Gujarati / English

બાપાશ્રી વાત કરી રહ્યા ત્યારે નારાયણપુરવાળા  ધનજીભાઈએ સભામાં ઊભા થઈ હાથ જોડી પ્રાર્થના કરી કે, “બાપાશ્રી તથા સદગુરુ સ્વામી આદિ સંતો ફૂલડોલના દિવસે અહીં પધાર્યા તેથી અહીંના સર્વે મુક્તોએ અતિ હેતભર્યા ફૂલડોલનો સમૈયો કર્યો, શ્રીજી મહારાજનો પ્રસાદી રંગ હરિભક્તોએ બાપાશ્રી પર નાખ્યો ને બાપાશ્રીએ પણ સૌ હરિભક્તો પર પ્રસાદી રંગ નાખ્યો ને કીર્તન બોલાણાં. હું પાછળથી બીજી આગબોટમાં આવ્યો જેથી મારે એવાં દિવ્ય દર્શન થયાં નહિ. આવું ટાણું ફેર વળી ક્યારે આવે! માટે મારી બે હાથ જોડી આ સભાને પ્રાર્થના છે કે આજ પાંચમ છે તે મારી વતી બાપાશ્રીને સૌ પ્રાર્થના કરો જે ઠાકોરજી પાસે ફૂલડોલના દિવસની પેઠે બે કીર્તન ઉત્સવના બોલાવી પ્રસાદીનો રંગ બાપાશ્રી સૌ પર નાખે ને ગરબી ગવાય તો એ દિવ્ય અલૌકિક દર્શનનો સંકલ્પ મારે રહી ન જાય. મેં અહીંના  ફૂલડોલનું વર્ણન સાંભળ્યું જે બાપાશ્રી પધાર્યા ત્યારે શું હરિભક્તોનો સમૂહ! ને શું ઠાકોરજીનાં રંગભર્યા વસ્ત્ર! ને ઉત્સવમાં હરિભક્તોના શું હરખ! એ તો ટાણું બહુ ભારે બની ગયું. આમ વાત સાંભળી છે ત્યાંથી ઊઠતાં-બેસતાં એ તાણ ઊંડી રહી જાય છે. અમારે કચ્છમાં રંગ પાંચમ કહેવાય છે તો આજે અહીં પણ સૌ મારા પર દયા કરો તેથી રંગ પાંચમનું સંભારણું થાય. તમે સૌ રાજી હો તો મારી આ પ્રાર્થના ભેળા ભળો ને મારો મનોરથ પૂરો કરાવો.”

તે વખતે સભામાં લાલુભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, સોમચંદભાઈ આદિ હરિભક્તોએ ધનજીભાઈની તાણ પૂરી કરવા પ્રાર્થના કરી.

ત્યારે બાપાશ્રી કહે, “ભલે કરો સમૈયો, બોલો કીર્તન ને ગાઓ ગરબી.”

એવાં વચન સાંભળી હરિભક્તો ઠાકોરજી પાસે ઉમંગભર્યા ઉત્સવ કરવા લાગ્યા. સભામાં આવાં અલૌકિક દર્શન કરવા સૌ આતુર બન્યા. થોડીવારમાં રંગ તૈયાર થયો, ઠાકોરજી પાસે પ્રસાદી કરાવી, હરિભક્તો હેતભર્યા આવ્યા ને ગરબી ગાવા તૈયારી કરી. વચમાં બાપાશ્રીને એક ખુરશી પર બેસાર્યા. હરિભક્તો કીર્તન બોલવા લાગ્યા જે, ‘મારે આનંદનો દિન આજ રે પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે’ તથા ‘પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ કાંઈ કહ્યામાં નાવે વાત’ એ કીર્તન બોલતા હતા ને ફરતા હરિભક્તો પર બાપાશ્રી રંગ નાખતા હતા. સૌ ઉપર ગુલાલ નાખ્યો એ વખતે અતિ હેતમાં ધનજીભાઈએ બાપાશ્રી પર રંગ નાખ્યો. પછી તો લાલુભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, શિવજીભાઈ, અમીચંદભાઈ આદિક મોટા તથા નાના હરિભક્તોએ થોડો થોડો રંગ તથા ગુલાલ બાપાશ્રી પર નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. સૌ રંગભરેલા બાપાશ્રીને ભેટયા. બાપાશ્રી ના પાડતા હતા કે થોડો રંગ નાખો, પણ અતિ હેતના ભર્યા સૌ હરિભક્તોએ એક પછી એક થોડો થોડો રંગ નાખી લહાવ લીધો.

