Gujarati / English

સાંજે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી બોલ્યા જે, “આ તો પ્રત્યક્ષ પુરુષોત્તમની સભા છે અને મોટા અનાદિના સંકલ્પ ચાલે છે. તે હજારો રૂપે થઈને હજારો જીવને અક્ષરધામમાં મૂકી આવે છે. એવા અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં જીવને અપરંપાર લાભ થાય છે. એવા અનાદિમુક્ત આ રહ્યા. અમે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે.” એમ ત્રણ વખત કહ્યું.

પછી હીરાભાઈએ કહ્યું જે, “બાપા! આવા મોટાને ઓળખે તેને કેવો લાભ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઓળખે છે કોણ? જો ઓળખે તો તેને અમારા જેવા કરીએ. જેને વેદ નેતિ નેતિ કહી ગાય છે ને જે વસ્તુ પામવી છે તે આ ટાણે છે. શ્રીજી મહારાજ વિના બીજું જોવાની ઈચ્છા રહે તો મોટી ખોટ કહેવાય અને નાસ્તિકભાવ કહેવાય માટે બીજે જોવાનું કાંઈ બાકી નથી.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “સિદ્ધદશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સિદ્ધદશામાં બીજા ગુણ કહેવાય નહિ. સિદ્ધદશામાં તો એકલું અનુભવજ્ઞાન રહે છે. તે અનુભવજ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં ને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવજ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું, અને અક્ષરધામનું એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે તેમ આ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે.

“સૌના કારણ શ્રીજી મહારાજ છે. એ મૂર્તિને ખરેખર તેજોમય સમજવી. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ એ મૂર્તિમાં નથી. દિવ્ય મૂર્તિ છે. જળસ્ જળસ્ તેજ છૂટે છે; અતિ તેજોમય છે. માટે એને વિષે મનુષ્યભાવ-પ્રતિમાભાવ ન સમજવો. આ સભા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની છે તેમાં બેઠા છો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે! જોગ ખરેખરો છે. આ જોગમાં પડી રહે તો કામ થઈ જાય, માટે જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. મોટાનો જોગ કરવાથી તેવું થવાય છે. મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહિ. આ સભામાં અનાદિમુક્ત અને મહારાજ બિરાજે છે, ઝળળળ ઝળળળ તેજ ઝળકે છે, સૌ સંત જોઈને રાજી થાય છે, હસે છે, એ મહારાજ વિના આવો આનંદ હોય નહિ. પણ જીવને નાસ્તિક ભાવ છે તેથી આવી મોટી વાત સમજાય નહિ. આ સભા અક્ષરધામની છે, દિવ્ય છે, અખંડ છે, અનાદિ છે. પૂર્વે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા તો આ સંત વૃક્ષમાં રહીને બોલે કે ન બોલે?”

એમ કહીને બોલ્યા જે, “વૃક્ષમાં રહીને બોલે તેમાં શું? આ સંત તો અક્ષરપર્યંત સર્વમાં રહીને બોલે ને જ્ઞાને કરીને મહારાજ વિના સર્વને ખોટા કરી દે. સંતો! તમે તો મહારાજ સન્મુખ જબરા વેગવાળા છો, પણ તમને તમારા બળની ખબર નથી. તમારા તો સંકલ્પ ચાલે છે. આ લોકમાં ચક્રવર્તી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી અને મહારાજ તો પોતાનું બધુંય સુખ આપી દે છે, એવા દયાળુ છે; માટે સર્વકર્તા એક શ્રીજી મહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિક કોઈને કર્તા ન જાણવા. મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી. ‘મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.”‘

ત્યારે સાધુ હરિજીવનદાસજીએ પૂછ્યું જે, “અવળી ક્રિયા કોણ કરાવતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નબળી ક્રિયામાં મહારાજ ભળે નહિ. મહારાજ તો જે શુદ્ધ પાત્ર હોય તેના ભેળા રહે ને સારી ક્રિયા કરાવે. પાત્ર ન હોય તેના ભેળા રહીને મહારાજ ક્રિયા ન કરે; તેમાં તો માયા રહીને તેના સ્વભાવ પ્રમાણે કરાવે તે મહારાજે કર્યું ન જાણવું.”

