Gujarati / English

રાત્રે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! આ વચનામૃતમાં કહ્યું છે જે પરમાત્મા છે તે તો સર્વાત્મા બ્રહ્મના આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે તે કોને જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ઠેકાણે સર્વાત્મા બ્રહ્મ અનાદિમુક્તને જાણવા, અક્ષર તે મૂર્તિના તેજરૂપ ધામને જાણવું, મુક્ત તે પરમ એકાંતિકને જાણવા અને મહારાજ તે સર્વના આત્મા છે એટલે કે મૂર્તિમાન થકા આધાર છે અને સુખદાતા છે એમ સમજવું. આ પરભાવનો અર્થ છે.”

પછી સ્વામીએ પૂછ્યું જે, “એક તો આત્માને વિષે તેજોમય મૂર્તિ દેખે છે અને એકને તો અનંત કોટિ બ્રહ્માંડના જીવ-ઈશ્વરો મળીને નિશ્ચયમાંથી ડગાવી શકે નહિ એવા દિવ્ય ભાવે સહિત મનુષ્ય રૂપે ભગવાન વિચરતા હોય તે મૂર્તિને દિવ્ય જાણે તે બેને સરખા જાણવા કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જો બરાબર જાણે તો બેય સરખા, પણ જો બરાબર ન જાણે તો એને કુસંગનો જોગ થાય તો ધક્કો લાગે તેથી મહારાજને મૂકીને પરા જાતું રહેવાય.

“આ લોકનાં સગાં-સંબંધી, નાતજાતમાં, ક્યાંય હેત રાખવું નહિ. એક મૂર્તિમાં જોડાઈ જવું એ સાધન કર્યા વિના પાર ન આવે, તે આવા મોટાનો જોગ કરતાં સમજાય– જો સત્સંગમાં ટકાય તો. અખંડ વૃત્તિ જોડીને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાવું, એ તો બહુ જબરી વાત છે. આજ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ સત્સંગમાં બિરાજે છે, તેમને મળેલાનો જોગ-સમાગમ કરવો. કથા-વાર્તા, રમવું-જમવું વગેરે કરવું, પણ જડ માયામાં લેવાઈને એમના જોગથી જુદા ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. એ જોગ ને એ ટાણું મળ્યું છે, કહેનારા સારા છે, આવા કોઈને મળે નહિ. જેવા મહારાજ અને મુક્તને જાણશો તેવા થાશો. એકલાં સાધન ઉપર તાન ન રાખવું. રસનામાં અને રસિક માર્ગમાં વૃત્તિ તણાઈ જાય તે સાચવવું. મોટાની વૃત્તિ તો શ્રીજી મહારાજ વિના બીજે હોય જ નહિ, પણ અજ્ઞાની અને વિષયી જીવ એવા મોટાને પણ ઓળખે નહિ તેથી પોતા જેવા ભાવ પરઠે. માટે મોટા મુક્તને વિષે સદાય દિવ્ય ભાવ રાખવો. અક્ષરપર્યંત તો સર્વે ખોટું છે તેને ખોટું જાણીને શ્રીજી મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન થાય તો સાક્ષાત્ મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે તે દેખાય અને મૂર્તિમાં લઈ જાય. આજ મોટા અનાદિ જીવને લેવા આવ્યા છે તેમનાં દર્શન થાય, દૃષ્ટિ પડે, વાયુ ભૂટકાઈને અડે તેનાં કલ્યાણ થાય છે.”