તે વખતે બાપાશ્રી પ્રસન્ન થકા બોલ્યા જે, “આ રંગ પાંચમ ધનજીભાઈની; કેમ કે એની તાણને લઈને આ સમૈયો ફરીવાર થયો.”

પછી સૌને કહ્યું કે, “તમો બધાય ધનજીભાઈને ભેટજો.”

એમ કહીને પોતે નાહી વસ્ત્ર બદલી મેડા પર આસને પધાર્યા. ત્યાં સૌ હરિભક્તો આવ્યા તેમને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી વહેંચી.

પછી સદગુરુ આદિક સંતોની તાણે સર્વે સંતોને બાપાશ્રી મળ્યા ને અતિ કૃપા કરીને આશીર્વાદ આપ્યો જે, “શ્રીજી મહારાજની મૂર્તિમાં આમ ને આમ સુખ ભોગવજો. આ ટાણે મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે તે જેવાં માગે ને ઈચ્છે તેવાં સુખ મળે છે. વખત બહુ સારો છે, જોગ જબરો મળ્યો છે.”

એમ કહીને ધનજીભાઈની ઘણી પ્રશંસા કરીને કહ્યું જે, “આ બહુ શૂરવીર છે. જુઓને! કીર્તન બોલે છે ત્યારે હેત તો ઊભરાઈ જાય છે. નિયમ, નિશ્ચય ને પક્ષ ત્રણે માથા સાટે. જાદવજીભાઈ એમના પિતા મહામુક્ત હતા. તેમનું નામ એમણે રાખ્યું. ઘર બધુંએ એવું. નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. નારાયણપુરમાં એમણે સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખો છે.”

પછી લાલુભાઈને કહે કે, “જોયા અમારા ધનજીભાઈ!”

એમ પ્રશંસા કરીને કહ્યું જે, “અહીંના નાના-મોટા હરિભક્તો પણ બળિયા છે. કથા-વાર્તામાં, કીર્તન ને સેવા-ભક્તિમાં જ્યાં જુઓ ત્યાં તૈયાર. આવા દેશમાં સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખી રહ્યા છે. એમને મહારાજને રાજી કરતાં આવડે છે. અમે પણ સૌનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. સત્સંગે કરીને મહારાજને અને મોટા મુક્તને રાજી કરવા એ કરવાનું છે તે આ સર્વેને કરતાં આવડે છે.”