પછી મધ્ય પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં સમાધિની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સમાધિની વાત જબરી નહિ, મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય જોઈએ. નિશ્ચયની વાત જબરી બહુ. નિશ્ચયવાળો ભક્ત હોય તે ત્રિવિધના તાપમાં ક્યાંય લેવાય નહિ. સો કાળ સામટા પડે અને અન્ન ખાવા ન મળે અથવા રાજાના માણસો કહે, ‘ચાલો, પકડો, બાંધો’ અને બાંધીને મારવા માંડે જે હમણાં પ્રાણ જતા રહેશે; એવા ત્રિવિધ તાપનાં દુઃખ આવી પડે તોપણ એમ સમજે જે, ‘મહારાજની મરજી વિના કોઈ કર્તા નથી.’ દેહ પડવાનો થાય ત્યારે આનંદ થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. દેહ પડવાનો થાય ત્યારે જાણે જે, ‘બધા રહ્યા ને મારે જાવું પડશે’; એમ ન જાણે અને એમ જે, ‘ક્યાં જાવું છે? ધામમાં, ખરે ઘેર મહારાજ પાસે જવું છે.’ એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. જો મહારાજ તથા મોટાને પોતાની મરજી પ્રમાણે કરાવે તો અપરાધ થાય અને મોટી ખોટ આવે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટા અનાદિ મળ્યા પછી શું કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રસબસ થઈને આનંદના સમુદ્રમાં ઝીલવું. તે મૂર્તિનું સુખ યથાર્થ જણાય તો માયિક સુખ સર્વે ખારાં થઈ જાય છે અને જો માયિક સુખ સારું લાગે તો દુખિયો થઈ જાય છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૭૮મા વચનામૃતમાં નિર્મળાનંદ સ્વામીના પ્રશ્નમાં રામકૃષ્ણાદિક અવતારનો મહિમા વિચારવાનું કહ્યું છે તે અવતાર અન્વય સ્વરૂપના સમજવા કે વ્યતિરેક સ્વરૂપના સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ વચનામૃતમાં કહ્યું છે તે રામકૃષ્ણાદિક તથા અક્ષરાદિક અન્વય સ્વરૂપના અવતાર છે અને મહારાજની ઈચ્છાએ અનાદિ તથા પરમ એકાંતિક મુક્ત આવ્યા હોય તે વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા.

“શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણ વર્તમાન કાળે અનાદિમુક્ત દ્વારાએ સુગમ કર્યું છે. શ્રીજી મહારાજના આશ્રિતને વચનામૃત, ભક્તચિંતામણિ જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવાં. એ વિના શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકે કામ ન આવે. સીતાજીને વચને રામાયણ થયું અને દ્રૌપદીને વચને ભારત થયું. તેવાં શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહિ. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે, આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષનાં છે. વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે. તે વૈરાજ દ્વારે પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વેદ જણાવે વે છે. બીજાં શાસ્ત્ર તો પ્રકૃતિપુરુષ સુધી પહોંચે, પણ મહારાજ સુધી કોઈ એ શાસ્ત્ર પહોંચે નહિ. ક્યાં હાથી! અને ક્યાં વાંદરું! તેમ ભગવાનની કેવી મોટાઈ! તોપણ દયા કરીને જીવ સાથે જોડ કરે છે.

આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભારવા. મૂર્તિ હોય તો ઘેર જાણવો અને ન હોય તો બહાર કહેવાય. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ ને જીવકોટિ આદિને ન સંભારવા; એને તો ભૂલી જ જાવું. તેલધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ બહુ કામ કરે છે. માળા ફેરવામાં, માનસી પૂજા કરવામાં ઉપશમ થઈ સંલગ્ન મૂર્તિમાં જોડાઈ જવાય તેમ કરવું. મૂર્તિની સ્મૃતિ રાખવી. કીર્તન, કથા-વાર્તાની કકડાટી વગાડવી, પણ આડા-અવળા બેસી ન રહેવું. મહારાજની આજ્ઞામાં ખરા ખબડદાર થઈને વર્તવું. ત્યાગીને પંચવર્તમાન કહ્યા છે અને ગૃહસ્થને અગિયાર નિયમ કહ્યા છે તેમાં ફેર પડે તો પ્રાયશ્ચિત્ત કરવું. જો ન કરે તો જીવ ચટણો થઈ જાય. એકવાર કરે, બેવાર કરે, એમ કરતાં કરતાં જીવ ભ્રષ્ટ થઈ જાય. માટે આજ્ઞામાં બરાબર વર્તવું.”