પછી એમ બોલ્યા જે, “સિદ્ધિઓ પરિપકવ નિશ્ચયવાળાને મળે. તે પરિપકવ નિશ્ચયવાળો કયો? તો કોઠાર, ભંડાર, મહંતાઈ ચલાવે તે નહિ. સ્વામી નિર્ગુણદાસજી આવે કે સાકરનાં અને ધોતિયાનાં ગાડાં ભરાઈ જાય તે કોઠારમાં નાખતા અને સંતના મંડળને વહેંચી આપતા. હવે તો કેટલાક પટારા ભરે છે ને જડમાં લોભાઈ જાય છે. જડ-ચૈતન્યના તો હરામ ખાવા જોઈએ. કોઈ ઝેર પીએ? જડ-ચૈતન્ય તો ઝેર જેવાં છે. આપણે તે ગરવા ન દેવું! ન દેવું! એ સામી દૃષ્ટિ જ ન કરવી. ચીંથરા ભેળાં ન કરવાં. ચીંથરાં ભેળાં કરી નાખે ને આજ્ઞા પ્રમાણે વર્તે નહિ તે ચીંથરા ભેળાં કર્યાં કહેવાય. એ ભેળાં નહિ આવે. માલપુવા, બિરંજ, કેરીની રસોઈ દે છે તે સિદ્ધિઓ પરિપકવ નિશ્ચયવાળાને આવે છે તેમાં લોભાવું નહિ.

“બાળકિયા સ્વભાવ ન રાખવા અને ન કરવા. મૂર્તિ બહાર નીકળવું નહિ અને વૈભવમાં હાથ ન ઘાલવા. એણે તો મોટા મોટાને વગોવી નાખ્યા છે. મહિમા જાણીને જે આવો જોગ કર્યા કરે છે તે સુખિયા થશે. ખરેખરા વાદી હોય તેને નાગ ન ચડે, તેમ ખરેખરા હોય તે જડ-ચૈતન્યમાં ન લેવાય. પોતાના જાણીને કહીએ છીએ. ગૃહસ્થ સગાં-સંબંધી માટે કરે છે તોપણ જાણે છે જે એ ખોટું છે. અમારે તો સાચા સગા આ સંત છે, પણ બીજા નથી; તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે એ જાણતા હશે.”

પછી વાત કરી જે, “આજ્ઞા લોપતો હોય તેની વાત વાચ્યાર્થ હોય, તે સાંભળનારાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. અને તે હલકારો બહુ કરતો હોય, પણ જે મૂર્તિમાં રહીને બોલતા હોય તે તો મૂર્તિમાં રહીને ધીમું ધીમું બોલે, પણ ધડાકા ન કરે; એની વાતોથી સમાસ બહુ થાય.”

એમ વાત કરતાં થકા હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, “તમે બ્રહ્મયજ્ઞ સારો કર્યો. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાનું પારાયણ કરાવ્યું તેમાં વક્તા સારા લાવ્યા. સદગુરુ બેય મૂર્તિના સુખભોક્તા. તે વચનામૃત વાંચવા માંડે છે ત્યારે સુખના ફુવારા છૂટે છે ને વચન બધાંય મૂર્તિમાન થઈ જાય છે. આ તો પ્રગટ શાસ્ત્ર, પ્રગટ મહારાજ, પ્રગટ સંત, પ્રગટ સભા, કલ્યાણ પણ પ્રગટ.”

પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “તમે પ્રગટ પ્રતાપ બહુ જણાવ્યો.”

એમ કહીને અતિ પ્રસન્નતા જણાવી.  II ૪૫ II

Sermon-45

          In the night assembly 10th Vachanāmṛt of Loyā was being read. Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! In this Vachanāmṛt it is said that Parmātmā who is the soul of Sarvātmā Brahma and soul of Akṣar- who is he?” Bāpāśrī said, “At this place Anādi muktas should be known as Sarvātmā Brahma and Akṣar should be known as Akṣardhām of form of luminosity of Mūrti. Mukta should be known as param ekāṅtik and Mahārāj is the soul of all, means He Himself is the support and donor of happiness- understand thus. This is the meaning of divine perspective (parbhāv).”