એમ કહીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ આપ્યો.      II ૪૭ II

When Bāpāśrī was talking, Dhanjībhāī of Nārāyaṇapur got up from the seat in assembly and with his folded hands said that Bāpāśrī and Saduguru Swāmī etc. came here on the day of fūldol so all the muktas of this place arranged samaiyā of fūldol with much love. Prasādi colour of Śrījī Mahārāj was spread on Bāpāśrī by devotees and Bāpāśrī also spread colour on all devotees and devotional songs were sung. I came afterwards in another steamer so I did not have divine darśan. When will such opportunity come again! Therefore, I pray this assembly with folded hands to request Bāpāśrī on my behalf and say that since today is pāṅcham, two devotional songs of festival be sung and colour of prasādī be spread by Bāpāśrī on all as it was done on the day of fūldol before Ṭhākorjī and if garbī is sung, my saṅkalpa of that divine darśan is not left out and deprived me of that occasion. I heard the description of fūldol of this place. What a large number of devotees were there when Bāpāśrī arrived! What a colourful dress of Ṭhākorjī! What a joy of devotees in that festival! That occasion became very grand. Since I have heard this talk every now and then I feel that I missed the occasion. In our Kutch region, it is called Raṅga Pāṅcham, so all of you show mercy on me so that remembrance of Raṅga Pāṅcham can be done. If all of you are pleased, join in my prayer and let my desire be fulfilled.” At that time Lālubhāī, Mahādevbhāī, Haribhāī, Mohanbhāī, Hīrābhāī, Amīchaṅdbhāī, Goviṅdbhāī, Somchaṅdbhāī, etc. devotees in the assembly prayed for Dhanjībhāī’s wish. Then Bāpāśrī said, “O.K. Perform samaiyā, sing devotional songs and garbī.” On hearing such words devotees started enthusiastically performing celebration in front of Ṭhākorjī. All in the assembly were very eager to have such divine darśan. In a short while colour was ready, it was offered to Ṭhākorjī. Devotees came with love and got ready to sing garbī. Bāpāśrī was escorted to a chair in the centre and he seated there. Devotees started devotional song, ‘Māre ānaṅdno din āj re, prabhu pragaṭyā kalyāne kāj re’, and ‘Pragaṭ Hari mujne maḷyā re lol kāṅī kahyāmāṅ nāve vāt’ (I have a day for joy because God incarnated to give us liberation and incarnated Hari met us which is beyond our expression.) While they were singing and moving in circle Bāpāśrī was throwing colour on devotees. Gulāl was spread on all. At that time, Dhanjībhāī threw colour with love on Bāpāśrī. There after Lālubhāī, Mahādevbhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Śivjībhāī, Amīchaṅdbhāī, etc. including young and old devotees threw colour and gulāl in small quantity on Bāpāśrī and made Jay ghosh of Sahajānaṅd Swāmī Mahārāj. All embraced Bāpāśrī with wet colour on their clothes. Bāpāśrī used to say no and would say throw a little colour even then all devotees with much love threw small quantity of colour and enjoyed. At that time Bāpāśrī showing his pleasure said, “This Raṅga Pāṅcham is of Dhanjībhāī because of his insistence samaiyā was again arranged. Then all were told to embrace Dhanjībhāī. Saying so Bāpāśrī changed his clothes after having bath and came to his seat on the upper storey of the temple. There all devotees came. Bāpāśrī gave them prasādī of grapes and cashew, then on the insistence Sadgurus, etc. saints, Bāpāśrī met all saints and showing his mercy he blessed that all may enjoy happiness thus in Mūrti. This time Mahārāj and muktas are realised by their favour and one can get happiness as one wishes- the time is good, opportunity is good. Saying so Bāpāśrī praised Dhanjībhāī very much and said, “He is very brave. Just see! When devotional songs are sung his love overflows, his obedience of rules, determination and love for sect, all three are so firm that he can even sacrify his life. His father Jādavjībhāī was great mukta. He gave glory to his father and the whole family is also like him. Young or old all behave according to commands. In Nārāyaṇapur, he has kept his love for satsaṅg, which goes on increasing day by day.” Then Bāpāśrī turned to Lālubhāī and said, “See our Dhanjībhāī!” After praising thus, Bāpāśrī said, “All young and old devotees of this place are also very enthusiastic. They are always ready for kathā-vārtā, kīrtan and sevā-bhakti and thereby they are trying to give push to the activity of satsaṅg in such region. They knew how to please Mahārāj. I am also very much pleased with their love.  Mahārāj and great muktas are to be pleased by satsaṅg and they all know how to do it.” Saying so Bāpāśrī blessed that all may remain in Mūrti. || 47 ||