પછી પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, “મહારાજની આજ્ઞા પ્રમાણે પાંચ વર્તમાન તથા અગિયાર નિયમમાં રહ્યો હોય અને ઉપાસના પરિપક્વ હોય, પણ તેને ત્યાગ-વૈરાગ્યમાં તથા ધ્યાન કરવા આદિકમાં મંદ શ્રદ્ધા હોય, પણ મોટાનો દૃઢ વિશ્વાસ હોય તો મોટા તેનું પૂરું કરે કે ન કરે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય ને બીજી વાતમાં કાંઈક કસર હોય તોપણ તેનું આત્યંતિક કલ્યાણ મોટા કૃપાસાધ્ય છે માટે કરે.

“પ્રથમ પ્રકરણના ૨૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે.’ તે ઐશ્વર્ય તે શું? તો મૂર્તિનાં નાના પ્રકારનાં સુખ, તેને પામે છે. એ વચનામૃતમાં કહ્યું છે જે, ‘એવા ભક્તના નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે.’ એ સાધનદશામાં એકાંતિકની સ્થિતિ કહી છે અને જે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સન્મુખ સિદ્ધ મુક્ત રહ્યા છે તેને તો એક મહારાજ જ છે.”

પછી હીરાભાઈએ પૂછ્યું જે, “અક્ષરધામાં આથમણું-ઊગમણું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનકાળમાં છે. સિદ્ધકાળમાં તો મહારાજ અને મુક્તને દિવસ-રાત્રિ નથી, આથમણું-ઊગમણું નથી.

“પૂરો વિશ્વાસ હોય તો તત્કાળ પૂરું થઈ જાય અને દિવ્ય ભાવ આવે. આ સભા પુરુષોત્તમ ભગવાન અને અનાદિમુક્તની છે. મહારાજ અખંડ બિરાજે છે; પણ મનાય નહિ એ નાસ્તિકભાવ છે. વિશ્વાસ હોય તો મોટા પૂરું કરી દે; માટે વિશ્વાસ જોઈએ. આ પિંડનું આવરણ મોટું છે, એ ટળી જાય તો મહારાજ અને સભા પ્રત્યક્ષ છે. જેમ આંખને પડળ હોય તે દેખે નહિ, પડળ ઊતરે એટલે દેખાય છે.”

તે ઉપર ગોવિંદપ્રિયદાસજીની વાત કરી જે, “તેને પડળ ઊતર્યાં એટલે તુરત દેખાણું. તેમ માયાનું આવરણ મોટા ટાળી નાખે ત્યારે સભા, મૂર્તિ સર્વે દેખાઈ જાય; પણ આવવું-જવું ક્યાંય નથી. માટે મોટાનો પરિપક્વ નિશ્ચય કરવો. વચનામૃતમાં પણ મહારાજે એમ કહ્યું છે જે, ‘આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી.’ તે સ્થિતિની વાત છે. એવી સ્થિતિ થાય તેને મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી. અક્ષરધામ વિના અણુમાત્ર ખાલી નથી.

“મહારાજે કહ્યું જે, ‘મૃત્યુ સમે એક ઘડી આડી હોય, ત્યારે પણ નિર્વાસનિક થઈ મૂર્તિમાં જોડાય તો કસર ટળી જાય છે.’ તે અંત સમે તો મોઢું ફાટ્યું રહે, આંખ્યો ફાટી રહે, ત્યારે મૂર્તિમાં ક્યાંથી જોડાવાય? પણ જો આવા મોટા અનાદિને વિષે દિવ્ય ભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય અને આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપાસાધ્ય છે કૃપા કરીને કસર ટાળી નાખે છે અને અનાદિમુક્ત જેવું અનુભવજ્ઞાન આપે છે. અનંત કોટિ મુક્તને મેળાવે છે અને અનંત પ્રદક્ષિણા-દંડવત કરાવે છે. ત્યારે મહારાજ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડીને, મૂર્તિને સજાતિ અનાદિમુક્ત જેવા અનાદિ કરે છે.

