Gujarati / English

આસો વદ-૧૧ને રોજ શ્રી વૃષપુર મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા થતી હતી.

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે તે સાકાર છે કે નિરાકાર છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાકાર છે.”

પછી વાત કરી જે, “જીવના સ્વભાવ એવા અવળા હોય છે તે મોટાના સમાગમમાં હોય, પણ જો તેને અધર્મમાં માન-સત્કાર મળે તો મોટાનો સમાગમ મૂકી દે ને અધર્મના માને કરીને બંધાઈ જાય છે. તમે ક્યાંય બંધાશો નહિ. તમને ત્રણેને અમે મહંતાઈ મુકાવી છે. આ સ્વામી વૃંદાવનદાસજીને ધોળકાની, આ સ્વામી ઘનશ્યામજીવનદાસજીને અમદાવાદની અને આ સ્વામી ઈશ્વરચરણદાસજીને જેતલપુરની મુકાવી. તમે હવે ભલા થઈને કોઈ મહંતાઈ લેશો નહિ.”

પછી બોલ્યા જે, “કેટલાક ગુરુ વૃદ્ધ હોય ત્યારે ‘પોતાનો શિષ્ય પંડિત થાય અને તેને માન સત્કાર મળે તો ઠીક’ એવી ઈચ્છા કરે. માટે ભલા થઈને કોઈ મહંતાઈ લેશો નહિ. ભગવાન ભજજો અને ભજાવજો, એ જ કામ કરજો.” એમ પોતાના વિષે હેત રુચિવાળા સંતોને શિક્ષાના વચન કહ્યાં.

પછી બોલ્યા જે, “તમે જડ-ચૈતન્ય માયાને ત્યાગી; હવે તમારે એક માળા ફેરવવાની છે. એ જ કરજો.”

ત્યારે સંતોએ માગ્યું જે, “આપ અમને મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય બંધાવા દેશો નહિ.” પછી અતિ પ્રસન્નતા જણાવી તે વર સંતોને આપ્યો.

બપોરના એક વાગે બાપાશ્રી કૃષ્ણસર (કાળી તલાવડી) નાહવા સારુ ઘોડાગાડીમાં બેસી પધાર્યા. સાથે કેટલાક સંત-હરિજન હતા. ત્યાં છત્રીએ દર્શન કર્યાં પછી તળાવમાં સૌ નાહી સભા કરી બેઠા. થોડીવાર પછી બાપાશ્રી બીજી વાર નાહવા પધાર્યા. તે વખતે અતિ પ્રસન્નતા જણાવી ઊંડા પાણીમાં પોતે તરવા લાગ્યા.

તે જોઈને સ્વામી વૃંદાવનદાસજી કહે જે, “આમને કોણ માંદા કહે? આ તો તરવા મંડ્યા છે.”

એ સાંભળી બાપાશ્રી આદિ સૌ સંત-હરિજન હસ્યા. એ સમયે સાજા માણસની પેઠે બાપાશ્રી ઉતાવળા થકા તરત જ તળાવ બહાર નીકળ્યા ને સાધુ મુક્તવલ્લભજીનો હાથ ઝાલી ઉપર આવ્યા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજીને બહુ હેતે કરી ખભે હાથ નાખી ‘યમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે’ એમ બોલી સંત-હરિજનોને આનંદથી મળ્યા. પછી છત્રી ઉપર ચરણારવિંદનો સ્પર્શ કરી આસન ઉપર આવીને બેઠા. તે સમયે સર્વે સંત-હરિજનોએ પ્રાર્થના કરવાથી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો.

પછી અતિ પ્રસન્ન થકા પોતે છત્રીએ પધરાવેલા ભીડભંજન હનુમાનજીની પ્રશંસા કરીને કહ્યું જે, “આ હનુમાનજી બહુ ચમત્કારી છે. હમણાં જ ભવાનીપુરના એક છોકરાનો મરિયો (વાઈ) કાઢ્યો. તેની માએ સવા સવા રૂપિયાના પાંચ થાળ કર્યા હતા. એવી જ રીતે કોઈને ભૂત-પ્રેતાદિકનું દુઃખ હશે તો આ હનુમાનજી મહારાજની ઈચ્છાથી નાશ કરશે, પણ એમ સમજજો કે આ સર્વે ચમત્કાર શ્રીજી મહારાજના પ્રતાપથી છે. મહારાજના ખરા ઉપાસકને તો કોઈ દેવની માનતા ન થાય અને આસ્તા પણ ન રખાય. કદાચ સકામ ભક્ત હોય તો તેને પણ શ્રીજી મહારાજ પાસે જ માગવું ઘટે અને જે નિષ્કામ હોય તે તો શ્રીજી મહારાજ પાસે પણ કાંઈ માગે નહિ. આ તો ચમત્કારી સ્થાન, ચમત્કારી સભા, એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે. એ સર્વે પ્રતાપ શ્રીજી મહારાજનો છે એમ જાણવું.”

