give salvation. Therefore, do not violate Mahārāj’s limit under influence of mind and senses. And do not find fault with any saint or devotee by seeing his normal activity. How can be known what kind of jīva is his? Therefore, whatever shortcomings, we want to imbibe we should imbibe from ourselves. Muktas may do any activity but they never forget Mūrti. In our case, we may be doing kathā-vārtā, may be having tendency in God but if anyone comes to us with sword and shield, our tendency will soon be drawn there. Such tendency does not remain in God. Mahārāj asked one saint, “What kind of saṅkalpas you get?” He said, “They are just like keeping sand in fist and pouring on the ground slowly.” Mahārāj said, “Not a single saṅkalpa comes to Me.” This is said for great muktas. Such Mahārāj and such muktas are manifest (pratyakṣa). Therefore, whatever you wish will be done. Do not forget this opportunity, and keep desire for satsaṅg. We should take such attributes from everyone so that we have attraction for Mūrti. Just as honeybee makes honey and takes juice even from impure things- such is the quality in its molar tooth. Similarly, we should keep such tendency and take attributes from all. We should consider soul to be separate from three bodies and join Mūrti. Luminescence emits from Mūrti. That luminescence is cool and quiet and does not burn us and it also, does not freeze us. Such is the luminescence. Such is the quality of Mūrti. Therefore, we should join Mūrti in all activities and look at Him constantly and think about it. We have got such saint, such opportunity. If we do not do it this time, when are we going to do? In the bad time, these muktas help us. This cannot be known just now. Just now, they may be talking with us and at the same time putting some in Akṣardhām. If such muktas are not recognised, it is a great loss. Saṅkalpas of muktas work. A devotee in Gujarāt saw hundred thousand Gopālānaṅd Swāmī. He asked, “Why are so many Swāmīs there, though he is only one?” Then they said that they were manifestation  of Gopālānaṅd Swāmī. Such muktas should be remembered with much love and join Mūrti. At the time of leaving body, Mahārāj and innumerable muktas will come to fetch. Then only real greatness of Mahārāj and such Anādis is understood.” || 35 ||