“જેમ વૃક્ષની કલમ સંધાડે ત્યારે કલમ ચોંટીને એક વૃક્ષ થાય છે અને ફળ જુદાં થાય છે તેમ મહારાજ સાથે એકતા થાય છે તોપણ સ્વામી-સેવકપણાનો ભાવ કોઈ દિવસ જતો નથી; સદાય રહે છે. માટે મોટા તેનું કામ કરી દે છે એમ જાણવું. તે જો મોટાનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય. જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસ ને હેત થાય. માટે જોગ સારો છે, કહેનારા સારા છે, તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું.”

પછી મિસ્ત્રી લાલજીભાઈએ પૂછ્યું જે, “અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દિવ્ય છે તે દિવ્ય મૂર્તિની સેવા કરવાની શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિનું સુખ ભોગવવું તે જ ધામમાં સેવા કરવાની છે. પણ બીજી સેવામાં તો ગુણ આવે. ચંદન-પુષ્પ વડે તો અવરભાવમાં સેવા કરવાની છે. પરભાવના ને અવરભાવના શબ્દ ભેળા હોય તે જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. પણ દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા અને દિવ્ય સેવા, ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ, સંતનકો વિશ્રામ.’ તે દિવ્ય મુક્ત, દિવ્ય મૂર્તિ તેથી સેવા પણ દિવ્ય થઈ ગઈ. ‘મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે’ એમ મહારાજ કહે છે.

“પરોક્ષ શાસ્ત્રવાળાને અવતારનું કર્તાપણું રહી જાય. મહારાજ આગળ અવતાર તો કાંઈ ગણતરીમાં નથી. જેમ રાજા આગળ તેની પ્રજા ગરીબ હોય તેવા છે.”

પછી લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યું જે ભૂંડો દેશકાળ વર્તતો હોય ત્યાં ન રહેવું.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભૂંડા દેશકાળમાં ન રહેવું તે પરિપક્વ નિશ્ચયવાળો ન હોય તેને માટે કહ્યું છે, પણ પરિપક્વ નિશ્ચયવાળાને તો મહારાજ વિના કોઈ કર્તા નથી. તેને બીજે જવાનું કહ્યું નથી. ભૂંડો કાળ પણ બે પ્રકારનો છે: એક તો ભૂંડાનો સંગ તે ભૂંડો કાળ કહેવાય, બીજો દીર્ઘ રોગ આદિક ઉપદ્રવ હોય તે પણ ભૂંડો કાળ કહેવાય. તેમાં ભૂંડાનો સંગ તે રૂપી ભૂંડો કાળ હોય ત્યાં ન રહેવું, પણ મરવાના ભયે કરીને દીર્ઘ રોગ આદિથી ભાગવું નહિ; કેમ જે ભક્ત હોય તે તો મરવું મંગળ જાણે. મહારાજના ખરા ભક્ત હોય તે મહારાજ વિના ઔષધ, વૈદ, ચોઘડિયું, મુહૂર્ત આદિ કોઈને કર્તા ન જાણે તે છેલ્લા મુદ્દાની વાત છે. ક્રિયમાણ કરવું પડે તે કરવું, પણ તેનો ભાર રાખવો નહિ. તેમાં મહારાજની મરજી હોય તો મટે એમ જાણીને કરવું, પણ ક્રિયમાણરૂપ ન થવું. એક મહારાજને જ કર્તા જાણવા. મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય તેની આપણને ખબર પડે નહિ.

“મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં અતિ દુઃખવા આવ્યું. ત્યારે બીજા સર્વે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, ‘આટલી બધી પીડા આ સાધુને થાય છે તે મટાડે એમ મહારાજને કહોને.’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! આ સંતને દુઃખ ખમાતું નથી.’ ત્યારે મહારાજ કહે, ‘ચાર જન્મની કસર છે તે ચાર દિવસમાં ભોગવાવવી છે. તે જો ચાર જન્મની કસર કોઈ લો તો પેટમાં દુઃખતું તુરત મટાડીએ.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘મહારાજ! એમ હોય તો ભોગવાવો.’ માટે મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય એમ સમજવું.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે મોટું પાપ છે. માટે સાધુ કે હરિભક્ત કોઈનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણનું નામ લેતા હોય, તેનો અવગુણ લઈએ તો આપણું ભૂંડું થાય. માટે સત્સંગમાં સૌના દાસ થઈ રહેવું. આ સભામાં કોઈનો વાંક હોય, અગર ન હોય તોપણ પંચ મળી વ્રત-ઉપવાસ કરવાનું કહે તો કરવું. જો નિર્માની થઈને કરે તો તેના ઉપર શ્રીજી મહારાજ રાજી રહે. વાંક હોય અને ન કરે તો તેને બહુ દોષ લાગે છે. વાંક ન હોય અને ન કરે તો સભાનું અપમાન કર્યું કહેવાય; માટે દોષ લાગે; તેથી નિર્માની થઈને પંચ કહે તેમ કરવું.”

વળી બીજી વાત કરી જે, “સત્સંગમાં દેશ-વિદેશમાં ગામોગામ ફરીને મોટા એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ હોય તેને ઓળખવા ને તેમનો જોગ કરવો અને પોતાની ખોટ્યું હોય તે કાઢવી. જેમ દતાત્રેયે સર્પ, સમળીમાંથી ગુણ લીધો તેમ આપણે પણ સંત-હરિભક્તમાંથી ગુણ લેવો અને વૈરાગ્યનો તથા સુખ-દુઃખ સહન કરવાનો લક્ષ લેવો.”

તે ઉપર વાત કરી જે, “અમારે ત્યાં હરિભક્ત બે વાગે ઊઠીને નાહી પૂજા કરીને કામ કરવા મંડે છે. તેને ખાવાના પણ રોટલા હોય, છાસ-મરચું કોઈકને મળે ને કોઈકને ન મળે; તોપણ દાખડા કરીને પોતાનો નિર્વાહ કરે છે અને ઠાકોરજીની તથા સંતની સેવા કરે છે. આપણને તો તૈયાર જોઈએ તેવું મળે છે તો આપણે પણ બે વાગે ઊઠીને માળા, ધ્યાન, ભજન કરવું; પણ સૂઈ ન રહેવું.”  II ૪૧ II

When the evening session of the kathā was over, Bāpāśrī said, “This is the assembly of Puruṣottam Himself and saṅkalpas of great Anādi’s work. They put thousands of jīvas in Akṣardhām taking thousands of forms. Jīva gets unlimited benefit in the place where such Anādi muktas dwells. Here is such anādi mukta. If I am telling a lie, it will be my sin.” He said it thrice.

          Hīrābhāī said, “Bāpā! How much benefit will one get who knows such muktas?” Bāpāśrī said, “Who recognises? If one recognises, he would be made like me. The thing which is described and sung as Neti, Neti, in Veda (it is not that) and which is to be achieved is available at this time. If one wishes to see anything else excepting Śrījī Mahārāj, it is a great defect and it is called feeling of atheism. Therefore, there is nothing to see anywhere else.”