પછી બાપાશ્રી તથા સર્વે સંતો મંદિરમાં પધાર્યા. ત્યાં સંતોએ ચંદન ચર્ચી પૂજા કરી. તે સમયે બાપાશ્રીએ પણ સૌને ચંદન ચર્ચી માથે હાથ મૂકી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો.  II ૪ II

 

On the day of Āso Vad 11th the Vachanāmṛt was being read in the morning in Śrī Vṛṣpur temple.

          Purāṇī Keśavpriyadāsjī asked, “Are Anādi muktas, who are engrossed in Mūrti, formless or having a form?”  Bāpāśrī replied, “They are having form. Nature of jīva is such crooked that even if it is in association with muktas, it will leave their association if he gets honour, respect in adharma and gets bound in adharma because of ego. You never get bound anywhere. I have made three of you give up mahaṅtāī. I made Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī give up mahaṅtāī of Dhoḷakā, Amdāvād and Jetalpur respectively. Now, please never accept mahaṅtāī. Some gurus, when they become old, wish that it will be well and good if their disciples become scholar and get honour and respect. Therefore, be kind enough not to accept mahaṅtāī. Worship God and make others worship- do that work only.” In this way, he preached saints who had love and liking for him.

Then he said, “You have given up wealth and woman. Now you have to do rosary- do that only.” Then the saints requested Bāpāśrī to see that they do not get bound anywhere excepting Mūrti. Then Bāpāśrī showed much pleasure and gave them a boon to that effect. At one o’clock in the afternoon, Bāpāśrī came to Kāḷī Taḷāvḍī on a horse-carriage to bathe there. There were saints and devotees with him. There they had darśan at Chhatrī. After bathing in the pond, they held an assembly. After sometime, Bāpāśrī again went for bath. At that time, he showed much pleasure and swam in deep water. On seeing this Swāmī Vṛṅdāvandāsjī said,  “Who can call Bāpāśrī to be ill? He has started to swim.” Hearing this Bāpāśrī, all the saints and devotees laughed. At that time Bāpāśrī came out of the pond quickly and holding the hand of saint Muktavallabhdāsjī like a healthy man came up. There, Bāpāśrī, showing his affection, put his hand on the shoulder of Swāmī Vṛṅdāvandāsjī said, ‘Yamunā māṅ zīle re suṅdar śyāmaḷo’ (in the river Yamunā graceful Kṛṣṇa bathes). Saying so Bāpāśrī met the saints and devotees with joy. Then he touched charaṇārviṅd at Chhatrī and came to his seat. At that time saints and devotees prayed to Bāpāśrī, so he gave the boon that all saints and devotees will be kept in Mūrti. Then with much pleasure he praised Bhiḍbhañjan Hanumānjī installed at Chhatrī and said that this Hanumānjī is very miraculous. Recently a boy of Bhavānīpur suffered from hysteria and he was cured by Hanumānjī’s grace. So His mother donated Rs. 1.25 five times each. Similarly, if one suffers from trouble caused by ghost, etc. the trouble will be destroyed by the will of Hanumānjī Mahārāj. But know that all these miracles are on account of Śrījī Mahārāj. The true upāsak of Mahārāj cannot take pledge of or keep faith in any other deity. However, if a devotee is desirous of getting something, he should beg only from Śrījī Mahārāj; and for a devotee who is desireless it is not proper to beg anything even from Śrījī Mahārāj. This place is miraculous, this assembly is also miraculous and this Hanumānjī is also miraculous.  All this glory is because of greatness of Śrījī Mahārāj- we should know thus. “

Then Bāpāśrī and all saints came to the temple. There saints performed pūjā with sandalwood paste. Bāpāśrī also performed pūjā of all by applying sandalwood paste; and then keeping his hand on the heads of all he gave a boon that they will be kept in Mūrti. || 4 ||