          Then Swāmī said, “One sees luminous Mūrti in soul and the other cannot be made unsteady from his determination by jīvas and Gods of infinite cosmoses. With such divine feeling when God treads on this earth in the human form and knows that Mūrti as divine. Should those both be known equal?” Bāpāśrī said, “If he has thorough knowledge, both are equal; but if he has not thorough knowledge, he will come in contact with bad company, will get shock, so he will have to leave Mahārāj and go away from Him. One should not have love for relatives or caste of this world. Get attached only to Mūrti. Without doing that means, there is no end. This can be understood in association with such muktas provided he sticks in satsaṅg. To join in the whole form of Mahārāj by constant vṛtti- this is very difficult. Today Mahārāj Himself is seated in satsaṅg. One should associate with those whom He has met. One should do the activities like kathā-vārtā, dining, etc. but should not become prey of wealth and never get separated from Śrījī Mahārāj. Today great muktas are revelling in Mūrti. You have got this opportunity and time. The preacher is good. Nobody can get such preacher. You will become such, as you know Mahārāj and mukta. Do not depend only on means. Be careful so that your vṛtti (tendency) is not drawn in taste and on the path of sensual objects. The vṛtti of muktas is never elsewhere excepting Śrījī Mahārāj. But ignorant and passionate jīva does not know such muktas so he has feeling for them as he has feeling for himself. We should always keep divine feeling for great muktas. Everything is false up to Akṣar. By knowing it as false if he gets experiential knowledge of Mūrti, he can see luminescence emitting like jet from a Mūrti itself and will take him to Mūrti. Today great Anādis have come to fetch jīva. If one gets their darśan, if their sight falls on him or if the wind touching them touches him, he will be benefited.”

          Then Bāpāśrī said, “The one having matured determination gets siddhis (supernatural powers)- who is that having matured determination? He is not the one who is in charge of store, kitchen, or mahaṅtāī. Whenever Swāmī Nirguṇdāsjī came, he would bring with him carts of cube sugar and dhotis, which he would give away in store and would distribute them among the group of saints. Nowadays many fill their boxes and are tempted by wealth. Wealth and woman should be prohibited- can any one drink poison? Wealth and women are like poison. They should not be allowed to catch hold of us, not at all. We should not even throw a glance at them. Do not gather rags. Here gathering rags means the one who does not behave according to command and gathers rags. Rags would not come with us. Devotees give meals (rasoī) of mālpuvā, biraṅj, (both are sweet dishes made from wheat flour and rice) and mangoes. These siddhis are got by the one having matured determination, he should not be tempted by it. Do not keep childish nature and do not behave like that. Do not come out of Mūrti and never go after wealth. It has defamed many great persons. Those who associate by knowing greatness will be happy. Snake-charmers are not bitten by snakes. Similarly, those who are devoted will not be tempted by wealth and woman. I am saying this because I consider you as my own people. The householder does everything for relatives even though he knows that everything is illusive. My relative is this saint; no one else. The one who dwells in Mūrti in all three states must be knowing it.”

          Then Bāpāśrī said, “The talk of one who violates commands is vāchyārtha (in theory).  He will corrupt intellect of the listener and he makes big show. But those who speak dwelling in Mūrti will speak softly but would not boast. By their talk one gets peace.” While talking thus looking at Hīrābhāī and Sāṅwaldāsbhāī, Bāpāśrī said, “You did very good brahmayajña. You brought very good orator for the purpose of pārāyaṇa of Vachanāmṛt Rahasyārtha Pradīpikā Ṭīkā. Both Sadgurus are enjoyers of happiness of Mūrti. When they start reading of Vachanāmṛt fountain of happiness emits and the words become so effective that they become Mūrti itself. This is real scripture, Mahārāj Himself, presence of saints, assembly of Akṣardhām and salvation is also there.” Then Bāpāśrī told Swāmī Vṛṅdāvandāsjī and Īśvarcharaṇadāsjī that they showed their capacity very much. Saying so Bāpāśrī showed his pleasure. || 45 ||