Swāmī Vṛṅdāvandāsjī asked, “Do realised muktas posses attributes like religion, knowledge, renunciation, etc.?” Bāpāśrī said, “In realised state one cannot say other attributes –there remains only experiential knowledge in that state. The talk about that experiential knowledge is peculiar. Mūrti is boundless and Mahārāj’s bliss is boundless -it is called experiential knowledge. The knowledge of bliss of Mūrti, infinite muktas and Akṣardhām is achieved by experiential knowledge. Just as knowledge of illusive objects of this world can be had from the knowledge of this world. Similarly, in divine perspective knowledge of Mūrti, mukta, abode, bliss, can be had by experiential knowledge. The cause of all is Śrījī Mahārāj. We should consider that Mūrti as luminous. There is no human feeling or idol feeling in that Mūrti. It is divine Mūrti. Luminescence emits from Mūrti like jet -it is very luminous. Therefore, we should not keep human feeling or idol feeling for Mūrti. This assembly is of Puruṣottam Nārāyaṇa itself- you are sitting in it. Where can we get opportunity of sitting in this assembly? It is real opportunity. If one seizes this opportunity, he will be fulfilled. Therefore, seize the opportunity and get attached to Mūrti. Just as bark is inseparable from the tree, similarly, muktas are inseparable from Mūrti. Just as liquid is spread in the whole tree, similarly Anādi muktas are spread in Mūrti. Thus, we should get attached to Mūrti. By associating with muktas, one can become thus. One cannot get such achievement without associating with muktas. In this assembly Anādi muktas and Mahārāj are seated- luminescence emits like jet. On seeing this all saints are pleased, are smiling- there is no such joy without Mahārāj. But, jīva has the feeling of atheism so, such big talk is not understood. This assembly is of Akṣardhām, is divine, perpetual, it is Anādi. Formerly Śukdevjī had spoken from the tree- can these saints speak from the tree like him or not? What if one speaks from the tree! This saint can speak from all up to Akṣar and with his knowledge he can make everything false excepting Mahārāj. Saints! In front of Mahārāj, you are very powerful but you do not know your strength. Your saṅkalpas work. In this world, sovereign king does not give everything to the subordinate king whereas Mahārāj gives away all His bliss- He is such merciful. Therefore, doer of everything is only Śrījī Mahārāj. Without Mahārāj kāḷa, karma (deeds), māyā, god, maṅtra, medicine, etc. should not be considered, as doer. Nobody is capable to break even straw excepting Mahārāj. ‘Mārī marjī vinā re koīthī tarṇu nav toḍāy’ (no body can break even a straw without My desire). Saint Harijīvandāsjī asked, “Who is responsible for adverse activity?” Bāpāśrī said, “Mahārāj does not support undesirable activity. Mahārāj always supports the one who is pure, remains with him and makes him do good deeds. If he is not worthy, Mahārāj will not remain with him in his deeds- in it māyā gets it done according to his nature- it should not be known that Mahārāj has done it. Then the 20th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read. In it, there was reference about trance.  Bāpāśrī said, “The talk of trance is not big. One should have matured determination for Mahārāj’s form. The talk of determination is very important. The determined devotee will not be affected in three kinds of troubles. There may be hundreds famines and one would not get food to eat or the servants of king may arrest him, tie him and bit him and he may fear his life, even then he would face three kinds of troubles and would think that no one is doer excepting the wish of Mahārāj. At the time of death, if one is pleased then we should know that his determination is matured. And at the time of death if he thinks that all will be here and he would have to go, he does not think so and thinks that where he would go? He has to go to the abode which is the real home and has to go to Mahārāj. If he knows thus and is pleased, it should be known as matured determination. If he gets done according to his wish from Mahārāj and muktas it will be a guilt and it will be great loss.”

          Swāmī Vṛṅdāvandāsjī asked, “What is to be done after getting great Anādi?” Bāpāśrī replied, “One should get engrossed in Mūrti and should swing in the sea of joy. If the bliss of Mūrti is experienced properly, all illusive happiness will become salty and if illusive happiness is liked, he will be unhappy.”

          Swāmī Īśvarcharaṇadāsjī said, “In the 78th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter it has been said to ponder on the greatness of incarnations of Rām, Kṛṣṇa, etc. on the basis of the question of by Nirmaḷānaṅd Swāmī. Should those incarnations be known as associated (anvaya) or unassociated (vyatirek)?” Bāpāśrī said, “Incarnations of Akṣar, etc. and Rām, Kṛṣṇa, etc. referred to in Vachanāmṛt are incarnations of associated (anvaya) forms and Anādis and param ekāṅtik muktas who have come by the wish of Mahārāj should be known as incarnations of unassociated (vyatirek) forms. Ultimate liberation has been made simple in present time by Śrījī Mahārāj through the medium of Anādi muktas. The followers of Śrījī Mahārāj should consider Vachanāmṛt, Bhaktachiṅtāmaṇi and such volumes as beneficial scriptures for oneself. Without these scriptures, non-manifest (parokṣa) scriptures will not be useful in understanding the form Śrījī Mahārāj. The Rāmāyaṇa was composed because of the words of Sītājī and the Mahābhārat was composed by the words of Draupadi. Such scriptures do not reach Mahārāj. The greatness of Mahārāj can only be described by Mahārāj’s muktas. For us these are only scriptures for liberation. Vedas take you up to Vairāj. Supernatural powers of Prakṛti Puruṣa is in Vairāj. Power of Prakṛti Puruṣa is described by Vedas through the medium of Vairāj. Other scriptures could reach up to Prakṛti Puruṣa, but those scriptures cannot reach up to Mahārāj. Where is the elephant! and where is the monkey! And God is so greatful that He attracts jīva by showing His mercy.”

          “We should constantly remember Mūrti and muktas. If we are attached to Mūrti we are on the right path and if not we are on the wrong path. We should not remember Akṣarkoṭi, Brahmakoṭī, Īśvarkoṭi, Māyākoṭi, jivakoṭi, etc.- they should be forgotten. We should keep uninterrupted tendency in Mūrti, it does much work. We should see that while doing mental worship and rosary, we become quiet and get attached to Mūrti. We should keep memory of Mūrti and continue to sing devotional song and do kathā-vārtā, etc. but we should not divert our attention. We should behave according to the commands of Mahārāj by remaining alert. The renouncer has been told to follow five vartamāns and householder has been told to follow eleven rules. If one differs from that he should do penance. If he does not do that jīva will become habitual. If he ignores once, twice, or for a long time, jīva will become corrupt. Therefore, one should behave properly according to commands.”

          Purāṇī Hariprasāddāsjī said, “One may follow five vartamāns according to the commands of Mahārāj, follow eleven rules and the upāsanā is matured but his trust in renunciation  and meditation, etc. is less but if has firm faith in muktas, will muktas fulfil him or not?” Bāpāśrī said, “If he has faith in muktas and his upāsanā is matured but in other thing if there is some shortcoming even then muktas by their favour will give him ultimate liberation. In the 27th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter, it is said that the devotee of God gets infinite supernatural powers- what is that? He achieves various kinds of happiness of Mūrti. In that Vachanāmṛt it is said that God sees through the eyes of such devotee, walks through his legs. In that seekers position this is the state of ekāṅtik and realised muktas who dwell in Akṣardhām in front of Śrījī Mahārāj have only Mahārāj.”

          Hīrābhāī asked, “Is there east or west in Akṣardhām?” Bāpāśrī said, “It is there during the period of doing means. In realised state Mahārāj and muktas do not have day or night, east or west. If the faith is complete it will soon be fulfilled and will get divine feeling. This assembly is of Lord Puruṣottam and Anādi muktas. Mahārāj’s presence is eternal but cannot be believed it is feeling of atheism. If there is faith, muktas will fulfil- therefore faith is must. Covering of this body is big. If it is done away with, Mahārāj and assembly are there before your eyes (pratyakṣa). Just as if there is the film covering of the eyes, he cannot see –after it is removed, he can see. On that point Goviṅdprasādjī’s example was given that when the film covering of the eyes were removed, he could see soon. Similarly, if the covering of māyā is removed by muktas, assembly, Mūrti and everything is seen. There is nothing like going or coming. Therefore, one should have firm determination of muktas. Mahārāj has also said the same in Vachanāmṛt. ‘Ā Gaḍhaḍuṅ śaher ke osarī e kāīṅ dekhātuṅ nathī’ (this city of Gaḍhaḍā or porch is not visible). It is the talk of state. If that state is achieved, nothing is visible excepting Mūrti. Nothing is empty even equal the size of an atom without Akṣardhām. Mahārāj has said, “When the little time is left out for the death, if one becomes desireless and joins Mūrti, his shortcoming is avoided. At the time of death, mouth becomes wide open and eyes do not make movement. How can he join Mūrti at that time? But if he has divine feeling for such great Anādi, has faith, has love and followed their commands, muktas are merciful so by their favour, they will avert his defect and give him experiential knowledge as Anādi muktas have. They make him meet infinite muktas and make prostrate before them many times and make him to do circular motion round (pradakṣiṇā) them. Then Mahārāj showing His favour joins him in His Mūrti and makes him Anādi like anādi mukta who are one with Mūrti. Just as a farmer joints a sapling of tree, that sapling becomes a tree and bears separate fruits. Similarly, he becomes one with Mahārāj even then the feeling of master-servant never goes- always remains. Therefore, muktas do his work. When greatness of muktas is understood, there will be faith and if there is faith there will be love and when there is love he will get attached to muktas with love. Much is done by love and faith. When the greatness is understood, there will be faith and love. This opportunity is good. The one who tells is good– one should get fulfilled in such time.

Mistry Lāljībhāī said, “In Akṣardhām there is divine Mūrti of Mahārāj. What kind of service is required for that Mūrti?” Bāpāśrī said, “Enjoying the bliss of Mūrti is itself service in Akṣardhām. In other service, he will get attribute. While doing sevā with sandalwood paste and flower is the view from the perspective of this world (avarbhāv). The words of divine perspective and of the view from the perspective of this world (avarbhāv) are together. They should be applied, as they are needed. But divine Mūrti, divine assembly, divine service, ‘Narnārāyaṇa divya Mūrti, saṅtanko viśhrām’ (divine Mūrti of Narnārāyaṇa is the resting place of saints) that divine mukta, that divine Mūrti so the service has also become divine. ‘Mārī Mūrti re mārā lok bhog ne mukta sarve divya chhe’ (My Mūrti, My world, enjoyment and muktas, everything is divine). Thus, Mahārāj says. The one following non-manifest (parokṣa) scripture thinks that doer is incarnate where in the eyes of Mahārāj incarnation has no value. Just as the people of kingdom are poor before the king.”

Then the 10th Vachanāmṛt of Loyā was being read. In it, it is said that in the adverse condition of the region and time, one should not stay there. This was in connection with the question asked by Chaitanyānaṅd Swāmī. Bāpāśrī said, “This has been said for the one whose determination is not matured. But Mahārāj is the only doer for the one who has matured determination. He has not been asked to go elsewhere. The adverse time is of two kinds- one is the company of the wicked. The other is the danger of fatal diseases, etc. Between the two if the time is in the form of the wicked, one should not stay there. But fearing the death one should not run away from the danger of fatal diseases, etc. Because he, who is devotee, considers death to be auspicious. The real devotees of Mahārāj does not consider medicine, physician, choghaḍiyu (a period of one and half hour), auspicious time, etc. as the doer excepting Mahārāj. It is the gist. The activity which is to be done, should be done, but there should be no tension of it. It can be remedied if it is wish of Mahārāj- one should know thus but one should not remain engrossed in activity- only Mahārāj should be known as the doer. Whatever Mahārāj does, he does for good but we cannot know it. Muktānaṅd Swāmī’s saint had severe ache in stomach. At that time other saints requested Muktānaṅd Swāmī to tell Mahārāj to cure ache of that saint who suffers from severe pain. Swāmī said to Mahārāj, “This saint is unable to bear the pain.” Mahārāj said, “It is the result of the deeds of his previous four births and he has to bear it for four days. If anyone is ready to take the result of deeds of his four births, I can cure him soon from the pain.” Swāmī told Mahārāj if it is so, let him suffer. Therefore, we should know that whatever Mahārāj does He does for good.”

          Bāpāśrī said, “To find the fault of God’s devotee is a big sin. Therefore, one should not find fault of a saint or a devotee. If we find fault of the one who is reciting the name of Swāmīnārāyaṇa it will be harmful. Therefore, we should remain as servant of all in satsaṅg. If someone errs or does not err in this assembly, one should observe fast or vrat if, it is told by arbitrators. If he does it humbly, Mahārāj will be very much pleased on him. If he has erred and does not do it, he will be sinful. Moreover, it will be insult of the assembly. Therefore, to avoid sin he must do it humbly as told by the arbitrators.”

          One should roam from place to place in search of big ekāṅtiks, param ekāṅtiks, and Anādis in satsaṅg, and should associate with them and should avoid his own shortcoming. Just as Guru Dattātreya took virtues from python and the kite, similarly, we should also take virtues from saints and devotees and should pay attention to renunciation and how to bear happiness and unhappiness. An example was quoted on it. There are devotees at our place, they get up at 2.00 o’clock and after taking bath, perform pūjā and start to work. They would have loaf for the lunch and some may get and some may not get buttermilk and chillies but put efforts and make their ends meet and perform sevā  of Ṭhākorjī and saints. We get everything on hand therefore, we must get up at two o’clock and do rosary, meditation, bhajan, sing devotional song but we should not remain asleep.” || 41 ||